sambandh nu jatan - 1 in Gujarati Love Stories by Falguni Shah books and stories PDF | સંબંધ નું જતન - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સંબંધ નું જતન - 1

આજે સ્ટાફ માં બહુ ગુસપુસ થતી હતી..પણ મને ફિંગર પ્રિન્ટ ઓળખવાનું કામ પતાવવાનું હતું એટલે ધ્યાન ન આપ્યું.
ત્યાં સાંજે પરમારે મને જણાવ્યું કે ,"ગીરા મેડમ, તમારા સિનિયર ઓફિસર તરીકે મિ.આર.એમ.શેખ આવશે, આવતે મહિને ૧લી ડિસેમ્બરથી....."

મારાં હાથમાં પેન અટકી ગઈ ને હું અવાક થઈ ગઈ.. હું મારી કેબિનમાં શ્રીકૃષ્ણ ભગવાન સામે જોઈ જ રહી કે શું આ બધું સાચું છે??
નામ સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું.....
હા, બરાબર ૨૧ વર્ષ પહેલાં મારી નવું પોસ્ટીંગ ગુજરાત પોલીસ માં થયું હતું.. ફોરેન્સિક (I.B) ડિપાર્ટમેન્ટ માં...મને નાનપણથી જ કંઈક અલગ બનવાની ધૂન હતી..ને એ સાકાર પણ થઈ...
નવું પોસ્ટીંગ ને ઘરથી દૂર છેક પંચમહાલ જિલ્લામાં કામગીરી કરવાની.... ત્યાં ગુનાઓ ખૂબ થાય..ને આદિવાસી અને પછાત વર્ગ સાથે રોજ પાલો પડે...
એમને મન ગુનો કરવો ઈ રમત વાત ને અમારા માટે એક પડકાર...
અમારી ડ્યુટીમાં Code of Conduct & Protocols બહુ હોય એટલે ઘર સાથે નો નાતો નહીંવત થઈ જાય.

ફરજ પર અઠવાડિયા પછી મારી પહેલી મુલાકાત રીઝવાન શેખ સાથે એક ખૂન કેસમાં તપાસ ચાલી રહી હતી ત્યારે થ‌ઈ હતી. શું મસ્ત મૌલા જેવો માણસ હતો.!!!... પડછંદ કાયા ને નીડરતા તો એની જ....!!! ભલભલા એનાથી ડરતાં.... ઈમાનદારી ને દેશપ્રેમ તો રગરગમાં વહે હો.!!!.... લોકલાડીલો ઈ.. બધાને સાંભળે ,સમજે ને ન્યાય અપાવે.
આમ આદિવાસી કોઈ ને નો ગાંઠે પણ રીઝવાન થી સૌ ડરે...
ઔપચારિક વાતો કરી પછી કામે લાગ્યા અમે.ધીરે ધીરે કામમાં નજીકતા વધતી ચાલી ને અમારી દોસ્તી ગાઢ થઈ ને પ્રેમ માં ક્યારે પરિવર્તન થઈ ખ્યાલ જ ના રહ્યો....
રિઝવાન મને ખૂબ ચાહતો ,મારી પસંદ-ના-પસંદ ને સાચવતો...
મને પણ ગમતો દિલથી...
પરંતુ, એક રજા નાં દિવસે ઘરે એ આવ્યો મને મળવા. ત્યારે મારી સર્વંટ રતન કામ કરી હતી, એ જોઈને રિઝવાન થોડો ખચકાયો.
"અરે, આવને ડીયર ,અંદર આવ" મેં આવકાર્યો.
એ આવ્યો અંદર એટલે રતન પાણી લઈ આવી એના માટે.
પછી રતન કામ પતાવી જતી રહી.
"શું કરે છે રજા નાં દિવસે એકલી એકલી ?" એણે પૂછ્યું
"આરામ , આરામ, ને આરામ "... હું હસતાં હસતાં એની સામે જોઈ ને બોલી...
"અરે,વાહ મેડમ ને લખવાનો પણ શોખ છે કે શું??
એણે ટેબલ પરથી મારી ડાયરી લેતાં પૂછ્યું.
મેં તરાપ મારી ને ડાયરી લેવાની કોશિશ કરી પણ અસફળ રહી.
"લાવને , મારી ડાયરી યાર, તું વાંચતો નહીં.... પ્લીઝ."
"હવે તો હું આ ઘરે જઈને આખી જ વાંચીશ,બસ..."
"ના,ના,ના..આપને મને પાછી એ"
પણ એણે ડાયરી મને નાં આપી.

એ ડાયરી એટલે જાણે મારાં જીવનની એકએક વિતેલી પળની સાક્ષાત સાક્ષી.... મારી વણકહેલી મારે જ હાથે આલેખાયેલી એ ડાયરીમાં મારા જીવનનાં અંશો હતાં..

ત્યાર પછી એ ત્રણ દિવસ નાં દેખાયો .ચોથા દિવસે ઘરે આવ્યો ને મને ડાયરી પરત કરતાં બોલ્યો ," ગીરા ,હવે મારાં જીવનમાં તારા સિવાય બીજું કોઈ આવી નહીં શકે..."I love you so much"...
ને એ જતો રહ્યો... હું તો એને જતો જોઈ જ રહી. કશું સમજી જ ના શકી.. રિઝવાન કેમ આમ બોલીને જતો રહ્યો ?

આ વાત કિચનમાં રતને સાંભળી.
એ બહાર આવી ને મને ઢંઢોળી ને બોલી,"મેડમ , શું વિચારો છો??"
"કંઈ નહીં" હું ગુંચવા‌ઈ
ત્યાં જ રતને ઘા જેવો સવાલ કર્યો
"મેડમ, શું તમેય સાહેબ ને પ્રેમ કરો છો?
પહેલીવાર અચાનક પૂછાયેલા પ્રશ્નથી હું સ્તબ્ધ થઈ ગઈ ... હ્રદય એક ધડકન ચૂકી ગયું...મન શૂન્ય મનસ્ક થઈ ગયું...
-ફાલ્ગુની શાહ ©

વધુ આવતે અંકે .....(ક્રમશઃ)