Imagination world: Secret of the Megical biography - 21 in Gujarati Adventure Stories by Kuldeep Sompura books and stories PDF | કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૨૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૨૧

અધ્યાય-21


પ્રો.અલાઈવ અંદર આવ્યા અને તેમણે સમગ્ર રસોડાને નિહાળ્યું અને ત્યારબાદ નીચે પડેલા વાસણને ઉપર મૂકીને બારી વાસી દીધી અને તે ચાલ્યા ગયા આગળના રૂમમાં જ્યાં લાઈટ ચાલુ હતી.અર્થે બહારની હિલચાલ જોવા માટે એક બાજુનો કબાટ નો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હતો.પ્રો.અલાઈવના બહાર ગયા બાદ ધીમેથી અર્થ અને કાયરા તે કબાટમાંથી બહાર આવ્યા.તે હવે રસોડાના દરવાજાની કિનારીએ ઉભા હતા.પ્રો.અલાઈવે આગળના રૂમની લાઈટ બંધ કરી અને તે સીડીથી ઉપર જઈ રહ્યા હતા.

કાયરા એ કહ્યું "પ્રો.અલાઈવ કદાચ ઉપર સુવા જઈ રહયા છે."

"હા, આપણે અહીંયા નીચે બધીજ તપાસ કરી દઈએ જોતે બુક આપણને અહીંયા જ મળી જશે તો આપણું કામ થઈ જશે."

અર્થ અને કાયરા બહાર આવ્યા અને રૂમમાં બુક શોધવા મંડ્યા ઉપરથી બે જણના વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો પણ તે શું વાત કરી રહ્યા હતા તે સંભળાતું ના હતું.અર્થે બુક શોધવાનો બધેજ પ્રયાસ કર્યો ટેલિવિઝન નીચેનો કબાટ,હોલમાં બાકીના કબાટ બધેજ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે બુક ક્યાંય ના મળી. અર્થે ધીમા અવાજે કાયરાને કહ્યું "અહીંયા તો બુક ક્યાંય નથી લાગતી આપણે ઉપર જવું જ પડશે મને એવું લાગે છે."

"પણ ઉપર તો પ્રો.અલાઈવ જાગે છે."

"એક કામ કર તું અહીંયા નીચે ઉભી રહે હું ઉપર જઈને સૌપ્રથમ બધુજ જોઉં છું જો ઉપર બધુજ બરાબર હશે તો તને ઈશારો કરીશ તું ઉપર આવી જજે."

"ઠીક છે."

અર્થ ધીમા પગલે સીડી ઉપર ચડ્યો.તે ઉપર જઈને સીડીના ઉપરથી પહેલા પગથિયે ઉભો હતો તેણે છુપાઈને જોયું તો ખબર પડી કે ત્યાં ઉપર એક જ લોબી જેવું હતું જેમાં ત્રણેય રૂમ લાઇનસર હતા.એક રૂમમાં લાઈટ ચાલુ હતી જ્યારે બાકીના બે રૂમ બંધ હતા.જે રૂમમાં લાઈટચાલુ હતી તે દરવાજો અર્ધખુલ્લો હતો.અર્થે તે રૂમની અંદર ખૂબ નજીવી રીતે ડોકિયું કર્યું.જેથી અંદરથી કોઈ જોઈ ના જાય.તેણે ખૂબ ધ્યાનથી જોયું હતું.રૂમમાં કોઈ બે જણ હતા એક નો ચહેરો દેખાતો નહતો જ્યારે બીજા પ્રો.અલાઈવ સામેજ બેઠા હતા અને તે કંઈક લખતા હતા.તથા બીજી તરફ તેમની તરફ ફરીને કોઈ બેઠું હતું પણ તેનો ચહેરો દેખાતો નહતો.તેણે કાળા કપડાં પહેર્યા હતા.કદાચ તેમનો કોઈ મિત્ર હશે કારણકે આમ પણ અહીંયા બધા કાળા કપડા કંઈક વધુજ પહેરતા હતા.અર્થે કાયરા ને ઈશારો કર્યો અને બંને ઘૂંટણિયે બેસી ગયા જેમ કોઈ પ્રાણી ચાલે તેમ અને બે હાથ અને પગની મદદથી તે દરવાજો વતાવ્યો જેથી પ્રકાશના પડછાયામાં કોઈ જોઈ ના જાય.

નવીન વાત એ પણ હતી કે બેજણ એકબીજાની સામે બેસી રહ્યા હતા પણ કંઈ બોલી રહયા નહતા.જ્યારે અર્થ અને કાયર તે રૂમમાં ઘુસી ગયા હતા અને તેમણે બધીજ જગ્યા એ શોધખોળ ચાલુ કરી દરવાજો અર્ધ ખુલ્લો રાખ્યો હતો જેથી તેમને પ્રકાશ ના પડછાયામાં ખબર પડે કે કોઈ આવી રહ્યું છે.જ્યારે બીજી બાજુ કાયરા નું ધ્યાન વધુ ત્યાંજ હતું.અર્થ બધેજ શોધી રહ્યો હતો તેણે બધાજ કબાટ શોધી નાખ્યા હતા.કદાચ આ પ્રો.અલાઈવનો આ વાંચનરૂમ હતો તેથી અહીંયા બુક મળવાની સંભાવના બહુજ વધારે હતી.અર્થે પ્રો.અલાઈવના ટેબલની પાસે જ્યાં તેઓ કામ કરતા હતા અથવા વાંચતા હતા તે કબાટ ખોલ્યો.ત્યારે ચમત્કાર થયો.ત્યાંથી તે બુક મળી ગઈ.તેને વિશ્વાસ નહોતો થતો કે તે સફળ થયો છે.અર્થ અને કાયરા પણ ખુશીથી ભેટી પડ્યા.ત્યારે તેનું ધ્યાન દરવાજા પરથી હટયું અને ત્યાંથી તે દરવાજા નો અવાજ આવ્યો જ્યાં પ્રો.અલાઈવ બેઠા હતા.અર્થ અને કાયરા સીધા તે ટેબલ નીચે સંતાઈ ગયા.

અર્થ અને કાયરા જે રૂમમાં હતા તે રૂમની લાઈટ ચાલુ થઈ.ત્યારે અર્થ અને કાયરા ડરી ગયા તેમને થયું આજે તો તે પકડાઈ ગયા વિચારવાનું એ હતું કે તે પ્રો.અલાઈવને શું જવાબ આપશે. કેટલાય વિચારો તેમના મનમાં ગૂંથાઈ રહ્યા હતા.પ્રો.અલાઈવના પગનો અવાજ તે ટેબલ તરફ આવી રહ્યો હતો.તે બંને એવી રીતે છુપાયા હતા જેથી કોઈ બહારથી આવેતો તેને દેખાય નહીં.પ્રો.અલાઈવ ટેબલની નજીક આવ્યા અને તે બુક લઈને જતા રહ્યા.અર્થ અને કાયરા એ તેમના પગનો અવાજ ટેબલ થી દુર જતો સંભળાતો હતો.ત્યાર બાદ તે રૂમની લાઈટ ફરીથી બંધ થઈ ગઈ.અર્થના જીવમાં જીવ આવ્યો અને બંને એ રાહતનો શ્વાસ લીધો પણ હજી ત્યાંથી બહાર નીકળવું ખતરા થી ખાલી ના હતું.તેમણે ત્યાં બેસીને જ તે શબ્દ જોઇલેવાનું નક્કી કર્યું.અર્થે નાની ટોર્ચ નો પ્રકાશ ચોપડી પર પડે તેમ રાખી અને એક પછી એક પાનાં શાંતિ થી ફેરવવા લાગ્યો.તેણે ૧૬૨ અને ૧૬૩ નંબર નું પાનું કાઢ્યું.જેની ઉપર "અધૂરું સ્વપ્ન"લખેલું હતું.તેણે નીચે જોયું જેમાં એક ૧૬૨ નંબર ના પાનાં ઉપર "મ"લખ્યો હતો અને તેની ઉપર એક ગોળ કુંડાળું કર્યું હતું અને એક નાનો એરો દર્શાવ્યો હતો જ્યારે ૧૬૩ નંબર ના પાનાં ઉપર તેણે "ય"તથા "ક્ર" જોયો અને. તેને એક કાગળ માં લખી દીધા અને બંને એ યાદ પણ કરી લીધા.કામ સફળ થયું હતું એટલે સૌથી સારી વસ્તુ હતી કે ઝડપથી અહીંયાંથી બહાર નીકળી જવું.તેથી તે જેમ આવ્યા હતા તેમજ નીચે ઉતર્યા તે પહેલાં તેમણે બુકને બરોબર મૂકી દીધી જેમ પડી હતી.ત્યારબાદ રસોડાની બારી એ થી બંને એ કૂદકો માર્યો. નીચે ત્રાટક તેમજ બેઠો હતો અને બિલાડી રમાડતો હતો.અર્થ અને કાયરા ના આવ્યા બાદ તેણે બિલાડીને ભગાડી મૂકી ત્યારબાદ અર્થે બારી બંધ કરી દીધી જેથી પહેલા બધુજ પહેલા જેવું જ લાગે.

ત્રાટક તે બંને ને જોઈને ખૂબ ખુશ થયો અને કહ્યું

"સારું થયું તમે આવી ગયા મને બહુજ ચિંતા થતી હતી.શું તમને તે શબ્દો મળ્યા.

અર્થ ત્રાટકને ભેટી પડ્યો તેથી અને કહ્યું "હા, આપણું અહીંયા આવવું સફળ થયું."

કાયરા પણ હસવા લાગી.

ત્રાટક:"હવે આપણે અહીંયા રહેવું સુરક્ષિત નથી.આપણે અહીંયાંથી નીકળી જવું જોઈએ."

અર્થ: "ઠીક છે બાકીની વાત ચાલતા ચાલતા કરીએ."

ત્રણે છુપાઈને સ્કુલ તરફ જવા ચાલવા માંડ્યા.

અર્થ: "મને માનવે કહ્યું હતું કે આ શબ્દ બનશે તે કેમ લખ્યું હતો તેની પાછળ કંઈક તો રહસ્ય છે નહીતો પ્રો.અનંત આવું કેમ કરે?"

ત્રાટક: "હા,તેતો છે તમને આજે કયો અડધો શબ્દ મળ્યો?"

અર્થે કહ્યું "હા, તે અક્ષરો મ,ય અને ક્ર છે અને પહેલા મળ્યા હતા તે અક્ષર સ અને ચ હતા.આ બધા ભેગા મળીને કંઈજ બનતું નથી."

કાયરા: "આવો તો કોઈ શબ્દ જ નથી.પણ મારા મતે આપણે એક વાર તે વૃદ્ધદાદા ને મળી આવીએ તે જરૂર કંઈક તો જાણતા હશે."

ત્રાટક અર્થ અને કાયરા વનવિહાર તરફ જતા હતા.અર્થે એક વાર પાછળ ફરીને જોયું ત્યારે હજી પ્રો.અલાઈવ ના ઘરની લાઈટ ચાલુ હતી.ત્રણેય જણ વનવિહાર જઈને તે ઓરડી ની બહાર ઉભા રહ્યા.જયારે વૃદ્ધદાદા એક નાનકડા પ્રાઈમસ માં ચા બનાવી રહ્યા હતા.તેમણે પાછળ ફરી ને જોયું તો અર્થ ઉભો હતો ત્યારબાદ તેમનું ધ્યાન બીજા બધા ઉપર ગયું.

તે બોલ્યા "કોણ છો તમે? અને અત્યારે તમારે શું કામ છે?, ચોર છો?",હું અવાજ કરીને બધાને બોલાવી દઈશ હું પણ જાદુગર છું.

અર્થે કહ્યું "નહીં નહીં અમે કોઈ ચોર નથી અને ના તો અમે કોઈ બીજા કામ થી આવ્યા છીએ.અમે તો ખાસ તમને મળવા આવ્યા છીએ."

"મને મળવા પણ શા માટે?,હું તો તમને કોઈને નથી ઓળખતો."

"હું માનવ નો મિત્ર છું.તમને યાદ હશે હું એકવાર તેની સાથે અહીંયા બુક લેવા આવ્યો હતો."

વૃદ્ધ દાદા થોડું વિચારીને બોલ્યા "હા યાદ આવ્યું,યાદ આવ્યું,પણ બેટા તું અહીંયા આટલી રાત્રે,તને કોઈ જોઈ જશે તો બહુ મોટી સમસ્યા ઉભી થઈ જશે."

અર્થે ત્રાટક અને કાયરા નો પરિચય વૃદ્ધ દાદા સાથે કરાવ્યો.

"તે હું જાણું છું ઉપરાંત મારે અહીંયા તમારું જ કામ છે.હું તમને એક રહસ્ય કેવા માંગુ છું મહેરબાની કરીને કોઈને કહેતા નહીં."

"અચ્છા તો પણ તારે જે કહેવું હોય તે જરા જલ્દી કહેજે."

"હું જાણું છું કે પ્રો.અનંત એ તેમની ડાયરીમાં પોતાની ઈચ્છા લખી હતી,પોતાનું સ્વપ્ન લખ્યું હતું.મારી પાસે તે બધાજ અક્ષરો છે પણ તેને મળાવી ને એક પણ શબ્દ બનતો નથી.

વૃદ્ધ દાદા સ્તબ્ધ થઈ ગયા અને થોડી વાર બાદ તે થોડુંક કડકાઈ થી બોલ્યા "તો તું અહીંયા શું જાણવા આવ્યો છે?"

"તેમણે જેમ પોતાની બે બુકમાં શબ્દોનું વિભાજન કરીને લખ્યું તેની પાછળનું શું કારણ હતું?.જો તેમને ઈચ્છા જ લખવી હતી તો કોઈપણ બુકમાં કે ડાયરીમાં પણ લખી શકતા હતા."

વૃદ્ધ દાદા ધીમા પડી ગયા અને તેમણે પૂછ્યું "શું હું જાણી શકું કે તેમણે બંને બુકમાં ક્યાં અક્ષર લખ્યા છે?"

"હા, જરૂર પણ તેનાંથી કોઈ શબ્દ નથી બનતો કદાચ મને પણ પાકી ખબર નથી તમે જ જોઈલો."

અર્થે પોકેટ માંથી કાગળિયું કાઢ્યું અને વૃદ્ધ દાદાને હાથમાં આપ્યો. વૃદ્ધ દાદા એ કાગળ લીધો અને બહુજ જીણી આંખે જોયું

"શું તમને ખબર છે કે તેનો મતલબ શું છે?"

વૃદ્ધ દાદા ધીમેથી બોલ્યા મારો અંદાજો સાચો હતો. અર્થ તેમના શબ્દોને ધ્યાન થી સાંભળતો હતો.

"સમયચક્ર" વૃદ્ધ દાદા ના મોં માંથી શબ્દસરી પડ્યો.

અર્થ અને કાયરા ને આશ્ચર્ય થયું તે વળી શું છે.

ત્રાટક સમયચક્ર વિશે પહેલાથી જાણતો હતો પણ તે નહોતો જાણતો કે તેની સાથે પ્રો.અનંતને કંઈ લેવા દેવા હશે.

વૃદ્ધ દાદા એ તેને કાગળ પાછો આપ્યો અને તેને શબ્દ ક્રમ માં ગોઠવીને બતાવ્યું.પહેલા કંઈક આ મુજબ અક્ષરો હતા."સચમયક્ર"

અર્થે પૂછ્યું "આ સમયચક્ર શું છે?"

અને ત્યારબાદ કાયરા એ પણ પૂછ્યું.ત્રાટક ધ્યાન થી સાંભળતો હતો અને તેણે દાદાને બોલતા રોક્યા નહીં.

વૃદ્ધદાદાએ વાત ની શરૂઆત કરી "સમયચક્ર એક દરવાજો છે એક એવો દરવાજો જેમાંથી તમે વિતેલા સમયમાં પાછા જઈ શકો છો અને બધું ઠીક કરી શકો છો એટલેકે જો હું આ કપ અહીંયાંથી ફેંકી દઉં તો તે તૂટી જશે પણ સમયચક્ર ની મદદથી હું ત્યાં જઈને કપને તૂટતા બચાવી શકું છું.તમે જનમથી લઈને અત્યાર સુધીના કોઈપણ સમયમાં તમે જઈ શકો છો સમયચક્ર ની મદદ થી."

અર્થ અને કાયરા આ વાત સાંભળીને થોડાક ઉત્સાહી અને આશ્ચર્યમાં પડી ગયા.

અર્થ અને કાયરા બંને બોલ્યા "શું ખરેખર આવી અદભુત રચના છે કાલ્પનિકતા ની દુનિયામાં?"

ત્રાટકે અને વૃદ્ધ દાદા એ જવાબ આપ્યો "હા"

અર્થ:"તો તે ક્યાં છે અને તેનો મતલબ એ કે પ્રો.અનંત ની તીવ્ર ઈચ્છા હતી કે તે સમયચક્ર ના માલિક બને અથવા તેમાં પ્રવેશે."

વૃદ્ધદાદા એ જવાબ આપ્યો "હા"

અર્થ: "પણ તમને કેવી રીતે ખબર પડીકે તેમણે આ બુકમાં પોતાની ઈચ્છા લખી છે?"

"હું તમારા બધાજ સવાલોનો જવાબ આપીશ તમે બધા ઘણા બહાદુર છો તમે ઘણીખરી પહેલી સુલજાવી નાખી છે."

"શું તમે બધા ચા પીવો છો?"

બધા એ હા, પાડી અને બધા ત્યાં બેસી ગયા.વૃદ્ધ દાદા એ બધાને ચા આપી.વાત થોડી લાંબી છે તો હું તમને થોડીક શાંતિ થી કહીશ.

"આ તે વખત ની વાત છે જે સમયે પ્રો.અન્ય અહીંયા ભણાવતા હતા.તે વખતે પણ પ્રો અલાઈવ અહિયાંના પ્રિન્સિપાલ તથા પ્રાંત ના પ્રમુખ જ હતા.પ્રો.અનંત બધાજ છાત્રોમાં ખૂબ લોકપ્રિય હતા.તે હંમેશા મારી પાસે બેસવા આવતા ઘણીવાર રાત્રે અને અમે બેસી ને મોડે સુધી વાતો કરતા. તે મારા સારા મિત્ર હતા.તે રહસ્યમય કલાઓ ઉપરાંત કેટલાક બીજા વિષયો જે જાદુગરી સિવાયના હતા તેમ પણ તે ખૂબ પારંગત હતા.જેમકે જાદુ અને બિનજાદુ થી ચાલતા વાહનો વગેરે.તેમને તેના સિવાય ઘણા વિષયોમાં રુચિ હતી.પણ હું જ્યારે તેમને છેલ્લી વખત મળ્યો ત્યારે તે બહુ ચિંતિત લાગતા હતા આમ તો તેના થોડા દિવસો પહેલા પણ તે ચિંતામાં જ રહેતા.મને યાદ છે આવી જ રીતે એક રાત્રે અમે એક રાત્રે બેઠા હતા.તેમના હાથમાં તેમની બંને ઓરીજીનલ આત્મકથા હતી અને એક પેન હતી.તે અહીંયા જ્યાં ત્રાટક બેઠા છે ત્યાં ખુરશીમાં બેઠા હતા.તેમણે વારાફરતી બંને આત્મકથા માં કંઈક લખ્યું.

તે દિવસે મેં પણ તેમને પૂછ્યું પણ તેમને મને કંઈ પણ જવાબ ન આપ્યો બસ તેમણે ખાલી એટલુંજ કીધું "હવે મારાથી કંઈક ને કંઈક ભુલાઈ જાય છે અને હું જે પણ મારા હાથે એક કાગળ પર લખું તે કુદરત વાંચી લે છે અને તેને મંજુર નથી થવા દેતી.તેથી મેં હવે મારી જિંદગીની કેટલીક અધૂરી ઈચ્છાઓ લખેલા અનેકો કાગળિયા ફાડી નાખ્યા છે.પણ આ મારી એક તીવ્ર ઈચ્છા છે જો હું આ ઈચ્છાને ભૂલી જઈશ તો મારું જીવવું વ્યર્થ છે.તેથી હું આ ઈચ્છા એક પહેલી સ્વરૂપે આ બંને બુકમાં લખું છું જેથી તેને કુદરત પણ આસાની થી વાંચી ના શકે અને મને યાદ પણ રહે.

હું ત્યારે હસવા માંડ્યો મને મનમાં વિચાર આવ્યો આટલો મહાન જાદુગર પણ આવું વિચારી શકે છે."

ત્યારબાદ તેમણે મને કહ્યું"આ વાત માત્ર તમને જ ખબર છે કારણકે આ લખાણ ના માત્ર તમે સાક્ષી છો. તેથી મહેરબાની કરીને કોઈને આ રહસ્ય કહેતા નહિ."

મેં તમને ત્યારબાદ કોઈ દિવસ તે વિશે વાત નહોતી કરી કદાચ તો ત્યારબાદ ના દસેક દિવસો પછી તો તે ગાયબ થઈ ગયા હતા.બહુ લોકોએ તેમને શોધ્યા ઉપરાંત હું પણ તેમને શોધતો હતો પણ ક્યાંય મળ્યા નહિ અને ના તો મને આ બુક ક્યાંય મળી. તે જીવિત હતા કે નહીં એતો કોઈને ખબર નહોતી પણ તેમને મૃતક ઘોષિત કરી દેવામાં આવ્યા.

અર્થે કહ્યું "તે જીવિત છે પણ બહુજ ખરાબ હાલત માં છે."

"તું આ વાત દાવા સાથે કઈ રીતે કહી શકે શું તે જોયા છે તેમને."

અર્થ હજી વાત ચાલુજ કરતો હતો ત્યાંજ વનવિહાર તરફ કોઈ આવતું દેખાયું.ત્રણેય જણ ને સંતાવું યોગ્ય લાગ્યું.તે ઝડપથી એક સુરક્ષિત જગ્યાએ છુપાઈ ગયા જ્યાંથી તેમને કોઈ જોઈ ના શકે.

જ્યારે કોઈ દરવાજા માંથી અંદર આવતા હતા ત્યારે તેમને ખબર પડી કે તે પ્રિન્સિપાલ અલાઈવ છે.અર્થ,ત્રાટક અને કાયરાને ચિંતા સતાવતી હતી કે શું પ્રો.અલાઈવને ખબર તો નથી પડી ગઈ ને પણ તેમના મોં ઉપર કોઈ ગુસ્સાના કે ચિંતા ના હાવભાવ દેખાતા ના હતા.ઉપરાંત તે કોઈને શોધતા હોય એવા હાવભાવ પણ તેમના ચહેરા પરથી દેખતા નહતા.તેમની પાછળ એક કાળા વસ્ત્ર પહેરેલો માણસ આવતો હતો.તેનું મોં ઢાંકેલું હતું તેથી તેને કોઈ જોઈ શકે તેમના હતું.તે વનવિહારની અંદર સીધા ચાલ્યા ગયા જ્યાં અને પછી આગળથી વળી ગયા.તેમણે પાછળ વળીને પણ ના જોયું.તે ખાસા દૂર પહોંચી ગયા હતા જે તરફ નવશીંગા નું પાંજરું હતું.

ત્રાટક,કાયરા અને અર્થ બહાર આવ્યા અને વૃદ્ધદાદા એ તેમને જવા માટે કહ્યું.આમ પણ હવે અહીંયા રહેવું ખતરાથી ખાલી ના હતું પ્રો.અલાઈવ કોઈ પણ સમયે આવી શકે તેમ હતું.

જતી વખતે અર્થે વૃદ્ધદાદા એ તે કાળાકપડાં પહેરેલા માણસ વિશે પૂછ્યું.

ત્યારે વૃદ્ધ દાદા એ જવાબ આપ્યો"તે ઘણા સમયથી અહીંયા જ છે. જ્યારથી સ્કુલબંધ થઈ છે.કદાચ તે પ્રો.અલાઈવ ના રક્ષક હશે. મેં તેનું મોં આજ સુધી નથી જોયું તે હંમેશા ઢંકાયેલું જ રહેછે."

"પણ પ્રિન્સિપાલ અલાઈવ આટલી રાત્રે અહીંયા શું કરેછે?"

"તે તો હું નથી જાણતો તે ઘણી વખત અહીંયા આવે છે પણ રસ્તો એક જ હોય છે આગળ જઈને વળી જાય છે."

"હવે તમારે જવું જોઈએ નહીં તો હું અને તમે બધાજ મુસીબતમાં મુકાઈ જઈશ."

ત્રણેય જણે ત્યાંથી વિદાય લીધી અને પોતાની કાર પાસે પહોંચી ગયા કરણ હજી સૂતો હતો. સવારના ચાર વાગી ગયા હતા.અર્થ અને સર્વે ખુશ હતા કારણકે જે કામ માટે આવ્યા હતા તે સફળ થયું હતું.તે ઘરે પહોંચ્યા ત્યારે નવ વાગી ગયા હતા.

કાયરા અને અર્થે પૂછ્યું "સમયચક્ર ક્યાં છે?"

ત્રાટક સોફા ઉપર બેઠો હતો અને કરણ હજી સૂતો હતો.કાયરા અને અર્થ પણ સોફા ઉપર બેઠા હતા એ જવાબની રાહ જોતા હતા.

"મેં કોઈદિવસ તે જોયું નથી પણ એટલીજ ખબર છે કે તે દુનિયાના સૌથી શક્તિશાળી માણસ સામે જ ખુલે છે.જેમકે સાતેય પ્રાંતના મહાન રાજા કોઈ મહાન જાદુગર. તે ક્યાં છે તેની મને ખબર નથી.આમ તો ખાસ કોઈને ખબર નથી પણ તે જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે."

"પણ જોવા જઈએ તો પ્રો.અનંતની ઈચ્છા અને એમના ગાયબ થવા પાછળ કંઈ પણ સંબંધ મને નથી લાગતો."

"અત્યારે તો મને થાક લાગ્યો છે બાકીની વાતો પછી કરીશું."

કાયરા એ કહ્યું "મારે પણ જવું જોઈએ ઘરે."

ત્રાટકે કહ્યું "થોડોક આરામ કર્યા બાદ જજે કાયરા."

"પણ પછી બહુ મોડું થઈ જશે.હું અત્યારે જાઉં છું પણ હું જલ્દીથી જ આવીશ."

કાયરા ત્યાંથી વિદાય લે છે.જ્યારે કરણ હજી સૂતો હતો.

ત્રાટક અને અર્થ પણ સુઈ ગયા. આખરે થાકના કારણે શરીર પણ દુખતું હતું અને આંખો પણ ઘેરાતી હતી.સુર બહાર એકલો બોલી રહ્યો હતો પણ કોઈને કંઈજ સંભળાતું ના હતું.


ક્રમશ