Helu nu romanchak sapnu - 4 in Gujarati Children Stories by Parag Parekh books and stories PDF | હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૪

Featured Books
Categories
Share

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૪

ખૂબજ રાત થઈ ગઈ હતી પણ રાજકુમારી રત્ના ને ઊંઘ નથી આવતી તેની આંખો સામે હેલુ નો જ ચેહરો ભમ્યા કરતો હતો. તે પોતાના મગજ ને શાંત કરવા બાલ્કની મા જઈ અને તારાઓ ને જોતી હતી અને ત્યાં જ અચાનક એક તારો તૂટયો ને જાણે કોઈ એ આભ મા સફેદ લીટી દોરી તેવો આભાષ થયો, ને અચાનક જ રાજકુમારી ના મગજ મા પણ એક વિચાર આવ્યો અને એક્દમ દોડી ને પોતાના મહેલ ના પુસત્કાલય મા ગઈ. ત્યાં જઈને તે કોઈ એક ચોક્કસ પુસ્તક શોધવા લાગી, ઘડીક થાઇ ત્યાં આ બાજુ ના કબાટ મા જોવે ને ઘડીક થાઇ તો બીજા કબાટ મા શોધે. એમ કરતાં કરતાં તેણે ઘણી બધી પુસ્તકો નો ઢગલો કરી નાખ્યો પણ જે પુસ્તક તે શોધી રહી હતી તે ના મળી અને તે થાકી ને બેસી ગઈ. રાજકુમારી બેઠા બેઠા વિચારતી હતી કે તે જે પુસ્તક શોધે છે તે ગઈ ક્યાં?

રાજકુમારી રત્ના જેટલી બહાદુર હતી તેટલી જ તે હોશિયાર અને ચતુર પણ હતી. તેને ખાશ કરીને વિજ્ઞાન અને બ્રહ્માંડ ના ગ્રહો મા વધારે રુચિ હતી તેનું માનવું હતું કે બીજા ગ્રહો પર પણ જીવન છે અને ત્યાં પણ અશ્વિની નગર ની જેમ જ બધા જીવો રેહતા હશે.

થોડીકવાર શાંતિથી બેઠા પછી તેની નજર તેના ટેબલ પર પડી અને તે તરત દોડી અને તેનું ખાનું ખોલી ને જોયું તો પુસ્તક ત્યાં હતું. એ પુસ્તકનું નામ હતું બ્રહ્માંડનું રહસ્ય. રાજકુમારી એ પુસ્તકના પાના ઓ ઝડપથી ફેરવવા લાગી જાણે કે કોઈ એક ચોક્કસ પાનું તે શોધતી હોય અચાનક જ તેને તે પાનું મળી ગયું અને તે એકદમ ધ્યાનથી તે પાનું વાંચવા લાગી જેમ-જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેની આંખો મોટી થવા લાગી અને તેના ચહેરા પર એક અલગ જ ચમક છવાઈ ગઈ અને બધી માહિતી વાંચી લીધા બાદ રાજકુમારી રત્ના ખૂબ જ ખુશ થઈ ગઈ અને યેયયયયયયયયયયયયયયયેએએએએ કરીને ઠેકડા મારવા લાગી, ત્યાં અચાનક એક અવાજ આવ્યો શું થયું ? શું મળી ગયું અત્યારના તને ? આટલી અડધી રાતે તું કેમ ઠેકડા મારી રહી છે બેન કે તો ખરા મને તું? આવા સવાલો ની વર્ષા કરતો એ અવાજ એક ખુબ જ સુંદર રાજકુમારનો હતો.જેટલો સુંદર એટલોજ મસ્તીખોર, હોશિયાર અને શાહશી. એ રાજકુમારી રત્ના નો લાડકો ભાઈ દેવ. રત્ના તેને જોઈ અને ખુશી ના લીધે તેને ભેટી પડે છે અને બોલવા લાગે છે કે મને રસ્તો મળી ગયો. દેવ પૂછે છે રસ્તો મળી ગયો? ક્યાં નો રસ્તો મળી ગયો ? કઈ જગ્યાએ જવાનું છે તારે ? કાંઈ ખબર પડે મને તો કંઈ કહેતી કેમ નથી? આવા બીજા ઘણા સવાલો ની વર્ષા કરી નાખી. ત્યારે રત્ના બોલી કે મને તારલાઓને પેલે પાર જવાનો રસ્તો મળી ગયો હવે હું હેલુ ને તેની મા પાસે મોકલી શકીશ. કોણ હેલુ? દેવ હજી બીજા કોઈ સવાલ કરે એની પહેલા જ રત્ના બોલી કે હવે બહુ રાત થઈ ગઈ છે ચાલ આપણે સુઈ જઈએ બાકીની બધી વાતો હું તને કાલે સવારે કહીશ.


સવારના નાસ્તો કરતા સમયે દેવ એ રાતના ને પૂછ્યું, બેન કોણ છે હેલુ અને તારાઓની પેલે પાર જવાનો રસ્તો શું છે મને કંઈ સમજાતું નથી, તુ મને બધું વિસ્તારમાં કહીશ. રત્ના એ બધી વાત માંડીને કહી અને એ વાત સાંભળીને દેવ ખૂબ ખુશ થયો કે તેની બહેન હેલુની મદદ કરી રહી છે. રત્ના બોલી રસ્તો મળી ગયો છે પણ હવે એમાં એક નહીં પણ ઘણી અડચણો છે જેને દૂર કરવી પડશે ત્યારે દેવ બોલ્યો ચિંતા ના કર બેન હું છું ને તારા બધા જ સવાલોનો જવાબ. બસ તું મને એટલું કે કે આપણે શું કરવાનું છે અને તે અડચણો શું છે? રત્ના એ કીધું કે આપણે પહેલા નાસ્તો પૂરો કરી લઈએ પછી નિરાંતે હું તને બધી વાત કહું તને સમજાવું કે આપણે શું કરવાનું છે અને કઈ અને કઈ રીતે આ અડચણો દૂર કરશુ?


રત્નાએ દેવને પેલી પુસ્તક બતાવી અને કહ્યું કે આ પુસ્તક મુજબ તારલાઓને પેલે પાર જવા માટે આપણે આ અમૂલ્ય ૭ મણિઓ મેળવવા પડશે જ્યારે આ સાત મણી ભેગા થશે અને સૂર્યની પહેલી કિરણ આ ૭ મણિઓ માંથી એક સાથે પસાર થશે ત્યારે તારલાઓને પેલે પાર જવાનો દરવાજો ખુલી જશે અને આ દરવાજાથી તારલાઓને પેલે પાર જઈ શકાશે. આ સાંભળી દેવ તરત જ બોલ્યો બસ આટલું જ ચાલ તો આપણે જઈ ને લેતા આવીએ આ ૭ મણી. રત્ના બોલી એટલું સહેલું નથી. આ સાત મણી કોઈ એક જગ્યાએ નથી અને તે જેની પાસે છે તે બધા મણી ના રક્ષક છે એટલે આ મણિ મેળવવા મારે તેમની પાસે જવું પડશે પણ મને તે ક્યાં છે તેની નથી ખબર અને હું ત્યાં કેમ જઈશ તે પણ મને નથી ખબર? દેવ બોલ્યો તું ચિંતા શું કામ કરે છે મેં તને કહ્યું ને કે હું છું તારા બધા જ સવાલોનો જવાબ અને હું તારી સાથે આવવાનો છું તું મને ના ન કહેતી. હા ભાઈ હા તારા વગર હું ક્યાંથી જવાની તું મને ક્યાં એકલી મુકે છે હંમેશા મારી સાથે ને સાથે જ રહે છે જાણે કે તું મારો પડછાયો હોઇ અને બન્ને જણા એકબીજાને ભેટી પડ્યા. પણ હવે સવાલ એ હતો કે આ મણિઓ કોની પાસે છે અને તેમની પાસે કેમ પહોંચવું?

દેવ એ રત્ના ને કીધું કે તું માયા ને પૂછી જો તેને કદાચ આ મણિ વિશે કાંઇક ખબર હશે. રત્ના એ પેહલા ના પાડી કે હું માયાની મદદ નહીં માંગુ ત્યારે દેવ બોલ્યો બેન જૂની વાતો ભૂલી જા અને અત્યારના તેના સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી અને હું જાણું છું કે તું જો માયાને પૂછીશ તો તે તને ચોક્કસ મદદ કરશે ત્યારે રત્ના માની ગઈ અને બંને જણા માયા ને મળવા નીકળી પડ્યા. માયા ઘરના દરવાજાની ઘંટી વાગે માયા દરવાજો ખોલ્યો અને દેવ ને રત્ના સામે ઉભા હતા ઘટનાને જોઈ માયા માયા વિચારમાં પડી ગઈ તેના મોઢા નો હાવભાવ એવો હતો જાણે તેને ખુશી પણ છે અને આશ્ચર્ય પણ છે કે રત્ના તેના ઘરે આવી છે. માયા અને રત્ના એકબીજાને જોઈ રહ્યા હતા ત્યાં તે બોલ્યો માયા અમે અંદર આવી શકીએ? હા હા કેમ નહીં માયા બોલી.

દેવ અને રત્ના ઘરમાં આવ્યાં અને ઘરમાં ચારે બાજુ જોવા લાગ્યા દેવ તરત જ બોલ્યો જેવું હતું એવું જ છે તારું ઘર માયા અહીં કંઈ જ બદલાયું નથી તારું શું કહેવું છે બેન રત્ના? હા જો ને કંઈ જ બદલાયું નથી મને યાદ છે આ તારી રસોડાની બારી જ્યાં આપણે કલાકો સુધી બેસીને વાતોના ગપાટા મારતા
હા પણ હવે બસ એ બારી જ ક્યાં છે આપણી વાતોના ગપાટા નહીં અને નહીં આપણે માયા બોલી. વાત આગળ વધે તે પહેલાં જ દેવ બોલ્યો માયા અમારે તારી મદદની જરૂર છે શું તું અમને મદદ કરીશ? ચોક્કસ બોલ શું મદદ જોઇએ છે તારે? રત્ના ને રસ્તો મળી ગયો છે કે જેનાથી હેલુ પોતાના ઘરે પાછી જઇ શકશે. શું વાત કરે છે સાચેજ રસ્તો મળી ગયો છે માયા ખૂબ ખુશ થઈને બોલી. હા રસ્તો મળી ગયો છે પણ તેમાં એક અડચણ છે અને તેમાં તારી મદદ જોઈશે. શું છે તે અડચણ? આ રસ્તો ત્યારે મળશે ત્યારે ૭ મણી એક્સાથે હોઈ અને સુરજ ની પેહલી કિરણ તેમાંથી પસાર થાઇ. આ મણિ ક્યાં છે અને કોની પાસે છે તે અમને નથી ખબર પણ મને વિશ્વાસ છે કે તું આ બાબત મા અમારી મદદ કરી શકીશ.

આ સાંભડી ને માયા તરત જ બોલી કે મને ખબર છે પણ નથી ખબર. શું ખબર છે પણ નથી ખબર? રત્ના આશ્ચર્ય થઈ ને બોલી. તું જરાઈ બદલાની નથી હજી પણ અને બન્ને વચ્ચે જગડો સારું થઈ ગયો ને કેહવા લાગી કે તારો વાંક હતો મારો નહીં. આ બધું હેલુ જોઈ રહી હતી અને મનમા વિચારી રહી હતી કે શું થયું હશે બન્ને વચ્ચે વાતો પરથી તો એવું લાગે છે જાણે બન્ને પાક્કી બહેનપાણી હશે ને ખબર નહી કઈ વાત ને લીધે બન્ને વચ્ચે જગડો થયો છે. એવા અનેક સવાલો હેલુ ના મનમાં થવા લાગ્યા.

શું હશે તે સવાલો નો જવાબ? શું માયા રાજકુમારી રત્ના ની મદદ કરી શકશે? શું રાજકુમારી તે મણિ અને તેના રક્ષકો સુધી પોહચી શકશે? શું હેલુ તેના ઘરે જઈ શકશે?