Armaan na armaan - 5 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 5

Featured Books
Categories
Share

અરમાન ના અરમાન - 5

“શું થયું ટોપા..” મને આમ બીજી બાજુ જોતા જોઇને અરુણે કહ્યું.
“કઈ નઈ એણે મારી સામે જોયું.” મેં અરુણને કહ્યું.
“તો એમાં આમ મો ફેરવી લેવાય બકા આ જ તો સારો મોકો હતો એની સામે જોઇને આંખ મારી દેવાયને.” અરુણે કહ્યું.
“અબ્બે આ બધી વાતોમાં મારી ફાટે છે યાર.” મેં અરુણને કહ્યું.
“ તો તો તારું કામ થઇ રહ્યું બકા.” અરુણે એશ તરફ જોયું.
“અબ્બે એશ તને જ જોઈ રહી છે.”અરુણે કહ્યું.
“શું?.....” દિલ ફરી એકવાર જોરજોર થી ધડકવા લાગ્યું. અને મેં એશ તરફ જોયું. અરુણ સાચું કહી રહ્યો હતો. એશ મારી તરફ જ જોઈ રહી હતી. ત્યારે મને એવું લાગ્યું કે જાણે સમય ત્યાં જ અટકી ગયો હોઈ. ત્યારે મને એવું લાગ્યું કે જાણે એ ક્લાસમાં માત્ર હું અને એ જ હોઈએ.
“ટુ આઈસ ઈન્ટરેકટ વિથ ઇચ અધર એટ કોન્સ્ટટ ટાઇમ “ અરુણ બોલ્યો અને બોલ્યા બાદ તરત જ મારો ખંભો હલાવ્યો.રીસેસ પૂરી થઇ બકા, હવે આપણે આપણા ક્લાસ બાજુ જઈએ કે ફરી એ જ ઈરાદો છે કે નેક્સટ કલાસના ટીચર પણ તને ક્લાસમાંથી બહાર કાઢે.
“રીસેસ પૂરી થઇ ગઈ?” મેં ચોકતા પૂછ્યું.
“ બિલકુલ જનાબ, તું લાસ્ટ વીસ મિનિટથી એને ઘુરે જ છે એ પણ મટકું માર્યા વગર.” હું અને અરુણ બંને એશના ક્લાસમાંથી બહાર આવ્યા અમારો ક્લાસ ચાલુ થઇ ગયો હતો પણ ટીચર હજુ ગુમ હતા. હું મારી જગ્યા એ બેસી અને હમણાં થોડીવાર પહેલા જે કઈ બન્યું એ બધું વાગોળવા લાગ્યો અને પેન પકડીને ડેસ્ક પર એનું નામ લખવા લાગ્યો. “એશ..” નામ સામે વળી ડેસ્ક પર લખ્યાં પછી એને હાથથી સહેલાવવા લાગ્યો. મેં નામ એક નોર્મલ પેનથી લખ્યું હતું.નોર્મલ શાહીથી પણ એ નોર્મલ પેનથી લખેલું ચાર અક્ષર ત્યાં ઉપસી આવેલા એ મારા માટે નોર્મલ નહોતા. એ ખાસ ચાર અક્ષરોથી મને ખાસ લગાવ થઇ ગયો હતો, એ સમયે હું એ પણ ભૂલી ગયો કે મારી બાજુ માં મારો હરામી ખાસ દોસ્ત અરુણ પણ બેઠો છે. અને એ હરામી મને એક પલ પણ શાંતિથી શ્વાસ લેવા નઈ દે. એણે મારી હરકતો ને જોઇને મારી પર બગડ્યો.
“ટોપા આ શું કરે છો?” એના આમ અચાનક બોલવાથી મારું ધ્યાન તૂટ્યું. મને જે ચાર અક્ષરથી લગાવ હતો એને હું ભુસવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ શાહી સુકાઈ ગઈ હતી તો એને ભુસવું એટલું આસાન પણ નહોતું.
“અબે હાથ હટાવ..” જરા દબાવથી અરુણે કહ્યું.
“નહિ...”હું એશના નામ ઉપર એવી રીતે હાથ દબાવીને ઉભો હતો જાણે કે મારા હાથ હટાવાથી માટી ઈજ્જત લુટાઈ જવાની હોઈ.
“જો અરમાન મને જોવા દે તે ડેસ્ક પર શું લખ્યું છે નહીતર આખા ક્લાસ ને બતાવી દઈશ.” અરુણે ધમકી આપતા કહ્યું.
“તારી તો...” મારે મજબુરીમાં મારા હાથ હટાવવા જ પડ્યા.
“તારા હેન્ડ રાઈટીંગ તો મસ્ત છે” એમ કહીને અરુણ પાછળ ફર્યો. તો મેં ફરી એશના નામ ને ઢાકી દીધું.
“બોટલ છે?” અરુણે પાછળ બેઠેલા કોઈ છોકરા સાથે વાત કરતા કહ્યું.
“પાણીની બોટલ?” પાછળ બેઠેલા છોકરાએ સવાલ કર્યો.
“નહિ દારૂની બોટલ , અબ્બે ટોપા ક્લાસમાં છું તો પાણીની બોટલ જ માંગું ને.” અરુણે ઉકળીને કહ્યું.
“તો સીધી રીતે બોલને...” જેની પાસે પાણીની બોટલ માંગી હતી તેણે કહ્યું.
“ઘોચું તું ખાખ એન્જીનીયર બનવાનો તે તો ચોરી કરી બારમું પાસ કરું લાગે છે. લાવ બોટલ દે હવે..”તેના હાથ માંથી પાણીની બોટલ આચકતા કહ્યું અને તે બોટલ માંથી પાણી લઇ ડેસ્ક પર નાખી અને એશ નું નામ ભૂસી નાખ્યું અને મારી તરફ જોઇને મને કહ્યું.
“આ આશીકીનું ભૂત છે ને એને જરા સંભાળીને રાખજે કઈ લેવાનાદેવા ના પડી જાય.” અરુણે કહ્યું.
“સાલા તું મને બત્તી દે છો.” મેં ચિડાઈને કહ્યું.
“નઈ રે પગલે આતો પ્યાર છે..” અરુણે મુસ્કુરાતા કહ્યું. અઠવાડિયામાં ત્રણવાર અમારી લેબ હોઈ. અને દરેક લેબ બે પીરીયડ બરાબર હોઈ. અમે અમારા બધા કામ આ લેબ ક્લાસમાં જ પુરા કરતા. શરુઆત ની અડધી કલાકમાં લેબવાળા સર આવી ને એક્સપરીમેન્ટ અને એક્વીપમેન્ટ વિષે સમજાવી કેમ કરવાનું કહી પોતાની સીટ પર જઈને બિરાજમાન થઇ જતા.જયારે બાકીનો સમય અમે એસએમએસ સેન્ડ કરવામાં અને અસાઈનમેન્ટ લખવા માં વાપરતા. અમારા કોલેજ ના ટીચર્સને એક બહુ ખરાબ આદત હતી વાત વાત માં અટેન્ડન્સ કટ કરી દેવાની અને ક્લાસમાંથી બહાર કાઢી મુકવાની. એ દિવસે ફીસીક્સ ની લેબ હતી હું સીએસનું અસાઈનમેન્ટ લખતો હતો અને અરુણ બખૂબી મારો સાથ આપતો હતો. ત્યાં જ પુરા ક્લાસમાં કુર્રે સરનો અવાજ ગુજ્યો.
“ જે સ્ટુડન્ટ રીડીંગ અને ફાઈનલ રિઝલ્ટ્સ બતાવશે એની જ એટેન્ડન્સ લેવામાં આવશે..”
“લાગી ગઈ યાર..” દર્દ ભરેલી અને ગુસ્સાથી ભરપુર ધીમી અવાજમાં અરુણે કહ્યું.
“હવે શું કરશું?” મેં અરુણ તરફ જોઇને કહ્યું.
“ ખબર નઈ યાર” અરુણે પોતાના ખભાઓ ઉલાળતા કહ્યું. ત્યારે મને મારા સ્કુલના દિવસોની યાદ આવી ગઈ ત્યારે હું લેબમાં પાસઆઉટ થઇ ગયેલા સ્ટુડન્ટની મેન્યુઅલ લઇ અને કોપી મારીને આપી દેતો.
“આપણને બંને ને મેન્યુઅલ હજુ સુધી મળી નથી ને?” મેં અરુણને પૂછ્યું. અમારા બંને નો રોલનંબર આગળ પાછળ હતો તો એક્સ્પરીમેન્ટ પણ સેમ જ હતો.
“કુર્રેએ તો આપી હતી પણ મેં લીધી નહિ આમ પણ રીડીંગ જ તો બતાવાના છે ને.” અરુણે કહ્યું.
“તું ઉભો રહે હમણાં હું કંઈક જુગાડ લગાવું છું.”મેં કહ્યું.આવું કામ તો હું ઘણીવાર કરી ચુક્યો હતો એટલે ડર તો નહોતો પણ દિલમાં જરા ગભરાહટ તો હતી જ.
“સર અમારી પાસે મેન્યુઅલ નથી.”લેબવાળા સર પાસે જઈને માસુમિયતથી બોલ્યો. ત્યાર પસી કુર્રે એ બહુ જ માથાકૂટ કરી રોલનંબર પૂછ્યો એક્સપરીમેન્ટ વિષે પૂછ્યું, પણ મને તો એક્સપરીમેન્ટનો સબ્જેક્ટ શું હતો એ પણ ખબર નહોતી તો એના પ્રિન્સીપલ વિષે શું બતાવું.
“સર કદાસ જૂની કોપી મળી જાય તો એક્સપરીમેન્ટ સમજવામાં થોડી આસાની થઇ જાય.” મેં મારું રામબાણ ફેક્યું. જ્યાં કુર્રે સર બેઠા હતા તેની ડાબીબાજુ થોડું અંદર એક નાનો રૂમ હતો. એને પહેલા પાંચ મિનિટ સુધી મારી શકલ જોઈ અને પછી ત્યાં જવા માટેની રજા આપતા કહ્યું,
“એ અંદર બેઠી છે એની પાસે જઈને માંગી લે..” અડધું કામ તો પતી ગયું બસ હવે અડધું કામ બાકી હતું. મને થયું કે અંદર પર કુર્રે સર જેવો આધેડ ઉમર ના કોઈ ચાલીસ પિસ્તાલીશ વર્ષના મેમ હશે. જેવો હું અંદર ગયો કે એ જોઇને મારી આંખો બહાર આવી ગઈ કે અંદર દીપીકામેમ બેઠાં છે.
“ મેમ, મારે એક જૂની કોપી જોઈએ છે.”મેં રૂમમાં આજુબાજુ જોતા કહ્યું.
“સરને પૂછ્યું?” એ ટેબલ પર એવી રીતે બેઠી હતી કે જાણે એ કોલેજની પ્રિન્સિપાલ હોય.
“જી મેમ સરે જ કહ્યું છે કે હું અંદર જઈને પોતાનું કામ કરી શકું છું.” મેં જાણી જોઇને એવું કહ્યું.
“કયું કામ?” એને ટેબલ પર સીધા થતા મારા તરફ નજર કરી.
“આ વાળું” હું બોલ્યો. ફલટીંગ કરવું એ મારા માટે નવી વાત નહોતી પણ આજ સુધી કોઈ છોકરીએ મારા અરમાનોને ઠંડા નહોતા કર્યા.
“મેકેનીકલ ફસ્ટ ઈયર રાઈટ ?“ દીપિકા મેમ એ પૂછ્યું મેં હામાં માથું હલાવ્યું. દીપીકામેમ એ એક બાજુ ઈશારો કર્યો. કે જ્યાં આગળના વર્ષમાં પાસઆઉટ થયેલા સ્ટુડન્ટ ની કોપી પડેલી હતી. હું ત્યાં પહોચીને ને એક બે કોપી હાથમાં લઇ ને વાંચવાનું નાટક કરતો હતો પણ મારું પૂરું ધ્યાન દીપિકા મેમ પર જ હતું કે એ મને જોઈ તો નથી રહીને. એ સમયે મેમ મોબાઈલમાં બીઝી હતી અને એ જ સમય મારા માટે અનુકુળ હતો. મેં ચપળતાથી એક કોપી મારા પેટ પાસે શર્ટમાં સંતાડી દીધી અને થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો.
“મેમ હવે હું જઉં છું.” મને પૂરી ઉમ્મીદ હતી કે મેમ એ મને નથી જોયો અને હું મારી સ્માર્ટનેસ પર ગર્વ કરતા કરતા ત્યાં થી જતો જ હતો કે મેમ એ પાછળથી સાદ આપ્યો.
“ઉભો રહે”
“જી મેમ..” દિલ માં ગભરાહટએ ફરી કબજો જમાવ્યો.
“યુ થીંક ધેટ ઓલ ધી સ્ટાફ ઓફ કોલેજ આર ફૂલ..” મેમ એ કહ્યું.
“મતલબ..” મેં મારી ગભરાહટ છુપાવતા મેમ ને કહ્યું.
“ મતલબ એ કે...” કહેતા મેમ ઉભા થયા અને મારી પાસે આવી મારા પેટ પર હાથ ફેરવતા કહ્યું,
“આ તારા સિક્સ પેક આટલા મજબુત છે કે લેબની કોપી ચોરી કરીને લઇ જા છો?” હવે આગળ કઈ પણ બોલવાની મારી હિંમત નહોતી હું બસ દીપિકા મેમ ના આગળ શું શબ્દો બોલશે એની રાહ માં હતો.
“તારી જાણકારી માટે બતાવી દઉં કે હું અહીથી જ પાસઆઉટ છું, અને આ બધા તિકડમ વિષે સારી રીતે જાણું છું. એટલે મારી સામે પોતાની હોશિયારી બતાવાની કોશિશ જરા પણ ના કરવી.” કહેતાની સાથે એણે પ્રેક્ટિકલ કોપી કાઢી લીધી અને બોલ્યા,
“તારા ગયા પછી કુર્રે સર અહી આવશે અને પૂછશે કે મેં કઈ લઇતો નથી લીધુને અને ત્યારબાદ બહાર આવી તારી તપાસ કરશે.”
“સાલાઓ એ અહી જાણે કોહિનૂર હીરો છુપાવી રાખ્યો હોઈ એમ કરે છે.” હું બબડો.
“તે કઈ કહ્યું?” મેમએ પૂછ્યું.
“સોરી મેમ” મેં નીચું જોઇને કહ્યું.
“હવે જા “ એના આગલા પળમાં જ જે હરકત દીપિકા મેમ એ કરી એનાથી મારું દિલ ડાબી સાઈડથી સો ટકા જમણી બાજુ શિફ્ટ થવાનું હતું. એ હાજર વોલ્ટનો ઝટકો આપ્યો મેમએ મારો હાથ લઈને એને પોતાના પગ વચ્ચે દબાવ્યો અને કહ્યું.
“પસંદ આવ્યું હોઈ તો ફરીવાર આવજે.” હું એ રૂમ માંથી બહાર નીકળ્યો તો મારી ચિટ્ટીપીટ્ટી ગુલ હતી મને એવું લાગ્યું કે જાણે કોઈએ મને જીવતો વાયર પકડાવી દીધો હોઈ.
“શું થયું? લાવ્યો પ્રેકટીકલની કોપી?” મને ચુપચાપ બેઠેલો જોઇને અરુણે મને પૂછ્યું.
“હમણાં થોડીવાર વાત નહી કર હું સાદમાં માં છું.” મેં જવાબ આપ્યો.
“કેમ ચોરી પકડાઈ ગઈ?” અરુણે અધીરા થતા પૂછ્યું.
“મારી ચોરી પકડાઈ પણ ગઈ અને સજા પણ મળી ગઈ” હું હજુ પણ સાદમાં માં જ હતો.
“આખરે થયુ છે શું?” અરુણે ફરી પૂછ્યું.
“કઈ નહિ હવે હું ઠીક છું ” મેં જવાબ આપ્યો. મારા દિલોદિમાગ માં માત્ર એ જ નજરો ઘુમતો હતો કે દીપિકા મેમ એ મારો હાથ પકડી.....
“આઈ વોઝ ટ્રબલ્ડ” હું બબડો.
“એવું તો તે શું જોઈ લીધું.” અરુણ ફરી બરાડ્યો.
“કઈ નઈ.” મેં ફરી જવાબ આપ્યો. દીપિકા મેમ એ જે કર્યું એના પર મને હજુ પણ મને વિશ્વાસ નહોતો થતો. કોઈ છોકરી કોઈ જાણ પહેચાન વગર આવું કેમ કરી શકે એ જાણવા છતાં કે એની કમ્પ્લેઇન પણ કરી શકું છું. શાયદ મેં જ આ આગ લગાવી હતી ડબલ મિનીંગ વાત કરીને. ના હું ડબલ મિનીંગ વાત કરેત અને ના એ મારો હાથ પકડેત અને ના...... અત્યારે જે પણ કઈ થઇ રહ્યું હતું એ બધું જ અનએક્સેપ્ટેબલ હતું મને એ નહોતી ખબર કે હું કોઈ એક છોકરી પાછળ પાગલ થઇ જાત કે નહોતી ખબર કે આમ મારા હાથ ને કોઈ..... એ દિવસ પછી તો હું દીપિકા મેમ સામે નજર પણ નહોતી મેળવી શકતો. એ જ્યાં સુધી ક્લાસમાં રહેતી હુ નીચું જોઈ રહેતો અને ક્યારેક ક્યારેક ચુપકીથી એને જોઈ લેતો તો એ ધીમું ધીમું હસતા નજર આવતી.
“સાલું હું પણ કેટલો શર્મીલો છું.”મનમાં બબડતો. મારી જિંદગીના અઢાર વર્ષ પુરા થઇ ગયા પછી મને ખબર પડી કે હું પણ એ છોકરાઓ માંથી છું કે જેને છોકરીઓ સાથે વાત કરવાનીઓ હિંમત પણ નથી. એશ પણ ઘણા દિવસથી કોલેજ નહોતી આવી હુ અરુણના દોસ્ત ને તેના ક્લાસમાં જઈને પૂછાતો તો એ નાં માં માથું ધુણાવતો. દિલ બેચેન રહેતું હતું એના વગર. હું રોજ રીસેસમાં અરુણને લઈને એના ક્લાસમાં જતો અરુણના દોસ્ત પાસે જઈને બેસતો અને એશ જે જગ્યાએ બેસતી તે જગ્યા ને જોયા કરતો એ આસમાં કે કદાચ એ મોડી આવી હોઈ પરંતુ એ જગ્યા એ દરરોજ બીજી જ છોકરી બેઠેલી જોવા મળતી અને મારી આસ ઠગી જતી અને રોજ હું નિરાશ થઈને એના ક્લાસમાંથી બહાર આવતો.
અત્યાર સુધીમાં તો મેં ઘણી અનએક્સેપ્ટેબલ વસ્તુઓ જોઈ હતી. અને આ સિવાય પણ ઘણું હતું કે જે મારી જિંદગીમાં પેહલી જ વાર બનવું હતી કે જેની મને જરા પણ ભણક પણ નહોતી.
થોડા દિવસોમાં મારી બીજા છોકરાઓ સાથે પણ મારી દોસ્તી થઇ ગઈ રોજની જેમ આજે પણ અમે ક્લાસની બહાર રીસેસમાં ત્યાંથી પસાર થતી છોકરીઓને ઘૂરી રહ્યા હતા. મને હવે એશમાં ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ઓછો થતો જતો હતો અને ત્યાંથી પસાર થતી દરેક ખુબસુરત છોકરી વિષે ખુબસુરત ખ્યાલી પુલાવ પકવતો હતો દીપીકામેમની એ હરકતના લીધે મારા માં બદલાવ આવવા લાગ્યો હતો.
“બધા લાઈનમાં રહો..” કોઈ એ ગળું ફાડીને કહ્યું. જયારે મેં ત્યાં નજર કરી તો બે સિનિયર્સ બધાને લાઈનમાં ઉભા રહેવાનું કહી રહ્યા હતા. એના કહેવા પ્રમાણે અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા.
“આંખો નીચી કર, સાલા બાપ સામે નજર ઉચી રાખે છો સાલા બીસી.”કોઈ એક ને એણે ધમકાવો.
“ક્યાં બેટા સિનિયર્સ ને તમે લોકો વિશ નથી કરતા પસવાડા ઉપર ડંડા મારીને યાદ દેવરાવું પડશે કે શું.” એ બે માંથી એક એ ખભા પર બેગ લટકાવેલુ હતું એનો મતલબ કે એ રીસેસ પછી બંક મારવાનો હતો અને બીજો પોતાની હથેળી ખંજવાળતો હતો.
“ચાલો બધા અહી આવી જાવ અને ક્લાસમાં પણ જેટલા છોકરાઓ છે એ બધાને બોલાવી લો.” બેગ લટકાવેલા છોકરાએ બધાને કહ્યું.
“તારું નામ શું છે?” એણે મને ઉપરથી નીચે સુધી જોઇને કહ્યું.
“જ..જ..જી..” હું હકલાયો. સાચું તો એ હતું કે ત્યાં ઉભા બધા જ છોકરાઓ ડરેલા હતા.
“નામ શું છે એન્જીનીયર સાહેબ તમારું?”
“અરમાન...” મેં એક પળ તેની સામે જોયું અને પોતાની ગરદન ફરીવાર નીચે કરી દીધી.
“દિલ કે અરમા આસુઓમે બેહ ગયે....” ગાતા ગાતા મારી પાસે આવ્યો અને બેલ્ટ પાસેથી પેન્ટને પકડીને હલાવતા કહ્યું,
“અહિંયા શું કરવા માટે આવો છો?”
“ભણવા..” મેં ડરતા ડરતા કહ્યું.
“તો કાલથી ફોર્મલ ડ્રેસમાં જ આવજે નહીતર અહીથી નીચે ફેંકી દઈશ, સમજ્યો.”
“જ..જ..જ..જી..સર..” મેં ફરી જવાબ આપ્યો અને મનમાં કહ્યું કે ફોર્મલ કપડાંના પૈસા શું તારો બાપ આપશે.
“ચાલ હવે રીલેક્સ થઇ જા.” એને મારો બેલ્ટ છોડતા મારો ખંભો હલાવતા કહ્યું.
“મારું નામ જાણે છો?” એને ફરી કહ્યું.
“નહિ....” મેં નજર નીચી રાખતા કહ્યું.
“મેં હું બાજીરાવ સિંઘમ સમજો કાલથી સ્ટુડન્ટની જેમ દેખાવો જોઈએ સમજ્યો.” એ હરામીઓને માત્ર હું જ દેખાવ છુ કે ફરી વાર મારી લઈને જતા રહ્યા.એના ગયા પછી ખબર પડી કે આ માઈનીંગ વાળા હતા એનો મતલબ એ હતો કે થોડા દિવસોમાં મેકેનિક વાળા પણ દેખાશે જ.
દરેક કોલેજમાં પોતપોતાની ખાસિયત હોઈ આમારી કોલેજની ખાસિયત એ હતી કે થોડા અઠવાડિયા ગયા પછી જ રેગીંગ થતી હતી. સીટીવાળા તો ક્યારેક બચી પણ જતા પણ હોસ્ટેલવાળા નું તો આવી જ બનતું. ત્યારે અમે બધા એવું જ વિચારતા હતા કે આ બધા લોકોથી કેવી રીતે બચી શકાય અને એમાં જ બાકીના પીરીયડ પણ એ વિચારવામાં જ ગયા.
હું અને અરુણ હોસ્ટેલ પર જઈ રહ્યા તો હોસ્ટેલના ગેટ પર લોકોની ભીડ હતી તો મનમાં કહ્યું કે આ અહી પણ ચાલુ થઇ ગયા. અરુણ ત્યાં જ ઉભો રહી ગયો અને મને કહ્યું.
“આ રસ્તેથી નથી જવું સામે સિનિયર્સ ઉભા છે.” અરુણે મને ચેતવતા કહ્યું. અમે બંને બીજા રસ્તે જવા માટે હજુ ફર્યા જ હતા કે એક સીનીયરએ અમને જોઈ લીધા અને ત્યાં જવાનું કહ્યું જ્યાં લોકોની ભીડ હતી.
“પાછા વાળીને કઈ બાજુ જઈ રહ્યા હતા જનાબ?” એક વ્યક્તિએ મારા ખંભા પર હાથ રાખતા કહ્યું.
“એ... મારો મોબાઈલ ક્લાસમાં પડ્યો રહ્યો હતો તો..” મેં કહ્યું.
“ઓહ એવું” કહેતા એક જ ઝટકામાં મારું બેગ આચકી લીધું અને ચેન ખોલીને રસ્તા પર જ બેગ ઉધું કરીને ઢોળી નાખ્યું અને પછી બેગ પછી મારા હાથમાં થમાવી દીધું.
“પોતાનો સમાન ઉઠાવ અહીંથી અને ફટાફટ નિકાલ “ એણે કહ્યું. હું મારું બેગ પકડીને એક હાથથી બુક્સ અને મારી કોપીઓ લેવા જોવો આગ વળો કે પાછળ થી એક એમસીએલ એ લાત મારી કે હું મો ભર નીચે પડ્યો.
“ઉલ્લુ સમજે છે હે...”પાછળ થી એનો અવાજ આવ્યો. મારા હાથની મુઠીઓ વળી ગઈ હતી જો એ અત્યારે એકલો હોત તો એને મારી મારીને રેગીંગનો સ્પેલીંગ પણ ભૂલવાડી દેત. હું ઉઠું એ પહેલા જ એના કોઈ દોસ્તારો ત્યાં આવ્યા અને એને પકડી રાખ્યો અને કહ્યું આ બંને ને પછી જોઈ લઈશું.
“અત્યારે નહી પછી જોઈ લઈશું આ બંને ને “ એના જવાબમાં એ ચીખો,
“તમે બંને ખોટું બોલો છો, તું ઉભો રહે તારી રાત્રે જો કેવી ધુલાઇ કરું છું એ સાલા બીસી.”એના પછી માત્ર એ જ થયું કે મારી કચકાવીને બાંધેલી મુઠીઓ ખુલી ગઈ અને જેણે મારા પછવાડે પોતાના શૂઝનું નિશાન બનવું હતું એ મને ગાળો ભાડતો ભાડતો ત્યાંથી જતો રહ્યો.
“મેં એને માર્યો કેમ નહિ, હું ડરપોક છું.....નહિ. આજ જિંદગીના અઢાર વર્ષ કાઢ્યા પછી આ સત્યનો સામનો થયો હતો કે હું સ્કુલમાં હતો ત્યારે નાની મોટી લડાઈ થઇ હતી. એમાં તો હું પુરા જોર”શોર થી ભાગ લેતો હતો. અને મારી એ ગ્રેડ સ્ટડીના લીધે બચી પણ જતો.સ્કુલમાં બધા મને એમ પણ કહેતા કે હું બહુ હિંમતવાળો છું.પરંતુ આજે કુવામાંનો દેડકો સમુદ્રમાં આવ્યો હતો. જેનો મુકાબલો મોટા મોટા કાચબો અને શાર્ક થી થયો હતો.
“ચાલ, આપણે રૂમમાં જઈએ “અરુણે મારું બેગ ભરતા કહ્યું હું હજુ ચુપચાપ જ હતો અને મારો ચહેરો હજુ ગુસ્સાથી લાલ થઇ ગયો હતો.
“ચાલ ભૂલી જા બધું” એણે મને જબ્બરદસ્તી ખેંચતા કહ્યું.
“છોડ મને” મેં ગુસ્સામાં ઘૂઘવતા કહ્યું.
“ખાડા માં જા...” એણે પણ ગુસ્સામાં કહ્યું અને મારું બેગ મારા હાથમાં પકડાવી એ રૂમ તરફ નીકળી ગયો.
“એ સાલાએ મારા પછવાડે લાત મારી છે, અને ગુસ્સે આ થાય છે.” હું અરુણ ને હોસ્ટેલ તરફ જતા જોઈ રહ્યો. કદાચ આજે જે થયું એ જોઇને અરુણને પણ ગુસ્સો આવ્યો હતો.
“સોરી....”અરુણે દરવાજો ખોલ્યો તો મેં અરુણને કહ્યું સામે અરુણે હસતા હસતા કહ્યું.
“સોરી થી કામ નઈ ચાલે હું તો તને જાન થી મારી નાખીશ.”
“ચાલ ટોપા આઘો જા હવે તને મેં પહેલીવાર જોયો ત્યારે જ ત્યારે જ સમજી ગયો હતો કે તું એ છો.” અંદર આવતા કહ્યું. અંદર આવી મેં મારું બેગ એક બાજુ ફેકું અને બેડ પર લાંબો થઇ ગયો. હજુ થોડી જ વાર થઇ હતી કે એક ઠીંગણો છોકરો અરુણ પાસે આવ્યો. એની આંખો પર લાગેલા ચશ્માં એના સીરીયસ સ્ટુડન્ટ હોવાની ચાડી ખાતા હતા. એ સીધો મારી પાસે આવ્યો અને કઈ પણ બોલ્યા વગર મારી સાથે હાથ મિલાવ્યો અને અરુણ પાસે જઈને બેસી ગયો.
“સાલો પાગલ લાગે છે.” મેં એને જોઇને કહ્યું.
અરુણ પાસે જઈને વાતો કરવા લાગ્યો વાત કરતા કરતા વારંવાર મારી તરફ જુએ અને પોતાના ચશ્માં ઉતારે પાછા પોતાના ચેહરા ઉપર ટાંગી દે અને અરુણ સાથે વાતો કરવા લાગે.
“સાંભળ અરમાન આ ભૂપેન મારી બાજુનો જ છે.” અરુણે મારી તરફ જોતા કહ્યું.
એ નાટિ હાઈટવાળા છોકરાનું નામ ભૂપેન હતું અને અરુણે પહેલેથી જ નામ પડી દીધું હતું બીએચયુ. અરુણ એજ નામ થી એને બોલાવતો હતો.
“એ છોકરીનું નામ શું છે જે સીએસમાં છે?” ભૂ એ ફરી એકવાર ચશ્માં કાઢ્યા અને અરુણની ચાદરથી સાફ કરવા માંડ્યો.
“એશ....” અરુણ બોલ્યો. એશનું નામ સંભાળતા જ મારો બધો જ થાક એક પળમાં ઉતરી ગયો અને ઉભા થઈને બેડ પર તરત જ બેસી ગયો અને અરુણ બાજુ જોઇને કહ્યું.
“શું થયું?”
“ભું ને એશ સાથે પ્યાર થઇ ગયો છે.” અરુણે જવાબ આપતા કહ્યું.
“આને અને એ પણ એશ સાથે પ્યાર!!!” ભુપેનની તફર જોતા મેં કહ્યું.અને મનમાં બબડ્યો,
“અબ્બે ટોપા તારી શકલ કાચમાં જોઈ ક્યારેય , ક્યાં તું અને ક્યાં એશ”
“આની પાસે એશનો મોબાઈલ નંબર છે “ અરુણે મોટો ધડાકો કરતા કહ્યું. એ સાંભળીને મને 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો. જોકે એશનો નંબર લેવો કોઈ મોટી વાત નહોતી કોઈ એશના કરીબી મિત્રને કહો તો પણ એશનો નંબર પણ મળી જાય. પણ મને એ વાતનો ઝટકો લાગ્યો હતો કે મારા કરતા પણ એશના મામલે ભૂપેન વધારે એક્ટીવ હતો.જ્યારે મે એશને ઘુરવા સિવાઈ કઈ કર્યું જ નહોતું. તો બીજી બાજુ ભુપેનના મોબાઈલમાં એશનો નંબર પણ સેવ હતો.
“એને કોલ કરું છું.” અરુણને ભુપેને કહ્યું અને પોતાનું નોકિયા ૧૨૦૦ મોબાઈલ કાઢ્યો.
મેં મારી અઢાર વર્ષની જિંદગીમાં ઘણા પ્રેમી યુગલ જોયા હતા એમાથી એક કે બે જ પરફેક્ટ કપલ હતા બાકી બધા એકથી એક ધોચું સારી સારી છોકરીઓને લઈને ફરતા હતા. એને જોઈને મારું કાળજું બળીને રાખ થઇ જતું ત્યારે મને એ જ લાઈન યાદ આવતી.

ક્રમશઃ