પ્રકરણ ૭
વાઈડ એન્ગલ મોલમાં દિવાળીના સમયને લીધે ભીડ વધુ હતી. કવિથ ભીડને લીધે ક્રિષાની નજરથી ઘણો દુર જતો રહ્યો. તે ક્રિષાની જિંદગીમાં અને ભીડ બંનેમાંથી ખોવાઈ ગયો...!! કવિથ સ્ત્રી જાતી પ્રત્યે હંમેશા આદર ભાવ રાખતો હતો. પછી તે કોઈ પણ સ્ત્રી કેમ નાં હોય. સૌમિલ સાથે નાં ઝઘડાનું કારણ ક્રિષા નહિ. કવિથનું સ્ત્રી પ્રત્યેનો આદર ભાવ, સ્ત્રી પ્રત્યેનું સન્માન હતું. તેને આજે પણ ક્રિષાની ફિકર હતી તેને ક્રિષાના સવાલ અને તેને આપવાના જવાબ ખબર હોય એમ તેણે શ્રુતિને પહેલીથી પરિસ્થિતિ વિશે વાકેફ કરતા કહ્યું હતું...!!
****
‘હેય, મોટું(શ્રુતિ) કવિથ હિઅર’
‘હા, બોલો કવિ મહાશય કેમ આજે અમને યાદ કર્યા.’
‘અરે, હું અને ક્રિષ આજે મળવાના છીએ. સાંજે ૬.૦૦ જેવા વાગે. હું ઈચ્છું છું કે તું પણ ત્યાં આવી જાય.’
‘હું, શું કામ આવું તમારા બંને વચ્ચે કબાબમાં હડ્ડી બનવા માટે.’
‘અરે, શ્રુતિ આ ક્રિષની જીદને લીધે હું ત્યાં જાઉં તો છું, પણ મારા કલીગ ડોક્ટર હાજર નથી અને એટલે મારે ક્રિષાને એકલા મુકવિ પડે તો તું ત્યાં તેને કંપની આપે ને એટલા માટે કહું છું.’
‘કવિથ શ્રુતિ આગળ ખોટું બોલીને ઈચ્છતો હતો કે તે ત્યાં આવી જાય અને તૂટી પડેલી ક્રિષાની સાથે રહે ક્યાંક ક્રિષા ઢીલી પડી જાય અને આવેશમાં આવીને કોઈ ખોટું પગલું નાં ભરી લે એ માટે..’
****
‘હેય, ક્રિષા કેમ રડે છે તું ? શ્રુતિએ સીસીડી આવીને ક્રિષાને કહ્યું.’
ક્રિષાએ તેની આંખોમાં આવેલા આંસુને લૂછતાં કહ્યું
‘અરે, શ્રુતિ તું અહિયાં ક્યાંથી ?’
‘કવિથનો ફોન આવ્યો હતો અને એ ડોબો ક્યા છે ? તને એકલી રડતી મૂકીને ક્યા જતો રહ્યો ? કે એ આવ્યો જ નથી તને મળવા માટે ?’
‘નાં એ આવ્યો હતો અને...!!! કઈ નઈ..!! ક્રિષાએ કહ્યું..!!’
‘એટલું બોલતા બોલતા ફરી રડી પડી શ્રુતિને ભેટી પડી. ચાલ ઘરે જઈને બધી વાત કરું તને આઈ એમ નોટ ફિલિંગ ગુડ હિઅર..!!’
ઘરે પહોચીને ક્રિષા શ્રુતિને બધી વાત કરે છે કે તેણે જે રીતે વિચાર્યું હતું તે રીતે કવિથ તેને કદી પ્રેમ કરતો ન હતો..! તે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે મને હંમેશા ચાહતો રહ્યો અને હું કઈ અલગ સમજતી રહી..!!
શ્રુતિએ ક્રિષાને કહ્યું કદાચ આમાં ‘તારો વાંક છે ક્રિષ.’ ‘તે કવિથ જોડે પ્રેમનો ઈઝહાર કરવામાં વાર કરી દીધી હોય એવું લાગી રહ્યું છે.!! જો તું તેને કોલેજ સમયથી જ ચાહતી હતી તો તારે તેને એ જ સમયે કહી દેવું જોઈએને. કવિથ પ્રત્યે તો મને માન છે એ કદી કોઈ છોકરીને વગર કારણે દુઃખી કરે તેવો નથી..!! તે ચાહત તો તારી જોડે થોડા દિવસો ફરી, તને બ્રેકઅપ વાળો પ્રેમ કરી, તારો ઉપયોગ કરી, તારી ફિલિંગ્સની મજાક ઉડાવી, તારી સાથે રાતો વિતાવી ને જતો રહ્યો હોત પણ તેણે તારી એટલી કદર કરી કે તું શાંતિથી, ટેન્શન વગર ઘરે પહોંચે એટલે મને ત્યાં ફોન કરીને બોલાવી.’ શ્રુતિએ કહ્યું.
હંકારમાં માથું હલાવ્યા પછી ક્રિષાનાં મોઢા માંથી નીકળી ગયું. ‘કદાચ, એટલે જ તો તેને ચાહું છું.’
કવિથ વાઈડ એન્ગલ મોલથી નીકળ્યા પછી પોતાની કારમાં અમદાવાદની ભીડમાં પોતાનો રસ્તો કરી રહ્યો હતો. વિચારી રહ્યો હતો ક્રિષા વિશે, પોતાની જાતને દોષ આપી રહ્યો હતો કે મારે ક્રિષા અને તેની દોસ્તીથી પહેલેથી જ દુર રહેવા જેવું હતું. તે જયારે ફલર્ટ કરતી હતી ત્યારે તેને રોકવા જેવી હતી, મારી જ ભૂલ છે કે હું તેને અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આ વાત સામાન્ય હોય એમ ગણીને ઇગ્નોર કરતો રહ્યો.. પોતાના સ્ટેયરિંગ વ્હીલ પર પોતાનો ગુસ્સો ઉતારી રહ્યો હતો. માથે હાથ દઈને વિચારી રહ્યો હતો પોતાના કોલેજનાં ભૂતકાળના દિવસો.
***
છેલ્લા વર્ષની એક્ષામનું છેલ્લું પેપર પૂરું કરીને ક્રિષા સિવાયનાં બધા જ કેન્ટીનમાં બેઠા બેઠા કોફી પી રહ્યા હતા.
‘કેમ ક્રિષ દેખાતી નથી ?’ કવિથે પૂછ્યું ?
‘અલ્યા, તને શું છે આવતી હશે ભાઈ ધીરજ રાખ ક્રિષ આશિક..!! વિવાનએ ટોન્ટ માર્યો.
‘શું બકે છે ? વિવાન, કોણ છે, ક્રિષ આશિક ?’
‘તું, એટલે જ તો ક્રિષ ક્રિષ કરે છે.’
‘નાં ભાઈ નાં એવું નથી આતો આખું ગ્રુપ અહિયાં છે અને ક્રિષ નાં હોય તો અધૂરું અધૂરું લાગે બાકી મારી આશિકી તો. અને બોલતા બોલતા અટકી ગયો.’
‘ઓહો ઓહો.. કોણ કોણ તારી આશિકી બોલને બકા..!! વિવાનએ આંખ મારતા કહ્યું..જાણે વિવાન બધું જાણતો જ હોય એમ.’
‘ત્યાં ક્રિષા આવી હેલ્લો guys..કેવું રહ્યું આજનું પેપર ? અરે પેપર તો આયુ એવું જાય ખબર છે ને તને. ‘વિવાન એ કહ્યું.
‘કવિ તું કઈ ભૂલે છે ? એવું તને લાગે છે ?’
‘નાં, હું કઈ જ નથી ભૂલતો.’
‘ચેક, કર કદાચ કઈ ભૂલતો હોય એવું મને લાગે છે. એમ કહી ક્રિષા તેની બેગમાંથી કવિથની ડાયરી કાઢે છે, હાથમાં તે ડાયરીને વેવ કરીને તે કવિથ સામે જીભ કાઢે છે. અને કહે છે ક્લાસ રૂમમાંથી બેગ લેતી વખતે તારી બેગમાંથી ઉતાવળમાં પડી ગઈ હશે. એવું મને લાગે છે.’
‘ઓ સીટ..! થેન્ક્સ ક્રિષ. ચાલ લાવ ડાયરી.’
‘આપી દઈશ મહાશય પહેલાં એ કહે કે આ ડાયરીનાં પહેલાં પાના પર હાર્ટ શેપ ડ્રો કરીને અંદર જેનું શોર્ટ નેમ લખ્યું છે એ કોણ છે ?’
‘કોઈ નથી. મારું પોતાનું જ તો નામ છે અંદર પહેલા પાના પર. એમ કહી ક્રિષાનાં હાથમાંથી ડાયરી ખેંચવા જાય છે.’
‘ક્રિષા, નાં મળે એમ નાં મળે એમ, એમ કહી ભાગી જાય છે.’
ભાગતા ભાગતા તે ક્રિષાને કમરથી પકડી લે છે, ક્રિષા માટે સમય ત્યાં જ થંભી જાય છે. કવિથનાં કમર પરનાં સ્પર્શને અનુભવતી ક્રિષામાં લાગણીઓનો ઉમળકો આવે છે, પરાકાષ્ટાએ પ્રેમને અનુભવ્યો હોય એમ તે ફિલ કરે છે કોઈ પુરુષનો પહેલી વાર તેને કમર પર હાથ અડ્યો હોય છે. તે આગળ ફરીને કવિથની આંખોમાં જોઈ રહી હોય છે, તેનો એક હાથ કવિથનાં ગાલ પર હોય છે, તેનાં બન સ્ટિકથી બંધાયેલા સિલ્કી સ્ટ્રેટ વાળ ખુલી જાય છે. તેનું દિલ, મન, ચિત બધું જ સુન્ન થઇ જાય છે..!!
‘ઓ હેલ્લો. ‘ક્રિષ’
‘કવિથ તેની આંખ આગળ ચપટી વગાડે છે.’ તે ઝબકે છે અને કઈ જ બોલ્યા વગર તેને તેની ડાયરી આપી દે છે.
‘હું જાઉં છું કાલે મળીશું વાઈવા માં’ એમ કહી તે ત્યાંથી મંદ મંદ સ્મિત આપીને જતી રહે છે.
કવિથ તેની ડાયરી લઈને ટેબલ નજીક જાય છે અને કહે છે આ ક્રિષાને શું થયું અચાનક કઈ બોલ્યા વગર જતી રહી. શ્રુતિ તાવ નથી આવ્યોને જરા જોઈ આવજે. કવિથે ટીખળ કરી.
‘સાંજે કવિથ અને વિવાન હોસ્ટેલની ગેલેરીમાં બેઠા હતા.
‘વિવાને કવિથને કહ્યું ક્રિષા વિશે તું શું વિચારે છે ?’ કવિથ ?’
‘મતલબ ? કહેવા શું માંગે છે વિવાન.’
‘હું, બહુ જ સિરિયસલી એક વાત પૂછું છું આજે કોલેજ કેન્ટીનમાં હું જે રીતે ઓબસર્વ કરતો હતો એમ મને લાગે છે કે ક્રિષાને કવિથ નામના છોકરા માટે કદાચ ફિલિંગ્સ છે.’
‘બેય યાર, શું મજાક કરે છે ?’
‘હા કવિથ.’
‘જે તું નાં જોઈ શકે એ હું જોઈ શકુ..અને મારી આંખો આ બાબતમાં ક્યારેય પાછી નાં પડે.’
‘પણ મને બિલકુલ નથી. હું, એને એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે ચાહું છું, બાકી નથિંગ એલ્સ. તને ખબર છે ને મારી ફિલિંગ્સ તો....!
‘જો, તને ફિલિંગ્સનાં હોય તો હું ઈચ્છું છું કે તું તેનાથી દુર થઇ જજે કારણ તું કદી કોઈને દુ:ખી કરે તેવો છોકરો નથી અને એમ પણ આ કોલેજનું છેલ્લું વર્ષ છે વાઈવા પછી તું તારો નંબર બદલી નાખજે બે વર્ષમાં એ તને ભૂલી જશે. એક દોસ્ત તરીકે તું તેની જોડે રહીશ તો પણ તેને તારા તરફ ફિલિંગ્સ ઓછી થશે નહિ. આ મારી અંગત સલાહ છે કવિથ.’
કવિથને વિવાનની વાત સાચી લાગી તેને ક્રિષા તરફ કોઈ લવ ફીલીન્ગ્સ હતી જ નહિ. તો શું કરવા એ ક્રિષાને કોઈ અપેક્ષા બતાવે. તેવું વિચારીને તે વાઈવા પુરા થયા અને બધાને મળીને નીકળી ગયો. તેણે તેનો નંબર બદલી નાખ્યો એ નંબર માત્ર વિવાન જોડે રહ્યો બીજા કોઈને તેણે નંબર આપ્યો નહિ જેથી ક્રિષા તેને ભૂલી જાય અને કોઈ પણ પ્રકારની અપેક્ષા તેની જોડે રાખે નહિ.
****
આજે એ વાતને બે વર્ષ જતાં ગયા. વિવાન તું ૧૦૦ % સાચો હતો ક્રિષાને મારા તરફ ફિલિંગ્સ છે, હજી પણ છે અને તેને હું દુઃખી નાં કરી શકુ. બે વર્ષ સુધી તેને મારો વેઇટ કર્યો શું કરું હું. મારી જ ભૂલ છે, બે વર્ષ પહેલા જ કઈ દેવા જેવું હતું જો તું મને ચાહતી હોય તો કોઈ અપેક્ષા નાં રાખતી મારી જોડે થી. પણ મને શું ખબર આ છોકરી મારા માટે આટલો વેઇટ કરશે. કઈ જ ખબર નથી પડતી યાર. મારું મન ચગડોળે ચડ્યું છે. એ કહેતી હતી કે એણે જે દિવસે ડાયરી મને આપી એ દિવસે એને ડાયરીમાં કઇક જોયું હતું જેને લીધે કદાચ તેની અપેક્ષા જીવંત રહી. ભીની આંખે તે ગાડી ચલાવતો રહ્યો વિવાન જોડે ફોન પર વાતો કરતો રહ્યો..!! સંબંધોનાં સમીકરણમાં ગૂંચવાતો રહ્યો.
તેણે બ્રેક મારી, તેની હોસ્પિટલ અને ઘર આવી ગયું. મગજ પર ભાર લઈને તે હોસ્પીટલમાં પોતાની કેબિનમાં ગયો. મોઢું ધોયું, એક ઊંડો શ્વાસ લીધો. રૂમ નંબર ૧૩નાં પેશન્ટને તપાસવા માટે ગયો રાહતનો શ્વાસ લીધો. પોતાની કેબિનમાં જઈને પોતાની ચેર પર બેસીને, તેના ટાઈમ ટેબલ પર નજર નાખી અને ઓસ્ટ્રેલિયાની મહત્વની કોન્ફરન્સ યાદ આવી. લેપટોપ ખોલ્યું, લેપટોપ સ્ક્રીન પર વાંચવા મળ્યું કોઈ પણ મુશ્કેલી ભર્યા તબ્બકાઓ મને અને મારા મકસદને હરાવી શકે તેમ નથી. તેણે પ્રેઝન્ટેશન ઓપન કર્યું અને તે બનાવવા લાગ્યો.
શું થશે હવે કવિથ, ક્રિષા અને કાવ્યાનું ? શું વાંચશે ક્રિષા કવિથની ડાયરીમાં ? શું છે કવિથનો મકસદ ? કેવી રીતે થશે તે પૂરો ? ક્રિષાનું શું થશે ? કવિથને ભૂલી શકશે ? અને ડાયરીના પહેલા પાનાં પર શું વાંચ્યું છે ક્રિષા એ ?
મળીએ આવતા અંકમાં..!!
(લેખક નાં દિલની વાત : અપેક્ષા માણસને જીવિત રાખે છે પણ વધુ અપેક્ષા માણસને મારી નાખે છે.)
તમારાં અભિપ્રાયો અચૂક મારાં સુધી પહોંચાડો..!!