#KNOWN - 9 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 9

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

#KNOWN - 9

"બેબી એક બાબા છે, બહુજ શક્તિશાળી. એ આપણી મદદ કરશે આમાં." રૂપાએ અનન્યાને હિંમત આપતાં કહ્યું.
"કોણ?? "
"અઘોરી ત્રિલોકનાથ"

હોસ્પિટલથી રજા લઈને કેતનભાઈ, અનન્યા અને રૂપા ઘરે આવે છે. કેતનભાઈ રૂપાને અનન્યાનું ધ્યાન રાખવાનું કહીને ઓફિસ નીકળી જાય છે. રૂપા અનન્યાને સાથે લઈને અઘોરી બાબા પાસે લઇ જવા નીકળે છે.

સ્મશાન પાસે આવીને અનન્યા જોવે છે તો તેને તે જગ્યા પરિચિત લાગતી હોય છે. રૂપા અને અનન્યા બંને એકબીજાનો હાથ પકડી લે છે અને ધીરે ધીરે સ્મશાનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે. બપોરનાં 12 વાગવા છતાં અનન્યા અને રૂપા ડરના માર્યા કાંપી રહ્યા હોય છે.થોડેક આગળ જતા એક ઘટાદાર વટવૃક્ષ પાસે અઘોરી ત્રિલોકનાથ પોતાની આંખો બંધ કરીને ધ્યાનમગ્ન અવસ્થામાં હોય છે. જાણે તેમની બે આંખો સિવાય ત્રીજી આંખ હોય એમ તે અઘોરીબાબા રૂપા અને અનન્યાને ઉદ્દેશીને બોલે છે.
"શું કામ આવી છો??" અઘોરીબાબાએ ક્રોધિત થઈને પૂછ્યું.
"બાબા... બાબા દયા કરો. આ મારા માલિકની સોકરી સે. તેની હારે કાંઈ હારું નથ થતું તે અમે બતાવીયા આવ્યા સીએ." રૂપાએ ડરતા ડરતા કહ્યું.
અનન્યા તો આંખો ફાડતી આ બધું જોઈ જ રહી હતી.
બાબાએ ધીરે ધીરે આંખો ખોલી અને પોતાની સામે અનન્યાનો ચહેરો જોઈને ચમકી ગયા પણ તેમણે આ વાતને કળવા ના દીધી.
"શું થાય છે તને અનન્યા??" બાબાએ અનન્યા સામું જોઈને સવાલ કર્યો.
"બાબા, રાત પડે ને ખબર નહીં મારી અંદર જાણે કોઈ બીજું જ સમાઈ જાય છે ત્યારબાદ મને કંઈજ ખબર નથી પડતી કે મારી સાથે શું થાય છે કે હું શું કરું છું !!પ્લીઝ મને બચાવી લો." કહીને અનન્યા પગે પડીને રોવા લાગે છે.
"ઉભી થા, તારી અંદર કોઈક આત્મા પ્રવેશ કરતી લાગે છે. શું તે કોઈ આત્માને તારી અંદર આવવા આમંત્રણ આપ્યું હતું??" અઘોરીબાબા અનન્યાને સવાલ કરે છે.
"મને એવું કંઈજ યાદ નથી બાબા.પ્લીઝ તમે કંઈક રસ્તો બતાવો આમાંથી છુટકારો પામવાનો !!" અનન્યા હાથ જોડતા બાબાને કહે છે.
"એક કામ કર છોકરી અત્યારે જા અને અમાસે રાતે 12 વાગે એકલી આવજે પછી આપણે રસ્તો કાઢીશું." બાબા ઊંચા સ્વરે કહે છે.
"અમાસ કયારે સે બાબા??" રૂપાએ સવાલ કર્યો.
"પરમદિવસે."આટલું બોલીને બાબા ફરી ધ્યાનમગ્ન થઇ જાય છે.
રૂપા અનન્યાને ઉભી કરીને ત્યાંથી બહાર નીકળી જાય છે.
રસ્તામાં રૂપા અને અનન્યા વાતો કરતા હોય છે.
"કેઉં લાગ્યું બેબી??" રૂપા અનન્યાને બાબા વિશે પૂછે છે.
"બહુજ અજીબ." અનન્યા આશ્ચર્યભાવે બોલી.
"કેમ?? "
"આપણે એમને મારું નામ નહોતું કહ્યું તો પણ તેમણે મને મારા નામથી કેવી રીતે બોલાવી?? " અનન્યાએ રૂપાને સવાલ કરતા કહ્યું.
"એ ત્રિલોકનાથ સે બેબી. તેઓ ત્રણેય લોકનું ધ્યાન રાખે સે. તારું નામ તો બહુ નાની વાત સે." રૂપાએ બાબાના વખાણ કરતા કહ્યું.
"હમ્મ પણ મને એકલા જવાનો ડર લાગે છે રૂપા. ડેડને શું કહીશ એનું પણ ટેન્શન થાય છે." અનન્યાએ ચિંતાતુર સ્વરે રૂપાને કહ્યું.
"એ તો હું કાંઈક રસ્તો કાઢી લઈશ બેબી.તું તારે આરામ કર."
"હમ્મ..."

2 દિવસ બાદ..........

અમાસનાં દિવસે અનન્યા સવારમાં બારી સામું જોઈ રહી હોય છે. તે વિચારતી હોય છે કે 2 દિવસ તો તેની સાથે કાંઈ નવું નથી થયું પણ આજની રાત ખબર નહીં તેના માટે કેવી ભયાનક રાત લઈને આવવાનું છે.
"અનુ ગુડમોર્નિંગ બેટા.આવ બેસ અહીંયા. બારી બહાર શું જોવે છે??" કેતનભાઈ અનન્યાને ડાઇનિંગ ટેબલ પાસે બેસવાનું કહે છે.
"નથીંગ ડેડ. આઈ કાન્ટ કોન્સન્ટ્રેટ ઈન માય સ્ટડીઝ." અનન્યા તેના પપ્પાને પોતાની ખોટું બોલતા કહે છે.
"બેબી, ડોન્ટ વરી, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. " કેતનભાઈ પ્રેમથી અનન્યાના માથે હાથ મૂકીને કહે છે.
"ડેડ, આજે મમ્મા મારા લીધે જ નથી આપણી સાથે." અનન્યા આંખોમાં આંસુ લાવતા કેતનભાઈને કહે છે.
"નો બેટા, એમાં તારો કોઈ વાંક નથી.મારોજ વાંક છે, હું મારા કામના લીધે તારી મમ્મી પર ધ્યાન જ ના આપી શક્યો અને ઘણી વાર તેની પર હાથ પણ ઉપાડી લેતો હતો પણ હવે નસીબમાં એવું લખ્યું હશે તે થઇ ગયું. પણ આપણે હિંમત નથી હારવાની બેટા સમજી." કેતનભાઈ અનન્યાને હિંમત આપતાં કહે છે,
'ડેડ તમે આજે ક્યાંય ના જશો પ્લીઝ ' અનન્યા તેના પપ્પા સામું જોઈને આજીજી કરે છે,
'ઓકે બેટા, આજે આપણે બેઉ સાથે જ રહીશું." કહીને કેતનભાઈ ઉભા થઈને પોતાના રૂમમાં જવા લાગે છે.

સાંજે અનન્યા રાધિકાને કોલ કરીને ઓમ વિશે પૂછે છે પણ ઓમ વિશે પોલીસ હજુ સુધી કશુંજ જાણી નથી શકી એવું સાંભળીને અનન્યા કોલ કટ કરી દે છે. અનન્યા પોતાનો મોબાઈલ બેડ પર ઘા કરીને તેના ડ્રેસિંગ ટેબલ પાસે આવીને બેસે છે અને અરીસામાં પોતાના શરીરના વળાંકો જોઈને ઓમ સાથે ગાળેલ સહવાસને યાદ કરતી આંસુ સારવા લાગે છે અને અચાનક...

કેતનભાઈ પોતાના રૂમમાં બેઠા બેઠા તેમની પત્ની ચાંદનીબેનને યાદ કરતા હોય છે. અચાનક તેમને કાંઈક યાદ આવે છે અને તે કબાટોમાં હાથ નાખીને ફંફોસવા લાગે છે.અચાનક એક ડાયરી હાથમાં આવતા તેમના ચહેરા ઉપર ખુશી થાય છે. તેઓ ખુરશી પર બેસીને શાંતિથી તે ડાયરી ખોલીને વાંચતા હોય છે.એકાદ કલાક સુધી વાંચ્યા બાદ ડાયરીના 2-3 પન્નાને પછી વાંચવાનું વિચારીને બંધ કરે છે.તેમનું ગળું સુકાતું હોવાથી તેઓ કિચનમાં જાય છે જ્યાં ફરી તેમને એક તીવ્ર દુર્ગંધ આવતા તેઓ પોતાનું નાક બંધ કરી દે છે. તેઓ નાક આગળ હાથ રાખી તે વાસ આવવા માટેનું કારણ શોધવા લાગે છે.
"બાપરે, અનુ ભૂલી ગઈ લાગે છે.અહીંયા તો કેટલી ખરાબ વાસ મારે છે.લાગે છે મારે જ ચેક કરવું પડશે." એમ વિચારીને તેઓ કિચનમાં રહેલ ખાનાંઓ ચેક કરવા લાગે છે.અચાનક નીચેનું ખાનું ખોલતા જ કેતનભાઈ બીકના માર્યા ગભરાઈને પાછા હટી જાય છે.તેઓ અનન્યાને 2-3 બુમ લગાવે છે પણ અનન્યા ના આવતા તેઓ જ ખાનામાં જોવે છે તો તેઓ એ દ્રશ્ય જોઈને નજર હટાવી દે છે.
અડધી મરેલી સફેદ બિલાડીના મૃત શરીર ઉપર અસંખ્ય કીડા ખદબદતા હોય છે. કેતનભાઈ હિટ લાવીને તે કીડાને મારી નાખે છે અને તે બિલાડીને માંડ હિંમત કરીને કપડાં વડે લઈને ઘરની બહાર નાખી આવે છે.
"આ બિલાડી અહીંયા કેવી રીતે આવી?? એ પણ જાણે કોઈએ એને મારીને કાપી હોય એમ... ચાંદની?? ચાંદનીની ડાયરીમાંથી અત્યાર સુધી તો એવું કાંઈ જાણવા નથી મળ્યું, કદાચ બાકી રહેલ પન્નામાં આના વિશે જાણી શકાય." એમ વિચારતા કેતનભાઈ પોતાના રૂમ તરફ જવા નીકળે છે.

અનન્યા કેતનભાઈના ગયા બાદ કિચનમાં આવે છે અને પેલી અડધી રાખેલ બિલાડી શોધવા લાગે છે પણ તેને એ ક્યાંય નથી મળતી અને અનન્યા ક્રોધિત આંખે ઉપરનાં માળે સીડીઓ ચઢવા લાગે છે.
કેતનભાઈ ચાંદનીબહેનની ડાયરી ખોલીને બાકી રહેલ 2-3 પન્ના વાંચવા લાગે છે.
"અનન્યાને મેં યુટ્યુબ પર આત્માઓને બોલાવવાના વિડીયો જોતી પકડી."
"અનન્યાની બેગમાંથી આજે મેં કોઈક અડધો ખવાયેલો લોહીથી લથબથ હાથ જોયો, કેતન આવશે એટલે કાંઈક કરવું પડશે અનન્યાનું..... લાગે છે અનન્યાને ફરી......"
ત્યાંજ અનન્યાનાં દરવાજો ખોલતા કેતનભાઈનાં હાથમાંથી ડાયરી નીચે પડી જાય છે......

(ક્રમશ :)

(જો આપને મારી રચના પસંદ પડી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું નાં ભૂલશો. )