બેધડક ઈશ્ક ભાગ 8
રમેશભાઈ પાર્થને જણાવે છે કે આર્યા તેના પરિવાર સાથે તેના ઘરે જમવા માટે આવે છે. પાર્થ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જાય છે. પાર્થની ફલાઇટ નુ એનાઉન્સમેન્ટ થાય છે. પાર્થ અર્જુનને મળીને ફલાઈટ મા બેસી જાય છે. દોઢ કલાકમાં પાર્થની ફલાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થાય છે. પાર્થને લેવા માટે રમેશભાઈ અને સાથે સાથે આર્યા પણ આવી છે. પાર્થને જોતાં જ આર્યા ની આંખો ભીની થઈ જાય છે આર્યા પાર્થને ગળે લાગવા ઈચ્છે છે પણ રમેશભાઈ ના કારણે તે થોડો સંયમ જાળવે છે. પાર્થ હવે ઘરે આવે છે અને આવતાની સાથે જ સૌપ્રથમ મમ્મી એકતાબહેન ને પગે લાગે છે અને ત્યારબાદ વંદનાબહેનને પણ પગે લાગે છે. તથા વિનોદભાઈ ને પણ પગે લાગે છે. પાર્થ હવે પોતાના રૂમમાં બેગ મૂકવા જાય છે અને નાહી ધોઈને તૈયાર થઈને નીચે બેઠકરૂમમા આવી જાય છે. બધા સાથે ભોજન કરે છે. હવે પાર્થ ,આર્યા અને આસ્થા ત્રણેય જણા પાર્થના રૂમમાં જાય છે.પાર્થ આસ્થાને એક સરસ બ્રેસલેટ ગિફ્ટમાં આપે છે આસ્થા ને આ બ્રેસલેટ ખૂબજ ગમે છે. પાર્થ આસ્થાને પરીક્ષાના પરિણામ વિશે પણ પૂછે છે. આસ્થાને વંદનાબહેન નીચે બોલાવે છે અને આસ્થા નીચે જાય છે. આર્યા પાર્થને પૂછે છે, પાર્થ તમે તમારા માટે કંઈક ગિફ્ટ લીધી કે નહિ? . હા મે મારા માટે ગિફટ લીધી છે. એમ કહી આર્યા ને આંખો બંધ કરવા કહે છે અને આર્યા ની આંખો પર પોતાનો હાથ મૂકી દે છે અને આર્યા ને હાથ આગળ કરવા કહે છે. પાર્થ આર્યા ને એક સરસ મજાની નાની રિંગ પહેરાવે છે અને આર્યા ને આંખો ખોલવા કહે છે .આર્યાને આ રિંગ ખૂબ ગમે છે પણ તે પાર્થને પૂછે છે, મે પૂછયું કે. તમે તમારા માટે ગિફ્ટ લાવ્યા છો કે નહિ. પાર્થે કહ્યું , અરે યાર મને આવા કોઈ જ શોખ નથી આમ પણ આપણે બંને એક જ છીએ તો હું તારા માટે ગિફ્ટ લાવુ કે મારા માટે એ છે તો આપણા બંનેની જ.છતાં પણ હું મારા માટે પણ એક બૂક લાવ્યો છુ. મને એ બુક ખૂબજ ગમી ગઈ તો ખરીદી લીધી તુ પણ એ બુક વાંચી જોજે. જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી છે. હવે એકતાબહેન પાર્થ અને આર્યા ને જમવા માટે બોલાવે છે. બંને પરિવારો સાથે જ ભોજન કરે છે અને હવે આર્યા પોતાના પરિવાર સાથે વિદાય લે છે . આજનો દિવસ આમ.જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે જ્યારે પાર્થ હજી નાસ્તો કરવા બેઠો હતો ત્યાં તેના પર ફોન આવે છે. તે ફોન શેઠ શ્રી મગનલાલ પ્રભુદાસ અનાથાલયના સંચાલક રમણકાકા નો હતો. ફોન પૂરો થતાં જ પાર્થ ફટાફટ મમ્મીને કહી અનાથાલય જવા નીકળી પડ્યો. ફોન પર પાર્થને જાણવા મળ્યું કે આ અનાથાલયના સ્થાપક અને જે વ્યક્તિ અનાથ બાળકોને શોધી અહીં ભણાવે છે તેવા તથા આ અનાથ બાળકો માટે નાથ સમાન મહાન વ્યક્તિ લક્ષ્મણભાઈ પર હુમલો થયો છે પણ.તેમના સત્કર્મો ના પ્રતાપે તેઓ બચી ગયા છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્થ આ વિશે કોઈને કંઇ પણ જણાવ્યા વિના હોસ્પિટલ જવા નીકળી ગયો. પણ પાર્થ તેનો ફોન પોતાના ઘરે જ ભૂલી ગયો. તે લક્ષમણકાકાને મળવા હોસ્પિટલ પહોંચે છે. લક્ષમણભાઈ હાલ વાત કરી શકે તેવી હાલતમાં ન હતા તેમના પગમાં ફ્રેકચર થયું છે. આ બધું જોઈને પાર્થ થોડો ગુસ્સે થયો અને તરતજ અનાથાલય જવા નીકળી ગયો. ત્યાં જઈને તરત જ રમણકાકા ને બોલાવ્યા, રમણકાકા છેલ્લી વખત લક્ષ્મણકાકા એ કયા વ્યક્તિને ત્યાથી બાળકોને ભણાવવા અહીં લઇને આવ્યા હતા તેનો બાયોડેટા તથા એડ્રેશ મારા નંબર પર મોકલી દો. પાર્થ હવે તરત જ ઘરે જવા નીકળી જાય છે. ઘરે આવીને ફોન પર રમણભાઈ એ મોકલેલ માહિતી ધ્યાનથી વાંચે છે અને જે જગ્યાએ થી લક્ષમણકાકા મજૂરી કરતાં બાળકોને લાવ્યા હતા તે ફેકટરી ના માલિકની માહિતી નીકાળવા માટે પોતાના એક ગુપ્ત માણસને જણાવે છે. એકતાબહેન પાર્થને પૂછે છે, બેટા કેમ આમ ફટાફટ કોને મળવા ગયો હતો, મમ્મી અનાથાલયના લક્ષમણકાકા પર કોઈકે હુમલો કર્યો હતો તો લક્ષમણકાકા ને જ મળવા માટે ગયો હતો પણ તે બેભાન અવસ્થામાં હોવાથી વાતચીત થઈ શકી નહીં. પાર્થને પેલી ફેકટરીના માલિક અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે અને હવે તે તરત જ ગાડી લઈને તે ફેકટરીના માલિક અક્ષયને મળવા નીકળી જાય છે . તેને પોતાનો પરિચય આપી ગાડીમાં બેસાડી એક સૂમસામ જગ્યાએ લઈ જાય છે અને લક્ષ્મણ કાકા પર થયેલા હુમલા અંગે ઘણા સમય સુધી પૂછપરછ કરી પરંતુ કંઈ પણ માહિતી મળતી નથી. અને પાર્થને ઘણા સમયની પૂછપરછ બાદ એવું લાગે છે કે અક્ષય આ હુમલા સાથે સંકળાયેલ નથી. પાર્થને રમણકાકા નો ફોન આવ્યો કે લક્ષમણકાકા તેને મળવા માટે બોલાવે છે. પાર્થ તરત જ ગાડી હોસ્પિટલ તરફ વાળી લે છે. લક્ષમણકાકા ને જોતાં જ તેની આંખોમાં પાણી આવી જાય છે. લક્ષમણકાકા બાકીના બધા જ લોકોને રૂમની બહાર જવા કહે છે અને પાર્થને પોતાની પાસે બોલાવે છે. પાર્થ હુ થોડા સમય માટે બહાર શિમલા ફરવા માટે જાઉં છું ત્યાં સુધી આ અનાથાલયની જવાબદારી તને સોપુ છું. આ સમયગાળામાં એક મોટા વ્યાપારી આવવાના છે જે એક પુત્ર દત્તક લેવા માગે છે.આ પુત્ર તેમને સોપવાની જવાબદારી હું તને આપી રહ્યો છું આ તેમનો કોન્ટેક્ટ નંબર છે .પાર્થે કહ્યું, આપ નિશ્ચિંત રહો કાકા હું અહીં બધું જ સંભાળી લઈશ પણ તમારા પર હુમલો કોણે કર્યો હતો તે વિશે તમે મને કંઈક જણાવો. જો પાર્થ તે દિવસે હું મારી કારમાં અનાથાશ્રમમાં આવી રહ્યો હતો મારી નજર એક સિલ્વર કાર પર પડી જે કયારનીય મારી કારને ફોલો કરી રહી હતી. પછી મારી કાર અનાથાલય પહોંચી ત્યાં મારા પર એક ફોન આવ્યો, હલો લક્ષમણભાઈ છે. હુ તમને કહું છું કે ગયા અઠવાડિયે તમે સૂરજ મીલમાં થી જે બાળકોને લાવ્યા હતા તેમને પાછા મૂકી જાઓ નહિતર આનુ ખરાબ પરિણામ આવશે,હુ આ બાળકોને પાછા મૂકી જવા મારા અનાથાલયમાં નથી લાવ્યો, તો સારું લક્ષમણભાઈ જોઈ લો તમને જે ખરાબ પરિણામ મળવાનું છે તેનું ટ્રેલર. અને ફોન કટ થઈ ગયો અને ત્યાં જ મારા પર કોઈએ પાછળથી લાકડી વડે પ્રહાર કર્યો. પાર્થે કહ્યું, શું કાકા હું તે નંબર લઈ શકું છું ? લક્ષમણભાઈ પાર્થના નંબર પર તે નંબર સેન્ડ કરી દે છે . અરે પાર્થ સાંભળ તારે એક બીજું કામ પણ કરવાનું છે. અમદાવાદ થી લગભગ દોઢ સો કિમી દૂર એક લાકડા કાપવાની ફેકટરી આવેલ છે જેની માહિતી હું તને મોકલી દઇશ ત્યાથી તારે બાળકોને અનાથાશ્રમમાં લાવવાના છે. સારું કાકા હું તે પણ કરી દઈશ તમે મને માહિતી મોકલી દેજો . હવે હું વિદાય લઉં છું એમ કહી કાકાને પગે લાગી આશીર્વાદ લે છે અને અમદાવાદ આવવા નીકળી જાય છે. પાર્થ સૂરજ મીલના પેલા નંબરને ટ્રેક કરી તમામ માહિતી મેળવવા માટે પોતાના કમ્પ્યૂટર એકસપર્ટ ને મોકલી દે છે તથા આ નંબર ના લાઈવ લોકેશનની લિંક પણ મોકલવા માટે જણાવે છે. આ બધું પૂર્ણ કરતાં કરતાં બપોરના બે વાગી જાય છે અને હજી પાર્થ રસ્તામાં જ છે અને તેની કારના ટાયરમા પંચર થયુ છે અને તે જગ્યાએ નેટવર્ક પણ આવતુ નથી. પાર્થે ત્રણ ચાર વખત જાતે પંચર કરેલું હતું એટલે આવડતું તો હતું જ પણ વધારે પ્રેકટીસ ન હોવાને લીધે થોડો વધારે સમય થઈ ગયો હતો ગાડીનૂ પંચર થઇ ગયા બાદ તેણે ગાડી ફટાફટ દોડાવી કારણ કે તે હજુ અમદાવાદ થી ચાલીસ કિમી જેટલું દૂર હતો. હવે તે સાંજે પાંચ વાગ્યે ઘરે પહોંચે છે. તેની મમ્મી ટેન્શનમાં હોય છે પાર્થ બધી વાત જણાવે છે. હવે પાર્થ પોતાના રૂમમાં જાય છે ત્યાં બહાર આર્યા આવીને એકતાબહેન ને બૂમ મારે છે.
વધુ આવતા અંકે............
નમસ્તે મિત્રો આપના સહકારથી આ નોવેલ આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો હજી આ નોવેલને રેટિંગ આપી મારી ઉત્સાહ વધારશો તો હું સમજી જઈશ કે મારી આ નવલકથા પાછળની મહેનત સફળ છે.
અને હા આપના અમૂલ્ય પ્રતિભાવ તો મોકલશોજ.
-આપનો મિત્ર જય પટેલ.
તમે મારો સંપર્ક ઈમેલ gizapodul@gmail.com દ્વારા કરી શકો છો.
ધન્યવાદ.....💐💐💐💐💐..