Chanothina Van aetle Jivan - 6 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | ચણોઠીનાં વન એટલે જીવન - 6

Featured Books
Categories
Share

ચણોઠીનાં વન એટલે જીવન - 6

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 6

વિજય શાહ

“રાજ્જા મને લાગે છે કે ઘરમાં બેસી રહેવાને બદલે તારું ટીફીન લઈને હું ઓફીસ આવી જઉં. સાથે જમશું અને કામ કાજ્માં મદદ કરીશ અને સાડા ચારે રોશની અને દીપ સ્કુલથી આવે એટલે ઘરે આવી જઈશ.”

“પછી બપોરની તારી ઉંઘનું શું થશે?”

“છોકરા સ્કુલે જતા રહે પછી આમેય ઘરમાં કામનું કામ રહેતું નથી”.

“કેમ? સવારથી રસોડું ચાલતું હોયને?”

“હા. પણ બાર વાગે ,સુમતિ બા અને પપ્પા તો ઉંઘતા હોય અને મને તો તારો સંગ વધારે ગમે એટલે ટીફીનમાં તારા ભાવતા ભોજનો સાથે હું પણ કંઈ કામ શીખીશ.”

” ભલે. આવજે પણ સ્ટાફ સાથે બહું માથાકુટ ના કરતી”.

એક મહીનામાં હીના એ તો ઓફીસની શીકલ બદલી નાખી.

બેંકમાં વિલંબ નહીં અને સાથે સાથે એજંસીનો ચેક પણ લખાઇ જાય દર પંદર દિવસે સ્ટોક લેવાઇ જાય અને નવો ઓર્ડર તૈયાર થઈ જાય અને જ્વલંતનાં ટેબલ ઉપર મુકાઇ જાય અને ટહુકો પણ થાય ઓર્ડર આપી દેજો કે જેથી સપ્લાય ખુટે ના.

ટિફીનમાં ભાવતા ભોજન સાથે ફળ અને ડેઝર્ટ પણ આવે ચટણી અને સલાડ પણ હોય જ…સ્ટાફમા પણ બપોરનો નાસ્તો આવે એટલે હીના ભાભી સૌના માનિતા અને પ્રિય થઇ ગયા. તેમની તીખી રતલામી સેવ અને ખાખરાની માંગ કાયમ રહેતી તેથી તેનો ડબ્બો દર અઠવાડીયે આવતો.

સંવેદન ૧૨ ચેકાઊટંટ

જ્વલંતે હીનાનું નામ પાડ્યું ચેકાઊટંટ

સ્ટાફનાં માણસો હવે સમજી ગયા જ્વલંત ભાઈની ઓફીસમાં હવે વાયદા, અને અનિયમીતતા નહીં ચાલે. ઘરાકી વધી અને નવા ઘરાકો પણ વધ્યા.. વિલંબ થવાનું કારણ હીનાભાભી આપતાજ નહીં બીલ સાથે ચેક પણ લખી રાખતા એટલે ચેક પર સહીં થઈ જતી.

હીનાભાભી કહેતા રોજે રોજનું કામ રોજે રોજ થવું જ જોઇએ. આજ નિયમ છોકરાઓ માટે પણ હતોજ.. ચાર વાગે ઘરે પહોંચે ત્યારે રોશની અને દીપ આવી જાય તેમને હોમવર્ક કરાવતા કરાવતા સાંજનાં ખાવાની તૈયારી કરતા કરતા સુત્રાથાન ચાલે સુમતિ બા પ્રતિક્રમણ કરે અને ગાથા આપે. ચઢતું લોહી એટલે રોશની અને દીપને યાદ તરત રહી જાય.. સાંજના પાઠશાળા લઈ જવાનું કામ જનાર્દન ભાઇ નું. દેરાસર જવાનું અને ફોઇને ત્યાં જવાનું.. નાની રોશની ને વલવલાટ વધારે એટલે આજે શું ભણ્યાં અને શું શીખ્યા એ બધું કડકડાટ બોલે…

ફોઇ કહે “ તું તો ચાંપલી છે

ત્યારે રોશની કહે “ ફોઇ મારું નામ ચંપા ચાંપલી નથી હં કે “

નાનો દીપ કહે” તે તો રોશની છે અમારું ઘર તેના આવવાથી રોશન થયું છે તેમ મારા પપ્પા કહે છે”

બધા હસે. કારણ કે નાનો જ્વલંત પણ આવો જ બોલકો હતો અને તેથી રોશની પણ વાગતો ઘંટ કહેવાતી. કોઇની પણ નકલ કરવામાં ખુબ જ જાણીતી ઘરમાં સાધ્વિજી હેમલતા શ્રીજી સાહેબ વહોરવા આવે ત્યારે ધર્મલાભ કહેતા તે ધર્મલાભનો ટહુકો આબેહુબ કરે એક વખત એ ધર્મલાભ નો ચાળો ફોઇએ મહારજ સાહેબની હાજરી માં કરાવ્યો ત્યારે મહારાજ પણ હસી હસીને ખુશ થઈ ગયા.

બીજે દિવસે હીનાને મહારાજ સાહેબે દેરાસર બોલાવી ત્યારે હીનાનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. મહારાજ સાહેબે હસતા હસતા હીનાને કહ્યું બહેન તમે ગર્ભમાં પણ કેવા સંસ્કાર આપ્યા છે કે તે છોકરી અત્યારથી અમારા ચાળા પાડે છે.

હીના કહે મહારાજ સાહેબ અમારા બંને ઘરમાં દીક્ષા છે મારા કાકા અને ફોઈએ દીક્ષાગ્રહણ કરેલી છે અને જવલંતનાં માસી અને તેમના કુટૂંબે પણ દીક્ષા લીધી છે એટલે થોડુંક તો ઓધવાળે ઉતરેને?

મહારાજ સાહેબે કહ્યું“બહેન મારે તને એક બાધા આપવાની છે.”

હીનાએ હાથ જોડ્યા અને કહે –“યથાશક્તિ કરીશ”

“ જો બહેન જૈન કૂળમાં દીકરી જન્મી છે. તારી રોશની ભવ્ય આત્મા છે અને એ જો દિક્ષા લેવાની ઈચ્છા કરે તો તેની માતા તરીકે તમે તેને ધર્મનાં માર્ગે વળવા દેજો.”

આખો ઉપાશ્રય સ્તબ્ધ હતો

હીના ની આંખો ભરાઈ આવી. તે બોલી “ મારી છોકરી ધર્મનાં માર્ગે ચઢે તો હું તેમાં વિઘ્ન નહીં નાખુ.”

જ્વલંતે સાંજે હીનાને યાદ કરાવ્યું કે તે ગર્ભમાં હતી ત્યારે પણ સાતામાં મહિને પાલીતાણા જવાની જીદ તેં કરી હતી યાદ છે ને?

હા તે વખતે તેં કહ્યું હતુ ‘ આ આત્મા ભવ્ય છે.તને ધર્મ કાર્ય કરવાનાં દોહદ થાય છે. “

ઘરે આવીને રોશની ને માથે હાથ ફેરવતા હીનાની આંખો ભરાઇ આવી

સુમતિબાએ જાણ્યું કે હીના દીકરીને જૈન ધર્મ માટે આપી આવી છે ત્યારે તેમણે હીનાને આદર થી વધાવી. જૈન કૂળ નો આ ચમત્કાર હતો.એના દાદા મહારાજે પણ દીક્ષા લીધી હતી. બહું ઓછા માણસો સમજે છે કે ધર્મ માટે એકલા પૈસાની જ જરુર નથી પડતી પણ તેના સંસ્કાર બીજી પેઢીમાં ફેલાવવા માટે સાધુ અને સન્માર્ગે ચઢાવનારા પણ મહાત્માઓ જોઇતા હોય છે.

સાધ્વી હેમલતાશ્રીજીને વચન આપ્યા પછી તેમની પુછ પરછ રોશની માટે ચાલુ થઈ. રોજે રોજ સાંજે દેરાસર જતી વખતે સાધ્વીજીને વંદન કરવા જતી.પણ તકલીફ એ થતી કે રોશની અંગ્રેજી મીડીયમમાં ભણે એટલે મહારાજ સાહેબ સાથે વાત થાય પણ ઘણું કરીને તેને સમજાય નહીં.

એક વખત મહારાજ સાહેબે તેને પુછ્યુ “તને નવકાર મંત્ર વિશે શું સમજ છે?”

ત્યારે પ્રદ્યુમ્ન વિજયજી મહારાજ ની વાત તેને યાદ આવી અને બોલી “ આપણા ધર્મમાં ત્રણ વસ્તુ નું મહત્વ છે_

૧ પર્વાધીરાજ –પર્યુષણ…૮ દિવસનું ઉજવણું

૨ તીર્થાધી રાજ સિધ્ધાચલ પાલીતાણા..

૩ મંત્રાધીરાજ નમસ્કાર મંત્ર.

સાધ્વીજીએ પ્રસન્ન વદને રોશની ને વધાવતા કહ્યું જો બેન મેં તને પ્રશ્ન પુછ્યો ત્યારે મારા હાથમાં નિઝાંમપુરા નાં શ્રાવિકા નો તાજેતરમાં સ્વર્ણ મેડલ વિજેતા નિબંધ વાચવા માટે આવ્યોછે. હીના બહેન કે જ્વલંતને કહેજો કે તે તને વાંચી સમજાવે… રોશની કહે મને ગુજરાતી વાંચતા તો આવડે છે હું વાંચીશ અને ન સમજાય ત્યારે મમ્મીને પુછીશ.

સાધ્વીજી મહારાજ બોલ્યા “શાબાશ! મોરનાં ઇંડાને ચીતરવા ના પડે”

“ જે મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! ’’

નીલાબેન નવીનભાઇ શાહ

જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી સમાયેલી છે. નવકારમાં સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યંત્રમાં સિધ્ધ ચક્ર, સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.

જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધળા પુણ્યનાં સમુહનો સ્વામી શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપી ગુફામાં નવકારરૂપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રૂપ હાથી કે કુવિકલ્પ રૂપ હરણા પ્રવેશી શકતાં નથી.

(1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો ……

(1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ

(2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર

(3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર

(4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર

(2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો

– નવકાર ૧૪ પૂર્વનો સાર છે.

– નવકારના નવપદો છે.

– નવકારની આઠ સંપદાઓ છે.

– નવકારના ૬૮ અક્ષરો છે.

– પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)

– છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)

(3) નવકારના પ્રથમ પાંચ પદો……. પંચપરમેષ્ઠી

– નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે…. દેહધારી મુકતાત્મા તે અરિહંત

– પ્રથમ પદમાં અનંત અરિહંત ભગવંતોને નમસ્કાર થાય છે…. દેહમુક્ત મુક્તાત્મા તે સિધ્ધ

– બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે….. પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનું પાલન કરાવનાર આચાર્ય

– ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે….. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયન કરાવનાર ઉપાધ્યાય

– ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.

– પાંચમાં પદમાં જૈન શાસનની ખાણમાં અનંતકાળની ભીતરમાં ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.

આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર વાળીના ૧૦૮ મણકાઓ. પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

અરિહંતના ૧૨ ગુણ

સિધ્ધ ના ૦૮ ગુણ

આચાર્યના ૩૬ ગુણ

ઉપાધ્યાયના ૨૫ ગુણ

સ્રર્વ સાધુના ૨૭ ગુણ

કુલ્લે 108 ગુણ

આ 108 ગુણ પ્રાપ્ત કરવા 108 જાપ કરવામાં આવે છે.

નવકારના પ્રથમ પાંચ પદો…… પંચ પરમેષ્ઠી

નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે. દેહધારી મુક્તાત્મા તે અરિહંત

પ્રથમ પદમાં અનંત અરિહંત ભગવંતોને નમસ્કાર થાય છે. દેહ મુક્ત મુક્તાત્મા તે સિધ્ય

બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે.

પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનુ પાલન કરાવનાર આચાર્ય

ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયનકરાવનાર ઉપાધ્યાય

ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.

પાંચમાં પદમાં જૈનશાસનની ખામમાં અનંતકાળની ભીતરમાં અનંત ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.

આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર જાપ મહિમા……..

નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર,

સો ભવિયા ચોખ્ખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર

નવલાખ નવકાર મંત્ર ગણનાર નરક અને તિર્યંચ ગતિ ઉપર મજબુત તાળા વાસી શકે છે.

નવકારના એક અક્ષરના જાપ થી 7 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવું મોહનીય કર્મ તૂટી જાય છે.

નવકારનું એક પદ 50 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવુ મોહનીય કર્મ તોડી નાંખે છે.

આખો નવકાર 500 સાગરોપમનું (પાપ) મોહનીય કર્મ દુર કરે છે.

એક બાંધાપારાની નવકારવાળી 54000 સાગરોપમ નું પાપ તોડે છે.

વિધિ પૂર્વક એક લાખ નવકાર ગણીને પૂજે તેને તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.

જે ભક્તિ વડે આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વખત નવકાર ગણે તે શાશ્વત પદને પામીને ત્રીજે ભવે મોક્ષે જાય છે.

નવકારની તાકાત…….

એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો

એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી

એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ

એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર

માટે જ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. નવકારના સ્મરણ થી જેમ ગારૂડિક સર્પનું ઝેર મંત્રથી ઉતારે છે તેમ સંસારના રાગદ્વેષનું ઝેર નવકાર મંત્રથી ઉતરે છે.

નવકાર માં ત્રણ તત્વો……

નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા મરણની જાણ ન હોવાથી સંસારની સ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી

નવકાર મહિમા…….

નવકાર મંત્ર પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન છે.

નવકાર મંત્ર કર્મરૂપી વન ને બાળવા દાવાનળ સમાન છે.

નવકાર મંત્ર દુઃખરૂપી વાદળને હટાવવા પવન સમાન છે.

નવકાર મંત્ર મોહરૂપી દાવાનળને ઠારવા મેઘ સમાન છે.

નવકાર મંત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા સૂર્ય સમાન છે.

નવકાર મંત્ર મહિમાના દ્રષ્ટાંતો………

હેમચંદ્રચાર્યે પોતાની માતા પાહિનિના સ્વર્ગવાસ વખતે 1 કરોડ નવકારનો જાપ કર્યો હતો.

ચૌદ પૂર્વધરો પણ અંત સમયે ચૌદ પૂર્વને યાદ કરતા નથી પરંતુ નવકારનું જ સ્મરણ કરે છે.

ભીલ-ભીલડી પણ નવકારના જાપથી દેવલોકમાં ગયા.

શ્રીમતી શેઠાણી ને પણ સસરાએ મૂકેલા સર્પનું નવકારના સ્મરણથી ફુલની માળામાં રુપાંતર થઈ ગયુ.

જિનદત્ત શેઠે બિજોરુ રાજાને પહોંચાડવામાં નવકારનાં જાપથી દુષ્ટ દેવને વશ કરી લીધા

સમડીના મરણ વખતે મૂનિએ નવકાર સંભળાવ્યો અને સુદર્શન રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ.

શૂળીએ ચઢેલો પિંગળ ચોર પણ આણંતાણંના જાપથી દેવલોકમાં ગયો.

મરણ વખતે પાર્શ્ર્વકુમારે સર્પને નવકાર સંભળાવ્યો તો તે મરીને ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો.

અમરકુમાર અને રત્નાવલી પણ નવકારના સ્મરણથી તરી ગયા.

ઉપસંહાર – આમ ત્રણે લોકમાં શ્રી જિન નમસ્કાર પ્રધાન છે. સદાકાળ શાશ્વત છે.

નવકાર મંત્ર એ નરસુખ, સુરસુખ, શીવસુખનું પરમધામ છે.નવકાર મંત્ર કલ્પવૃક્ષ, કામધટ, કામધેનુ, ચિંતામણી વગેરે જેવી ઉપમાને લાયક છે.નવકાર મંત્ર જીવને દીર્ધજીવી, દિવ્યજીવી, ધનંજયી મૃત્યંજયી, શેત્રુંજયી, અને ચિરંજીવી બનાવે છે.જે કોઈ ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે જાપ છે અને જનાર છે તે સર્વે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના પ્રતાપે જ ગયા છે. જાય છે અને જશે.

“ સમરો મંત્ર ભલો નવકાર અનો અર્થ અનંત અપાર

“ સમ્યગ્ દર્શન શુધ્ધં યો, જ્ઞાનં વિરતિમેવ ચાપ્નોપ્તિ

દુ:ખનિમિત્તં અપીડદં, તેનં સુલબ્ધં ભવતિ જન્મ ’’

“ અરિહંત મહદ્ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો

જિણ પન્નતં તત્તં, ઈઅ સમ્મતં મએ ગહિયં

જંજં મણેણ બધ્ધં જંજં વાએણં ભાસિઅં પાવં

જંજં કાએણ કયં મિચ્છામિ દુક્કડં તસ્સ”

“ ત્વમેવ સચ્ચં નિ:શંક, જં જિણેહી પવેઈયં ’’

“ સમ્યગ દ્રષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ

અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ’’

“ હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વહે

હે નાથ, તારા નયનમાં કરુણા તણા અમૃત ઝરે

વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા

તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યાં’’

“ હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહુ

કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું

તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભર્યા સંસાર માં

જરા સામુ તો જુઓ નહિં તો કયાં જઈ કોને કહું.’’

******