tu ane hu in Gujarati Poems by Manali books and stories PDF | તું અને હું

The Author
Featured Books
Categories
Share

તું અને હું

ખોવાઈ જઇએ


ચાલ ને ખોવાઈ જઇએ.

સવાર નાં કુમળા તડકા માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
સાંજે ખીલતી સંધ્યા માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

શિયાળે ઝાકળ ના બિંદુઓ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
ચોમાસે ઝરમરતા વરસાદ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

દરિયા માં ઉઠતા મોજાંઓ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
આ ઠંડી પવન ની લહેર માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

પક્ષીઓ ના મધુર કલરવ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
ફૂલોથી મઘમઘતા બાગ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

પેલા અડગ રહેલા પહાડો ની વચ્ચે,
ચાલ ને ખોવાઈ જઇએ.
આકાશ માં રહેલા આ વાદળો માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

આ સૂર્ય ના સોનેરી કિરણો માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
પેલા ચંદ્ર ની શીતળ છાયા માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

ફળો થી લચી પડેલા વૃક્ષ માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
આ કુદરત ના સાંનિધ્ય માં,
ચાલ ને ખોવાઈ જઇએ.

આ મતલબી દુનિયા થી દુર એક પોતાની દુનિયા માં,
ચાલ ને ખોવાઈ જઇએ.
તું મારા માં ને હું તારા માં એમ એકબીજા માં,
ચાલ ને ખોવાઈ જઇએ.



ક્યાં છે તું ?


મારા અંતર માં છે તું

મારા શ્વાસોશ્વાસ માં છે તું

મારી રગેરગ માં છે તું

મારા મન માં છે તું

મારા સુખ માં છે તું

મારા દુઃખ માં છે તું

મારા વિચાર માં છે તું

મારા સવપ્ન માં છે તું

મારી સવાર માં છે તું

મારી સાંજ માં છે તું

મારા અસતિત્વ માં છે તું

મારા હૃદય માં છે તું

મારા હોંઠો પર ના હાસ્ય માં છે તું

મારી આંખો ની ભિનાશ માં છે તું

બસ મારા નસીબ માં નથી તું




ગમે છે મને


તું મારી પાસે હોય એ, ગમે છે મને.

તું મારી સાથે હોય એ, ગમે છે મને.

તું મારી સામે જોવે એ, ગમે છે મને.

તું મારું ધ્યાન રાખે એ, ગમે છે મને.

તું મારા માં ખોવાઈ જાય એ, ગમે છે મને.

તું મને ખોવાથી ડરે એ, ગમે છે મને.

તું મને હસતી રાખે એ, ગમે છે મને.

તું મને સમજે એ, ગમે છે મને.

તું મને સાચવે એ, ગમે છે મને.

તું મને સતાવે એ, ગમે છે મને.

તું મને ચીડવે એ, ગમે છે મને.

તું મને ખીજાય એ, ગમે છે મને.

તું મને સંભાળી લે એ, ગમે છે મને.

તું મને સાંભળતો રહે એ, ગમે છે મને.

તું મારી જીદ પૂરી કરે એ, ગમે છે મને.

તું મને પ્રેમથી બોલાવે એ, ગમે છે મને.

તું મારી નજીક આવે એ, ગમે છે મને.

તું મને સ્પર્શે એ, ગમે છે મને.




ક્યાં શોધે છે તું મને ?

જરા આંખો બંધ તો કર,
તારી સામે જ છું હું.

જરા બાજુ માં તો જો,
ત્યાં જ બેઠી છું હું.

જરા રાતે સુઈ તો જો,
તારા સપના માં છું હું.

જરા સવારે જાગીને તો જો,
સૂર્યના કિરણો માં છું હું.

જરા તારા ધબકાર તો જો,
ત્યાં જ ધબકું છું હું.

જરા તારી અંદર તો જો,
તારી પાસે જ છું હું.

જરા શાંતિથી બેસી ને તો જો,
તારી ચારે બાજુ છું હું.

જરા મહેસુસ કરી ને તો જો,
તારા માં જ છું હું.



પ્રેમ નગરી

ચાલ ને એક પોતાની દુનિયા બનાવીએ,
નામ એનું રાખીશું આપણે "પ્રેમ નગરી".

જ્યાં માત્ર ને માત્ર પ્રેમ ને જ સ્થાન હોય,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં ન હોય વિરહ એકબીજાનો,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં ન હોય આ સમાજનાં બંધનો,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં ન હોય મતલબી સંબંધો,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં ન હોય કોઈની રોક- ટોક,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં હોય બધી જ આઝાદી,
એવી આપણી "પ્રેમ નગરી".

જ્યાં હોઈએ ફ્કત હું અને તું,
એવી આપણી "પ્રેમ નગરી".

ચાલ ને એક પોતાની દુનિયા બનાવીએ,
નામ એનું રાખીશું આપણે "પ્રેમ નગરી".