આજે એક ભાઈ એ મને સવાલ કર્યો...
કે શું તું કોઈ ને પ્રેમ કરે છે ?
મેં કહ્યું હા !
તો મને કહે કોણ છે એ ભાગ્યશાળી ?
મેં કહયું અપ્સરા પણ જાંખી લાગે તેના સમક્ષ, રૂપો ની એવી એની નગરી છે.
અંધકારમાં પણ તેજ આપે તેવી તેની આંખો છે.
પાંપણ ના પાલકારે સંગીતની રચના કરતી હોય છે.
જીલ્ફો ની જો લટ પણ ઉડે તો પ્રેમ દિલો માં પોરવી જાય એવી એ સુંદરી છે
તો મને કહે શુ વાત કરે તો ક્યારે તું લગ્ન કરે છે એમના જોડે..??
મેં કહ્યું લગ્ન ની વાત તો દૂર રહી પણ!
એ વાત પણ સરખી નથી કરતી મારા સાથે.☺️
મને કે ના બને એ અસંભવ છે!
મેં કહ્યું સત્ય છે. વાત એ એમના ફોટો છે એજ જોઈ દિલ થી યાદ કરી લવ છુ. એ ડરે છે પ્રેમ કરવા માં સ્વાદ લેવો એમને પસંદ નથી એ પ્રેમ નો, એમના ઘરે થી લોકો ના પાડે છે. લગભગ હું એમને છેલ્લા 2વર્ષ થા પ્રેમ કરું તે પણ એ જાણે છે,
મને એ કહે શુ વાત કરે. એ ના કેમ પાડે છે ?
મેં કહ્યું એમની ના આવે છે. એટલે જ તો એમને પ્રેમ કરું છું. દીવાના એમના બહુજ બધા હશે કદાચ પણ હું તેને મારી અલગજ નજર થી જોવ છુ.
એમને મારે જોવી હોઈ તો ફોટોમાં જોઈ લવ છુ. ને વાત આખી એમ છે કે હજુ અમે એકબીજાને મળ્યા પણ નથી.
એ ક્યાં રહે છે. એ શુ કરે છે. એમનો ફોન નંબર પણ મારી પાસે છે. એ પણ મારા વિશે લગભગ મોટા ભાગ નું જાણે છે. પરંતુ એમની એક મોટી વાત એ છે કે !
જલ્દી કે ને ભાઈ તારી આ પ્રેમ ગાથા મને પણ સાંભળવા નો અત્યંત મન થાય છે.
મેં કહ્યું હું કઈ મજાક નથી કરતો જે છે. એ સત્ય વાત કરું છું. ( આ સત્ય વાત છે. પછી મેં એ અપ્સરાઓ કરતા પણ સુંદર છે. એ ફોટો બતાવ્યો તેમને )
મને પેલો દોસ્ત કહે. મને કે તું જે વખાણ કરે છે. એમના કરતા તો 10 ઘણી આ સુંદર છે.
નામ તો કે શું છે આ નું ??
નામ કહું પણ કોઈ ને તું કહેતો નહીં. નહીતો બધા મારી મજાક ઉડાવશે. મને મારી મજક ઉડાવે એ તો ચાલશે. પણ જો મારા પ્રેમ ની ઉડાવશે. ને એ મને નહીં મેળ આવે તને સાચું કહું છું. કોઈ ને કઈ પણ કહેતો નહીં.
સાચું કવ છું કોઈ ને કઈ નહિ કહું બસ.
'ધારા' નામ છે. આ સુંદરી નું😍
નામ જેવી જ સુંદરતા ભરેલી છે.
મેં કહ્યું હા ખુબજ સુંદર છે.
તો મને કહે તો તેમની સાથે લગ્ન કરી લે.
મેં કહ્યું પાછું કે લગ્ન તો આત્યંરે જ કરી લવ પણ એ હા પાડે ખાલી.
પણ! તે મને પ્રેમ પણ નથી કરતી. તે મારા સાથે હાલ સરખી વાત પણ નથી કરતી.😒 ( આ વાત કરતા મારુ મુખ થોડું નિરાશ ભયું થયું )
પછી મેં એમણે ફરી જરા મુખ પર હસી ને દિલ પર હાથ રાખી ને કહ્યું. એ ધારા નું સ્થાન મારા દિલ માં છે. ભલે એ કોઈ બીજા ની કેમ હોઈ. પ્રેમ માટે કોઈ વ્યક્તિ ને સામે વ્યક્તિ હોવુ જરૂરી નથી. તમને પ્રતેય આદર-ભાવના હોવી જરૂરી છે. કોઈ મજબૂરી પણ હોઈ શકે એમની જે મને નથી ચાહતી એ.
પણ! એ મને કહેતી હોઈ છે. કે તું મને પ્રેમ ન કર તુજ હેરાન થશે. ને હું એ જોવા નથી માંગતી.