Lockdown in Gujarati Short Stories by Mehul Dusane books and stories PDF | લોકડાઉન

Featured Books
Categories
Share

લોકડાઉન


ઘણી શાંત છે આ દુનિયા
છતાં ભીડ મારા અંતર માં છે
આમ તો બધું લોકડાઉન છે દુનિયા
છતાં આઝાદી મારા ઘર માં છે.

મારે આ પુસ્તક માં વાત એ કરવાની છે કે
જે સમય ગાળો મળ્યો છે એ સમય દરમ્યાન આપણી જાત ને શું ફાયદો મળી શકે છે.
આપણી ખામીઓ, ભૂલો, નિરાશા,હતાશા,એકલતા ,નિષ્ફળતા,દુઃખો માંથી કઈ રીતે બહાર આવી શકીએ છીએ.
આપણે નવું શું શીખી શકીએ છીએ.?
આપણા વિચારો,આપણી રહેવાની પદ્ધતિઓ ,આપણા નિયમો,આપણી જીવનશૈલી, આપણે નવું શું કરી શકીએ છીએ એની વાત કરવાની છે.
આપણે શું મેળવ્યું અને આપણે શું ગુમાવ્યું એની વાત કરવાની છે.

આ સાથે લોકડાઉન માં પોઝિટિવ પરિણામ અને એ સાથે નેગેટિવ પરિણામ ની વાત કરવાની છે.


વાત થોડી કોરોના વિષે
પુસ્તક જયારે લખી રહ્યો છુ એ સમયગાળો અતિ મુશ્કેલ ભર્યો છે.
કોરોના કેસ બુલેટ ટ્રેન ની ગતિ એ વધી રહ્યો છે.
આ કોરોના એ વિશ્વના મજબૂત થી મજબૂત અને ધનવાન દેશો ની કમર તોડી નાખી છે.
આમ જોવા જઈએ તો વિકસિત દેશો થી લઇ વિકાશીલ દેશો સુધી કોરોના ઘર કરી ગયો છે.
આપણો ભારત દેશ પણ આમ બાકાત નથી.
જયારે આ પુસ્તક લખુ છુ ત્યાં સુધી ભારત માં
59,000 લોકો કોરોના વાયરસ ના શિકાર થઇ ચુક્યા છે અને 1900 લોકો મૃત્યુ પામ્યા છે.
આવા સમયે પરીક્ષા માત્ર સરકાર ની નહિ પરંતુ સમગ્ર માનવજાત ની થતી હોય છે.
આ સમય ગાળા દરમ્યાન આપણા દેશ ના ડૉક્ટર,નર્સ,પોલીસ ,સરકાર નો દિલ થી આભાર વ્યક્ત કરવો જોઈએ.
જે પોતાના જીવના જોખમે અન્યો ના જીવ નું રક્ષણ કરે છે.
સાથે સાથે એ લોકો જે ભૂખ્યા ને જમાડે છે
પશુ ઓ ને જમાડે છે.
સેવા ના કાર્યો કરે છે. જરૂરિયાત ની ચીજવસ્તુઓ પુરી પાડે છે.
તે ઉપરાંત આપણા દેશ ના ઘણા લોકો એ કરોડો અબજો રૂપિયા નું દાન કર્યું છે.
દરેક નો આભાર વ્યક્ત કરવો જોઈએ.

આમ બીજા મોટા દેશો કરતા ભારત માં કોરોના ની ગતિ ધીમી છે પરંતુ આવનારા સમય માં આના ઉપર કાબુ મેળવવામાં ન આવે તો સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે એવું ચોક્કસ કહી શકાય.
જાણકારો નું કહેવું છે કે કોરોના વાયરસ આપણી વચ્ચે બે વર્ષ સુધી રહેશે. આપણે કોરોના સાથે જીવવા ની આદત બનાવી પડશે.
1.) લોકો એ ફરજીયાત માસ્ક પહેરવું પડશે
2.) હાથ સ્વચ્છ રાખવા પડશે.
3.)બધાએ એકબીજા થી અંતર જાળવવું પડશે.
4.) બની શકે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ ની આદત બનાવી પડશે.
આજ સુધી જેવું જીવન જીવતા આવ્યા છીએ એમાં થોડા તો નહિ ઘણા ફેરફાર કરવાની ફરજ પડશે.
સાથે સાથે આપણા માં ઘણા પરિવર્તનો,આદતો, રોજિંદી ક્રિયા માં ઉમેરવા પડશે.
પ્રભુ ને પ્રાર્થના કે આવા મુશ્કેલ સમય માંથી દરેક ભારતીય બહાર આવે અને પહેલા ની જેમ ધંધા,રોજગાર ફરી ધમધમે.
વિશ્વ ના દરેક માનવ જાત કોરોના વાયરસ વિરુદ્ધ એક યુદ્ધ લડી રહ્યું છે. દરેક સરકારો પોતાની પ્રજા ને કોરોના વાયરસ થી બચાવવા ના પ્રયાસ કરી રહ્યું છે.
એ માટે લોકડાઉન સર્વ શ્રેષ્ઠ ઉપાય લાગ્યો છે.
લોકડાઉન એટલે માણસ જાત ને એક જગ્યા એ પુરી દેવી અથવા તો કેદ કરી રાખવી. આ નો ઉપાય એ કે લોકો ને ઘર ની બહાર નીકળવું નહિ જેથી કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાય નહિ.

લોકડાઉન ના નેગેટિવ પરિણામ.

મિત્રો જે સમયગાળા માંથી આપણે પસાર થયા છીએ
એના ઘણા નેગેટિવ પરિણામ ટૂંક સમય માં જોવા મળશે.

આમ તો આજે રસ્તાઓ સુમસામ થઈ ગયા છે.
દરેક વ્યક્તિ પોતાના ઘર માં કેદ છે.
આ સાથે આપણા દેશ ના અર્થતંત્ર નો વિકાસ GDP દર ઝીરો(0) રહેવાનું અનુમાન છે.વિમાન સેવા ,રેલવે સેવા ,મોટા ઉદ્યોગો ,ઉત્પાદનો ,મોલ ,સિનેમાગૃહો ,દુકાનો ,બસ સેવા ,પ્રવાસન ઉદ્યોગ,ટેક્સી ,હોટલો ,બધું બંધ થઇ ગયું છે.ફિલ્મો બનતી નથી.સાથો સાથ જીવન વ્યવહાર બંધ થઈ ગયો હોય એવું લાગે છે.
મંદિરો,મસ્જિદો ,ચર્ચ દરેક ધાર્મિક સંસ્થાઓ બંધ છે.
માત્ર શાકભાજી,મેડિકલ ,દવાખાના ,કરિયાણા ની દુકાનો સિવાય આખું ભારત બંધ છે
જીવન જાણે જીવતા રહેવા માટે જીવીએ એવું લાગે છે.
ક્યાંક ગરીબો ભૂખે જીવે છે.
કેટલાય બેરોજગાર થયા હશે. ઘણા નું જીવન બરબાદ થયું હશે.
સરકાર એના બધા પ્રયાસ કરે છે.
પરંતુ જ્યાં સુધી લોકો આ વાયરસ ને ગંભીરતા થી ન લે ત્યાં સુધી આ વાયરસ નો ખાત્મો શક્ય નથી.
હા,પાલન ઘણા લોકો કરે છે અમુક 5% લોકો ના લીધે બીજા ઘણા લોકો ના જીવ જોખમ માં મુકાય છે.
કોરોના ના ડર ની સાથે બીજી તરફ આર્થિક સંકળામણ ની ચિંતા અનુભવાય રહી છે.ગુજરાત સાઈકોલોજીસ્ટ ઇન્ટરવેન્શન હેલ્પ લાઈન ટુ કોવિડ 19 હેઠળ ગુજરાત રાજ્યમાં 40,000 થી વધુ પ્રશ્નો મનોવૈજ્ઞાનિકો ને પૂછવામાં આવ્યા છે. આ સાથે મનોવૈજ્ઞાનિકો એ
મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો છે.
લોકડાઉનના લીધે લોકોના માનસિક અસર થઈ છે.
લોકો ઘર માં મનોરોગી બન્યા છે.સરકારે લોકડાઉન નો વિકલ્પ શોધવો જોઈએ.લોકો ની ધીરજ ખૂટી છે.
લોકો અનિંદ્રા ના શિકાર બન્યા છે.કુંટુંબ માં પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ ની સમસ્યા વધી છે.
આ સાથે પુરુષો ને દારૂ ,તમાકુ,માવા, ગુટખા ન મળવાથી દશા વધુ બગડી છે. પુરુષો ને દારૂ સિગરેટ તમાકુ ન મળવાથી અનિંદ્રા,ગુસ્સા માં વધારો થયો છે.લોકો પોતાના ગામ જવા જીદ કરે છે.
બીજા રાજ્યોના વસતા લોકો જવાની જીદ કરી રહ્યા છે તેઓની ધીરજ ખૂટી છે. પૈસા ની તંગી ની સાથો સાથ પરિવાર ની યાદ સતાવે છે.
એક અનુમાન મુજબ ભારત જેવા વિકાશીલ દેશ માં 10 કરોડ નોકરી ગુમાવવાનો ભય છે.
બેરોજગારી દર માં વધારો થશે.


લોકડાઉન ના પોઝિટિવ પરિણામ.

મિત્રો લોકડાઉન હોવાથી દરેક વ્યક્તિ ઘરમાં છે
તો આવા સમયગાળા દરમ્યાન આપણે પોતે કંઈક આપણા જીવન માં પરિવર્તન લાવીએ.
લોકડાઉન માં આપણી અંદર રહેલા લોક ખોલીએ
જેથી ભવિષ્યમાં આપણે વધુ આનંદ આવી શકે
સુંદર ભવિષ્ય નું નિર્માણ કરી શકીએ.

એવા ઘણા ઉપાયો નવી રીતો જે લોકો એ અપનાવી છે.
1). વાંચન:-
ઘણા લોકો ને કામ રોજગાર ઘંઘા,નોકરી ,ના કારણે સમય નો અભાવ રહેતો હતો.
લોકડાઉન ના કારણે લોકો પુસ્તકોના વાંચન માં ઘણો વધારો જોવા મળ્યો છે. જેથી માણસ ના વિચારો માં ફેરફાર જોવા મળ્યા છે.
નવી નવી જાણકારી મળી છે.

2).કુકિંગ:-
આમ આપણે અહીંયા સ્ત્રીઓ રસોઈની રાણી તરીકે ઓળખાય છે. પરંતુ લોકડાઉન ના કારણે પુરુષો એ રસોઈ શીખી નવી નવી વાનગીઓ બનાવી.
જેથી પુરુષો ને રસોઈ નો રાજા કહેવું ખોટું નથી.
સાથો સાથ પુરુષોને એ ચોક્કસ ખ્યાલ આવ્યો હશે
ઘરની એક સ્ત્રી ઘરની કેટલી બધી જવાબદારી નિભાવી શકે છે.

3) પરિવાર સાથે સમય પસાર :-
પહેલા જીવન માં એટલું વ્યસ્ત રહેવાતું હતું કે મિત્રો,પરિવાર સંબંધીઓ,મળવાનો સમય રહેતો ન હતો.
લોકડાઉન કારણે
દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે જમી શકે છે
બાળકો સાથે રમી શકે છે.
ઘર માં બેઠા લુડો ગેમ વધુ પ્રચલિત બની છે.
દીકરો વૃદ્ધ માં બાપ માટે બેસી ને વાત કરે
છે. બાળકોસાથે મસ્તી કરે છે.
ઘર માં જાણે સુખ બારણે આવ્યું હોય એવો અહેસાસ થતો જોવા મળે છે.

4)વર્ક ફોર્મ હોમ :-
કોરોના એ લોકોની જિંદગી જીવવાની રીત બદલી છે.લોકો નો કામ કરવાની રીતો બદલી નાખી છે.ઓફિસ અને ધંધાઓ બંધ છે જેથી કોર્પોરેટ લેવલ ના બોસ અને કર્મચારીઓ વેડીયો કોલ દ્વારા ધંધા ની રૂપરેખાનક્કી કરે છે.

કોરોના વાયરસ ના કારણે આખું વિશ્વ જાણે નાના મકાનમા કેદ થઇ ગયો છે.
દુનિયા ના દરેક ખૂણે ગણતરી ના કલાકો માં પહોંચી જતો વ્યક્તિ ઘર માં બંધ છે
સાથો સાથ આ વાયરસ ના કારણે પોઝીટીવલી જોઈએ તો દરેક ને સમય મળ્યો છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે નવી અવસર ઉભી કરી શકે છે.
આ સાથે એક પરિવાર ઘર માં બેસી એકબીજા સાથે સમય વિતાવી શકે છે.
રામાયણ,મહાભારત ફરી એક વાર જોવાનો અવસર પ્રાપ્ત થયો છે.ભગવાનમા શ્રદ્ધા વધી છે.
બહાર નું ખાવાનું બંધ હોવાથી બીમારી નું પ્રમાણ ઓછું જોવા મળે છે.
તમાકુ,સિગરેટ બંધ હોવાથી વ્યસન મુક્તિ થઇ છે.
જરિયાતો ને મળી રહે તે હેતુ સેવાભાવી સંસ્થા દ્વારા
લોકો ભોજન આપવામાં આવે છે.
આજ તો આપણા ભારત દેશ ની તાકાત છે.
આજ તો આપણી સંસ્કૃતિ છે.
માણસ માણસ ની કદર કરતા શીખ્યો છે.
સાથો સાથ હવા ના પ્રદુષણ માં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જે નદીઓ સાફ પાછળ વર્ષો થી કરોડો રૂપિયા બરબાદ કર્યા
કુદરતે થોડા દિવસો માં સાફ થઈ ગઈ છે.
પંજાબ ના જલંધર થી આપણો હિમાલય સ્પષ્ટ દેખાય છે.
હવાઓ શુધ્ધ થઇ છે. માણસ મોજ શોખ વગર પણ જીવતો રહી શકે છે.
લોકડાઉન એ આપણને શીખવાડ્યું કે જીવન સરળ છે. થોડાક માં માણસ ખુશ રહી શકે છે.
જીવન નિર્વાહ સિવાય માણસ નો ખર્ચ ઘણો ઓછો છે.
પૈસા ની બચત થઇ છે. જે આપણા પાસે હોય એમા ચલાવી લેવું એવા વિચારો આપણા માં આવ્યા છે.

થોડી મજબૂરીઓ
મિત્રો , રસ્તાઓ સુમસાન થયા છે પણ આપણે આપણી વ્યક્તિ સાથે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકતા નથી.

મંદિરો,મસ્જિદો ,ચર્ચ દરેક ધાર્મિક સંસ્થાઓ બંધ છે
પ્રભુ ને પ્રાર્થના કરવા જઈ નથી શકતા.

આપણે નવી ખાવાની રીત શીખી લીધી પણ મિત્રો કે અંગત ને ખવડાવી શકતા નથી.

હવા શુદ્ધ થઈ છે પણ માસ્ક પહેરવું પડે છે.
મિત્રો,પ્રેમી,પ્રેમિકા,સંબંધીઓ ને મળી શકતા નથી.

કદાચ કુદરતે મોકો આપ્યો છે ઘર માં રહેવાનો
પરિવાર સાથે બેસવાનો,કંઇક નવું શીખવાનો.
કદાચ કોરોના સાથે જીવવાની આદત આપણે વિકસાવવી પડશે.

આપણો દેશ કોરોના મુક્ત થાય એવી પ્રભુ ને પ્રાર્થના.





Mehul Dusane
Instagram:- mehuldusane7
Mob:- 9624742523