આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી....
વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે, પટેલ સંકુલ અમરેલી..
ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે અમરેલી. અને તેમા પ્રખ્યાત પટેલ સંકુલ
લગભગ અહીયા જીંદગી અમદાવાદ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી....
બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ Wensday Saturday Celebrate Day (WSCD) ના કલાસ ડોર ની અંદર બધા પોતપોતાની લાઈફ મા બિઝી હતા. ના તો કુદરત નુ ભાન હતુ,ના બહાર ની દુનિયાનુ... મોબાઇલ આવ્યા પછી એ જ તો દુનિયામાં બની ગયો હતો સૌની...
કરિશ્મા માનવ મગજ નો ગણું ,
કે કાળ કુદરત નો ગણું...
મોબાઇલ થી એક જાન બચે તો,
એક ચલી જાય છે...
ઉપરવાળાએ બનાવી અજીબ દુનિયા
કોઇ દુખિયા ને કોઇ સુખિયા...
બસ કંઈક એવુ બનવા જઈ રહ્યુ હતુ કેટલાક ની જિંદગીમાં.....
_______#####___________#####_____
WSCD ના એક કોર્નરમાં બેઠી હતી એ . માપ ના વાંકડિયા વાળ ખભા સુધી ના, કથ્થાઇ રંગ ની સહેજ મોટી આંખો, ઘાટીલુ શરીર. લાઈટ પર્પલ રંગ ની સ્પગેટિ ટોપ ને તેની ઊપર બ્લ્યુ ડેનિમ જેકેટ, ને ડાર્ક ગ્રે કલર નુ ડેનિમ નુ પેન્ટ ડિઝલના બેલ્ટ સાથે પેહરેલુ. જ્યાં બેઠી તી ત્યાં ટેબલ પર એના બ્લેક સ્પારકલ ઓક્લિ ના ગોગલ્સ પડ્યા હતા. પણ એની બ્રાન્ડેડ પર્સનાલીટી
ની નોંધ લેનાર કોઇ નોહ્તુ. WSCD મા આવનાર ની પર્સનાલીટી લગભગ આવી હોય છે.એની આખો મા ખારા આસું એ ડેરો જમાવેલો. મોબાઇલ જોતી હોય છે.
એટલા મા એ.. ના ફોન પર મેંસેજ પડયો. snapchat પર મેસેજ જોયો. સ્ટોરી મા બે વ્યક્તિ નો એક સાથે ફોટો હતો જે બેક સાઈડ બેસ્ટ ફ્રેન્ડ
જોતા જ વધારે વિહવળ જણાય એ...
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે....
રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે....
ત્યાં તેની બેસ્ટ ફ્રેન્ડ નો મેસેજ હોય છે. અરે વાત કહુ આ ત્રણ વષૅની બે બેસ્ટ ફ્રેન્ડની વાતો ધારા અને નમીરા.
અમારી કોલેજને કોઈ કોલેજ તરીકે ન ઓળખતું બધા તેને સંકુલ ના નામથી ઓળખતા હતા અને આ સંકુલ માત્ર છોકરીઓ માટે મહત્વનું કેમપ્સ હતું. અને આ સંકુલ નું કેમપ્સ જોરદાર મસ્ત હતું. અહીંયા 10000 જેટલી છોકરીઓ ભણે છે આજુબાજુ ના ગામની છોકરીઓ અપડાઉન કરતી અને હોસ્ટલમા રહીને અહીંયા ભણે છે
પટેલ સંકુલ અમરેલી જયારે ફર્સ્ટ એડમિશન લીધું પણ ત્યારે કયાં ખબર હતી કે મારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ હશે. બંને વિચારતા હતાં કે મારી કોલેજનો ફર્સ્ટ ડે કેવો હશે શું મને કોલેજમાં મારા જેવી અને મારા સ્કૂલના મિત્રો જેવી કોઈ ફ્રેન્ડ મળશે? આવા વિચારો સાથે દિવસો પસાર થાય છે અને વેકેશન પુરું થાય છે.
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.
Vacation's Over...Back To Reality!!!😊
કોલેજ ટાઈમ 12:30pm થી 7:00pn હોય છે. તારીખ 11 / 06 / 2017 કોલેજનો પહેલો દિવસ હોય છે.
(Part - 2)
Coming Soon.......👉🏼👉🏼
(કેવો હશે કાલેજ નો પહેલો દિવસ??? શું નમીરા અને ધારા પહેલા દિવસે જ એકબીજા ને મળી જાશે???)