છેલ્લે આપણે જોયું કે રાઘવ અને વિરાજ દિલ્હી મીટીંગમાં પહોંચે છે અને આગળના પ્લાન વિશે બોસ તથા તેમના બીજા સાથીદારો સાથે મસલત કરે છે.
હવે આગળ......
*******
રાઘવને હવે ત્રિષાને અહીં હાજર રાખવાનો બોસનો મતલબ સમજાય છે. વિરાજ બોસને આગળના પ્લાન વિશે પૂછે છે. હવે આગળ શું કરવું એ તો બોસ જ નક્કી કરી શકે. બોસ પણ વિચારમાં પડયા કે હવે આગળ કરવુ શું?
એટલામાં જ લેફ. જનરલ ગોપાલસ્વામી કહે છે કે આપણે કેમ ચાઈનામાં તપાસ ન કરાવીએ કે ખરેખર આ કોઈ વેપન ટેસ્ટીંગ છે કે....
બોસ:-"હમ્મ.. તમારી વાત તો સાચી છે, તપાસ તો કરવી જ રહી. કેમકે જો ખરેખર આ એક બાયોલોજીકલ વેપન હોય તો આપણા માટે એ બહુ મોટો ખતરો છે."
ગોપાલસ્વામી :-"તો હવે નક્કી કરી લઈએ તપાસ કઈ રીતે હાથ ધરવી? "
બોસ:-"મારા મત પ્રમાણે આપણા ત્યાંના લોકલ લોકોને આ બાબતમાથી બાકાત રાખવા જોઈએ, હા જરૂર પડે તેમની મદદ લેવી પરંતુ ડાયરેક્ટર તેમને ઈન્વોલ્વ ન કરવા."
ત્રિષાને આનું કારણ પૂછવાનું મન થાય છે, પરંતુ મનની મનમાં રહી જાય, કેમ કે આ તેનો વિષય નહતો અને હજુ થોડીવાર પહેલા જ તેને ખોટી પૂછપરછ કરવા માટે ઠપકો પડ્યો હતો. આથી તે ચુપ રહેવાનું જ પસંદ કરે છે. પરંતુ તેના મનની વાત તેના પિતા સાંભળી ગયા હોય તેમ તેઓ બોસને આ બાબતે પૂછે છે, કોઈ ખાસ એવું કારણ કે જેના લીધે નવા માણસો જ મોકલવા પડે.
પ્રત્યુત્તરમાં બોસ જણાવે છે કે આપણા અત્યારના ત્યાંના માણસોનું મુખ્ય કામ જાસૂસી છે અને જરૂર પડે તેઓ નાની મોટી ભાંગફોડ કે ખૂબ જ અગત્યનું હોય તો કોઈનું ખૂન કરી શકે. પરંતુ આપણા અત્યારના કામમાં આવી ભાંગફોડીયા પ્રવૃત્તિ કામની નથી. અને બીજી અગત્યની વાત એ કે આ પ્રકારના હથિયારો સાથે તેમનો પ્રત્યક્ષ હજુ સુધી પનારો પડ્યો નહતો, આથી કંઈપણ નાની અમથી ભૂલના લીધે લેવાના દેવા થઈ શકે, માટે આ ક્ષેત્રની કોઇ નિષ્ણાત વ્યક્તિ જ સાચી તપાસ કરી શકે. અને સૌથી મોટો ભય એ કે જો આ વાયરસ ખરેખર એક વેપન હોય તો તેની સુરક્ષા પણ જડબેસલાક હોય અને રખેને આપણો એકાદો માણસ પકડાઈ જાય અને જો મોઢું ખોલી દે તો વર્ષોની મેહનત પાણીમાં જાય.
આની સામે નવા માણસો મોકલવામાં ફાયદો એ કે તેઓ બીજા પક્ષના લિસ્ટમાં ક્યાંય હોય નહીં, માટે તેમની પર ખતરો ઓછો અને કદાચ તેઓ પકડાઈ જાય તોપણ બે-ચાર માણસો કરતા વધારે નુકસાન નહીં.
બોસની છેલ્લી વાત પર ત્રિષાને ગુસ્સો આવે છે અને આ વખતે તેનાથી બોલ્યા વગર રહેવાતું નથી.
ત્રિષા:-"બે-ચાર માણસો એટલે શું?તમારે મન કોઈ જાનની કંઈ કિંમત જ નથી. એ પણ કોઈના પુત્ર-પુત્રી, ભાઈ બહેન હોય શકે? તમે તેમને એમજ મરવા જવાનું કહો છો?"
બોસ(થોડા સખ્ત અવાજે ):-"મિસ ત્રિષા, તમને પહેલા પણ કહ્યું હતું અને ફરી એકવાર કહું છું, મારી બાબતમાં ખોટું વચ્ચે નહીં પડવાનું અને કહેવાય નહીં ત્યાં સુધી ચુપ બેસી રહેવાનું."
ત્રિષા:-"પરંતુ... "
ત્રિષા હજુ આગળ કંઇ બોલે એ પહેલાં જ બોસે તેની વાત વચ્ચેથી જ કાપતા રાણા કપૂરને કહ્યું," તમારી પુત્રીને કહો કે ચુપ રહે અને જો દેશ માટે જરૂર પડી તો હું એક નહીં હજાર જણ કુરબાન કરવા તૈયાર છું. "
ત્રિષા હજુ કંઈક બોલવા જાય છે, પરંતુ રાણા કપૂર ઇશારાથી જ તેને ચુપ રહેવા જાણાવે છે. વાત બીજી રાહે ફંટાઈ ન જાય માટે ગોપાલસ્વામી બોલ્યા,"એ તો બરોબર, પરંતુ અત્યારે ચાઈના કોને મોકલવા?"
બોસ જાણે આજ સવાલની રાહ જોઈને બેઠા હોય તેમ તરત જ રાઘવ અને વિરાજનું નામ સૂચવે છે.
વિરાજ :-"પરંતુ મને અને રાઘવને આ હથિયારો વિશે કોઈ ખાસ જાણકારી નથી અને હમણા તમે જ કહ્યું હતું કે આપણે કોઈ નિષ્ણાતને મોકલવા જોઈએ."
ગોપાલસ્વામી :-"તો શું તમે ડરી રહ્યા છો, જવાન?"
લેફ. જનરલ ગોપાલસ્વામીની વાતનો વિરાજ કંઈ ઉત્તર આપે એ પહેલાં જ બોસ જવાબ આપે છે,"મારા સિંહ કોઈથી ડરતા નથી, જનરલ. અને રહી વાત એક્સપર્ટની તો એમાં એમણે કંઈ ખોટું નથી પૂછ્યું."
ત્યારબાદ બોસ બધાને જણાવે છે કે તેઓ ત્રિષાને આ મિશન પર એક નિષ્ણાત સલાહકાર તરીકે મોકલવા ઈચ્છે છે. પરંતુ રાણા કપૂર આ વાત પર વિરોધ નોંધાવે છે, કેમકે તેઓ તેમની પુત્રીને ચાઈના જેવા દેશમાં આવા ખતરનાક મિશન માટે જવા દેવા નહતા ઈચ્છતા.પરંતુ બોસ પાસે તેમની એક ન ચાલી.
બોસ :-"રાણા, મેં તમને પહેલા જ કહ્યું હતું,તમારી પુત્રીને અહીં બોલાવતા પહેલા સો વખત વિચારી લેજો. કેમ કે એક વખત કોઈ મારી સાથે સામેલ થયું પછી મર્યે જ એનો છુટકારો. માટે ત્રિષા તો ચાઈના જશે જ. તમારી ઈચ્છા હોય કે નહોય."
આ બધી ચર્ચાઓ સાંભળી ત્રિષાને આંખે અંધારા આવી ગયા. અહીં આવતા પહેલાં એને સપનામાં પણ વિચાર નહતો આવ્યો કે એની અને એના પિતાની ઉપરવટ જઈ કોઈ એની જીંદગી નો ફેસલો લઈ શકે, અને એ પણ જીવવાનો અથવા મરવાનો.
ત્રિષા હજુ વિચારોમાં જ હતી, બોસ અને રાણા કપૂર વચ્ચે ઘણીવાર સુધી ચર્ચા ચાલી, પરંતુ અંતે તો રાણા કપૂરને હાર માનવી પડી. કમને પણ તેમને ત્રિષાને રાઘવ અને વિરાજ સાથે જવાની પરવાનગી આપી દીધી.
બોસે ત્યારપછી તેમને મીટીંગમાંથી વિદાય લેવા જણાવ્યું, રાણા કપૂરેને હજુ પણ આગળની મીટીંગમાં રોકાવું હતું, તેથી તેઓએ ત્રિષાને જવા જણાવ્યું, પરંતુ બોસે તેઓ બન્નેને જવાનું કહ્યું.
રાણા કપૂર તથા ત્રિષાના ગયા બાદ રૂમમાં વિરાજ, રાઘવ, લેફ. જનરલ ગોપાલસ્વામી અને બોસ એમ ચાર જણા વધ્યા હતા. તેઓ હવે આગળના પ્લાન વિશે ડિસ્કસન કરવા માંગતા હતાં.
ગોપાલસ્વામી :-"સારૂ કર્યું, તે બન્નેને અહીંથી રૂખસત આપી, હવે શાંતિથી કામ થશે. તો બોલો આગળની યોજના શું છે?"
વિરાજ:-"મારી પાસે એક પ્લાન છે."
બોસ:-"શું?"
વિરાજ પોતાની યોજના જણાવતાં કહ્યું કે અમારે ત્રણેયે અહીંથી સાથે ચાઈના જવા કરતા અલગ અલગ જવું જોઈએ, તેથી એક પાછળ બાકીનાઓની સુરક્ષા જોખમાય નહીં. તેમજ હું અને રાઘવ સીધા ચાઈના જશું, જ્યારે ત્રિષા તાઈવાન થઈ ચાઈના આવે.
રાઘવ:-"ત્રિષાના તાઈવાન જવાનું કોઈ ખાસ કારણ?"
વિરાજ:-"હા, તાઈવાન અને ચાઈનાનના સંબંધ સારા નથી, અને આ વાયરસ અથવા બાયોલોજીકલ વેપન વિશે તેમની પાસે સારી જાણકારી છે. તેથી ત્રિષાને ત્યાં ટેકનિકલ સપોર્ટ આરામથી મળી રહે અને કદાચ એના દ્વારા આપણે ચાઈના પણ લોજીસ્ટીક સપોર્ટ મળી રહે!"
બોસ:-"તો એ માટે મારા મત મુજબ વિરાજ તારે અથવા રાઘવ બન્ને માંથી કોઈ એકને ત્રિષા સાથે તાઈવાન જવું જોઈએ, કેમકે તેના માટે આ બધી વસ્તુઓ હજુ નવી છે, અને અત્યારે આપણે કોઈપણ પ્રકારની ગફલત પાલવે એમ નથી."
રાઘવ:-"હા, એ વાત બરાબર છે, તો હું ત્રિષા સાથે તાઈવાન જઈશ અને વિરાજ સીધા ચાઈના."
ગોપાલસ્વામી :-"વિરાજને પણ સીધા ચાઈના જવા કરતા વાયા હોંગકોંગ થઈ જવું જોઈએ."
વિરાજ:-"કેમ?"
ગોપાલસ્વામી:-"કેમ કે તાઈવાનની જેમ જ હોંગકોંગમાં પણ ચાઈનાના વિરોધીઓ ઘણા છે. જે ચાઈનામાં આપણી મદદ કરી શકે."
બોસ:-"તો આ યોજના નક્કી રહી. આજથી દસમાં દિવસે રાઘવ અને ત્રિષા તાઈવાન જવા નીકળશે અને વિરાજ હોંગકોંગ."
રાઘવ:-"બોસ, ત્રિષા ડિ.આર.ડિ.ઓમાં વૈજ્ઞાનિક છે. તો તેનો એ ડેટા મિટાવી દેવો જોઈએ અને તેને થોડી બેઝિક ટ્રેનિંગ પણ મળી જાય તો આગળ જતા કામ આવે."
બોસ:-"એ સાચું કહ્યું, હું એનો ઇંતજામ કરી દઈશ. તો હવે મીટીંગ ખતમ કરીએ. દસ દિવસ તમારા છે. દિલ્હી ફરો અને મોજ કરો."
આ સાથે છ મીટીંગ ખતમ થાય છે અને વારાફરતી બધા પોતપોતાની મંજિલ તયફ જવા નીકળે છે. વધે છે બસ ખાલી કમરો.
*****
બીજી તરફ મિલી પણ કોલકાતાથી સીધી બીજિંગ જતી ફ્લાઇટમાં બેસે છે. તેને રિસર્ચ માટે જવાનું તો હર્બિન હતું, પરંતુ તેને રિસર્ચમાં જોડાવાને હજુ પાંચ - છ દિવસની વાર હતી આથી તેણે વિચાર્યું કે એટલા સમયમાં પહેલા બીજિંગ જઈ થોડું ફરી આવે, પછી રિસર્ચમાંથી સમય મળે ન મળે.
મિલી બીજિંગ પહોંચી પહેલા તો સીધી હોટલ પર એક દિવસ આરામ કરવાનું નક્કી કર્યું. આમપણ ફ્લાઇટનો થાક અને જ્યારથી તેનું મન ચાઈના જવા માટે વિચલિત થયું હતું, ત્યારથી તેનો મૂડ ઓફ હતો. આથી તે એક દિવસ હોટલમાં આરામ કરી બીજે દિવસથી ફરવા જવાનું ગોઠવે છે.
******
તો શું બોસની યોજના સફળ થશે?મિલી નું મન સાચું હતું કે ખોટું? હવે આગળ શું થશે? જાણવા માટે વાંચતા રહો "અજાણ્યો શત્રુ "
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિન્દ.