Saanykaal - 2 in Gujarati Fiction Stories by Lichi Shah books and stories PDF | સાયંકાલ ભાગ - 2

Featured Books
Categories
Share

સાયંકાલ ભાગ - 2

હજી પણ યાદ છે... એ વરસાદી સાંજ અને સૂરજ અને એનો પરિવાર શહેર થી થોડે દૂર ગામડામાં માં રહેતો હતો. પિતાજી ની નોકરી જ એવી હતી કે હેડ ક્વાર્ટર માં જ રેવાય એમ હતું. પણ શાળા અભ્યાસ તો ગામડામાં પત્યો હવે કોલેજ માટે શહેરમાં જ આવ જા કરવી પડે એમ હતી. એટલે શહેર ની કોલેજ માં એડમિશન લઇ સૂરજ અપ ડાઉન કરવા લાગ્યો. ગામડાથી એનો એક ખાસ મિત્ર જીગર પણ એની જ સાથે એની જ કોલેજમાં હતો એટલે બંને સાથે જતાં અને આવતા.

પણ... પણ એ દિવસે સૂરજ કોલેજ જવા નીકળ્યો ત્યારે એને પણ ખબર નહોતી કે આજે એની સાથે શું ખાસ થવાનું છે. તબિયત સારી ન હોવાથી જીગર કોલેજ નહોતો જવાનો એટલે સૂરજ પોતે એકલો જ બસમાં બેસી ગયો.

વરસાદી સાંજ એ એ દિવસે વધુ ભયાવહ રૂપ ધારણ કર્યું હતું. ઠેર ઠેર ગોઠણ જેટલાં પાણી ભર્યા હતા. એ સમયમાં મોબાઈલ નું આગમન થઈ ગયું હતું પણ માતા પિતા કે ઘરના વડીલો પૂરતું સીમિત હતું. આજની જેમ નાના મોટા બધા વયસ્કો મોબાઇલ ધરાવતા નહોતા. એવામાં મર્યાદાશીલ પિતાના આજ્ઞાંકિત પુત્ર સુરજ પાસે તો મોબાઈલ કેમ હોય?

કોલેજ પુરી થતા સૂરજ એ બસ સ્ટેન્ડ સુધી પહોંચવા બીજો રસ્તો લેવો પડ્યો. બધે લગભગ રસ્તા ટ્રાફિક ને લીધે બ્લોક હતા. છેલ્લી બસ ચુકી નો જવાય એ ડર થી એણે ઝડપથી ચાલવા માંડ્યું. પરિસ્થિતિ વિકટ બનતી જતી હતી. કુદરત એક પછી એક પાણી રૂપી તો ક્યારેક વીજળી રૂપી આફ્ટર શોક દીધે જતી હતી. કંઈક વિચાર આવતા સુરજ થોભી ગયો. એક તો નવો રસ્તો ઉપરથી પાણી ભરાયેલા હોવાથી ક્યાંક મોટો ખાડો કે ગટર હોય તોય દેખાય નઈ એવી સ્થિતિ માં સૂરજ આવી ગયો. આસપાસ જોયું તો ચાર રસ્તા હતા અને એકલદોકલ ચાલક હતા. એ સિવાય કોઈ નહીં.

સૂરજ ને આ રસ્તો પકડ્યા નો પસ્તાવો થયો પણ હવે શું? એણે મનોમન ઈશ્વર ને પ્રાર્થના કરી. લગભગ બપોર વીતી હતી... રાત ને વાર હતી... સંધ્યા એટલે સાયંકાળ હતો. પણ વરસાદ ને લીધે બધે અંધારપટ હતો. દૂર ઊંચી ટેકરી પર સંધ્યા આરતી ને ઘંટ નો અવાજ આવતો હતો. બસ એ સિવાય બધું સુમસામ હતું. સૂરજ જે જગ્યા એ હતો ત્યાં વધુ સમય રેવાય એમ નહોતું એટલે એણે આગળ ચાલવા પગ ઉપાડ્યો. ચાર કદમ ચાલ્યો હશે ત્યાં કોઈએ એનો હાથ પકડી સાઈડ માં ખેંચ્યો.

પાછું વળી જોયું તો એક યુવતી હતી. પણ એ પલળેલી નહોતી. તો ક્યાંથી આવી? સૂરજ ને એક પછી એક સવાલ થયા જેને ગળા માં જ દબાવી માત્ર એટલું બોલ્યો,
"આ શું કરો છો? "

યુવતી : અરે આગળ મોટો ભુવો પડી ગયો છે. તમે એમાં પડી જાત.

સૂરજ : આભાર પણ તમે અહીંયા ક્યાંથી?

યુવતી : સામે કાચી ભીંત નું મારું ઘર છે. હું ને મારી માં ત્યાં રહીયે છીએ ને ચા ની દૂકાન ચલાવીયે છીએ. તમારે ક્યાં જવુ છે? જ્યાં જવુ હોય ત્યાં પણ અત્યારે તો બધું બન્ધ છે.

સૂરજ હિંમત કરીને બોલ્યો : મારે બસ સ્ટેન્ડ જવુ છે પણ ત્યાં જવુંય બેકાર છે કેમકે છેલ્લી બસ મારાં ગામ માટેની વઇ ગઈ હશે. છકડો કે બીજું વાહન હવે ત્યાં જશે નઈ તો...

યુવતી :આવો મારે ત્યાં

સૂરજ :તમારે ત્યાં... (થોડો ખચકાયો કેમકે એમ કોઈ અજાણ વ્યક્તિ ની સાથે ને એમાંય એક ભરયુવાન સ્ત્રીજાતિ સાથે કેમ જવાય... )

યુવતી સૂરજ ની અસમંજસ સમજી ગઈ એટલે હસીને બોલી : ચિંતા ના કરો અમારી દુકાને બેસજો મારી માડી સાથે બસ..

બીજો ઉપાય ના સૂઝતા સુરજે યુવતી પાછળ ચાલવા માંડ્યું.

દૂર ટેકરી પર સંધ્યાઆરતી નો છેલ્લો ઘંટ વાગ્યો...

યુવતી :આવો બેસો... એક બાંકડા તરફ ઈશારો કરી બોલી. સૂરજ બેઠો અને આસપાસ જોયું. બેઠી દડી ની સામાન્ય દુકાન હતી જેમાં ચા સાથે બીજો સામાન્ય નાસ્તો પણ ઉપલબ્ધ હતો. દુકાન ને અડોઅડ એક ઓરડી હતી. કદાચ યુવતીનું ઘર હશે.

અંદર એક સ્ત્રી કંઈક વાંચતી હતી. કદાચ યુવતી ની માં હશે. સૂરજ ધારી રહ્યો હતો. ત્યાં હાથ માં ચા સાથે યુવતી હાજર થઈ. નાનકડી બલ્બ લાઇટમાં સુરજે નીરખી ને જોયું... યુવતી રૂપાળી હતી, ભૂરી આંખો ઉજળો વાન, સપ્રમાણ દેહ્યષ્ટિ ની સાથે કમર સુધીનો કાળો ભમ્મર ચોટલો એને અપ્સરા જેવી બનાવી રહ્યા હતા.

સૂરજ : પેલા તો આભાર... હું સૂરજ... કે. એન. મેનેજમેન્ટ ગ્રુપ ઓફ કોલેજેસ માં BBA કરું છું.

યુવતી : હું સંધ્યા...

બંને ના આષ્ચર્ય વચ્ચે દૂર આકાશને બે ભાગમાં વહેંચતી વીજળી થઈ અને એકાએક અદ્રશ્ય થઈ ગઈ. વરસાદ ધોધમાર ને બદલે ટીપાઓમાં વહેંચાઈ ગયો અને ઝટકા ભેર અટકી ગયો. જાણે આટલુ જ સાંભળવા વરસ્યો હશે. પવન કોઈ અગમ્ય કારણોસર એટલા વેગ થી ફૂંકાયો કે માનવ રહિત પેલા ટેકરી પર ના મન્દિર નો ઘંટ અસામાન્ય રીતે વાગી ઉઠ્યો.

બન્ને એ પ્રશ્નસૂચક નજરે એકબીજા સામે જોયું. અંદરથી મહિલા નો અવાજ આવ્યો, સંધ્યા દુકાન બઁધ કરી દે ને મે 'માન ને અંદર બેસાડ.

સંધ્યા :હા માં...

અંદર આવી સુરજે ઓરડી નું ટેક્સચર જોયું. નાની છતાં સ્વચ્છ અને સુઘડ હતી. ખૂણા માં થોડા કલર્સ અને કેનવાસ પડ્યા હતા. સંધ્યા ને પેઇન્ટિંગ નો શોખ હોવો જોઈએ.

મહિલા એ વાત આગળ ચલાવી, "અમે વણઝારા છીએ ને શહેર ના સીમાડે આશરો લીધો છે. ચા નાસ્તો વેચી ગુજરાન ચલાવીએ છીએ. સંધ્યા ના બાપા નું મરણ એક એક્સીડેન્ટ માં થયેલું અને મેં એજ અકસ્માત માં કમર થી નીચેના ભાગની ચેતના ગુમાવી. ત્યારથી ગુજરાન મારી સંધ્યા ચલાવે છે. માત્ર નવ ચોપડી ભણી ને ઉઠી ગઈ. બાકી દિવસભર ચિત્રો દોરી સમય કાપે છે. "

સંધ્યા :તમે બાપુ ના કપડાં પેરી લ્યો. ને થોડું જમી લ્યો. વાતો તો થયા કરશે.

સૂરજ :ભલે...

સવાર સુધી વાતો ચાલી. સૂરજને અહીં અજાણ્યો સુખદ ભાસ થતો હતો. એને સંધ્યા નો સાથ ગમ્યો. મનોમન એણે ઈશ્વર નો આભાર માન્યો એક તો કાલની પરિસ્થિતિ માંથી ઉગારવા અને બીજો સંધ્યા જેવી સુંદર સુશીલ સન્નારી સાથે ભેટ કરાવવા બદલ.

સૂરજ :ચાલો હવે ભોર ની પેલી બસ પકડી ઘરે પહોંચું નહી તો ઘરે બધા ચિંતા કરતા હશે.

સંધ્યા :ભલે... એટલું જ બોલી શકી પણ આંખો થી એ કંઈક કેહવા માંગતી હતી.શું એ તો એનું મન જાણે. સૂરજ ને વળાવતી વખતે સંધ્યાની આંખો માં પારાવાર ભીનાશ દેખાતી હતી પણ બીજું તો શું એ કરી શકે.

સૂરજ એ વિદાય લીધી.

***** ******* ****** ******* ******* ***
મિત્રો, ઈશ્વર જયારે પોતાની લીલા પ્રસ્થાપિત કરે ત્યારે એક પછી એક અકળ ઘટનાઓ ઘટે છે. સૂરજ અને સંધ્યા અજાણતા જ ઈશ્વર ની કોઈ લીલા નો અંશ બનવા જઈ રહ્યા છે. જેના આપણે મૂક પ્રેક્ષક બનશું.

સંધ્યા અને સૂરજ નું મળવું શું પેલેથી નિશ્ચિત હતું?
અનાયાસે ઘંટ વાગવો એ ઈશ્વર નો કોઈ સંકેત હતો?
સંધ્યા અને સૂરજ હવે ફરી મળશે કે કેમ?