Ek Adadhi Raat No Samay - 3 in Gujarati Horror Stories by Deeps Gadhvi books and stories PDF | એક અડધી રાતનો સમય - 3

Featured Books
Categories
Share

એક અડધી રાતનો સમય - 3

અંદર ની વાત છોડો આ બારે શું ચાલતુ હતું એ જરા સમજાવશો,
અરે કંઇ નય હાલ જમવા જાય બેસી જા,
અરે સરકાર પ્લીઝ કો ને આમ એકલા એકલા કોની હારે વાત કરતા હતા,
અરે મે મન માં ને મન માં કાજલ ની આત્મા ને યાદ કરી અને એ આવી,
તી શું કિધું એણે,
એણે કિધું કે આ ઇન્વેસ્ટીગેશન રોકિ દો,
પણ કેમ,
મને શું ખબર,હું આજ સવાલ પુછવા જતો હતો ત્યાં એ આત્મા અદ્રશ્ય થય ગય,
લ્યો બોલો આતો એવું થયું કે જમવાનું તૈયાર હોય ને ભુખ મરી ગય હોય,
હા યાર,નક્કી આની પાછળ બોવ મોટું ષડયંત્ર લાગે છે,
હા ભાઇ નયતર આત્મા થોડી ના પાડે,એને મુક્તિ મડતી હોય તો એને આપણેને સપોર્ટ કરવો જોઇએ,પણ એ તો ઉલ્ટાની ના પાડે છે,સરકાર મને લાગે છે કે એને આમ રેવા માં બોવ મજા આવતી હોય ને એવું લાગે છે,
ના ના હવે શું તુય પણ યાર,
અરે હાસ્તો વડી લે,શરદી ના મૌસમમાં કોણ ઘાબળા વગર રય શકે,
મતલબ,
મતલબ કે એને મુક્તિ જોતી હોય તો એ આપણને કેમ રોકિ શકે,
ઓહહહ હા તો આમ બોલને,પણ કદાચ એવુ પણ બને કે આપણે આ કેસ હાથ માં લીધો અને જે લોકો એ કાજલ ને મારી હશે અથવા એને આત્મહત્યા કરવા મજબુર કરી હશે તો એ એના માઁ-બાપ ને નુકશાન પહોચાડી શકે એટલે એ ના પાડતી હશે,બાકિ તો આપણી ચિંતા તો આપણે પોતે નથી કરતા તો આત્મા શું કંકોડો કરવાની,
હા ભાઈ હવે મારી ફુલ ફાટે છે હો,
(મન માં તો મારી પણ ફાટતી હતી પણ કેવું કોને)અરે એમાં શું ફાટે,આપણે તો સારુ અને ભલું જ કરી છીને,
અરે પણ ગઢવી સરકાર મર્યા પછી આત્માઓ માં જીવ દયા જેવી લાગણીઓ ના હોય,એને સારા ભલા ની થોડી પડી હોય,
ના યાર ચાર્લી એ આત્મા સારી છે એ 100% ની વાત છે, કેમકે જો એને નુકસાન કરવું હોત તો એને બે વાર હું મડ્યો છું તો તને શું લાગે છે,જો એ નુકસાન કરવા વાળી હોત તો આજે હું તારી સામે થોડો હોત,એની માં ને સ્પેસિયલ વોર્ડ અથવા આઇ.સી.યુ માં ભર્તી નો હોત,
હા ગઢવી સરકાર તમારી વાત તો સાચી છે,એ જો આપણે આવી ગયા,રાવણ ને ફોન કરો,
એની માને ટાઇમ ખરો ઝડપી જાય છે હો,પણ આપણે આ રાવણ ને કેવી રીતે સમજાવશું,
હવે કંઈક તો કરવું જ પડશે ને આ કેસ માં ટાઇમ ખાસો જતો રહેશે,અને એના માટે પાછો તમારી પાસે ટાઇમ હોવો જરૂરી છે,
તારા એકલા થી નો થાય ચાર્લી....???
શું મગજ ની.....હોતા હશે કાય,આયા જીવતા માણસોના કેસ પકડવામાં ફાટે છે અને તમે આત્માઓ ની વાત કરો છો,ના ભાઇ ના હો સોરી....
અરે હું તારે જ્યારે જરુર પડે ત્યારે હનુમાનજીની જેમ પ્રગટ થય જાયશ....
અરે ના ભાઈ ના હવે,કોક દિ આવાં માં મોડું થય જાય તો મારી તો કબ્ર જ ખોડાઇ જાય ભાઈ,
શું યાર પોલીસ ની ડ્યુટી કરીને આટલો ડરે છે,
હા તો સંવિધાન માં જીવતા માણસોને ને ઇન્વેસ્ટીગેશન કરવા ના હોય,આત્મા ને નય,અને હું એના માઁ-બાપ,ફ્રેન્ડસ ને મડવા માં એમને કાજલ બારા માં પૂછવા અને આ કેસ ને સોલ્વ કરવાની ક્યાં ના પાડું છુ,પણ તમે તો ડાઇરેક્ટ આત્મા હારે મડી ને એની પાસે થી બધી માહિતી મેડવી ને કેસ સોલ્વ કરવા માંગો છો,જે આપણું કામ નય,
અરે ચાર્લી સૌથી બેસ્ટ અને સોર્ટકટ રસ્તો આ જ છે,કેસ સોવ્લ કરવાનો,
હા તો કરો,હું ક્યાં તમને રોકુ છું પણ એ સોર્ટકટ આપણી લાઇફ સોર્ટ ના કરી નાખે માટે કહું છું એક પછી એક વ્યક્તિ ને મડતા જાય અને કેસ ની જડ સુધી પહોંચી જાય,
ના ભાઇ ના મારે સ્ટોરી બોવ લાંબી ખેચવી નથી,જલ્દ થી જલ્દ ધી એન્ડ લાવવો છે,
એ ધી એન્ડ લાવવામાં આપણો ધી એન્ડ નો થય જાય એ જો જો પાછા,
લો બસ હવે વાત પુરી કર હું ઓલી ને ફોન કરુ છુ,
હા હેલો ક્યાં....
તું ક્યાં છે,
ઓફિસ ની બાજું ના રેસ્ટ્રો માં,
ઓફિસ ની બાજું માં ચાર છે,
આ તારા બાપાના નામ પર છે એ રેસ્ટ્રો માં...
એ વડી કયું....
અરે જમનાદાસ એન્ડ સન્સ માં....
તારો ડોહો એ મારા દાદા નું નામ છે....
એ જે હોય તે છે તો તારા ફેમીલી નું જ નામ ને...
હા હવે,લુખ્ખા આયવી ચાર પાંચ મીનીટ ખમ ને પછી જો,
જોજે પાછી કાર લય નો આવતી રેસ્ટ્રો બાજું માં છે,
હા હવે,
હાલી ને આવીશ તો બે રોટલી વધારે ખવાશે,
હા ચાલ ચાલ હવે,કરતી હોય ઇ કરને...
(હું ને ચાર્લી વાત કરતા હતા ત્યાં બે મીનીટ પાછો ફોન આવ્યો રાગિણી નો)
ઓયયયય જલ્દિ આવને અંયા છોકરો મને હેરાન કરે છે,
શું વાત છે,તને અને એય પાછા હેરાન,
પ્લીઝ દિપુ જલ્દિ આવને મને બોવ ડર લાગે છે...
હો સીટ.....હા ચલ આયવો....

ઓઓઓઓઓયયયયય બેન ના ભાયો,મા ના લાડલાઓ,,,,પાછળ જો તમારો વડિલ આવ્યો છે.....એક મીનીટ
હા બોલ શું છે તારે....
અરે આટલો પાવર....
હા તો હોય જ ને મારો બાપો સાસંદ માં છે....
અચ્છા તો કોઇક સારી એવી હિરોઇન જેવી છોકરી ના મડિ છેડવા માટે તી આ હાથી નું બચ્ચુ પકડ્યું....
અરે જે હોય તે બસ મજા આવે એટલે બોવ થય ગ્યુ,શું સમજ્યો....
અચ્છા મજા કરવી છે તારે એમ...હાલ તને મજા કરાઉ સાંદસ ની ઔલાદ,,,,,
(જણ ને એક હાથે ગળુ જાલી ને હવા માં રાખ્યો)
હવે બોલ કરવી છે મજા તારે,
છોડ મને નયતર બોવ ભારે પડશે તને,
હા તો છોડાવી લેને પણ,અને જો તુ છોડાવી લયશ તો આ હાથી નું બચ્ચુ તારુ જા....
ઓય દિપુડા શું મગજ ની ફાડશ યાર,આ છોડાવી લેસે તો હું ગય કામથી...
અરે એમ કેમ છોડાવી શકે આ સાંસદયાનુ ગલુડિયું,સિંહ નો પંજો છે,શિયાળ નો નહીં....
(જણે ખુબ મહેનત કરી છોડાવાની,પણ તમને તો ખબર છે કે સાવજ નો પંજો અને દિપક ગઢવી નો પંજો બેવ સરખા,કોઇ ની તાકાત નથી કે છોડાવી જાય)
એલા એય ઉભા શું છો મારો આને અને છોડાવો મને...
(એ ત્રણ જણા ને એક મારા પંજા માં હતો,એ લોકો લાતો અને ઢીકા મારતા હતા મને,પણ હનુમાનજી જેવા શરીર માં એવું લાગતુ હતુ કે જાણે જીણા જીણા મચ્છર કરડે છે,)
અરે સાસંદ પુત્ર હાર માની લે,કદાચ આ શરીર માં તુ તલવારો મારીશ ને તોય કટકા નય થાય....
ભાઇ પ્લીઝ મને છોડિ ભાઇ,હવે પછી આવું કોઇ દિવસ નહિં કરુ,પ્રોમીસ યાર બસ....
એમ નય બેટા એમ નય,સાંસદ તારો પાવરહાઉસ છે તો આ પંજો સિંહ ના કલેજાનો છે, પણ જો આજુબાજુ માં ક્યાંય બીજી વાર દેખાણો તો એટલું યાદ રાખજે કે સાંસદ જ નહિ પણ આખી પાર્લામેન્ટ પણ નહિં છોડાવી શકે મારા પંજા માથી તને ઓકે.....
ભાઇ હું હવે બીજી વાર આવુ કોઇ દિ નય કરુ ભાઇ પ્રોમીસ ભાઇ પ્લીઝ મને છોડિ દો નહિંતર ગરદન ભાંગી જાશે,
હા એક સર્ત પર છોડુ તને જો તુ સાંસદ ના સમ ખા તો....
હા ભાઇ સાંસદ ના સમ બસ ભાઇ....
ઓકે........સાંસદ પુત્ર આલે છોડિ દિધો બસ....
(અને ભાઇ હાથ માં થી જેવો મુક્યો તી તરત નીચે પડ્યો અને એની ગરદન લાલ ચોળ અને આકાશ તરફ એટલે કે ઉપર થય ગય હતી એટલે એને પંદર વીસ દિવસ નો પાટો આવસે એ 100%)
થેન્કસ યાર દિપુ તુ નો હોત તો શું થાત,
(જોરદાર મને બાથ માં લય લીધો,જાણે સુગ્રીવે વાલી ને લીધો હોય એમ)
તો એના નશીબ સારા કેવાય,નયતર તને ઘરે આવીને મુકિ જાત...
શું બોલ્યો લુચ્ચા,ઓહહહ યાર તારા ખંભા માં તો લોહી નીકળે છે,
અરે એ પેલા એ કંઇક માર્યુ,ખબર નય શું હોય,પેન જેવું હતુ કંઇક,
ઓહહહહ યાર આખી પેન ની રો મારી દિધી છે યાર,
હા તો એટલે જ હું બોલ્યો હતો કે મચ્છર કરડે એવું ફિલ થતું હતુ....
યાર સારુ થયું તુ જીમ માં જાસ એટલે બોડી આટલું મજબુત છે,
અરે ઓ કોણે કીધું હું જીમ મા જાઉ છુ એમ,આ મારી ઓરીજીનલ બોડી છે,મારી માઁ એ દેસી ઘી ખવડાવીને આટલો મજબુત બનાવ્યો છે....
જા ને હવે ફાકા નો માર....
હા તારા સમ યાર રાગુ....
તોય તે અંતે તે સાબીત કર્યુ ખરી કે તુ,મેરી બીવી કા જવાબ નહિ નો અક્ષય છો....
લ્યો બોલો....હવે આમાં મારો ભાઇ ક્યાથી આવ્યો...ખેર જલ્દિ હાલ ત્યાં કોઇક તારી રાહ જોવે છે,
કોણ છે....
અરે.....હાલ તો ખરી પણ....
ઓહહહહહ ચાર્લી તુ....
હા રાગિણી કેમ છે,,,
એક દમ મોજ માં,,,,આ નમુના ભેગો ક્યારે આવ્યો...
કાઇ નય એ કેટલાય વર્ષોથી ભેગો નથી થયા એટલે ભાઇ ને અચાનક મારી યાદ આવી....
તો તો નક્કી કાઇક લાલચ હોય,નયતર આ લાલો લાભ વગર કોઇને બોલાવે પણ નહિં...
ઓ હેલો હેલો....એક મીનીટ,તારી પેલા ચાર્લી અને હું ભેગા હતા ઓકે કોલેજ માં,તુ પછી આયવી...
હા તો...
હા તો તું એવું ના કંઇ શક કે લાલચ હોય તો જ હું બધાને મળુ એમ...
ઓહહહહ બાબુ તો નારાજ થય ગયુ....
ઓયયયય ગઢવી સાહેબ આ લોય લુહાણ ક્યાં થયને આવ્યાં,વાઘણે બટકું ભર્યુ કે શું....
હા એવું જ માની લે ને ભાઇ...
ના હોય રીયલ માં બટકું ભર્યુ રાગિણી તે...
ના હવે રસ્તામાં જગડો થ્યો તો,
એની માને તમે તો રસ્તામાંય બાજી પડ્યા...
અરે મારી હારે નય હવે....કોક લુખ્ખા હતા જે મારી છેડતી કરતા હતા...આયે એને માર્યાં....
કોણ હતા એની માને....
ઓહહહહહહ એલા એય મુકો ને યાર....આમને આમ ત્રણ વાગી જાશે,ઓર્ડર આપો જમવાનો...
હા તો જેનો ખીચ્ચો ગરમ હોય એ આપે ઓર્ડર....
જો યાર આના આવા જ નાટક હોય...એટલે હું ના પાડતો હતો આને આયા બોલાવાની,હવે આ આપણે બેવ ને ચગાવશે....
અરેરરરરરે ચીલ કર હું આપુ યાર બસ,
(એની માને જમવાનો ઓર્ડર એવો કર્યો જાણે આખી નાત જમવાની હોય)
રાગિણી આટલું કોણ ખાવાનુ છે,
લે આપણે...
આપણે કે તું એકલી...
હોતા હશે કાય,હું એકલી આટલું થોડી ખાવ...
અચ્છા રાગિણી,ચાર્લી તને એક વાત કેસે એને તું ધ્યાન થી સાંભળ અને પછી તારો નિર્ણય આપ...
ઓકેય...તો તું લગન કરવા નથી માંગતો એમ ને...
અરે યાર જો ચાર્લી હું કેતો હતો ને આ ડોઢ ડાયને નો બોલાવ,એ સાંભળ્યાં વગર જ બધું બોલી કાઢશે...
ઓકે સોરી સોરી....બોલ ચાર્લી બેટા...
બેટા....એની માને....
(ચાર્લી એ રાગિણી ને કાજલ વાળી બધી વાત કરી)
તમે બેવ જણા પાગલ થય ગયા છો...
ઓ હેલો..... હું નય આ ગઢવી સાહેબ એક જ...
હા હવે પણ એક પાગલ બીજાને પાગલ કરી જ નાખે, ચિંતા નય કર...
ના રાગિણી ચાર્લી એ જે કીધું એ 100% સાચું છે,અને એની સાચી ખબર તને આ કેસ સોલ્વ થય જાયને પછી પડશે,
શું કંકોડો,એ ડાયન જીવતા રાખે તમને તો તું મને કેવા રે ને...એની વે....હા તો હું આમાં શું મદદ કરું,
તારે કાંઇ નથી કરવાનું બસ,તારે ખાલી મારા વગર ઓફિસમાં રહેવાનું છે,
મતલબ,
મતલબ કે અમને આઇ થીંક ચાર પાંચ દિવસ લાગશે આ કેસ સોલ્વ કરવામાં,તો તું ઓફિસ અને મારી ડેક્સ નું કામ નિરવને આપી દેજે,અને એક મહત્વની ની વિનંતી કે મારો પગાર નો કાપતી પ્લીઝ,
હા તો જે ઓફિસ કામ પર નો આવે એનો પગાર તો કપાય જ ને,ભલે ને તું મારો પતિ ર્યો,
લો બોલો...આ પણ ગજબ છે,અરે તેરા ભલા હોગા બાલીકે યદિ તુમ મેરી તનખ્વા નહિ કાટોગે તો...
પણ દિપુ મને બોવ ડર લાગે છે,
(ડર તો મને પણ લાગે છે,શું કરુ ભીષ્મ પ્રતિજ્ઞા લીધા પછી પાછી નો લેવાય)
તું શું મારી સામે જોઇને વિચારે છે,
કંઇ નહિં આજે તું કેટલી સુંદર દેખાય છે,
એતો હું રોજ દેખાઉ છું,તને આજ ખબર પડી...
રાગિણી તું ડર્યા વગર મને હિંમત આપ,અને એ હિંમત એ સાંભળીને મડશે કે તું મારો પગાર નહિ કાપે...
અરે હા હવે નય કાપુ,આખી ઓફિસ તારી છે,એમાં પગાર શું મોટી વાત છે,
ના હો,આપણે કાંઈ નથી જોતું,તું એક જોડી કપડા માં આવીશ એ મને ગમશે,પણ આ સંપત્તિ ની લાલચ મને નથી યાર,
અરે એવું નથી,તું વારસદાર છો આ કંપની નો,
ના હું નય માત્ર તુ એટલે તુ જ,હુ નોકરી કરવામાં ખુશ છુ,
સારુ તો તમારા બંને નું પ્રેમ નુ ચેપટર ક્લોશ થયું હોય તો કોક મારુ પણ સાંભળી લો યાર...
અરે હા હા બોલ બોલ ચાર્લી...
તો એક પ્લાન છે,
હા તો બોલી કાઢ,
જે જુના ઇન્સપેક્ટરે જેટલાની મુલાકાત લીધી હતી,એ બધાની મુલાકાત આપણે લેશુ,એના દોસ્તો,એના ઓફિસ સ્ટાફ બધાની બરાબર પુછપરછ કરશું,
આ પ્લાન હતો,
હાસ્તો વડી લે...
એ ડોબા એ તો પેલા જ કરવાનું હોય,પણ આનાથી કાઇ ફાયદો થયો જ નથી,
મતલબ...
શું મતલબ,અરે જો એ લોકો કાજલ ના ગાયબ થવાનું કારણ નો શોધી શક્યા હોત તો આપણે શું કંડોડા માથી શોધશું,
તો મતલબ તમે એક જ જીદ લયને બેઠા છો,ડાયરેકટ આત્મા સાથે વાત કરવાનો એમને...
હા યાર,અને એ ફક્કત મને જ દેખાય છે,હું જ એને સાભરી શકું છું,
તો તમે આત્મા ને મડવાના એ ફાઇનલ ને...
100%....ફાઇનલ....
રાગિણી જી તમે કાઇ બોલશો નહીં,આ માણસ ને....
યાર હું શું બોલું,એને શોખ છે,મારી બનાવાલી દુનિયા ને ઉજાળવાની...
રાગુ એવુ નથી યાર,મને કાઇ નહીં થાય,તુ નકામી ચિંતા કરે છે,
ના હું નકામી નહીં સાચી ચિંતા કરુ છું,તને મારી કે મારા પ્રેમ ની જરાય જરૂર નથી,એટલા માટે તું આ બધું માથે લયને કરવાં માંગે છે,
ઓહફો....આની પેલા હું આ બધું કરી ચુક્યો છું,અને મારો વાળ પણ વાંકો નથી થયો,
જો પાંચેય આંગળીઓ,બધા દિવસો અને બધી આત્માઓ સરખી નો હોય યાર,
રાગિણી તું મારી લાગણીઓ ને તોડ માં પ્લીઝ,મને મારુ ધાર્યુ કરવા દે,
હા તો કર મને શું,પણ એક વાતની ગાંઠ બાધી લેજે,જો તને કાંઇ પણ થયું ને તો હું જીવીશ નહિ,
અરે ગાંડા જેવી વાત ના કર રાગિણી,મને કાંઇ નથી થવાનું,
હનુમાનજી પર પુરે પુરો ભરોશો છે,એ વાળ પણ વાંકો નહિં થવા દે,
હા સારુ,પણ બોવ ધ્યાન રાખજે તારુ,અને ઓ ચાર્લીના આને કાંઇ પણ થયું ને તો હોસ્પીટલમાં કોઇ ડોકટર તને સંભાળસે નહિં એટલું યાદ રાખ જે,
હા મારી માઁ હા,કાઇ નહીં થાય અને થવા પણ નહીં દઉ, પ્રોમીસ બસ,
ઓકે ગુડ ચલો કોઇ મને ઓફિસ ડ્રોપ કરી જશે કે હાલતી જાઉ,
અરે હા,ચલ આમેય અમારે એ જ રસ્તે જ જઉ છે,
હા તો મુકતો જા,નહિં તો પાછા મને છેડવા છોકરા ઓની લાઇન લાગશે,
હા કા,તું પાછી મીસ,વર્લ્ડ રઇને કા...
હા હા હવે હાલ હાલતો હોય તો....
ચાલો હું બીલ ભરતો આઉ...
ઓકે આઇ જલ્દિ થી...
(ચાલો રાગિણી માની ગઇ,અને ચાર્લી ને પરમીશન પણ મડિ ગય કેસ પર કામ કરવાની,બસ હવે રાત પડે અને હું કાજલ ને મડી લઉ એટલે પત્યું,પણ સાલુ એક વાત સમજાતી નથી કે કાજલે મને ના કેમ પાડિ,શું કારણ હોય શકે,શું એને મુક્તિ નહિં જોઇતી હોય,શું એને એના મા-બાપ ને ન્યાય નહિં અપાવો હોય,શું એણે આત્મહત્યા કરી હશે કે એનું મર્ડર થયું હશે,આ બધા સવાલોના જવાબો તો કાજલ જ આપશે પણ શું કાજલ મને મડશે ખરા...???)