હવે આગળ...
# આજે હતી 10/ 9/ 2099 #
રાતના 4 વાગ્યાનો જાગીને માહી ખુદ બધા લેટરો વાંચતો હતો.આજે છેલ્લો દિવસ હતો.માહીના ચહેરા પર પણ ગજબનું તેજ હતું.સપનાઓ સાકાર થવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને માહીના દિલમાં લવર વિલેજની સૃષ્ટિ વણાઈ રહી હતી.બસ આજનો દિવસજ....કાલે તો તે પોતાની અલગ નગરીનો રાજા હશે.પહેલા દિવસે ૧૨ વાગ્યા સુધીમાંજ માહીને કુલ મળીને 99 લાખ જેટલી માતબર રકમ નવી નગરી વસાવવામાં દાન ભેટ રૂપે online મણીઓર્ડર દ્વારા મળી હતી.જેનાથી માહીએ પોતાની ઓફિસ, સુંદર બાગ અને નગરી ફરતે વંડો ઊંચો બનાવી દીધો હતો.માહીના દિલની ખુશી જો થર્મોમીટરથી મપાતી હોત તો તેનો પારો કાંટા તોડીને બહાર જતો રહે એટલી ખુશી હતી.
આખી દુનિયા માહીમય થઈ ગઈ હતી.તો માહી પોતાના સપના સમી લેટર નગરીમય થઈ ગયો હતો.સવારનો સૂરજ ,બપોરનો સૂરજ અને સંધ્યાનો સૂરજ તેને સરખોજ લાગતો હતો. તે પોતાની અરમાનોથી સજાવેલી દુનિયામાં ખુશ હતો.બસ પોતાના અરમાનોનીકેડી પર તેને એક રાહ બનાવી જીવનભર તે મંઝિલ લગી ચાલવું હતું.સપનાઓને સાચા અર્થમાં જીવવા હતા.દુનિયાની નજરોમાં છવાઈ જવું હતું.કોઈ ખાદ્ય કે વપરાશી ચીજોના ઉદ્યોગપતિ નહીં પણ, પ્રેમના ઉદ્યોગપતિ બની પ્રેમને ભરપૂર લૂંટાવવો હતો.બેવફાઈની રાહ પર ચગદાઈ ગયેલા ફૂલોને ફરી વફાથી ખીલવવા હતા.પ્રેમીઓની નયનોની ભાષાને મઢીને જગત આખાને દેખાડવી હતી.મૂરઝાઈ ગયેલા સ્મિતોને ફરી ખડખડાટ હસાવવા હતા.કોઈની આંખોમાં અશ્રુનો વરસાદ વરસાવવો હતો તો, કોઈની આંખોમાં કોઈનો ઈંતઝાર મિતાવવો હતો.જીવન-મરણના આપેલા વાયદાઓ બીજાઓને નિભાવતા શીખવાડવવું હતું...
કંઈ કેટલાય સપનાઓ-અરમાનોને સાકાર કરવાનો દિવસ એટલે 11/09/2099નો દિવસ.તે રમાનોને સાકાર કરવાનો પ્રથમ દિવસ હતો.બાકી અન્ય દિવસોમાં તો તે પોતાને પણ, વ્હાલ ભરીને જીવતો હતો.
માહીને પણ દિલ હતું.જે કોના માટે ધડકે છે તેતો તે નહોતો જાણતો પણ,ધડકે છે ખરું...એનાથી તે અજાણ નહોતો.
દુનિયાના લોકો લવ નગરીના સપના જોતા હતા તો, માહી વળી પોતાના બે પાર્ટનરના સપના જોતો હતો.તે એટલું જાણતો હતો કે પોતાના પાર્ટનરની પસંદગી તેનેજ કરવાની હતી.પણ, શું તેમાં તે થાપ તો નહીં ખાય ને ?.. ગમે તે પણ અત્યારે તો તે સપનામાંજ જીવતો હતો..
માહીએ 10/.09/2099ની રાત્રે ઓનલાઇન રીતે ચેનલ (ટીવી) કંપનીઓ સાથે ત્રણ દિવસનો કરાર કરી દીધો.કુલ નવ ચેનલોનેજ તેને કરારમાં સામેલ કરી.આમ ,કરાર સાથે જોડાવા માટે ઢગલાબંધ ચેનલો તૈયાર થઈ હતી પણ, હરાજી અને કિંમતના આધારે કુલ 9 ચેનલો સિલેક્ટ કરી હતી.જેમાં " Z BHARAT, SONY BHARAT ,HINDU BHARAT , SANATAN ARYA BHARAT , 99 LOVE, SINDHU BHARAT , EK DESH BHARAT , 9 FRIEND,X9X B4U...એમ જાણીતી નવ ચેનલ સિલેક્ટ થઇ હતી.પોતાનો ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ જે યોજવાનો હતો તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવા માટે આ ચેનલ સાથે માહીએ કરાર કર્યા હતા.જેમાં દરેક ચેનલએ ત્રણ દિવસ માટે નવ નવ કરોડ આપવાના હતા.માહીને પ્રથમ ત્રણ દિવસમાંજ નવ કરોડ લેખે 81 કરોડની આવક થવાની હતી.જેમાંથી દરેક ચેનલએ એડવાન્સ પેટે સાત સાત કરોડ આપી દીધા હોવાથી 63 કરોડની માતબર રકમ તો માહી પાસે હતીજ.....
10/09/2099 ના દિવસે તમામ ચેનલો પર અંજાન માહીની જેટલી વિગતો મળી હતી તેટલી દર્શાવવામાં આવ્યે જતી હતી.માહી પહેલા કોઈને નહોતો મળવાનો.પણ, પ્રેમીઓ માટે online દેખાવાનો હતો.
દરેક પર એકજ ચર્ચા ચાલતી હતી...કોણ છે માહી ? ક્યાંનો છે માહી ? શું છે લેટર ટુ લવર વિલેજ ?..કેટલો પ્રતિસાદ મળ્યો છે ?..ક્યારે ચાલુ થશે લવ નગરી ? કેટલી ચેનલ ઉપર લાઈવ દેખાડાશે લવ નગરીનો પ્રવેશ ?
બ્રેકિંગ ન્યુઝમાં ટોપ ટેન સ્ટોરીમાં પણ,માહીજ છવાયેલો હતો.માહીના અરમાનો,પ્રમાણ, લવ નગરીની રચનાના કાલ્પનિક દૃશ્યો, ચિત્રો, માહીનું સરનામું , e mail ,માહીનો પ્રાપ્ય ડેટા, માહીની શકલના કાલ્પનિક ચિત્રો, પ્રખ્યાત જ્યોતિષીઓને ભવિષ્ય ભાખનારાના વાક્યો-વિચારો , સેલિબ્રિટીઓના વિચારો, નેતાઓની બે વાતો,કેટલા ફોર્મ ભરાયા તેના અંદાજો,વિવિધ પ્રકારના સર્વેના આંકડા,માહીના પાર્ટનર બનવા ઇચ્છુક ઉમેદવારોની વાતો,નગરીમાં ફોર્મ ભરનારની વાતો, ના ભરી શકનારની વાતો , વિદેશીઓના મંતવ્યો, ધર્મગુરુઓ ને લેખકોના મંતવ્યો , ઢગલાબંધ મસાલોથી ચેનલ ભરચક લાગતી હતી.તો પબ્લિક પણ કઈ ચેનલ કેટલું સત્ય ને વધુ માહિતી આપે છે તે જાણવા ચેનલ બદલે જતી હતી.
@ THE BEST DAY = 11/09/2099 @
બરાબર મધ્યરાત્રિના 12:59:59 કલાકના સમયે માહી મીડિયા સામે લાઈવ થવાનો હતો.ચેનલોના ડાબા કે જમણા ખૂણે બાકી રહેતા સમયનો આંકડો દેખાતો હતો.11:59:59 કલાકે કરાર થયેલી ચેનલો પર નવી માહિતી આવી.ચેનલ પર અમુક જગ્યાએ માહી આવી જવાના ઈમેલ આવી ગયા.અન્ય ચેનલો પર હજુએ એજ જૂની વાતો વહેતી જતી હોવાથી લોકો નવ કરાર થયેલી ચેનલો જોવા લાગી ગયા.
એક મોટો ગેટ દેખાડવામાં આવ્યો.નીચે લાઈનમાં લખ્યું હતું.લવ નગરીનો દ્વાર... જુદી-જુદી ચેનલોએ માહીની નગરીને પોતાના સિમ્બોલ પણ આપી દીધા હતા.મોટાભાગની ચેનલ 9ના આંકની સિમ્બોલ બતાવતી હતી.
" Z BHARAT પર. Maહીz🈴
"SONY BHARAT પર $●ny&m@#!
"HINDU BHARAT પર 🕉️⭐Ⓜ️Ah!D!L,
"SANATAN ARYA BHARAT પર
🔐💘♏a#!i🔓
"99 LOVE પર 9️⃣9️⃣💟♍🇮🇳🌍👨❤️👨🗝️
"SINDHU BHARAT પર
Ⓜ️A#!$!N💗🆓9️⃣
"EK DESH BHARAT પર 🇮🇳〽️🚹🚺🆒
"9 FRIEND પર 9️⃣🚹🚺♏@હી
"X9X B4U પર ♏💞×♀×🎂મા#!
આમ, માહીને પોતાના 9 symbol મળી ગયા હતા.માહીને કંઈ મહેનત નહીં કરવી પડે તેવું લાગતું હતું.
ગેટ દિલ આકારમાં દોરેલો હતો.લેટર ટુ લવર... દિલ પર લેટર 2 લવર ..દિલના અંદરના ભાગમાં ઉપરના ભાગને અડીને સરસ નાનું ઘર દોરેલું હતું.દિલની જમણી બાજુ વેલકમ અને ડાબી બાજુ ફ્રેન્ડસ લખેલું હતું.વરંડો આછા બ્લુ અને આછા પીળા રંગથી રંગવામાં આવ્યો હતોદિલને રોમા અને પિંક કલરથી રંગવામાં આવ્યું હતું.જ્યારે "લેટર 2 લવર "લાલ અક્ષરથી સોનાના તાર વડે બનાવવામાં અને લખવામાં આવ્યું હતું.ઠેર ઠેર દીવાલો પર ટૂંકા શેર લખવામાં આવ્યા હતા.જેમાં એક શેર દરવાજાની મધ્યમમાં થઈને દિલ વચ્ચે થઈને નીકળતો હતો.જેમાં લખ્યું હતુ..."આવો , જીવો અને માણો તમારી અણમોલ જીંદગી...,માહીની અલૌકિક નગરીમાં કરો સાંઈની બંદગી.."
સાઇડ પરની બંને દીવાલો પર ચાર-ચાર શેર લખેલા હતા.જેમાં ડાબી બાજુ ક્રમશઃ જોઈએ તો
1. કાશ તુ ભી મેરી આવાઝ કહીં સૂનતા હો,
ફિર પુકારા હૈ તુઝે, દિલકી સદાને મેરે...
2.મિત્રો કલર ની જેમ છે ,,જે આપણી જિંદગીને રંગે છે.
હું કદાચ તમારો પ્રિય કલર ના હોઉં પણ, એવી આશા છે કે જિંદગીનું ચિત્ર દોરવામાં ક્યાંક મારી જરૂર પડે.
3.આજ હમ મોતકી દુઆ કર કે રોયે હૈ
દોબારા આજ ખુદાસે ગીલા કર કે રોયે હૈ
કયૂ ના લીખ શકા તું ઉસકો તકદીરમેં મેરી
યે એક ખ્યાલ સોચ કે ફીર હમ રોયે હૈ
4.પ્યાર કભી પુરાના નહિ હોતા,જીંદગીકા હર પલ સુહાના નહિ હોતા.
જુદા હોના તો કિસ્મતકી બાત હૈ,તેરી જુદાઈકા મતલબ ભુલાના નહિ હોતા.
જ્યારે જમણી બાજુની દીવાલ પર પણ એટલાજ લાગણીસભર શેર લખેલા હતા
1. કુછ પલ મુલાકાત કે દિલ કો છુ જાતે હૈ,કુછ અહેસાસ દિલમેં ઉતર જાતે હૈ
બેજાન મહેફિલમેં ભી ફૂલ ખીલ જાતે હૈ,જબ જિંદગીમેં આપ જૈસે મિલ જાતે હૈ.
2. તકદીરસે તબ હમે હીસ્સા મિલતા હૈ
પ્યારભરા જબ કોઈ રિશ્તા મિલતા હૈ
રોશન હો જાયેગી કલપનાકી લવ નગરી
જબ ઉસમેં આપ જૈસા ફરીસ્તા મિલતા હૈ
3. મેરી તનહાઈઓમેં શરીક હો જાઓ
આજ તુમ મેરા નસીબ હો જાઓ
ના રહે આરજુ કિસી ઓરકી
જીતના હો મુમકિન,જલ્દ મેરી નગરીમેં આ જાઓ
4. ઉસકી નજરકો ફુરસદ ના મિલી હોગી,
વર્ના મેરા મર્જ ઇતના લા-ઈલાજ ના થા
હમને તો વહૉ ભી મોહબ્બત હી કી
જહાં મોહબ્બતકા રિવાજ ના થા.
હજુ દ્વાર બંધ હતા.ટીવી પર દ્વાર ખોલવાનો સમય 12:59:59 સેકન્ડનો બતાવવામાં આવતો હતો.અને લખેલું હતું કે દ્વાર માહીજ ખોલવાનો છે.કોઈ વળી ગુસ્સે થઈને કહેતું હતું કે આ શું બધા તાયફા...! આટલું બધું તે કોઈને-આખી દુનિયાને પોતાનું થોબડું દેખાડવા લલચાવાય.?..ગમે તે પણ લોકો લવ નગરી કરતા તો , માહીને જોવા મશગુલ હતા.ચેનલવાળા એક બાજુ ઇન્ટરનેટ સાથે પણ કનેક્ટ થઈને બેઠા હતા કેમ કે , માહી કોઈ ઈમેલ મોકલે તો સૌપ્રથમ પોતે દેખાડે અને લવ નગરીના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દે.બન્યું પણ એવું 12:29:29 કલાકે માહીનો ઈ-મેલ આવ્યો ...જેમાં શાયરી અંદાજમાં લખ્યું હતું...
તુમ બૈઠે હો મુજે દેખને
મૈં ખડા હું તુમ સબકો દેખને
રહો અબ હોશો હવાસમેં
કહી પાગલ ના હો જાઓ મુજકો દેખને
ટીવી સામે બેઠા લોકો માહી નહીં તો કંઈ નહીં પણ, માહીના શેરને દૂરથી હાથ લંબાવી લંબાવીને ચુંબનો કરી રહ્યા હતા.
કદાચ માઇકલ જેકસન જીવતો હોત તો તે પણ માહીને જોવા તરસતો હોત.લોકોના મનમાંથી અચાનક પોતાના હીરો-હીરોઇન ગુમ થઈ ગયા હતા.બસ માહીજ છવાયેલો હતો.
( માફ કરશો સમયના અભાવે વધુ નથી મૂકી શક્યો..?
આભાર સાથે આપના પ્રતિભાવની રાહ જોતો માહીમય આશુમન સાંઈ યોગી રાવળદેવ...)8469910389