Dill Prem no dariyo che - 29 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 29

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 29

"કેમ નહીં, મારી ફેન્ડની સંગાઈ હોય ને હું તેની ખુશીમાં સામેલ ના થાવ તેવું બની શકે. વિથ ફેમિલી આવીશું. " આજે ચાંદની થોડી જાખી લાગતી હતી. દિલના સંબંધો થોડાક સમયમાં અલગ થવાના હતા ને મન આ વાત માનવા તૈયાર ના હતું.

"તું ખુશ છે......!! "

"આવું કેમ પુછે છે...?? "

"ના, એમ જ તને એમ નથી લાગતું કે આ બધું થોડું ખોટું થઈ રહયું હોય તેવું."

"કેવી રીતે...."

"દિલ બીજાને આપી કોઈ બીજા સાથે સંબધ નિભાવવો. મહેર, જિંદગી કેટલી અજીબ છે ને જે વિચારયે તેનાથી કંઈ અલગ જ બંને આપણી સાથે."

"ચાંદને જો છો તું, આજે તેની ચાંદનીમાં ચમક બિલકુલ નથી દેખાતી કેમ ખબર છે.....કેમકે, આજે પુનમ નથી. પરી બધા દિવસ એક જેવા નથી હોતા. આજનો દિવસ ખરાબ છે તો કાલે સારો પણ હશે. બધું બધાને નથી મળતું. જે મળે તેમાં જિંદગી ખુશ રહેવી જોઈએ. આપણે એકબીજાથી દૂર કયારે નહીં થાયે કેમકે આપણો રસ્તો એક છે."

"આપણો રસ્તો આ કોમ્પિટિશન સુધી જ છે. તેમાં જો હું જીતી તો નહીંતર ફરી તે દુનિયા ને ફરીતે જ જિંદગી. મહેર, આ કોમ્પિટિશન હું જીતી શકી ને..??" પરીના શબ્દો ખામોશ થઈ ગયા. જે દુનિયાથી તેને દુર રહેવું છે તે દુનિયા ફરી તેની જિંદગીમાં આવી જશે.

આ કેવી રીત છે જિંદગીની જયાં કંઈક કરવા માટે સપનું જોવું પડે ને તેને પુરુ કરવા માટે કેટલી બધી મુશકેલીઓથી લડવું પડે. હારવા છતા પણ જીતવું પડે ને કયારેક જીતવા છતાં હારવું પડે. પરીનું આ સપનું પણ જુનુન સાથે ઘણા રસ્તા ઓળગી રહયું હતું. ખરેખર આ બધું કેટલું મુશ્કેલ હોય છે. પોતાની મરજીથી જીવવા માટે પહેલા કંઈક કરવાનું જુનુન રાખવું ને તે જુનુનને વળગી રહેવા પોતાના જ લોકે સાથે લડવાનું. હકિકતની દુનિયાથી દૂર એક નવી જ દુનિયામાં કદમ રાખવાનો. જયારે બધુ જ સમજાય જાય ત્યારે ફરી તે જ રસ્તા પર આવી ઊભું રહેવાનું. ત્યારે ખબર પડે કે જિંદગી કેટલી બદલાઈ ગઈ છે. એક અલગ દુનિયામાં જવાનો આનદ તો હોય છે પણ જે છુટી ગયું તેનું છું.....

"પરી, કયાં ખોવાઈ ગઈ...શું નિદર આવી ગઈ કે... "મહેરના અવાજથી પરી વિચારોમાંથી બહાર આવી.

"ના.. તો... "

"આટલું બધું વિચાર નહીં ચલ સુઈ જા કિસ્મતમાં સારુ લખ્યું હશે તો સારું જ થશે. આમેય તારી કિસ્મતતો જોરદાર છે."

"હા એ તો છે... જેમ દરીયામાં પાણી ઓછું ના થાય તેમ મારી જિંદગીમાં પ્રેમ ઓછો ના થાય. એટલે તો દિલ પ્રેમનો દરિયો છે."

"વાહ, તારે સિંગરની જગ્યાએ શાયર બનવું જોઈએ."

"સમય એ બનાવે તો એ પણ બની જાય" ખામોશી ખોવાઈ ગઈ ને બંને મજાકમાં ચડી ગયા. રાત ફરી વાતોમાં ભાગતી હતી ને બંને દિલની લાગણીને વહેચતા હતા.

સવાર થતા ફરી તે સંગાઈની તૈયારી શરૂ થઈ ગઈ હતી. પણ પરીને તેમાં કોઈ ઈન્ટરેસ્ટ ના હતો. તે બધાને જવા કહી તે તેની પ્રેકટિસ કરવા માટે મહેરના સ્ટુડિયો પર ગ્ઈ. મહેર ત્યાં જ બેઠો હતો. થોડીવાર તેને પ્રેકટિસ કરી ફરી મહેરને કહે "ચલ, બહાર ફરવા જ્ઈ્એ" મહેરનો હાથ પકડી પરી તેને બહાર લઇ ગઇ. હાઈ સ્પીડ પર ભાગતી ને મુંબઈના રસ્તાને ઓળગતી મહેરની ગાડી સીધા જ તે દરિયા કિનારે આવી ઊભી રહી.

"મહેર, આ છેલ્લી વખત આજે આપણે બન્ને અહીં આવ્યાં પછી તું ને હું આમ આવી રીતે નહીં મળી શકે. એટલે કોઈ બીજાની વાતો નહીં, ખાલી તું હું અને આ ઉછળતો દરીયો.." પરીએ મહેરના હાથમાંથી તેનો ફોન લીધોને ગાડીમાં મુકી દીધો ને સાથે તેનો પણ મુક્યો. ગાડી પાર્ક કરી બંને હાથમાં હાથ લ્ઇ દરિયાની થોડા નજીક ગયા. ધુપમાં ઝળહળતો આ સૂર્યની ગરમી દરીયાના ઠંડા પાણીને આગની જેમ બાળી રહી હતી. ઉછળતો ને કુદતા આ દરીયાની લહેરો જેમ બંનેની નજીક આવતી હતી તેમ બંને તેમા ભાગતા હતા. દરિયાની સાથે કેટલીવાર સુધી આમ જ બંને કબડી રમતા રહ્યાં.

"પરી,આ દરિયો છે તે ઉછળતાં લહેરોની સાથે મજા માણે છે પણ થાકશે નહીં..."

"તું થાકી ગયો.....!!"

"હા......ના..... "મહેર કોઈ જવાબ આપે તે પહેલા જ પરીએ તેને હક કરી લીધો. દિલથી દિલ ટકરાયું ને જુબાન ખામોશ થઈ ગઈ. થોડીવાર માટે બધું જ ભુલાઈ ગયું ને બે દિલ દરિયાની વચ્ચે જ એકબીજાની હૈયામાં ડુબી ગયા. અહેસાસ ફરી ધબકી ઉઠ્યો. કોઈ કંઈ ના બોલ્યું ને ધબકતું દિલ જોરજોરથી ધબકવા લાગ્યું. વાતાવરણ ધૂંધળું થઈ રહયું હતું. આસપાસની દુનિયા બધું જ થોડીવાર માટે વિચરાઈ ગયું ને પરીએ કંઈ પણ વિચારયા વગર જ ધીમેકથી મહેરના હોઠ પર પોતાના ગુલાબી હોઠોને મુકી દીધા. મહેરે પણ તેનો સાથ આપતા ચાર હોઠોનું અજીબ આકર્ષણ રેલાઈ ગયું. લોક લાજ શરમ બધું જ ખતમ થયું ને બંને એકબીજાના અહેસાસ ભરી લાગણીની સાથે એકબીજાના હોઠથી શ્વાસ લ્ઈ રહ્યા હતા. શરીરમાં ઉઠેલી કંપારી એકબીજાને વધું નજીક લઇ જ્ઈ રહી હતી. અહીં શું થઈ રહયું છે ને તે શું કરી રહ્યાં છે તે બધું જ દરીયાની લહેરો સાથે ફંગોળા મારી બહાર ફેંકાઈ રહયું હતું. ચાર હોઠોનું જોર આ ઉછળતાં દરીયાની સાથે વધતું જતું હતું. શરીરના થાકની સાથે વિચારો પણ વિચરાઈ ગયા હતાં. અહેસાસથી ધબકતું દિલ થોડું શાંત બન્યું ને બંને એકબીજાથી અલગ થયા.

"જુકેલી બે નજરો ખામોશ નહીં પણ ખુશ દેખાતી હતી. " આઈ યુ સિર્યસ પરી, મને તો લાગતું હતું કે તને આવું બધું કંઈ નહીં ફાવતું હોય પણ તું તો....."

"સ્ટોપ, મહેર... આ ખાલી તારા થાકને ઓછો કરવા માટે હતું. થાક ઉતરી ગયો હોય તો ફરી કબડી શરૂ કરે...!!"

"નો.... હવે નહીં....લોકો ખાલી આપણને જોવે છે........"

"કેમ શું થયું......કિસ કર્યું એટલે ખરાબ લાગ્યું કે ખરેખર લોકોથી ડર લાગે છે તને.... !!"

"તારાથી ડર લાગે છે......"

"મારાથી..... ચલો કોઈ તો ડરે છે...."

"પાગલ.... "

"પાગલ, બનવાની પણ એક અલગ મજા છે. જો હું પહેલાની પરી બનીને અહીં તારી સાથે ઊભી હોત તો લોકોનું ટેશન લઈ હું પણ ખામોશ થતી હોત ને સાથે તને ખામોશ પણ કરતી હોત. એના કરતાં પાગલ બનવું સારુ છે. "

"પરી, તું મારા પર આંખ વીસીને ભરોસો કરે છે તો તને કયારે ડર નથી લાગતો....??"

"પહેલાં થોડો લાગતો હતો હવે નહિં. હવે આપણા વચ્ચે વિશ્વાસની એક દોર બંધાઈ ગઈ છે. તે કયારે નહીં તૂટે."

"તુટી ગઈ તો...પરી,શુ તું જાણે છે મારી જિંદગીની બધી હકિકત.....??નહીં... હજુ ધણુ એવું છે જે મે તારાથી છુપાવ્યું છે. "

"શું મહેર.... " આટલું પુછતા જ પરીની આખોમાં ખામોશી છવાઈ ગઈ. તેના શબ્દો ત્યાં જ થંભી ગયાં ને તે મહેર સામે એક આશાભરી નજરે જોઈ રહી.

"ના... કંઈ નહીં...અત્યારે તે વાત કરતા પહેલાં તારે કોમ્પિટિશનમાં પહોંચવું જરુરી છે."

"ઓ....નો.....આજે મારે થોડું જલદી પણ પહોંચવાનું છે." દરીયામાંથી બહાર નિકળી બંને ગાડીએ પહોચ્યા. ફટાફટ ઘરે જઈ બંનેએ કપડા બદલ્યા ને કોમ્પિટિશન માટે સાથે જ નીકળ્યાં.



♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
દિલની વાતોની સાથે આજે પરીએ બધી જ શરમ મુકી મહેરને કિસ તો કર્યુ પણ શું તે મહેરને હવે છોડી શકશે...?? કંઈ એવી વાત છે જે મહેર પરીથી ચુપાવે છે....?? શું મહેરને તેના વિશે બતાવાનો મોકો મળશે....??શું આ મહોબ્બત હંમેશા આમ જ હસ્તી રહશે કે તેમાં કંઈક નવું જ તોફાન આવશે.... શું થશે પરીની જિંદગી અને તેના પ્રેમનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશઃ)