Bhvya Milap (Part 4) in Gujarati Fiction Stories by Bhavna Jadav books and stories PDF | ભવ્યા મિલાપ (ભાગ 4)

Featured Books
Categories
Share

ભવ્યા મિલાપ (ભાગ 4)


ભવ્યા મિલાપ (ભાગ 4)

રિસામણા- મનામણા)

અગાઉ ના ભાગ માં તમે જોયુ કે..

ભવ્યા ને મિલાપ મળવાનું નક્કી કરે છે બન્ને વચ્ચે મળવાની જગ્યા ને ટાઈમ deside થાય છે

બધું સેટ થાય છે ને એન્ડ ટાઈમ પર વરસાદ નું આગમન બન્ને ના મિલન માં વિઘ્ન નાખે છે

મિલાપ નું ગેરજવાબદાર વર્તન ભવ્યા ને દુઃખી કરે છે ને ગુસ્સો પણ એટલો જ હોય છે એ મિલાપ ને કેટકેટલુંય સંભળાવે છે ને પછી ગુસ્સા માં બ્લોક કરે છે

એ ખૂબ રડે છે.. એની લાગણીઓ ને ઠેસ પહોચે છે

હવે એની સાથે વાત ન કરવા માં મન મનાવે છે

પણ શું એ સક્સેસ જશે જોઈએ આગળના અંક માં ..

હવે આગળની સ્ટોરી...

મિલાપ પણ ભવ્યા ના ગુસ્સા થી એ સમયે કાય ના બોલવું મુનાસીમ માને છે અનેં એ શાંત થાય એ માટે બીજા દિવસ ની રાહ જુએ છે

ભવ્યા ગુસ્સા માં જ સુઈ જાય છે.. મિલાપ ના ફોટા ને જોઈ જે એને ગેલેરી માં સેવ કરેલા હોય છે

એને મિલાપ થી દુર રહેવા મન ને મનાવે છે પણ..

દિલ હે કી માનતા નહીં...

પણ ગુસ્સો એટલો કે હવે પોતાની જાત ને જ છેતરે છે કે બસ બોવ થયું એને નય મળું હવે ના તો એના જોડે વાત કરીશ..

નાતો એને અનબ્લોક કરીશ કે ના હવેથી
એનો કોલ પણ રિસીવ નય કરું

પણ મન થાય એકવાર એને જોઉં એટલે પાછી અનબ્લોક કરી ને ડીપી જોઈને ફરી બ્લોક કરે છે

રડતા રડતા એની આંખો સુજી જાય છે ..
અને ક્યારે એ સુઈ જાય છે એને ખબર જ નય રહેતી..


*****

ભવ્યા ..ભવ્યા..બેટા.. ઉઠતો..જો ઘડિયાળ માં 8.30 વાગ્યા તારે જોબ નય જવાનું આજ લેટ થયી જશે..


ભવ્યા આંખ મસળતી ઉઠે છે પણ..એને રાતે રડીને સુજી ગયેલી આંખ મમી જોઈ ને પૂછે છે શું થયું બેટા કેમ આંખો સુજેલી છે.?

ભવ્યા : કય નય મમી..એતો જરા અમસ્તું જ રાતે ઉંઘ મોડા આવેલી એટલે ઉજાગરા ને લીધે..

મમી : ok જલ્દી કર હવે ફ્રેશ થયી જા...

હા મમી...ભવ્યા જલ્દી રેડી થયીને સ્કૂલ જવા. નીકળે છે.. રસ્તા માં એને મિલાપ જ યાદ આવે છે એને કરેલી કાલની બેદર્દી પણ ...એનો ગુસ્સો હજુ પણ શાંત નથી થયો


******


આ બાજુ મિલાપ ને એમ કે હવે ભવ્યા નો ગુસ્સો શાંત થયો હશે એટલે એને ગુડમોર્નિંગ નો મેસેજ મોકલ્યો..

પણ ભવ્યા ને ડિલિવરી ન થયો ..ને ડીપી પણ દેખાતું બંધ
કદાચ નેટ બંધ હશે એટલે પછી મળશે ને વાત કરીશ
એનો મૂડ સારો થશે ..

ભવ્યા નો ગુસ્સો એને મિલાપ સાથે વાત કરતા રોકે છે..ને મિલાપ ભવ્યા ના મેસેજ ની રાહ જોતો હોય છે..

2 દિવસ વીતે છે ના કોઈ મેસેજ ના કોલ... મિલાપ ને હવે ચિંતા થાય છે એ ભવ્યા ને ફરી મેસેજ કરે છે..

પણ આ શુ?
એના 2 દિવસ ના ગુડમોર્નિંગ મેસેજ એને ડિલીવર નહોતા થયા..

હવે એને ખબર પડે છે કે ભવ્યા એ એને બ્લોક કરેલો છે

એને એની ભૂલ નું ભાન થાય છે ને રાત પડવાની રાહ જોવે છે.. જેથી શાંતી થી વાત થાય..

******

સાંજે ઓફીસ થી જ કોલ કરે છે..

ભવ્યા ના મોબાઇલ માં રિંગ વાગે છે

મિલાપ કોલિંગ...

એ તરત જ કટ કરે છે

મિલાપ ફરી પ્રયત્ન કરે છે..ભવ્યા ફરી કટ કરે છે 4 થી5 વખત મિસ્કોલ પછી ભવ્યા કોલ માં પણ બ્લોક કરે છે..

મિલાપ ને સમજાતું નથી કે ભવ્યા નો ગુસ્સો કયી રીતે શાંત કરવો..

ટેક્સ્ટ મેસેજ કરે છે ..
ભવ્યા રીપ્લાય નથી આપતી..

રોજ ટેક્સ્ટ મેસેજ ક્યારેક ગુડમોર્નિંગ☺️ ક્યારેક જોક્સ પણ ભવ્યા એ મન મનાવી લીધું હોય છે.. એટલે એ રીપ્લાય નથી આપતી..

પણ મિલાપ સતત મેસેજ કરે છે..


*****


એક મહિનો વીતે છે પણ ભવ્યા નો મેસેજ રીપ્લાય કય નય આવતું..

મિલાપ પણ એના વ્યસ્ત શિડયુલ માં ખોવાય જાય છે પણ હા રોજ ગુડમોર્નિંગ ને ગુડનાઈટ મેસેજ અચૂક કરે છે..

ભવ્યાને હવે એમ કે ચાલ વોટ્સએપ માં અનબ્લોક કરુ..
એ અનબ્લોક કરી ને રાહ જોવે કે મિલાપ મેસેજ કરે પણ રાત ના 10 વાગે... મિલાપ ઓનલાઇન હોવા છતાં મેસેજ નથી આવતો એને એમ કે હવે કરશે પણ 11 વાગે ઓફલાઇન થયી જાય પણ મેસેજ નય આવતો..

ભવ્યા ને દુઃખ પહોચે છે કે ઓનલાઈન હોવા છતાં રાતે એ ફ્રી હોય છે છતાં એણે મેસેજ નય કર્યો.. એને વિચાર કરતા કરતા ઊંઘ આવી જાય છે..

સ્વાર પડતા જ ટેક્સ્ટ મેસેજ આવે છે .
".ગુડમોર્નિંગ☺️"

ભવ્યા ખૂશ થઇ જાય છે પણ હજુ વાત નથી કરતી ..


*****
મિલાપ બપોરે જમવા ટાઈમ ખબર પડે છે કે ભવ્યા ઓનલાઇન છે એને અનબ્લોક કર્યો લાગે છે એટલે મેસેજ કરે છે..

હજુ પણ હજાર વાર નમું છુ🙏

કારણકે

મારે વટ નય સંબંધ રાખવો છે😊


મેસેજ જોઈ ભવ્યા રીપ્લાય આપે છે તું તો સંબંધ નિભાવવાની વાત ક ન કર મિલાપ

મિલાપ : કેમ?? 😢

મિલાપ નાટકીય અંદાજ માં મેસેજ કરે છે

બસ તું કય અજાણ નથી તે કર્યું એ..ભવ્યા બોલે છે

ભવ્યા : તારી લગ્ન ન કરવાની શરત તો ઠીક હું માની પણ તારી મળવાની જે ઉત્કંઠા હોવી જોઈએ એ મને ના દેખાયી

તે એક નય બે - બે વાર આપડી મુલાકાત ની તક તારી બેજવાબદારી ભર્યા વર્તન થી ખોઈ

મિલાપ : અરે પણ એમાં વાત એવી હતી કે પેલી વાર તો મોબાઈલ નેટવર્ક ને લીધે

ને બીજી વાર? 😏🤔 "ભવ્યા એ વેધક નજરે પ્રશ્ન કર્યો"

મિલાપ : અરે યાર એમા વરસાદ વિલન બન્યો

ભવ્યા : ઓહો તુતો નાજુક નમણી નાર ને શુ છોકરી જેમ ફાટે તારી
વરસાદ તો પ્રેમ નો પુરાવો આપે એમ મિલન ની ઓર મજા આવત.

પણ તું ?? સાવ છોકરીથી એ જાય એવો...

મિલાપ : અરે મને વરસાદ માં નય પલડવું મને શરદી થયી જાય તો..

ભવ્યા : અરે એમકય હું તને શરદી થવા દઉં..હું છું ને તારી પાસે

વિચાર આપડે બન્ને ને વરસાદ bike પર લોન્ગ ડ્રાઈવ હું તને પકડીને ચીપકીને બેસત તો તારી શરદી એમજ ગાયબ થયી જાત..

😊મિલાપ હશે છે ...ઓહો મારી રોમેન્ટિક ભવ્યા કય નય હવે ફરી મળીશું એટલે પાકું એજ રીતે તારે મારી બાઇક પર તને બેસવાનું છે

ભવ્યા : ના હો મિલાપ હવે હું નય મળું બસ મેં તને 2 ચાન્સ આપ્યા ને ફેઈલ ગયા હવે નય મળવું મારે તારો મને વિશ્વાસ નથી હવે

મિલાપ મજાક માં બોલે છે " ઓહો,.. સોનુ મને તારા પર ભરોસો નય કે ..🤣😂"

ભવ્યા : હા જરાય નહીં ..
અને બન્ને હસી પડે છે..

ભવ્યા માની તો ગયી પણ ફરી બન્ને ને મળવાનું થશે કે આ વખતે પણ ફેઈલ

બન્ને નો પ્રેમ શું રંગ લાવશે જોઈએ આગળના અંક માં આવજો..મિત્રો મારી સ્ટોરી ને લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતાં નય

હવે વાંચો આવતા અંક માં