gharelu hinsa in Gujarati Moral Stories by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ books and stories PDF | ઘરેલૂ હિંસા

Featured Books
Categories
Share

ઘરેલૂ હિંસા

મહેશ અને નિમિષાના લગ્નને 7 વર્ષે પુરા થઈ ચૂક્યા હતા. તેમને રાજકુમાર જેવો 3 વર્ષનું બાળક પણ હતું. પણ ખબર નહી કેમ 7 વર્ષેમાં ઘણીવાર બંને વચ્ચે અનબન ચાલ્યા કરતી.
સંબંધોમાં ક્યારેક ના સમજે ઝગડા થાય પણ એક બીજાની સમજણથી એ ઉકેલાઈ પણ જાય.

મહેશ અને નિમિષાના લવ મેરેજ હતા. પેહલા એક વર્ષે સુધી બંને વચ્ચે બરાબર જ ચાલતું. બંને એકબીજા થી ખુશ હતા.
મહેશ હંમેશા નિમિષાને ખુશ કરવાની કોશિશ કર્યા કરતો. પણ હવે મહેશ બદલાઈ ચૂક્યો હતો. કદાચ હવે પોતે કમાવવા જઉં પડે છે એટલે બદલાઈ ગયો હશે. મહેશએ, પેહલા કોલેજ સમયમાં કોઈ દિવસ કોઈ કામ કરેલું જ નહીં.

નિમિષા હજુ એ કોલેજ સમયના મહેશને શોધ્યા કરતી. મહેશ ઘણો બદલાઈ ચૂક્યો છે.જે કારણ થી નિમિષા ચિંતાગ્રસ્ત અને દુઃખી રેહતી. પણ પોતાની વ્યથા જણાવી શકે એવી કોઈ મિત્ર પણ ના હતી એની પાસે. એ અંદર ને અંદર ગૂંગડાયા કરતી. ઘણું ડરી ડરીને રેહતી,એમાં પણ જો મહેશને આવતા જોઈ જાય તો બારીઓ પણ લોક કરી બેડરૂમમાં ભરાઈ જતી. ખબર નહી શું કારણ હતું આ બધું કરવાનું!... પણ કાંઈક પોતાની અંદર નિમિષા દબાવીને બેઠી હતી.

નિમિષાના પડોશમાં વર્ષોથી એક ઘર ખાલી પડ્યું હતું. એક દિવસ રેશ્મા ત્યાં રેહવા માટે આવે છે. રેશ્માને ત્યાં રેહવા આવતા જોઈ નિમિષાને અંદર થી થોડી હાશ થાય છે. પણ છતાં નવાં પાડોશી સાથે એ વાત નથી કરતી. 8 દિવસ પ્રસાર થઈ જાય છે. એક દિવસ રાત્રે રેશ્મા લોબીમાં ચાલી રહી હોય છે. ત્યાં એને નિમિષાના ઘરમાંથી ચીસો સંભળાય છે.. ખૂબ દર્દનાક અવાજ તેના કાને પડે છે. રેશ્મા કદાચ સમજી ગઈ હતી પણ કોઈ ઓળખાણ વગર ત્યાં જવું યોગ્ય નથી એમ વિચારી, ધ્યાન ભટકાવાની કોશિશ કરે છે.
રાત્રે સૂવાના સમયે કોણ જાણે કેમ રેશ્મા સૂઈ નથી શકતી.
રેશ્માના મનમાં વિચારો ભમવા લાગે છે, "એ સ્ત્રી આંખો દિવસ એકલી હોવા છતાં મારી સાથે કેમ વાત નથી કરતી!?,

" શું એનો husband એને મારી રહ્યો હતો? "" કે પછી કોઈ બીમારીની પીડા? ".
આવા બધા વિચારો એ રેશ્માની નિંદર વેરાન કરી નાખી. એને નક્કી કર્યું કે કાલે तो નિમિષા સાથે વાત કરવી જ છે અને આ આખી વાત જાણવી છે.

સવારે મહેશ ઓફિસ જતો રહે છે અને નિમિષા બાલ્કનીમાં કપડા સુકવી રહી હોય છે. ત્યાં જ રેશ્મા ત્યાં આવે છે,

રેશ્મા :-"good morning, કેમ છો!?"

નિમિષા પેહલા અજાણ બની પોતાના કામમાં ધ્યાન પરોવે છે.

રેશ્મા :- " કેમ છો? હું હમણાં થોડા દિવસ પેહલા જ અહીં રેહવા આવી છું."

નિમિષા :- "જી જાણું છું." ગભરાયેલા અવાજમાં આટલું જ બોલી શકે છે.

રેશ્મા :- "મારું નામ રેશ્મા છે." "ને તમારું? "

નિમિષા :-" નિમિષા".

રેશ્મા :- "તમને તકલીફના હોય તો એક સવાલ પૂછું?"

નિમિષા થોડી ખુલી રહી હતી.
. નિમિષા -" હા! પૂછો? "

રેશ્મા :-" તમને કોઈ બીમારી છે? "

નિમિષા :- "ના, કેમ!?"

રેશ્મા :- "કાલે રાત્રે મેં તમારા રડવાનો અવાજ સાંભળ્યો... એટલે "

નિમિષા :-" ના એવું કાંઈ નથી એ તો એમજ" નિમિષા નજર ફેરવીને બોલે છે.

રેશ્મા નિમિષાના શરીર ઉપર પડેલા ઘાવ દૂર थी જોઈ જાય છે. ને ત્યાંજ એ સમજી જાય છે કે નિમિષા ઉપર એનો પતિ મહેશ ત્રાસ ગુજારે છે. પણ નિમિષા મહેશના ડરથી કોઈને કહી શકતી નથી.

રેશ્મા અત્યારે ના બોલવું ઉચિત સમજી ને સામાન્ય વાત નિમિષા સાથે ચાલુ રાખે છે. 20 દિવસ જેવું પ્રસાર થઈ જાય છે. હવે નિમિષા અને રેશ્માની સારી મિત્રતા થઈ ગઈ હોય છે. પણ આ 20 દિવસમાં ઘણીવાર મહેશની ગાડો અને નિમિષાની દર્દ ભરેલી ચીસો રેશ્માને સાંભળવા મળી.

રેશ્મા એક સોશિયલ activist હતા અને domestic violence ની સામે કાર્ય કરતી એક સંસ્થા સાથે પણ જોડાયેલા હતા. પણ કોઈના અંગત જીવનમાં સીધું માથું મારવું યોગ્ય ન લાગ્યું.

પણ હવે રેશ્મા મનમાં નક્કી કરીને બેઠેલી હતી કે કાલે સાંજે કઈ થાયને તો હું કઇંક કરીશ.
રાત થાય છે રોજની જેમ આજે ફરી નિમિષાનો દર્દનાક અવાજ સંભળાય છે. ને રેશ્મા કોઇ પણ રાહ જોયા વગર, નિમિષાના ઘરે પોહચે છે, ને મહેશની ગાડોના વરસાદ વચ્ચે રેશ્મા દરવાજે દસ્તક આપે છે..........

આમ અચાનક પડેલી દસ્તકથી મહેશ થોડો ગભરાઈ જાય છે.
એ પોતાના રૂમમાં ભરાઈ જાય છે.પોતાને સાંભળતા નિમિષા દરવાજો ખોલે છે. રેશ્માને સામે ઉભેલી જોઈ નિમિષા પોતાનું રૂદન રોકી નથી શકતી અને રેશ્માને ગળે વડગી રડવા લાગે છે.
નિમિષાના શરીર પર પડી ગયેલા ચાબખા સાફ સાફ રેશ્માને દેખાય છે.

હવે રેશ્મા ગુસ્સે થઈ મહેશને બોલાવે છે. મહેશ લાચારી ના માર્યા નીચું માથું કરી સામે ઉભો રહે છે.. ને પૂછે છે,

મહેશ :- "તમારે કોઈ કામ હતું?"

રેશ્મા:- "હા, હું એક સામાજીક કાર્યકર્તા છું અને આપના કૃત્ય ઘણા દિવસથી જોઈ રહી છું." "હું જલ્દી જ અમારી ટીમને બોલાવી તમને પોલિસના હવાલે કરી દઈશ."

આટલું સાંભળતા નિમિષામાં હિંમત આવે છે. પણ તે મહેશને જેલમાં મોકલવા નથી માંગતી.

નિમિષા:-" રેશ્માબેન એ જો મારી શરતો માનવા તૈયાર હોય તો હું એમની સાથે જ રેહવા માંગીશ. "

મહેશ :-" પણ મારી કોઈ ભૂલ નથી ".

રેશ્મા:-" હા! ભૂલ નિમિષાની છે જે આટલું બધું સહન કરવા છતાં પણ તમારી સાથે રેહવા તૈયાર છે."

"ચાલ નિમિષા મારી સાથે" એમ કહી રેશ્મા, નિમિષાનો હાથ પકડી ચાલવા લાગે છે. ત્યાંજ મહેશને પોતાની ભૂલો સમજાય છે. મહેશ નિમિષાની દરેક વાત માનવા તૈયાર થાય છે અને ફરી ક્યારેય નિમિષા ઉપર હાથ ના ઉઠાવવા ની બહેધરી આપે છે.

રેશ્માની એક દસ્તક નિમિષાની જીંદગીમાં ફરીથી ખુશીઓ ભરી દે છે...


*********