Incompleted Dreams in Gujarati Love Stories by gandhi books and stories PDF | અધૂરા સપના

The Author
Featured Books
Categories
Share

અધૂરા સપના

કૉલેજ નાં બીજા વર્ષ ની યુનિવર્સીટી ની પરીક્ષા ચાલતી હતી,
હર્ષ વાંચવા મા તલ્લીન હતો ખબર જ નઈ કે કોઈ એની પાસે આવીને
એની જ બુક માંથી વાંચી રહ્યુ છે,
2 વાગ્યા પહેલા પરીક્ષા નો બેલ વાગતા જ હર્ષે જોયું તો....
એક નજરે જે પહેલી વાર મા ઘાયલ કરવા માટે કાફી હતી...
થોડી વાર કાંઇ બોલાયૂ જ નહીં પણ પછી સામે થી જ કહ્યુ કે
હુ અડધા કલાક થી તમારી સાથે જ વાંચું છું પણ તમને ખબર જ ન હતી..

મે વાંચ્યું નઈ પણ તમારુ Concentration (એકાગ્રતા) જ ગમી ગઈ ,
એટ્લે એ શીખવાનો પ્રયત્ન કરતી હતી..
હર્ષે બસ એટલું જ કહ્યુ પરીક્ષા ચાલુ થાય છે..

All the best...
એટ્લે તરત જ એ ઊભી થઈ બાજુ નાં કલાસ મા જતી રહી...
હજુ 4 પેપર બાકી હતાં પણ આ રોજ નું થઈ ગયુ,

રોજ એનું હર્ષ પાસે આવી બેસવું ને વાતો કરવી..
અનેં સાથે સાથે નામ પણ ખબર પડી ગઈ,
જીના
એટ્લે તમે નું ઘીમે ધીમે તુ સુધી આવી ગયા બન્ને ..

આખરે છેલ્લો દિવસ હતો. હર્ષ 5 વાગતા બહાર નીકળ્યો
ત્યાં સામે જ ઉભા ઉભા જીના એની જ રાહ જોઇ રહીં હતી, અનેં કહ્યુ એમ જ જતો રહીશ..

એક કપ કોફી તો પીવા આવીશ કે નહીં,
હર્ષે પણ એવું વિચાર્યું કે લાવ જઈ આવુ ફરી ક્યાં મળવાના છીએ...


કોફી પીધા પછી બન્ને પોતપોતાના રસ્તે નીકળી ગયા

પરીક્ષા પુરી પણ ખબર નઈ કાંઇક હજુ ખૂટતું હોય એવું લાગી રહ્યુ હતુ બન્ને ને,

એ દિવસ તો નીકળી ગયો બીજા દિવસ ની વાત અચાનક Facebook પર Request આવી,
હર્ષે Accept કરી એવો જ મેસેજ આવયો કે કાલ ની શોધું છું તો આજે મળ્યો તુ મને ..

મનમાં અચાનક ખુશી છવાઈ ગઈ એને કે આટલો શોધ્યો મને...

અનેં કહ્યુ નંબર આપ આમ ક્યારેક ખોવાઇ જાય તો કેટલીવાર લાગે શોધવાની..

આસરે એપ્રિલ મહિનો ચાલતો હતો, ત્યારથી દરરોજ થોડી થોડી વાતો કરતા હવે ટેવ પડી ગઈ હતી કે જયાં સુધી વાત ના કરે ત્યાં સુધી ઉંઘ ક્યાથી આવે..

આટલા દીવસ માં એકબીજા ની પસંદ નાપસંદ સારી રીતે ઓળખી ગયા હતા,

હવે આવે છે જન્માષ્ટમી જે ખરેખર અલગ જ દિવસ હતો

સવાર થી જ વાત ઓછી થઈ હતી કારણ કે એ બન્ને ની સોસાયટી મા જન્માષ્ટમી નું મોટુ ફંક્શન હતુ, અચાનક રાત્રે 9 વાગ્યે જીના નો ફોન આવ્યો એક કલાક છે તારી પાસે...

આવી જા....

તારા માટે કાંઇક Surprise છે હર્ષે કીધું કાલે આવીશ અત્યારે 25 કિલોમીટર ક્યાંથી આવુ...

પણ 10 વાગતા જ હર્ષ ને પાંખો નીકળી ગઇ જાણે કોઈ ખેંચી જતું હોય એમ આમ પણ ઘરે કોઈ ન હતુ તો એ બહાનું બનાવી પહોચી ગયો ને સામે જે જોયું ત્યાં જ મન મા એક પંક્તિ લખાઈ જ ગઈ....


આ તારી આંખો ના બાણ ને નજરું ના તીર ...

તારા હોંઠો ની તલવાર ને ધાર કાઢેલું " સ્મિત "

કેશુઓ ના કાફલા ને ઉડતી

"લટો" નું લશ્કર ...

આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?


જરા'ક ચોખવટ કરી દે

તો ખબર પડે કે ....

મારે " મળવા " આવવાનું છે કે

" મરવા "..


(આ પંક્તિ 2012 માં મે લખી હતી જે અત્યારે બધે જ જોવા મળે છે. )

બોલાય ક્યાથી શરમ મા જ મરી જતો હર્ષ તો..?
પણ સામે થી જ જીના નો પ્રશ્ન આવશે એ ખબર ન હતી..


Will you be My Partner for Whole Life....?


આવુ સાંભળી ને હર્ષ તો ખોવાઇ જ ગયો હતો કારણ કે આટલું જલદી વિચાર્યું જ ન હતું.
ને પછી જેન્ના નું બોલવું કે Sorry જો કાંઇ ખોટુ લાગ્યું હોય તો પણ મારા મન મા આ હતુ તો કહી દીધું,
હવે તો હર્ષ નું કાંઇક બોલવું જરુરી હતુ,
અને બસ એટલું જ કહ્યુ તારા ને મારા વિચારો ક્યાં અલગ છે.

I will always there with you in whole Life..

બસ પછી શુ ધમકાવવાંનું ચાલુ થઈ ગયું?
તને કાઇ ખબર પડે છે જે તારે કહેવું જોઈએ એ હુ કહું છું,
હું નખરાં નથી કરતી ને તું નખરાં કરે છે....
છોકરી નથી શરમાતી ને તુ શરમાય છે...
બસ પછી એને ચુપ કરીને કહ્યુ.
અંજાઈ જ જવાય તેવો પ્રભાવ,
અને મારા તરફ આવો લગાવ.
તું ન હો સાથ તો ધબકે નહીં,
આ કેવી ધબકારાની આવજાવ.
તું જ દુઆ તમે જ ઈશ્વર છે,
મારી જીંદગી ની નાવ જ તું છે.

પછી હર્ષ ઘરે આવી ગયો
હવે પછી ની Feeling જ કાઈક અલગ હતી વિચારતો હતો એ સામે થી અચાનક જ થઈ ગયુ ,આજે જન્માષ્ટમી જ નહીં પણ પણ કાઈક નવું મેળવ્યું હતું,
ઘરે આવતા જ બધા પૂછે કે ક્યાં ગયો હતો ફંક્શન માં તો નતો ,હર્ષ તો ખોવાયેલો મનમાં તો આવી ગયું કે Wife ફાઇનલ કરવા ગયો હતો,
પણ પછી કીધું કે જન્માષ્ટમી ઉજવવા ગયો હતો.
અને ખરેખર એક અલગ જન્માષ્ટમી જ હતી એની માટે
પોતાના કામ થી જ કામ રાખનાર હવે બધાનું ધ્યાન રાખનાર થઈ ગયો ખબર જ ના પડી
કોઈનાથી ના ડરતો માણસ હવે ડરતો થઈ ગયો કારણકે પોતાના કરતાં પણ માથાભારે
કોઈ મળી ગયું,
હવે 2 દિવસ પછી રવિવાર હતો ને શનિવારે રાતે જ જીના એ કીધું મારે મમ્મી પપ્પા ને મળવું છે...
હવે શનિવાર નો દિવસ હતો એની ઘરે આવવાની જીદ તો હર્ષે રાત્રે જ મમ્મી ને કહી દીધું એક friend આવશે આ બાજુ આવે તો મે કીધું છે ઘરે આવવા,
તો એના મમ્મી એ કીધું વાંધો નઈ લઈ આવજે..
હવે શુ રવિવાર નો દિવસ આવ્યો, 10:30 થતા ફોન આવ્યો તારું ઘર નથી મળતું,
હર્ષ તો હજુ તો હુ ઉઠી ને બેસ્યો જ હતો,
આટલું જલ્દી...
ફટાફટ તૈયાર થઈ લઇ આવ્યો ઘરે,
હવે જોવા જેવું ખાસ હતુ...
આવતાં ની સાથે મમ્મી પપ્પા ને પગે લાગી,
આજ સુધી કોઇએ આવુ કર્યું ન હતુ..
બધાં એમ જોતાં એને જાણે કે બીજા ગ્રહ પર થી નાં આવ્યો હોય..
આજે જોરદાર ઝટકા જ મળવાના હતાં હર્ષ ને ખબર જ હતી..
ઘર મા આવીને એના મમ્મી ને કહ્યુ સ્પેશિયલ તમને મળવા જ આવી છું..

(લો ભાઈ નું બહાનું પકડાઈ ગયું) ?
આજે પોતાનું ઘર પોતાનું નઈ પણ બીજા કોઈનું લાગતું હતુ.
એ ખુદ મહેમાન લાગતો..
હર્ષ જોડે કોઈ બોલે જ નઈ બધાં જીના ની જ આસપાસ બેસી ગયા હતાં ને પાછા મેડમ હર્ષ ને ઇસારાં કરે કે જો..
હવે તને કોઈ યાદ કરે છે..
ખબર નતી પડતી કે હર્ષને જલન થાય છે કે ખુશી..
પણ એ ચુપચાપ એકબાજુ બેસી ગયો,
બસ એ આમ જ ખોવાયેલો હતો ને ત્યાં બીજો ઝટકો તૈયાર હતો,
થોડી વાર પછી જીના એ કહ્યુ ,

આન્ટી તમે મારા મમ્મી જેવા જ છો,
એટલાં બધાં ગમો છો કે આન્ટી ની જગ્યા એ મમ્મી બોલાઇ જશે...

લો હવે હર્ષને લાગ્યું ભાગી લે આજે બધુ જ પતી જશે.
હર્ષ આ સાંભળી જેવો બહાર નીકળતો હતો ત્યાં જ ફરી એક ઝટકો,
આન્ટી આ દિવસ ની 5-6 કપ કોફી પી જાય છે,
જે તેના ઘરે 2 જ કપ ની ખબર હતી...
આવી ઘણી બધી વાતો હર્ષ ના મમ્મી ને કહી દીધી
મારે એક કોલ આવ્યો એ વાત કરતા હર્ષ બહાર નીકળ્યો ને આવીને શુ જોવું...
આ મેડમ તો એના મમ્મી સાથે રસોડા માં..
તરત જ એ બોલ્યો આ શુ તો જવાબ તૈયાર જ હતો,
આન્ટી એકલા એકલા કેટલું કામ કરે એટ્લે હુ પણ કામ કરું બેઠા બેઠા કંટાળો આવતો હતો..
આજે તો નક્કી આઇ જ બનવાનું છે.
હર્ષ તો ધીમે થી જઈ એનાં કાન મા કીધું જા હવે હજુ કેટલું રોકાઈશ.
Unexpected Answer આવ્યો,

આન્ટી આ મને ઘરે જવા કહે છે..
લો હર્ષ ને જ સાંભળવું પડ્યું મમ્મી નું ને પપ્પા પણ બોલ્યા આ વખ્તે તો...

એટ્લે તરત બોલ્યો મોડું થશે તો જવા મા પ્રોબ્લેમ નાં થાય એટ્લે કહેતો હતો...
મમ્મી એ તો કીધું તું છે ને મૂકી આવજે ઘરે..
અને એજ દિવસે કોઈ કામ આવી ગયું તો આખો દિવસ નીકળી ગયો ખબર જ ના પડી .
સાંજે 5 વાગતા જવા નીકળી તો EXAM હતી તો પણ 4 કલાક ખેંચી નાખ્યા
ખબર નઇ જીના માંએવો તો શું જાદુ હતો કે બધાને પોતાના બનાવી લીધા હતા..

પહેલી વાર ઘરે થી કહેવા પર મૂકવા જઇ રહ્યો હતો હર્ષ અને આ અનોખો દિવસ હતો
એ દિવસ ની વાત .....

તારા સરનામાનુ મને
પાનુ મળી ગયુ,
જીવવાનું મને બહાનુ
મળી ગયુ,
લઇને આવ્યા છે કેટલાક રોમાંચ
મારા મનમાં,
રહેજો સદાય મારા મનમાં,
ભીંજવી દીધો કેવો તમે મને પ્રેમથીં.

થોડી ખાટી મીઠી યાદો સાથે 2 વર્ષ માં ઘણું બધુ જીવી લીધું હતું બસ હવે બધી જ તૈયારી હતી કે ઘરે વાત કરીએ પણ એક Accident એ બધા જ સપના તોડી નાખ્યા કે ફરી ન મળી શકાય એટલા દૂર કરી નાખ્યા.