status and relation in Gujarati Short Stories by Drashti.. books and stories PDF | સ્ટેટ્સ અને સંબંધ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટેટ્સ અને સંબંધ

આજે સંધ્યા અને સુરજ માટે ખુબજ ખાસ દિવસ હતો, સંધ્યા પોતાના આલીશાન મકાનના બીજા માળે પોતાના બેડરૂમમાં તૈયાર થઇ રહી હતી, સાંજના સાડા સાત વાગ્યાંનો સમય.. સુરજ નીચે હોલ માંથી સંધ્યાને ત્રણ ચાર સાદ પાડી ચુક્યો હતો..

સુરજ એક ફાઈવ સ્ટાર હોટેલમાં મેનેજર હતો અને પોતાની પત્નીનો આજ જન્મદિવસ હોવાથી પોતેજ જ્યાં મેનેજર હતો એ હોટેલમાં તેણે પોતાની પત્ની માટે કેન્ડલ લાઈટ ડિનર ગોઠવ્યું હતું તે સંધ્યાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો..

સુરજ ફરી એકવાર બોલ્યો, " સંધ્યા કેટલી વાર છે..? વી આર ગેટીંગ લેઇટ ડીઅર.." આટલું બોલતાં જ તેની નજર દાદર ઉતારતી સંધ્યા પર સ્તબ્ધ થઈ ગઈ..સફેદ છુટા છેડાની સિલ્કની સાડી, ખુલ્લા વાળ અને ગળા માં લટકતું નાનું એવું મંગળસૂત્ર.. અપ્સરા જાણે ગગનમાંથી ઉતરી રહી હોય એવી સંધ્યા લાગતી હતી, સુરજ સામે આવી એક તોફાની હાસ્ય કરી સંધ્યા બોલી, મિ.સુરજ વી આર ગેટીંગ લેટ..સુરજ હસી પડ્યો અને બંન્ને પોતાની કાર માં બેસી હોટેલ તરફ વળ્યાં..

સુરજે હોટેલમાં ખુબજ સુંદર વ્યવસ્થા પોતાની દેખરેખ નીચે કરાવી હતી, બંન્ને પોતાના ટેબલ પર પહોચ્યા,ટેબલ પર પોતાના ફોટોગ્રાફ વાળી કેક જોઈ સંધ્યા ખુબ ખુશ થઇ, સંધ્યાએ કેક કાપી, સુરજે કેક નો એક ટૂકડો સંધ્યાના ચહેરા પર લગાવ્યો અને બંન્ને એ જન્મદિવસની ઉજવણી કરી, બંન્ને એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા કે ટેબલ પર પડેલી કોકની બોટલ સંધ્યાની સાડી પર ઢોળાય, સંધ્યા સૂરજને વોશરૂમ ક્યાં છે એમ પૂછી પોતાની સાડી સાફ કરવા ગઈ અને સુરજ ટેબલ પર જ સંધ્યાની રાહ જોતો બેસી રહ્યો..

સંધ્યા પોતાની સાડી સાફ કરી જેવી વોશરૂમની બહાર એવી તેની નજર લિફ્ટમાંથી બાર નીકળતા રાજ પર પડી, રાજ પણ સંધ્યાને જોઈ પોતાના ભૂતકાળમાં સરી પડ્યો..

આજથી બે વર્ષ પહેલા સંધ્યા અને રાજ કોલેજમાં સાથે ભણતા હતા, રાજ સંધ્યાને ખુબજ ચાહતો હતો અને રાજે સંધ્યાને પ્રપોઝ કરેલું..એ આખી ઘટના રાજની નજર સમક્ષ ઉભી થઈ ગઈ..

એટલા માંજ સંધ્યા બોલી, " રાજ તું અહીં..? હજુ સિંગલ છે કે કશે મેળ પડ્યો? તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં કહેલુંને કે મારાં સપના પુરા થાય એવું તારું સ્ટેટ્સ નથી? આજ જો તું જે હોટેલ માં ઉભો છે ત્યાં ના મેનેજર મારાં હસબન્ડ છે અને આજ મારાં બર્થ ડે ના દિવસે તેઓ મને ડિનર પર લાવ્યા છે હું જેવી લાઈફ જીવવા માંગતી હતી એવીજ લાઈફ જીવી રહી છું.મારાં બધા સપના પુરા થયાં રાજ". રાજ થોડું મલકાયો અને સંધ્યાને બર્થડે વિશ કર્યું..

એટલી વાર માંજ સુરજ સંધ્યાને શોધતો ત્યાં એવી પહોંચ્યો,તેણે સંધ્યા અને રાજને વાત કરતા જોયા, રાજને જોઈ સુરજે રાજ સાથે હાથ મિલાવ્યો અને બોલ્યો, "હેલો સર, મીટ માય વાઈફ, સંધ્યા "
આ સાંભળી સંધ્યા બોલી, " સુરજ તું કેમ આમને સર કહે છે? સુરજ બોલ્યો, " આજ તો છે આ હોટેલના માલિક મિ.રાજ મહેરા.."સંધ્યા સ્તબ્ધ બની રહી અને શરમથી માથું નીચું કરી રહી, રાજ બોલ્યો, "નાઇસ કપલ.. એન્જોય યોર ડિનર.."આટલું બોલી રાજ એક અલગ જ ખુમારીથી ચાલતો થયો..તેના શૂઝના અવાજ સંધ્યાના હૃદયના ધબકારા સાથે અથડાતા રહ્યા અને સંધ્યા તેને પાછળથી એકજ નજરે તાકી રહી..

- તમને રિજેક્ટ કરવા વાળાને તમારા શબ્દ ફેરવીને નહિ પણ તમારો સમય ફેરવીને જવાબ આપો...


- કોઈનો ભૂતકાળ જોઈ તેના વર્તમાન વિશે અનુમાનના લગાવો....કેમ કે પછી પસ્તાવાનો વારો ખુદને જ આવે છે...
- દ્રષ્ટિ

વાંચવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર..