GhoomketU Film Review in Gujarati Film Reviews by Rahul Chauhan books and stories PDF | ઘૂમકેતુ ફિલ્મ રિવ્યૂ

Featured Books
Categories
Share

ઘૂમકેતુ ફિલ્મ રિવ્યૂ

ઘુમકેતુ ફિલ્મ રીવ્યુ

ફિલ્મનું નામ - ધૂમકેતુ

ભાષા - હિન્દી

પ્લેટફોર્મ - zee5

સમય - 1 કલાક 40 મિનિટ

ડાયરેક્ટર - પુષ્પેન્દ્ર નાથ મિશ્રા મિશ્રા

imdb 6.6/10

ક્યારે રિલીઝ થઈ થઈ 22 may 2020

કાસ્ટ - નવાજુદ્દીન સિદ્દીકી (ધૂમકેતુ) રાગીની ખન્ના (જાનકી દેવી) અનુરાગ કશ્યપ (ઇન્સ્પેક્ટર બાદલાની) દીપીકા અમીન (Mrs. બાદલાની) રઘુવીર યાદવ (દદા) ઈલા અરૂણ (સંતો બુઆ) સ્વાનંદ કિરકીરે (ગુડ્ડન ચાચા) બ્રિજેન્દ્ર કાલે (રમાકાંત જોશી)

નવાજુદ્દીન સિદ્દીકી (ધૂમકેતુ) કદાચ એમને આ રોલમાં મેં તો નતા ધાર્યા. તેને ડાર્ક સાઈડ રોલ જ વધુ સૂટ કરે છે. અનુરાગ કશ્યપ (ઇન્સ્પેક્ટર બાદલાની) મને એક વાત સમજાતી નથી કે જેમનું ડાયરેક્શન એટલુ પાવરફુલ છે તો પછી એકટિંગ શા માટે કરે છે.

ઘુમકેતુ
આ કહાની ઘુમકેતુ ની છે જે ગામડામાં રહેતો હોય છે. તેના ફેમિલી માં તેના પિતા પણ બધા તેને દદા કહીને બોલાવે છે (રઘુવીર યાદવ) જેનો સ્વભાવ એકદમ ગુસ્સાવાળો હોય છે, ધૂમકેતુની જન્મ દેનાર માં મરી ગઈ હોય છે અને તેના પિતાએ બીજા લગ્ન કર્યા હોય છે, તેની બુવા, સંતો બુવા (ઇલા અરુણ) તેને એટલી જોર થી ડકાર આવે છે કે આજુબાજુના બધા લોકો ડરી જાય છે અને તેના ગુડડન ચાચા (સ્વાનંદ કિરકીરે).

ઘુમકેતુને રાઇટીંગ નો ખુબજ શોખ હોય છે. તેને રાઇટર બનવું હોય છે. શરૂઆતમાં તે ત્યાં નજીક માં જે અખબાર ન્યૂઝ ચેનલ 'ગુદ ગુદી' હોય છે તેમાં જાય છે પણ ત્યાં રાઇટરની જગ્યા હોતી નથી.

ત્યાં તેને ત્યાંના ચીફ એડિટર રમાકાંત જોશી (બ્રિજેન્દ્ર કાલે) મળે છે. તે ઘુમકેતુ અમુક સવાલ પૂછે છે, કે ક્યાંય લખ્યું છે પહેલા ? કે કઈ લખ્યું છે ? વગેરે-વગેરે. ઘુમકેતુ એ લખ્યું તો હોય છે પણ તે તેને લખાણ નથી ગણતા ફક્ત શબ્દો ભેગા કરી વાક્ય લખી કાઢ્યું હોય તેવું તેઓને લાગે છે.

સારી રાઇટિંગ કરવા માટે જોશી, ઘુમકેતુ ને તેની લખેલી બુક, 'સ્ટોરી કઈ રીતે લખવી સરળ પડે' તે લખ્યું હોય છે. તે ઘુમકેતુને આપે છે. આખરે પછી તેને ત્યાં કામ ન મળતાં તે તેની બુવા ને કહી મુંબઈ ભાગી જાય છે અને ભાગી પણ એવા સમયે જાય છે કે તેના લગ્નના હજુ પાંચ-છ દિવસ જ થયા હોય છે અને તેમાં પણ તેના સમૂહ માં લગ્ન થયા હોય છે. ખબર નઈ શું બતાવે છે કે તેમાં ઘુમકેતુ ના જેની સાથે લગ્ન થવાના હતા તે છોકરી બદલાઈ ગઈ છે. તે પણ તેને ઘરે આવીને ખબર પડે છે.

મુંબઈમાં તે એક સીલાઈ કામ કરતા કારખાનામાં રહે છે. જે ઇન્સપેક્ટર બાદલાની ની પત્ની ચલાવતી હોઈ છે. તે મુંબઈમાં ફરવા નીકળે છે. તે શુટિંગ જોવા પહોંચી જાય છે. ત્યાં ગીતનું શૂટિંગ ચાલતું હોય છે. તે ત્યાં ડાયરેક્ટરને મળે છે કે હું પોતે રાઈટર છુ અને તે ફિલ્મોમાં લખવા માગે છે. ડાયરેક્ટર તેને કહે છે કે લખી ને લાવો સારું લાગશે તો બનાવીશું.

શરૂઆતમાં તે ફેમિલી ડ્રામા લખીને બતાવે છે પણ એ સ્ટોરી ડાયરેક્ટર ને પસંદ નથી આવતી. તેને કોમેડી સ્ટોરી લખવા કહે છે પણ તે પણ સારી નથી હોતી. આમ પછી કોમેડી પ્લોટ પર સ્ટોરી લખે છે પણ એ ચાલતી નથી.

એક તરફ તેના દદા પોલીસ કમ્પ્લેઇન કરે છે. તેનું તેને ખબર જ હોય છે કે તે મુંબઈ જતો રહ્યો છે. આ સ્ટોરી પહેલાના સમયની હોય તેવું દર્શાવ્યું છે કે જ્યારે કેમેરા પણ ન હતા અને ઘુમકેતુની એક પણ ફોટો નથી હોતી. આ કેસ મુંબઈ પહોંચે છે અને ઘુમકેતુને શોધવાનું, ઇન્સ્પેક્ટર બાદલાનીને સોંપવામાં આવે છે. તેનું કેરેક્ટર પણ ખબર નહીં શું દર્શાવે છે. તેને ખિજાતા હોઈ એ પરિસ્થિતિ માં પણ તે હસતો હોઈ છે પણ આ જોઈ ને હસું પણ ઘણું આવે છે.

ઘુમકેતુ તેની સામે જ હોય છે પણ ફોટો ન હોવાને લીધે તેને મળતો નથી. આખરે ઘુમકેતુ તેની લખેલી બધી સ્ટોરીઓ લઈને નીકળે છે અને તે ચોરી થઈ જાય છે તે કમ્પ્લેન કરવા પોલીસ સ્ટેશન જાય છે. ત્યારે પોતાનું નામ કહેતા સામે ઇન્સ્પેક્ટર બાદલાની હોય છે અને તેને ખબર પડે છે કે આ જ ઘુમકેતુ છે ? તે કેસની ફાઈલ લેવા જાય છે, એટલી વારમાં ઘુમકેતુનું મન બદલાઈ જાય છે કે હવે અહીંયા નથી રહેવું ને ગામડે પરત જતું રહેવું છે અને તે ત્યાંથી ગામડે જવા રવાના થાય છે.

સ્ટોરી કોન્સેપ્ટ તદ્દન નવો છે અને અમુક ક્ષણો હસવા પર મજબૂર કરે એવી છે અને નાના-નાના ભાગમાં સ્ટોરી વહેંચી હોય છે. થોડો ભૂતકાળ બતાવે છે તો થોડો વર્તમાન આમા ધ્યાન ન રહ્યું હોય તો પાણી ફરી વળે. જો તમે નવાજુદ્દીન સિદ્દીકી ના ફેન હોવ અને જોવા માંગતા હોવ તો એકવાર ઘુમકેતુ જોઈ લેવું જોઈએ.

તમને અમારી સ્ટોરી પસંદ આવે તો તમારો અમૂલ્ય પ્રતિસાદ જરૂર થી આપશોજી.

આભાર