સહનશક્તિ ક્યાં સુધી?
✍️આપણે આપણાં જીવન માં સહનશક્તિ શબ્દ કેટલી વાર સાંભળ્યો હશે. પણ ક્યારે વિચાર્યું છે સહનશક્તિ ક્યાં સુધી, એની હદ શું ?અને શું કામ સહન કરવું.
✍️ઘર પરિવાર માં બધાં ને કોઈ ને જોડે થોડી બોલાચાલી થતી હોય છે, જેમ કે દીકરા ની પીતા જોડે અને દીકરી ની માતા જોડે. આ તો ઉદાહરણ છે ખાલી. હર એક સબંધ માં થોડી ઘણી બોલચાલ થતી હોય છે.
✍️સમજીલો કે ઘરમાં જેટલાં બાળકો છે, એ બધાં શું સરખા હોય છે. નાં ભાઈ બહેન , ભાઈ ભાઈ અંતર હોય છે, બધાં ભિન્ન હોય છે. સમય રહેતા પરીવાર માં બાળકો મોટાં થાય અને પોતાનાં જીવન માં કંઈ સારું કરે એવું આશા માતા પિતા ને હોય છે, પોતાનાં બાળકો થી. દરેક માતાપિતા ને હોય કે મારો દીકરો કે દીકરી પોતાનાં જીવન માં સારું ભણે, સારું કમાય, અને એક સારું સુખી જીવન જીવે.
✍️પણ બે કે ત્રણ બાળકો હોય બધાં છે તો અલગ અલગ, હર એક માણસ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનાં જીવન નો ઉધ્ધાર કરશે. અને એમાં કોઈ એમ બાળક એવું છે, જે નથી ભણી શકતું, એ કેટલી બી મહેનત કરે એનું બેસ્ટ આપવાની કોશીશ કરે તેમ છતાં પણ એ સારા ગુણ નથી લાવી શકતું. તો માતપિતા એને પ્રેશર કરશે કે વધારે મહેનત કર, પરંતુ શું એ વસ્તુ ક્યાંય ને ક્યાંક એ બાળક માટે માનસીક ત્રાસ નઈ બની જાય. એમણે સમજવો બધાં પ્રયત્નો કરો, પણ જ્યારે માતાપિતા એ બાળક પર હાથ ઉપાડશે અને એણે માર ની ભાષા થી સમજવાનો પ્રયત્ન કરશે, તો પણ નાં સમજે બાળક તો અગાળ શું ? માતાપિતા એ પહેલાં તો હદ ની બહાર પ્રેશર નાં કરવો જોઈએ બાળક ને કે તારે આટલા ટકા તો લાવવાના છે. બીજું હાથ નાં ઉપાડવો જોઈએ. હાથ ઉપાડવાથી શું થશે જે, બે થી ત્રણ વાર માર ખાઈને બાળક નો ડર ખતમ થઈ જશે, અને એ ઢોર જેવો બની જશે. અને એનાં મન માં માતાપિતા માટે એક લાગણી પણ ક્યાયક મરી જશે. કોઈ પણ વ્યક્તિ હોત દુનિયાનો એ બધાનો તિરસ્કાર પોતાનાં માટે સહન કરી શકે છે, પણ જો એનાં માતપિતા એનો તિરસ્કાર કરે તો એ સહન નહિ કરી શકે .
✍️હવે આ બાળક મોટું થશે, એટલે ધીમે ધીમે એણે હવે માતાપિતા નું સાંભળવાની પણ ટેવ પડી જશે. જ્યારે માણસ કોઈ વસ્તું ને માની લે છે કે હવે મારે જીવનભર સાંભળવાનું છે, એટલે એ સાંભળતો રહેશે. બેશક એ જીવન માં કઈ સારું નાં કરી શક્યો કદાચ! તો એણે ઘરમાં જીવનભર સાંભળવાના છે. અને પછી જ્યારે પોતાનાં માતાપિતા એ બાળક ને એવું ફીલ કરાવશે કે અમે તારા માટે જીવન માં કેટલું કર્યું, અને કેટલું કરીએ છીએ. તો હવે તો તું સુધર અને પોતાનાં માટે કઈક કર! જીવન માં બધાં પોતાનાં રીતે પોતાનાં માટે સાચા હોય છે. પરંતુ માતાપિતા પણ ખોટાં નથી હોતાં. ઘણીવાર કઈ રીતે કઈ વસ્તું ને હાથમાં લઈને હેન્ડલ કરવું એ નથી સમજાતું અને કઈક અવળો નિર્ણય લેવાઈ જાય છે.
✍️એ બાળક જેની ઊપર તું ખોટો સિક્કો સાબીત થઈ ગયો છે. એવું સંભળાવતા માતાપિતા પણ નથી સમજતાં કે એ બસ આટલું કરવાનું ક્ષમતા ધરાવે છે. એણે ફોર્સ કરીને પણ કઈ મતલબ નથી. પણ સતત એણે એ જતાવું કે તું અમારા ઊપર બોજ છે. અને તને અમારે જિંદગીભર ઝેલવો પડશે. કઈ પણ વાતે કોઈના કોઈ સારા સમાચાર હોય તો એ કહેતા કહેતા, એણે સંભળાવી દેવું કે તે શું કર્યું, એક બાળક ક્યાં સુધી સહનશકિત સહન કરશે.
✍️એક નાં એક દિવસ એ બાળક નાં મન મગજ માં ભરેલો વિકરાળ ક્યારે ને ક્યારેક તો જ્વાળામુખી થઈને ફૂટશે. અને જ્યારે એનાં મોઢા માંથી અંગારા નો વરસાદ થશે, ત્યારે માતાપિતા કદાચ એ શબ્દો ને સહન નઈ કરી શકે, અને એમની આંખ માં આંસુ આવી જશે. એટલે બોલવામાં અને સંભળાવવામાં ફરક છે, સબંધ કોઈ પણ હોય, પણ સતત તમે જો તમારાં કરેલાં સારા કર્મો ને જતાવશો તો, શો મતલબ છે સતત સભળવતાં રહેવું જરૂરી નથી. જીવન માં બધાં સરખાં હોતાં નથી. બધાં બાળકો નું દિમાગ સરખું ચાલતું નથી, એક સમય વીત્યા પછી માતાપિતા ને પણ સમજી જવું જોઈએ કે એમના બાળક ની કેટલી ક્ષમતા છે.
✍️કઈ કરી છુટવા માટે અંદર ની શક્તિ જોવે, પોટેંશન સ્ટ્રોંગ હોવું જોઈએ, અને એ વસ્તું માણસ ને પોતાનાં મન થી હોવી જોઈએ, કોઈ કહે અને કોઈ વ્યકિત એ કરે તો એ જીવનમાં કંઈ નહિ કરી શકે. જાણતાં અજાણતાં માતાપિતા બાળકો ને માનસીક ત્રાસ આપી દેતાં હોય છે, અને એ વસ્તું ની ખરાબ અસર પડે છે. અને એ બાળક ક્યારે કોઈ વસ્તું માં પરફેકટ નથી બની શકતું, કારણ કે એને સાંભળવાની ટેવ પડી ગઈ હોય છે.
✍️એટલે મન મગજ માં એજ વસ્તું હાવી થઈ ગઈ હોય છે, વધારે માં વધારે શું થશે, કામ બરાબર નઈ થાય તો શેઠ ચાર શબ્દ બોલશે, બીજું કંઈ તો નઈ થાય, અને વધારે માં વધારે નોકરી માંથી કાઢી દેશે, બીજું કંઈ તો નઈ થાય. બીજી નોકરી મળી જશે.
કઈક આવું માઈન્ડ્સેન્ટ એ બાળક નું થઈ જાય છે. અને એ પોતાનાં જીવન માં પોતાનાં દિમાગ નો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે.એનું વર્તન બાળક જેવું થઈ જાય છે મોટાં થાય પછી પણ એના વર્તન માં કોઈ ફરક નથી આવતો.
✍️એટલે એક હદ સુધી સમજાવી શકાય, અને એક હદ સુધી કોઈને સાચી રાહ પર લાવવાની કોશિશ કરી શકાય અને બીજું કે જેણે પોતાનાં થી કોઈ પ્રેમ નથી,જેણે પોતાનાં માટે કંઈ કરવું નથી એ વ્યકિત માટે બીજું કોઈ કંઈ જ નાં કરી શકે.
✍️અહીંયા માતાપિતા ની સહનશક્તિ ખતમ થઈ જાય છે અને બાળક નું પણ સહનશક્તિ ખતમ થઈ જાય છે. અને આવા બાળકો મોટાં થઈને ઉંમર પ્રમાણે જવાબદાર વ્યક્તિ નથી હોતા.
✍️જરૂરી એ પણ નથી કે જેનું વર્તન એવું છે, એ જવાબદાર માણસ નાં બની શકે, બસ એણે થોડો સમય વધારે લાગે કોઈપણ વસ્તું અને પરિસ્થિતિ ને સજવામાં. અને એ પણ જવાબદાર બની શકે છે.