Ajnabi Humsafar - 13 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૧૩

Featured Books
  • Devil I Hate You - 23

    और फिर वहां सोचने लगती है, ,,,,,वह सोचते हुए ,,,,,अपनी आंखों...

  • श्रापित

    मनोहरपुर का नाम सुनते ही लोगों के चेहरे पर अजीब सी घबराहट आ...

  • स्वयंवधू - 33

    उलझन"कल शाम हुआ क्या था? भविष्य के लिए मुझे विस्तार से बताओ।...

  • लव एंड ट्रेजडी - 16

    उन सब ने नाश्ता कर लिया था अब उन्हें एक गाइड की ज़रुरत थी जो...

  • अपराध ही अपराध - भाग 31

    अध्याय 31 पिछला सारांश: कार्तिका इंडस्ट्रीज कंपनी के मालिक क...

Categories
Share

અજનબી હમસફર - ૧૩

બીજા દિવસે દિયા તૈયાર થઈ બહાર અગાસી પર આવી તો ત્યાં સમીર એક્સરસાઇઝ કરી રહ્યો હતો . દિયાને આવતા જોઈ સમીરે એક્સરસાઇઝ બંધ કરી અને દિયા પાસે આવીને ગુડ મોર્નિંગ કહ્યું.

" વેરી ગુડ મોર્નિંગ , ચલો નાસ્તો નથી કરવો " દિયાએ કહ્યું.

" હા બસ નાહીને આવ્યો "કહી સમીર પોતાના રૂમમાં ગયો.

નીચે ઉતરી દિયાએ જોયું તો શારદાબા રસોડામાં કઈક બનાવી રહ્યા હતા. આ જોઈ દિયાએ શારદા બાને કહ્યું,

"બા તમારો હાથ હજુ સારો જ થયો છે અને તમારે રસોડામાં શું કામ પડ્યું ? તમારે કશું નથી કરવુ લાવો હું કરૂં ..બોલો શું કરવાનું છે ?

"આજે મહારાજ મોડા આવવાના છે એટલે મને થયું કે આજે સમીર માટે થેપલા બનાવુ. તેને બહુ ભાવે છે."

" તો તમારે મને કહેવાયને .. તમે બેસી જાવ હું બનાવુ છું ."

દિયાએ થેપલા બનાવ્યા સાથે લસણની ચટણી અને ચા પણ બનાવી . બધું ડાઇનિંગ ટેબલ પર મૂકીને શારદાબા અને દિયા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. થોડીવારમાં ધનજી દાદા અને સમીર પણ આવી ગયા. એ પણ બેઠા. શારદા બાએ સમીરની પ્લેટમાં થેપલા મૂક્યા.

"વાવ બા... થેપલા ? મારા ફેવરેટ.. આજે તો બ્રેકફાસ્ટ કરવાની મજા આવશે .સમીરે ઉત્સાહિત થઈને થેપલા ખાવાનું ચાલુ કર્યું. યમ્મી..! તમારા હાથમાં તો જાદુ છે બા ." સમીરે થેપલા ખાતા ખાતા કહ્યું.

"જાદુ મારા હાથમાં નથી બીજાના હાથમાં છે" એમ કહી શારદા બાએ દિયા સામે જોયું એટલે સમીર પણ સમજી ગયો કે એ થેપલા દિયાએ બનાવ્યા હતા.

" ખૂબ જ ટેસ્ટી થેપલા બનાવ્યા છે અને સાથે ચટણી .. ખરેખર મજા આવી ગઈ." સમીરે દિયાના વખાણ કરતા કહ્યું .

"રોજે સવારે આવા થેપલા મળી જાય તો સવાર સુધરી જાય " આ સાંભળી દિયાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ

"રોજે કંઈ નહીં મળે એ તો આજે મહારાજ મોડા આવવાના હતા એટલે દિયાએ નાસ્તો બનાવ્યો . બાકી રોજ રોજ મારી છોકરી પાસે રસોઈ નથી બનાવડાવવાની હો " શારદા બા એ કહ્યું .

આ સાંભળી સમીરે બનાવટી ગુસ્સો કરતા કહ્યું ,
" હા એ જ તમારી છોકરી અમે તો કંઈ નહીં "આ સાંભળી બધા હસવા લાગ્યા

દિયા નાસ્તો પતાવીને ઓફિસ ગઈ. કોમલ અને દિયા હવે ખાસ ફ્રેન્ડ બની ગઈ હતી .દિયા પોતાના મનની દરેક વાત કોમલને જણાવતી અને કોમલ પણ દરેક વાત દિયા સાથે શેર કરતી . આજે પણ કામ કરતા કરતા દિયાએ કોમલને સમીર વિશે જણાવ્યું એટલે કોમલ તેના સ્વભાવ પ્રમાણે દિયાને ફરીથી સમીરના નામથી ચીડવવા લાગી .

"શું કોમલ તું પણ ? હજુ તેને આવે એક દિવસ પણ નથી થયો અને તું તેની સાથે મારૂ નામ જોડી દે છે . મને એ એનઆરઆઈ માં કોઈ ઇન્ટરેસ્ટ નથી ." દિયાએ થોડા ગુસ્સાથી કહ્યું.

"અરે હા હું તો ભૂલી જ ગઈ . તને તો પેલા રાકેશ માં ઇન્ટરેસ્ટ છે બરાબરને ? "કોમલે ફરીથી દિયાને ચીડવી.

આ સાંભળી દિયા ના શહેરો ચહેરો શરમથી લાલ થઇ ગયો . ચહેરા પર મુસ્કાન સાથે કોમલને કહ્યું ,

"બસ હવે તારે દિયાપુરાણ નથી ખોલવું .ઘણા કામ બાકી છે હજી." અને બંને સહેલી હસવા લાગી .

સાંજે ઘરે આવીને દિયા પોતાના રૂમમાં ગઈ . ફ્રેશ થઈને પોતાનુ મનગમતું પુસ્તક લઈને અગાસીના ગાર્ડનમાં વાંચવા બેઠી .

" હેઈ દિયા.. શું વાંચે છે ? "દિયાએ જોયું તો સમીર તેની સામે ઉભો હતો .

"કંઈ નહિ સ્ટોરી બુક છે .બેસ ને.. "દિયા સમીરને આગ્રહ કરતા કહ્યું.

"એકચ્યુલી મારે તારું કામ છે . મારી સાથે આવીશ.?" :સમીર

"બોલ ને શું કામ છે ?અને ક્યાં જવાનું છે ?" દિયાએ પુછ્યુ.

"કાલે બા દાદાની ૫૦મી એનિવર્સરી છે.હુ તેને સરપ્રાઈઝ આપવાનું વિચારું છું તો તું કંઈક આઈડીયા આપે તો આપણે પ્લાન કરીએ અને આજે કેક નો ઓર્ડર પણ આપતા આવીએ. " સમીરે કહ્યું.

ઓહ..! મને તો ખબર જ નથી કે કાલે બા દાદાની એનિવર્સરી છે . સારું થયું તે મને કીધું. એક કામ કરીએ એક સરપ્રાઈઝ પાર્ટી કરીયે . આ ટેરેસ ગાર્ડનમાં જ‌ ગોઠવી દઈશું અને બા દાદાના જુના ફ્રેન્ડ્સ અને રિલેટીવ્સને આમંત્રિત કરીશું. " દિયાએ પોતાનો વિચાર જણાવ્યો.

"હું પણ એ જ વિચારૂં છુ પણ એક દિવસમાં આ બધું થઇ જશે ? "સમીરે પોતાનો પ્રશ્ન દિયા સામે રજૂ કર્યો.

" થઈ જશે ..હું કાલે ઓફીસથી વહેલી આવી જઈશ ‌. બા દાદાને કોઈ કારણથી ઘરથી દૂર લઈ જવા પડશે . એટલે અહીંયા નો ડેકોરેશન કરી શકાય ‌." : દિયા

"કોઈક કેટરર્સને ડિનર માટે ઓર્ડર પણ આપવો પડશે અને મહેમાનોનુ લિસ્ટ પણ તૈયાર કરવું પડશે " સમીરે કહ્યું. આ રીતે બંનેએ એનિવર્સરી પાર્ટીની દરેકે દરેક બાબત નક્કી કરી પ્લાનિંગ કર્યું ‌.

"ઓકે તો ફાઇનલ .આજે ડિનર પછી આપણે કેક અને કેટરર્સ વાળાને ઓર્ડર આપવા જઈશું. " :સમીર

"સારુ " દિયાએ કહ્યું.

સાંજે ડિનર પતાવીને બધા હોલમાં બેઠા એટલે સમીર બોલ્યો , " આજે આઈસ્ક્રીમ ખાઈએ.. હું બધા માટે આઈસ્ક્રીમ લઇ આવુ "

દિયા સમીરની વાત સમજી ગઈ એટલે તેણે પણ કહ્યું,
" હા મને પણ આજે આઇસ્ક્રીમ ખાવાની ઇચ્છા છે . અહીંયા નવી શોપ થઈ છે ત્યાં લાઇવ આઇસક્રીમ મળે છે તેનો ટેસ્ટ ખુબ જ સરસ છે. "

"તો એક કામ કર તુ મારી સાથે આવ કેમકે મે એ શોપ નથી જોઈ . "

"હા સારું ચાલો આવું છું " દિયાએ કહ્યું એટલે સમીર ગાડીની ચાવી લઇને ઘરની બહાર નીકળ્યો તેની પાછળ દિયા પણ ગઈ.

"ધનજી દાદા અને શારદાબા હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા ત્યાં રાકેશ આવ્યો દિયા ના દેખાઈ એટલે તેણે પુછ્યું ,

" દિયા નથી દેખાતી? ઉપર છે?"

એટલે શારદા બાએ કહ્યું , "ના તે સમીર સાથે આઈસ્ક્રીમ લેવા ગઈ છે."

આ સાંભળી રાકેશના પેટમાં જાણે કોઈએ ગરમ તેલ રેડયુ હોય એવી બળતરા થવા લાગી.

ઘણો સમય જતો રહ્યો હતો પરંતુ દિયા અને સમીર હજુ આવ્યા ના હતા રાકેશનુ મન બેચેન થતુ હતું.તેણે કહ્યું પણ ખરું," ઘણી બધી વાર લાગી આઈસ્ક્રીમ લઈને આવતા "

એના જવાબમાં ધનજીદાદા કહ્યું કે ,"દિયા કંઈક નવી દુકાનેથી લાઈવ આઇસ્ક્રીમ લેવા જવાની હતી એટલે કદાચ વાર લાગી હશે "

એટલામાં દિયા અને સમીર આવ્યા તેને જોઈને રાકેશના દિલને શાંતિ થઈ . બધાએ આઇસક્રીમ ખાધું.ધનજીભાઈએ વખાણ પણ કર્યા અને કહ્યું ," ખરેખર સારો ટેસ્ટ છે દિયા "

રાકેશનું ધ્યાન તો આઇસ્ક્રીમ કરતા દિયામાં વધારે હતું . મન થતું હતું કે તે દિયાને જોયા જ કરે પણ અત્યારે તે શક્ય ન હતું . તેને થયું કે બધા વચ્ચે વાત નહીં થાય એના કરતા ઘરે જઈને દિયા સાથે મેસેજ માં વાત કરૂ . એ વિચારીને તે ઘરે જવા માટે નીકળ્યો .દિયા પણ તેની સાથે બહાર આવી અને ગુડ નાઈટ કહ્યું અને પોતાના રૂમ માં જઈને શાવર લીધો. ફ્રી થઈ ફોન હાથમાં લીધો જોયું તો રાકેશ મેસેજ હતો કે ,

"કાલે સુરત જવાનું વિચારૂ છુ તો તારે આવવું હોય તો સાથે જઈએ "

રાકેશનો મેસેજ વાંચીને દિયાને પહેલીવાર રાકેશની કારમાં સુરત ગયા ત્યારની ઘટના યાદ આવી ગઈ . તેણે રાકેશને રીપ્લાય કર્યો કે ,
"કાલે બા-દાદાની એનિવર્સરી છે એટલે હું અને સમીર સરપ્રાઈઝ પાર્ટી અરેન્જ કરીએ છીએ જો તારે અર્જન્ટ ના હોય તો રવિવારે સુરત જતો રહેજે ‌કેમ કે કાલે તારે પાર્ટીમાં આવવાનું છે અને હા, વહેલા આવવાનું છે અને મને બધી તૈયારીમાં મદદ કરવાની છે. "

દિયાનો મેસેજ વાંચીને રાકેશના ચહેરા પર મુસ્કાન આવી ગઈ .ખુશ થઈને દિયાને કહ્યું,"ના એવું કંઈ કામ નથી હું પછી સુરત જઈ આવીશ. હું ચોક્કસ તારી મદદ કરવા વહેલો આવી જઈશ."

" શક્ય હોય એટલું વહેલા આવજે. હું પણ વહેલા આવી જવાની છું."

બીજે દિવસે દિયા સવારે વહેલી ઊઠીને તૈયાર થઈ અને નાસ્તો કર્યો . દિયાએ કે સમીરે બા દાદાને શુભકામના આપી નહિ . દિયા ફટાફટ નાસ્તો કરીને ઓફિસ જતી રહી તો સમીર પણ બહાનું બતાવીને બહાર જતો રહ્યો . ધનજીભાઈ અને શારદા બાને પોતાની લગ્ન તિથિ યાદ હતી પણ આ ઉમરે કોઈ પાસેથી શુભકામના મળવી જોઈએ તેવી કોઈ આશા તેમણે રાખી ના હતી . દિયાને તો એ બાબતની ખબર જ નથી અને સમીર કદાચ ભૂલી ગયો હશે .એવું વિચારે બંને મંદિરે દર્શન કરવા ગયા.

ઘરથી બહાર નીકળીને સમીરે મહેમાનોનુ લિસ્ટ તૈયાર કર્યું હતું તે બધાને ફોન કર્યા અને આમંત્રણ આપ્યું . એ કામ પત્યુ પછી તે ઘરે આવ્યો અને જમ્યો. જમીને તે ઉપર ગયો અને બંધ પડેલો રૂમ ખોલ્યો ‌. તેની દિવાલ પર બધા ઘણા બધા ફોટો લગાવેલા હતા . દાદા દાદીના, મમ્મી પપ્પાના અને તેના બાળપણના. એ તસવીરો જોઈને સમીર ભાવુક થઈ ગયો. થોડીવાર એમજ એ તસવીરો જોતો રહ્યો પછી કબાટ ખોલ્યો અને તેમાંથી જુના આલ્બમ કાઢયા તેમાંથી બા દાદાની તસવીરો લીધી અને ફરીથી રૂમ બંધ કરી ફોટોગ્રાફર પાસે ગયો.

દિયા બે વાગે ઘરે આવી ગઈ. તેને જોઈને શારદા બાએ વહેલા આવવાનું કારણ પૂછ્યું તો તેણે માથું દુખે છે એવું બહાનુ બતાવી ઉપર જતી રહી . તે સીધી સમીરના રૂમમાં ગઈ પણ તે ત્યાં ના હતો એટલે પોતાના રૂમમાં ગઈ તો સમીર તેની રાહ જોતો ત્યાં જ બેઠો હતો.

"હું તારા રૂમમાં ગઈ અને તું મારા રૂમમાં છે? બોલ હવે આગળનો પ્લાન શું છે" હસતા હસતા દિયાએ કહ્યું " બા દાદાને કઈ રીતે ઘરની બહાર મોકલીશું?"

"એના માટે મેં દાદાના ફ્રેન્ડને વાત કરી છે તે બા- દાદાને મળવાના બહાને ઘરે બોલાવશે. "

"બરાબર.. ચાલો હવે કામે લાગી જઈએ.." દિયા એ કહ્યું અને પોતાની ઓફિસબેગમાંથી ઘણા બધો ડેકોરેશનનો સામાન કાઢ્યો જે તે ઓફિસેથી છુટીને લઈ આવી હતી.

"એક કામ કરીએ અહીંયા રૂમમાં બેઠા બેઠા બધા ફુગ્ગા ફુલાવીને તૈયાર રાખીએ પછી લાઇટિંગ ગોઠવીએ ." દિયાએ કહ્યું. સમીરે તેની વાતમાં હામી ભરી અને બંને તૈયારી કરવા લાગ્યા .

લગભગ ચાર વાગ્યા ત્યાં નીચેથી ધનજી દાદાએ સમીરને બોલાવ્યો અને કહ્યું કે ,"તારે અમારી સાથે મારા મિત્રને ત્યાં આવવાનું છે આ સાંભળી સમીર વિચારવા લાગ્યો. ના પણ પાડી શકે તેમ ન હતો અને જો જાય તો બધી તૈયારી કઈ રીતે કરવી . દિયા ત્યાં પાછળ ઉભી હતી તેણે આંખથી ઈશારો કરી જવા માટે કહ્યુ.

સમીર બા-દાદાને લઈ તેના મિત્રના ઘરે ગયો ત્યાં પહોંચી ને દિયા ને મેસેજ કર્યો કે હવે શું કરવું?

દિયાએ રીપ્લાય કર્યો કે ," હું બધું સંભાળી લઈશ. રાકેશ પણ થોડીવારમાં આવી જશે "

સમીરને મેસેજ કરી દિયા લાઈટ ગોઠવવા લાગી .પણ અમુક જગ્યા ઉંચી હોવાથી તેના હાથ પહોંચતા ન હતા.

"હું મદદ કરૂ?" પાછળથી રાકેશ નો અવાજ સંભળાયો.

દિયાએ હા કહી. તેને એમ હતું કે રાકેશ લાઈટ ગોઠવવા લાગશે પણ રાકેશ તેની પાસે આવીને તેને ઉંચકીને તેડી લીધી . રાકેશનો સ્પર્શ દિયાના ધબકારા વધારી દેતો. તે શું કરવું એ પણ ભુલી ગઇ . એ અપલક નજરે રાકેશને જોઈ રહી અને રાકેશ પણ દિયાની આંખોમાં ખોવાઇ ગયો