Baka'lu - 7 in Gujarati Love Stories by Pawar Mahendra books and stories PDF | બકા'લુ - ૭

Featured Books
Categories
Share

બકા'લુ - ૭

કાવ્યાંને પામવાના ઘણી ચાલ રમી પણ પાર્થિવ પામી શક્યો

નહીં.દિવસો રેતીની જેમ સરકી રહ્યા હતા.આખરે પાર્થિવે હાર કબૂલ કરી લીધી અને નિર્ણય લઇ લીધો કે હવે મારે કોઇને પ્રેમ નથી કરવો. કાવ્યાઅે પણ સ્વિકાર કરી લીધો કે હવે પાર્થિવ જોડેની યાદો હમેંશા યાદો બની ગઇ.


ભૂતકાળના પ્રેમીઅોના ચિત્રો જૂની દિવાલ પરથી ભૂસાંવા લાગ્યા હતા.વિખૂટાના દસેક વર્ષો થઇ ગયા હતા.કાંવ્યાઅે લગ્ન પણ કરી લીધા હતા.હવે તે સુખી શાંતિપૂર્ણ જીવન પોતાની નોકરી સાથે જીવી રહી હતી.

પાર્થિવ કાવ્યાંની યાદો ભૂલવા માટે આહવા છોડીને નવાપુર સ્થાયી થયો હતો.તે અેકલવાયું જીવન જીવતો હતો.નવાપુરના જ અેક ગલીમાં અેક કરોળિયાનાં જાળી વાળો અોરડો ભાડે રાખ્યો હતો.હવે તે યુવાનમાંથી આધેડ પુરુષ થઇ ગયો હતો.માથે મોટા વાળ,દાઢી વાળો અેક સમયનો પ્રેમી હવે યાદોના સહારે જીવન જીવી રહ્યો હતો.આટલા દસ વર્ષમાં પોતાની મમ્મીના અવસાન બાદ આહવા કાયમ માટે છોડી નવાપુરમાં કાવ્યાની યાદો અને ગલીઅોમાં બકાલૂં વેચતો સમય પસાર કરી રહ્યો હતો.

અેક 'ખોલી'(રુમ)રાખી હતી તેમાં જ રસોઇ પ્રાયમસ ઉપર રાંધીને ખાતો હતો.અેક ખૂણે મકાન માલિકે ભાડૂતને આપેલ ખાટલો હતો.છેલ્લે ખૂણે અેક પાટલા ઉપર મંદિર બનાવેલ હતું.આ હતી અેક સમયના પ્રેમી પાર્થિવનું વાસ્તવિક હાલના જીવનનું ચિત્રણ.


દરરોજનું જેમ પાર્થિવ નવાપુરની ગલીઅોમાં શાકભાજી વેચવા નિકળતો હતો.ગલીઅોમાં ફરીને બજારમાંથી બપોર માટે જમવાનું લારીઅેથી લઇ આવતો.બપોરે જમી લઇ થોડો આરામ કરી પાછો શાકભાજી વેચતો નવાપુરના અેક ખૂણે પુલના નિચે સાંજે શાકભાજીના માર્કેટમાં લારી લગાવી શાકભાજી વેચતો. હવે તેની હિરોપંન્તીનો ભૂત ઉતરી ગયો હતો.તેના પાસે ખોવા માટે કાવ્યાંની યાદો સિવાય કાંઇ ન' હતું.
તે થોડો વ્યસની પણ થઇ ગયો હતો.

અેક દિવસે પાર્થિવ દરરોજની જેમ શાકભાજી વેચવા સાંજે લારી લગાવી બેઠો હતો.શનિવાર હતો તેથી તે દિવસે વેપાર પણ સારો અેવો થતો હતો.શનિવારના સાંજ બજારમાં ભીડ પણ ઘણી હતી.અેક આધેડ વયની સ્ત્રી આવીને પાર્થિવને કહ્યું:
આ લીલી ચોળીની પાપડી કેમ આપી ?

પાર્થિવે જવાબ આપતાં કહ્યું કે ૨૦ની અઢીસો અને ૩૦ની પાંચસો ગ્રામ.

તે સ્ત્રી ૩૦ ગ્રામ ચોળી લઇ ચૂપચાપ ચાલવા લાગી.પણ બકાલૂ વાળો પાર્થિવ ભૂતકાળમાં નિકળી ગયો હતો.નવાપુરના બજારમાં આવા શબ્દો પહેલી વખત સાંભળ્યું હતા. " કે આ શાકભાજી કેમ આપી ?" આ શબ્દો સાથે પાર્થિવનો ઘણો નાતો હતો.કાવ્યાં જોડેની ઘણી યાદો હતી.

ભવ્ય ભૂતકાળમાં ખોવાયેલો પાર્થિવના લારી પર કોણે શું લીધું ને કોણ આવ્યું કોણ ગયું ખબરના પડી.તે ભાનભૂલી ચૂક્યો હતો.કાવ્યાંને વિખૂટા પડ્યા ના ખાલી દસ વર્ષ થયા હતા અને યાદો તો હજીય રાતરાણીની તાજી,સુંગધિત ફોરમ આપતી હતી.અે શબ્દો વળી કેવી રીતે ભૂલાઇ.

પાર્થિવ થોડીવારમાં પાછો યાદોમાંથી આવી અને શાકભાજીના ધંધામાં મન પરોવા લાગ્યો.તેના મનમાં તે આધેડ વયની સ્ત્રીના શબ્દો અને સ્ત્રી જ યાદ આવતી હતી.પછી અચાનક ભર બજારમાં નાચવા લાગ્યો. આજુબાજુ વાળા જોવા લાગ્યા કે પાર્થિવડો આજે ગાંડો થયો લાગે.શું કરે બિચારો ! દસ વર્ષથી જેના આધારે જીવન પસાર કરી રહ્યો હોય અેજ વ્યક્તિ અેના દુકાનેથી ચોળી લઇ ગઇ અેવું અેને લાગ્યું.નાચી ઉઠ્યો તે વખતે અેને ત્રીસ રુપિયાની ચોળી આપી હતી,પછી ૨૦ રુપિયા પાછા આપતી વખતે પાર્થિવની નજર હાથ ઉપર પડી હતી.તે હાથ પણ અોળખીતો હતો,હાથમાં ચાંદીની વિંટી પહેરી હતી તે પણ અોળખીતી હતી. આ પરિસ્થિતિમાં માણસ નાચે નહીં તો બીજું શું કરે ??

ભર બજારમાં નાચતો પાર્થિવ સાથેના લારી વાળાને જોઇ થોડો શરમાયો.બાજૂની લારી વાળો પોમલો કહે: શું !પાર્થિવ ગાંડો થયો હતો કે ?

પાર્થિવ કાંઇ બોલ્યા વગર ખિસ્સામાંથી બિડી કાઢી પિવા લાગ્યો.આજે તેના ચહેરા પર અલગ ચમક હતી.


( દસ વર્ષ પછીનો કાવ્યાંનું ચિત્રણ અને પાર્થિવની મનોદશા) (ક્રમશઃ)