call center - 2 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર(ભાગ-૨)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર(ભાગ-૨)


વાહ વાઇરસ આ તારું ટૂંકુંને ટચ મને પણ ગમ્યું.સાહેબ એક વાત કહું ,આ પલવી મેડમ મસ્ત છે. તમારી અને એની જોડી પણ જામે એવી છે.અલા તું તારું કામ કર ને સવાર સવારમાં.



*********************************************


ધવલ અને માનસીની વાત કરું તો ધવલ સીધો સાદો છોકરો દેખાવમાં પણ ખાસ નહીં.જોઇને તમને તરત જ ગમી જાય એવું પણ નહીં પણ તમે તેની સાથે રહો તો તેના ભોળાપણને લીધે તમે પ્રેમમાં પડી જાવ.

માનસીને ધવલ ખૂબ પ્રેમ કરતો હતો પણ માનસી સમક્ષ એણે કયારેય પ્રેમનો એકરાર કર્યો ન હતો. એવું નથી કે તે માનસીને પ્રપોઝ કરવા માટે ડરતો હતો. પણ કારણ બીજું કંઈક હતું.

26 નવેમ્બરની રાત હતી. માનસી,ધવલ,અનુપમ અને વિશાલ સર બધા એક સાથે એક ઇવેન્ટમાં જવાના હતા. અમારી સાથે જ્યારે પણ વિશાલ સર હોઈ ત્યારે તેમની વાઈફ પાયલ સાથે જ હોઈ પણ તે દિવસે તેની વાઈફ સાથે ન હતી.

ઇવેન્ટ રાત્રે અગીયાર વાગે પુરી થઈ. હું અને અનુપમ અમારા ઘર તરફનો રસ્તો પસંદ કર્યો. માનસીને અમે કહ્યું ઘણો સમય થઈ ગયો છે. અમે તને તારા ઘરે મૂકી જઈએ પણ માનસી એ કહ્યું નહિ હું જતી રહીશ. મારી પાસે મોટી ગાડી છે.

ઓકે માનસી...!!હું અને અનુપમ ઘર તરફ જવા માટે નીકળી ગયા.થોડીવાર બીસ્ટોલ પીવા માટે રોડ પર બહારની દુકાન પર ઉભા હતા.રાત્રીના બે વાગી ગયા હતા. કયારેક ક્યારેક એક એક ગાડી રસ્તા પરથી જઈ રહી હતી.ત્યાં જ માનસીની લાલ ગાડી પર ધવલની નજર પડી પણ ગાડી માનસી ચલાવી રહી નોહતી.

અનુપમ અને ધવલ બંને એ લાલ ગાડીની પાછળ પાછળ ગયા. ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી હતી. ધવલ પણ તેની ગાડી એટલી જ સ્પીડમાં ભગાડી. મુંબઈના દરિયા કાંઠે ગાડી થોડીવાર ઉભી રહી.બંને ગાડીની અંદર સિગારેટ પી રહ્યા હતા.

ધવલ મને તો નથી લાગતું આ ગાડીમાં માનસી હોઈ માનસીને મેં ક્યારેય સિગારેટ પિતા જોઈ નથી.પણ તેની સાથે જે વ્યક્તિ છે તે કોણ છે.એનો ચેહરો મને દેખાય રહ્યો નથી.હું તે વ્યક્તિને જોવા માંગુ છું.

ગાડી ફરી શરૂ થઈ એ જ સ્પીડમાં આગળ ચાલી.પાછળ પાછળ અનુપમ અને ધવલ પણ ગાડી ચલાવી. મારા જીવનમાં મેં પહેલી છોકરીને પ્રેમ કર્યો તો પણ આ છોકરી આવી હશે તેનો મને ખ્યાલ ન હતો.

ફૂલ સ્પીડમાં જતી ગાડીને અચાનક એક હોટલ પાસે બ્રેક લાગી. લાલ ગાડી હોટલની સામે જ પાર્કિગ કરી.માનસી ગાડી માંથી નીચે ઉતરી સામેની સાઈડ માંથી તે પુરુષ બહાર નીકળ્યો.હું અને અનુપમ તેને જોતા જ રહી ગયા.તે કોઈ બીજું નહીં પણ અમારી કંપનીના માલિક વિશાલ સર જ હતા. બંને તે હોટલની અંદર ગયા.

ધવલનું દિલ તો ત્યાં જ તૂટી ગયું.માનસી આવી હશે તે મેં સપને પણ વિચાર્યું ન હતું. આ વાતને એક વર્ષ થઈ ગયું.તો પણ ધવલ માનસીને પ્રેમ કરતો.માનસીને હજુ પણ તે પ્રપોઝ કરીને કહેવા માંગતો હતો કે માનસી હું તને ખૂબ પ્રેમ કરું છું.શું તું મારી સાથે લગ્ન કરીશ.હજુ પણ તેં માનસીને ખૂબ પ્રેમ કરી રહ્યો હતો.

બધા જાણતા હતા કે માનસી વિશાલ સરના પૈસા પાછળ પડી છે.વિશાલ પાસે ખૂબ પૈસા હતા.મુંબઈમાં એક સારા એરિયામાં તેનો મોટો ફલેટ હતો.તેની પાસે ત્રણ બી એમ ડબ્લ્યુ ગાડી હતી.તે ઓનલાઇન દવા વેચવાનું કામ કરી રહ્યો હતો.

માનસી એવું ઇચ્છતી હતી કે વિશાલ સર પાયલ સાથે છુટાછેડા લઈ લેશે અને મારી સાથે લગ્ન કરશે.પણ વિશાલ ફક્તને ફક્ત માનસીનું શોષણ કરી રહ્યો.તેના ભોળાપણનો લાભ લઈ રહયો હતો.માનસીને વાયદા આપી રહ્યો હતો હું તારી સાથે લગ્ન કરીશ.કોણ જાણે શું હોઈ પણ માનસી વિશાલ સરને પ્રેમ કરતી હોઈ એવું બધાને લાગી રહ્યું હતું.

આ બધી વાતની જાણ છતાં પણ ધવલ મુંગા મો એ માનસીને પ્રેમ કરી રહ્યો હતો.જ્યાં સુધી વિશાલ સર માનસીને ધકો ન મારે ત્યાં સુધી.ચૂપ છાપ બધું તે જોઈ રહ્યો હતો.

અનુપમે તેને ઘણો સમજાવની કોશિશ કરી કે એ માનસી તારા જેવી નથી.એનામાં અને તારામાં ઘણો ફરક છે.એ વિશાલ સર સાથે મરેજ કરવા માંગે છે અને તું તેની સાથે લગ્ન કરવા માંગે છે.

હા,અનુપમ તે મારા જેવી નથી.અત્યારે પણ તેને પૈસો જ દેખાય છે.પણ પૈસા અને પ્રેમમાં ઘણો તફાવત છે.પ્રેમ એ પૈસા થકી નથી થતો કે પૈસા થકી કોઈને તમે પ્રેમમાં વશ નથી કરી શકતા.લગ્ન થયેલ પુરુષ સાથે આ રીતે અડધી રાત્રે ફરવું ક્યાં સુધી ચાલશે. કોઈને તો ખબર પડશે જ ને,અને વિશાલ ક્યાં માનસીને પ્રેમ કરે છે.એ તો ફક્ત માનસીના શરીરના સુખનો આનંદ માણે છે.હું માનસીના શરીર સુખનો લોભી નથી અનુપમ..!!! હું તો તેના પ્રેમનો લોભી છું.તેના પ્રેમમાં પાગલ છું.

હું જીવનભર માનસીને પ્રેમ કરીશ.જ્યાં સુધી તે મને પ્રેમ ન કરે.જો જે અનુપમ એક દિવસ એવો આવશે કે એ મારી સામે આવીને મને કહેશે ધવલ હું તને ખૂબ પ્રેમ કરું છું.હું તને ખૂબ ચાહું છું.મારી ભૂલ માફ કર.

ત્યાં જ કોલ સેન્ટરમાં રિંગ વાગી.અનુપમ તું રિસીવ કર.અનુપમે ફોન રિસીવ કર્યો.

બોલો સર હું તમારી શું મદદ કરી શકુ?

સર મારા ઘરે દવાનું પાર્સલ કાલે સાંજે આવ્યું.તેમાં કઈ સમજ નથી પડતી.કેવી રીતે દવા લેવી.તમે મને જણાવશો.

હા, ચોક્કસ

આપનું શુભ નામ જાણી શકુ છું.

જી અર્પણ..!!!

પૂરું નામ જણાવશો?

જી "અર્પણ નાનજીભાઈ પટેલ"

ઓકે સર જી તમારા ઘરે પાર્સલમાં ચાર દવા આવી છે.એ ચાર દવા માંથી પહેલી દવા લિવિઝ-૫ છે એ રાત્રે લેવાની છે.બીજી છે મોમલીન એ સવારે અને રાત્રે જમીને લેવાની છે.અને બાકીની બંને દવા દરરોજ સવારે લેવાની છે.

ઓકે સાહેબ.

તમારી બીજી કોઈ સહાયતા કરી શકું અર્પણભાઈ?

નહિ સાહેબ.

આભાર અર્પણ ભાઇ તમારો આજનો દિવસ શુભ રહે.

આજ ફરી સમોસા! વાઇરસ તું બાજુવાળાના સમોસા લાવાનું બંધ કરી દે.એ નહિ થાય અનુપમ સર.એ થકી તો મારે કવિતાને મળવાનું થાય છે.જેવા હોઈ તેવા સમોસા ખાય લેવાના બાકી સમોસા તો એ જ દુકાન પરથી આવશે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup