paheli najarthi panetar sudhi ni safar - 5 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 5


( હેલ્લો, મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને નોકરી ગમતી તો નથી પણ એના પપ્પા એને નોકરી નું મહત્વ સમજાવે છે એટલે પપ્પા ની વાત માની ને મિશા નોકરી કરવા માટે વિચારે છે અને તે બધા દિવસ નોકરી પણ જાય છે અને આપણે જોયું કે મિશા માટે ફરી એક માંગુ આવે છે તો શું થશે એ મિત્રો હવે જોઈએ.)

(મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે બીજી વખત માંગુ આવે છે પેહલા વખત ની જેમ જ મિશા ના ઘરે થી મિશા ના અને છોકરા ના જન્માક્ષર મેળવી લેવા મા આવે છે અને આ વખતે પણ મિશા ના મમ્મી પપ્પા તૈયાર જ હોય છે કારણ કે છોકરો ભાવનગર નો જ હોય છે અને , એ લોકો સારા પણ હોય છે અને, બંને ના જન્માક્ષર પણ ખૂબ સારા મળતા હોય છે આથી આ લોકો મિશા ને બધી વાત કરે છે.)

મિશા ના મમ્મી: જો બેટા છોકરો સારો છે, ઘર પણ સારું છે , આપણા કરતાં થોડા પૈસા વાળા પણ છે અને સારી વાત એ છે કે તું પણ એ લોકો ને ગમી જ ગઈ છો આથી જ એ લોકો એ જ જન્માક્ષર મેળવવાનું પણ કહ્યું અને એમ પણ કહ્યું મળી જાય એટલે કેહજો આપણે મિટિંગ ગોઠવશું.

મિશા: બધી વાત સાચી મમ્મી પણ મને એક વાત ખબર ન પડી કેમ એ લોકો ની પાસે ગોર નહિ હોય કે આપણને જન્માક્ષર મેળવવાનું કહ્યું કેમ...???

મિશા ના પપ્પા: એવું બધું ન વિચારાય ભલે ને આપણને કહ્યું મેળવી લેશું જન્માક્ષર એમાં શું થઇ ગયું..??

મિશા: ઓકે મેળવી લ્યો પછી મને કહેજો શું કહે છે ગોર અને છોકરા વાળા બંને ઓકે.

( મિશા ના પપ્પા બંને ની કુંડળી મેળાપક કઢાવે છે અને જન્માક્ષર મેળવવાની વિધિ શરૂ કરે છે મિશા ના મમ્મી પપ્પા આમ ખૂબ રૂઢિવાદી છે છોકરો નાત નો જ હોવો જોઈએ , જન્માક્ષર પણ મળવા જ જોઈએ , બંને ના ગ્રહો પણ સારા એવા મળતા હોવા જોઈએ આ બધું મળતું આવે તો જ લગ્ન સફળ થાય એવું મિશા ના મમ્મી પપ્પા નું માનવું છે અને આમ મિશા ને એના મમ્મી પપ્પા દ્વારા એવું કેહવામાં આવ્યું છે કે તને કોઈ છોકરો ગમતો હોય તો અમને કહેજે હવે મિત્રો તમે જ વિચારો મિશા પ્રેમલગ્ન માટે છોકરો પસંદ કરે અને એના જ ઘરે થી કુંડળી જોઈ ને ના પાડી દેવામાં આવે તો...??? મિશા એ શું પોતાનો પ્રેમ છોડી દેવાનો એ તો અન્યાય કહેવાય ને સામે વાળા છોકરા સાથે અને જો બધા ની મરજી વિરુદ્ધ લગ્ન કરે તો એ મમ્મી પપ્પા ગુમાવી બેસે એટલે એણે પ્રેમલગ્ન નો વિચાર જ મન માથી કાઢી નાખ્યો હતો. મિશા ના પપ્પા એ કુંડળી મેળવી અને બંને ની સારી કુંડળી મળે છે જોઈએ.)

મિશા ના પપ્પા: સાંભળ મિશા કુંડળી તો સારી મળે છે, છોકરો પણ સારો છે, અને ગામ માં જ છે તો શું વિચાર છે..?? તારો અને તારા મમ્મી નો..??

મિશા: પણ પપ્પા એક વાત કહું તમને એક અઠવાડિયા થી આ જન્માક્ષર મેળવવા આપ્યા છે ને..??

મિશા ના પપ્પા: હા કેમ..??

મિશા: જોવો પપ્પા તમે અને મમ્મી વિચારો તો જો એ લોકોને કરવામાં રસ હોત તો એક વાર તો એમનો ફોન આવવો જોઈએ ને એક વાર પણ નથી આવ્યો અને તમે લોકો કરવું છે કરવું છે કરો છો એ લોકો ને શું રસ નથી એમના પોતાના છોકરા નું કરવામાં. ???

મિશા ના મમ્મી: ભુલી જતા હશે ફોન કરવાનું એમાં શું થઇ ગયું..??

મિશા: બસ, મમ્મી તારા આવા બક્વાસ કારણો તો રહેવા જ દેજે હો ને તમે તો કોઈ દિવસ આવી વાત નથી ભૂલતા કેમ..??

મિશા ના પપ્પા: પણ શું થઇ ગયું એ લોકો નો ફોન ન આવે તો આપણે કરી લેવાનો અને એ લોકો એ કહ્યું જ હતું કે તમે જન્માક્ષર મળે એટલે ફોન કરજો એટલે આપણા ફોન ની રાહ જોતા હોય એવું પણ બને ને..??

મિશા:(ગુસ્સે થતા) અરે હું જે કહું છું એ નથી સમજતા તમે લોકો શાયદ એ લોકો ને રસ પણ ન હોય એવું પણ બની શકે ને...???

મિશા ના મમ્મી: (ગુસ્સે થતા) બસ હવે તારે ન કરવું હોય તો સીધી રીતે ના પાડી દે ને ખોટા એવા કોઈ ના નામના બહાના ન બનાવ ને. જોયું ને મિશા ના પપ્પા તમે આને જ નથી કરવું એટલે આવા બહાના જ બનાવે છે.

મિશા ના પપ્પા: હા જોયું તારે નથી કરવું હે મિશા.?? તો અમને પેહલા જ ના પાડી દેવાય ને તો હું આટલી મેહનત જ ન કરું ને.

મિશા: (ગુસ્સે થતા) પત્યું તમારા બંને નું તો હું એક વાત કહું જાઉં કરો તમે એ લોકો ને ફોન જોજો એ લોકો ને રસ જ નથી એટલે ના જ આવશે.

મિશા ના પપ્પા: એ તારે ક્યાં જોવાનું ના આવે કે હા આવે આપણે ફોન તો કરી જોઈએ પેહલા પછી બધી વાત.

( મિશા ના પપ્પા છોકરા વાળા ને ફોન કરે છે છોકરા વાળા સાથે પપ્પા ઘણી બધી વાતો કરે છે ત્યારબાદ પપ્પા જન્માક્ષર મળી ગયા હોવાની વાત કરે છે આથી છોકરા વાળા કહે છે તો આપણે મિટિંગ ગોઠવીએ જો બંને ને એકબીજા સાથે અનુકૂળ આવશે તો વાત આગળ વધારશું. છોકરા ના પપ્પા કહે છે હું તમને રવિવારે ફોન કરું મિટિંગ છે કે નહિ એ કહેવા માટે આમ કહી ને બંને ફોન મૂકે છે.)

મિશા ના પપ્પા: મિશા સાંભળ મે છોકરા વાળા ને ફોન કરી દીધો છે એ લોકો નો ફોન આવશે રવિવારે એટલે આપણે જવાનું છે. ઓકે..??

મિશા ના મમ્મી: (ખુશ થતાં) હે..??? ક્યારે ફોન કર્યો તમે..??? અને બીજું કંઈ કહેતા હતા..?? એ લોકો એ જન્માક્ષર મેળવ્યા છે કે નહિ. .???

મિશા ના પપ્પા: ના એવું કંઈ તો નથી કહ્યું એમણે મે એમને જન્માક્ષર મળ્યા એમ કહ્યું એટલે એમણે એટલું જ કહ્યું કે અમે મિટિંગ ગોઠવવાના હશું તો તમને ફોન કરશું.

મિશા: જોયું છોકરા વાળા થઈ ને પણ કેટલો ભાવ ખાય છે એ લોકો કંઈ મિટિંગ કે એવું રાખવાના નથી એ લોકો રસ નથી લેતા એ પર થી એવું જ લાગે છે કે એ લોકો ની તો ના જ છે.

મિશા ના મમ્મી: ના ના એવું હોય તો તો એ લોકો મિટિંગ નું કહે જ નહિ ને મિટિંગ નું કહ્યું છે એટલે નક્કી એ લોકો ને રસ તો છે જ તો જ આવું કહે.

મિશા ના પપ્પા: હશે જે હોય તે રવિવારે ખબર તો પડવાની જ છે રસ છે કે નહિ એમ તો રાહ જોઈએ.

( ચાર - પાંચ દિવસ પછી રવિવાર આવે છે સવાર થી મિશા ના મમ્મી અને મિશા ના પપ્પા ફોન ની રાહ જોતા હોય છે આખી બપોર સુતા પણ નથી અને એમના એક જ્યોતિષ ફ્રેન્ડ ને પણ બોલાવી રાખે છે ફોન આવે તો સાથે લઇ જવા માટે આમ રાહ જોતા જોતા છ વાગી જાય છે પણ ફોન આવતો નથી. તો મિત્રો શું હવે ફોન આવશે ..??? કે આ લોકો એ કરવો પડશે...??? અને આવશે તો શું કહેશે જોવા નું ગોઠવશે કે નહિ...???? કે બીજો કોઈ જવાબ હશે...??? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે વાંચતા રહો અને મારી આ રોમાંચક સફર માં જોડાયેલા રહો અને આ સફર નો આનંદ માણતા રહો..)
( અસ્તુ)