GOAL in English Motivational Stories by Dhanvanti Jumani _ Dhanni books and stories PDF | લક્ષ્ય કે હેતુ

Featured Books
Categories
Share

લક્ષ્ય કે હેતુ

દરેક વ્યક્તિ પોતાના જીવનમા કંઈક ને કંઈક મેળવવા માગે છે, અને તે માટે પ્રયત્નો પણ કરે છે, પરંતુ જ્યારે માણસ તે મેળવવા સાચી દિશામાં અને સમય મયાઁદા મા કાયૅ કરે ત્યારે જ તે પોતાનો હેતુ પૂરો કરી શકે છે. માણસે કંઈ પણ મેળવવુ હોય તો સૌથી પહેલા તો પોતાનું લક્ષ્ય એટલે કે હેતુ નક્કી કરવું પડશે, જો તમને ખબર જ નથી કે તમારે કયાં જવુ છે તો ક્યારે પણ યોગ્ય જગ્યાએ પહોંચી નહી શકો. એટલે સૌથી પહેલા તો પોતાને ગમતું લક્ષ્ય નક્કી કરો. ને લક્ષ્ય કંઈ પણ હોઈ શકે છે, એવું જરૂરી નથી કે લક્ષ્ય મા ડૉક્ટર કે મોટા બિઝનેસ મેન જ બનવાનું હોય, કાલથી વહેલો ઉઠીશ અને તે મેળવવા માટે મહેનત કરવી એ પણ એક લક્ષ્ય જ કહેવાય.તો લક્ષ્ય કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. આપણા પર છે એ કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ આપણા લક્ષ્ય માટે.
" DREAMS TIME PERIOD ACTION = GOAL"
લક્ષ્ય ત્રણ રીતના હોય છે :-
1. લાંબા ગાળાનું લક્ષ્ય
2. ટૂંકા ગાળાનું લક્ષ્ય
3. ત્વરિત લક્ષ્ય

લાંબા ગાળાનું લક્ષ્ય એટલે કે જે લક્ષ્ય તમે ચાર વર્ષ કે પાંચ વર્ષ એમ મહેનત કયૉ બાદ તમને મળશે એ પણ ત્યારે જ જ્યારે તમે સતત તમારા લક્ષ્ય માટે મહેનત કરશો.જેમા તમારે ભવિષ્યમાં શું બનવું છે એ નક્કી કરવાનું હોય છે ,જે પણ તમારૂ સપનું છે તેના માટે કામ કરવાનું હોય છે.
બીજુ છે ટૂંકા ગાળાનું લક્ષ્ય જેમાં તમે નાના નાના લક્ષ્ય નક્કી કરી શકો છો જેમકે હું બે મહિનામાં કોમ્પ્યુટર શીખીશ કે હુ ત્રણ મહિના મા મારા અક્ષર સુધારીશ કે આવા બીજા પણ, જો મોટા લક્ષ્યો પર કામ કરવું છે તો પહેલા નાના લક્ષ્ય બનાવીને તેમાં મહેનત તો કરવી જ પડશે.
ત્યાર બાદ છે ત્વરિત લક્ષ્ય કે હું આજે જ આ કામ કરી લઈશ કે કાલ થી જ હું રોજ સવારે વહેલો ઉઠીશ ને દરરોજ બે કલાક વાચીંશ તો આ થયું ત્વરિત લક્ષ્ય જે તમે તરત કે બીજા દિવસ થી જ કરશો.
લક્ષ્ય ત્યારે જ પૂણૅ થાય છે જ્યારે તમને પોતાના પર પૂરો વિશ્વાસ હોય, તો આ વાત ને ધ્યાનમાં લઇ એક વાત કરીએ. એક મજૂર હોય છે તે ખેતરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. એક દિવસ તે કામ કરી થાકી જાય છે અને ચાલતો ચાલતો જંગલમાં આવે છે અને અેક વૃક્ષ નીચે બેસે છે. ત્યારે તે કહે છે મને ખૂબ તરસ લાગી છે, તો ત્યાં અચાનક ઠંડુ પાણી આવી જાય છે, મજૂર ને નવાઇ લાગી કે પાણી માગ્યું ને મળી પણ ગયું. તો થોડી વાર પછી કહે છે હવે મને ભુખ લાગી છે, સારુ જમવાનું મળી જાય તો સારું, ત્યાં જ સારુ જમવાનું પણ મળી જાય છે, મજૂર વિચાર મા પડી જાય છે કે આ શું થાય છે, જે પણ માંગ કરુ છું તરત મળી જાય છે, તે વિચારે છે કે કાતો આ જંગલ જાદુઈ છે કાતો આ વૃક્ષ.મજૂર ખૂબ થાકી ગયો હોય છે તો કહે છે કે હવે આરામ કરી લેવો જોઈએ ત્યાં આરામદાયક ખાટ ત્યાં આવી જાય છે અને મજૂર ત્યાં સૂઇ જાય છે. જ્યારે તે ઊઠે છે તો સાંજ થઈ ગઈ હોય છે થોડું અંધારું પણ થયું હોય છે, તો મજૂર કહે છે અંધારુ છે અહીં કોઈ જંગલી પ્રાણીઓ આવશે તો, વાઘ આવશે તો, એટલા મા ત્યાં વાઘ આવે છે અને મજૂર પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે.
આ વાત પરથી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણે કોઇ પણ લક્ષ્ય નક્કી કરીએ છીએ તો તેના માટે કેવું વિચારીએ છીએ તે પણ મહત્વનું છે, જો તમે લક્ષ્ય માટે સકારાત્મક વિચારશો તો પરીણામ પણ સારું જ મળશે અને જો નકારાત્મક વિચારશો તો પરીણામ પણ એવું જ મળશે. તો હંમેશાં તમારા લક્ષ્ય માટે મહેનત કરો અને સકારાત્મક વિચારો.
લક્ષ્ય નક્કી કરતાં શીખો, કેમ કે જો સપનું જોઈશું ત્યારે જ તેને પુરુ કરી શકીશું.તો મોટા લક્ષ્યો બનાવો અને સકારાત્મક વિચારી તેને મેળવવા પૂરેપૂરી મહેનત કરો. કારણ કે,
"A goal without a plan is just a dream "
"A goal without timeline is just a dream "
So,
Dreams time period Action = goal