..###બીંદડી..👰
##A. teeNage love❤️ story..
બિંદડી..
ઉત્તર ગુજરાત ના ઇડર તાલુકાના થી આશરે ત્રીસેક કિલોમીટર દૂર આવેલું એક ગામ ..આમ તો માંડ એકાદ હજાર ની વસ્તી ધરાવતું આ ગામ..
ધોરી માર્ગ પરનું ગામ.. ખેતીલાયક ફળદ્રુપ જમીન અને સમૃદ્ધ ખેતી હોવા ને લીધે ગામ માં હાઇસ્કુલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એકાદી બેંક પણ હતી
કાચું સોનું પકવતી જમીન ધરાવતી ગામ ની
મોટા ભાગ ની વસ્તી આમ તો ચૌધરી પટેલો ની.. એકાદ બે વણિક કુટુંબ અને બાકીની અન્ય છૂટી છવાઈ કોમ...
અને હા આ નાનકડા ગામ માં બે ખોરડાં બ્રાહ્મણ ના પણ ખરા...
અને,એમાં નું જ એક ખોરડું એટલે તમારું..કિશન
કિશન, હજુ તો માંડ સોળ સતર વર્ષ ની તમારી ઉંમર...અને આમેય ગામડા માં તો મોટી ઉંમરે નિશાળે ભણવા મોકલતા...
એટલે આ ઉમર તો હજુ રમવા કૂદવાની અને ધીંગા મસ્તી ની જ ગણાય..
અને કિશન,તમારા બાપુ એટલે ત્રયંબક ભાઈ ત્રિવેદી..
ગામડા માં તો શહેર ની જેમ પપ્પા કહેવાને બદલે બાપુજી કહેવાનો રિવાજ હોય.છે.
કિશન તમારા બાપુ,જન્મે ભલે ને બ્રાહ્મણ રહ્યા..
પરંતુ ભૂદેવ નું એકેય લક્ષણ એમાં જોવા ન મળે...
તમારા બાપુ ત્રયંબક ત્રિવેદી માટે ગામના લોકો એમ કહેતા કે ભગવાન થી પણ કેવી ભૂલ થાય છે એ જોવું હોય તો અમારા ગામ માં આવી ને જુવો...
બ્રાહ્મણ કુળ માં પણ આવા નપાવટ પેદા થાય એ માનવામાં ન આવે એવી બાબત હતી..
આમ તો,આખાય ગામ નો ઉતાર એટલે ,
તમારો બાપ ત્રયંબક ત્રિવેદી...
કિશન..આમ.તો
તમારા બાપુજી ત્રયાંબક ત્રિવેદી ને ને ગામ નું ગોર પદુ તમારા દાદા તરફ થી વારસા માં મળેલું...
પરંતુ તમારા બાપ ત્રયંબક ત્રિવેદી ની જુગાર ની લત અને કુસંગત તથા બીજા કેટલાય અપ લક્ષણો ને કારણે...
ગામ નું કોઈ ઘર એમને કર્મ કાંડ કે અન્ય ધાર્મિક વિધિ માં બોલાવવા નો આગ્રહ રાખતા નહિ...
અને, આ જ કારણે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ એક સાંધો ને તેર તુટે એવી થઈ ગઈ હતી..કિશન
જોકે,કિશન
તમારા ઘર ની આવી દારુણ પરિસ્થિતિ વચ્ચે પણ તમારી માં નાં સ્વભાવ ને કારણે ગામ માંથી બે ટંક ખાઈ શકી એટલું ખપ પૂરતું સીધું સમાન તો મળી જ રહેતું...
પણ તોય ક્યારેક માઠા વરસ માં થોડો ઘણો ભૂખમરો તો વેઠવાનો વારો તો આવતો જ..
અને તમારા બાપ ની આ કુટેવો ને કારણે જ ગામમાં આવેલા બીજા એક બ્રાહ્મણ ખોરડાં ને આખાય ગામ ના ગોરપદા નો લાભ મળી રહેતો...કિશન
અને એ બીજુ ખોરડું એટલે...બીજુ કોઈ નહિ પણ
પ્રભાશંકર ગોર નું ઘર. .
આમ તો પ્રભા શંકર ને ગોરપદા ની જરૂર પણ ક્યાં હતી...!!
પ્રભાશંકર ગોરને તો,
એય મજા ની ગામ ની હાઇસ્કુલ ની સરકારી નોકરી જ પૂરતી હતી,ખોબા જેવડા ગામ માં એમના ઘર નું ગુજરાન ચલાવવા માટે...
થોડી ઘણી ખેતી વાડી પણ ખરી.
આખુંય ગામ એમને પ્રભાશંકર માસ્તર તરીકે જ ઓળખતુ..
અને,આમેય ,પ્રભાશંકર માસ્તર ને વારસા માં તો હતી એક માત્ર દીકરી....
બિંદુ...એનું નામ
એકદમ નખશિખ રૂપાળી અને નમણી આમ તો
તમારા થી માંડ બે ત્રણ વર્ષ નાની હશે.. એ બિદુ.
તમારા બાપુજી ત્રયંબક ત્રિવેદી ની કુટેવો ની જાણ ને કારણે,આમ તો તમારા બંને બ્રાહ્મણ ખોરડાં વચ્ચે કોઈ ખાસ અવરો જવરો કે વ્યવહાર નહોતો..
છતાંય,કિશન એક જ સરખી જ્ઞાતિ હોવા ની સાથે સાથે તમારી માં ના સ્વભાવ અને તમારા ઘર ની આર્થિક સ્થિતિ થી સારી રીતે અવગત હોવાને કારણે તમારી અને બિંદુ ની માં વચ્ચે સારો મનમેળ હતો ...
જોકે, આ પણ બિંદુ ના પિતા પ્રભા શંકર માસ્તર ને ઓછું ગમતું...એ વાત તમારા કુમળા માનસ ઘણી વાર અનુભવ્યું...છે..કિશન
પણ જેમ.કહેવાય છે.કે ભલે ને ભગવાન માણસ ને ગમે તેટલું દુખ આપે છતાંય ક્યારેય બધાય રસ્તા કોઈ દિવસ બંધ નથી કરી દેતા..
સુખ ને આવવા માટે ની એકાદી બારી તો એ જરૂર ખુલ્લી રાખે છે..
બસ આજ વાત તમારી સાથે પણ બની છે..
કિશન..
નાનપણ થી જ તમે ભણવામાં એટલા હોશિયાર કે
આખી ય શાળા માં હમેશા અવવલ નંબરે જ આવતા..
અરે દસમા ધોરણ ની પરિક્ષા માં પણ તમે તાલુકા કક્ષાએ બીજો નંબર લઇ આવેલા.અને એટલે જ તમારા બાપ ની છેલબટાઉ છાપ હોવા ને કારણે જ ગામ ના લોકો કહેતા..કે
"જુવો આ બ્રાહ્મણ કુળ ને લજવે એવા કુપાત્ર ત્રયંબક ત્રિવેદી ને ત્યાં ભગવાને દેવ જેવો ડાહ્યો દીકરો દીધો છે..
ગામ નાં લોકો તમને
"ચિથરે બાંધેલું રતન" કહેતા...કિશન
ઘણી વાર ગામ ની હાઇસ્કુલ ના માસ્તર પ્રભાશંકર પણ સૌ ગામ વાળા ઓ ને કહેતા...
જો જો ને,એક દિવસ આ છોકરો
કિશન , આખાય જિલ્લા માં આપણા ગામ નું નામ રોશન કરશે....
અને તમારી આ છબી ને કારણે જ પ્રભાશંકર માસ્તર પણ તમને શાળા માં બીજા વિદ્યાર્થીઓ થી અલગ તારવી ને ભણાવતા .
જિલ્લા સ્તરે તમારા ગામ ની શાળા નું ગૌરવ વધે એ માટે બધા જ પ્રયત્ન કરતા અને એટલે જ તમને ઘણી વાર શાળાએ થી છૂટી ને એમના ઘેર વધારા ના અભ્યાસ માટે બોલાવતા...
જો કે સાચું કહું કિશન,તો આટલી કાચી ઉંમર માં પણ,
તમારા માટે તો તમારા ભણતર કરતા પણ પહેલી પ્રાથમિકતા હતી, તમારા ઘર ના જીવન નિર્વાહ માટે ની જરૂરિયાતો પૂરી કરવી...
જો કે પ્રભાશંકર માસ્તરે એ માટે ની પણ થોડી ઘણી જોગવાઈ કરી આપી હતી....તમને.કિશન
ગામ ની હાઇસ્કુલ ને લગતા અમુક કામ એ તમને સોંપતા,
એ સિવાય નિશાળ માં વેકેશન ચાલતું હોય ત્યારે પણ ગોર માસ્તર ને થોડી ઘણી ખેતી વાડી હોવા ને કારણે કોઈ વાર એમના ખેતર માં કામ કરતા મજૂરો પર નજર રાખવા માટે તમે એમના ખેતરે જતા....કિશન
અને એના બદલા માં માસ્તર તમને થોડી ઘણી આર્થિક મદદ પણ કરતા હતા..
અને અગાઉ જેમ વાત કરી એમ બિંદુ એટલે આ પ્રભાશંકર ગોર ની એક ની એક દીકરી...
હજુ તો સાવ કાચી ઉંમર હોવા છતા ગૌર વર્ણ ની બિંદુ નું રૂપ તો કોઈ અપ્સરા ને શરમાવે એવું હતું..
એટલે જ ગામ ના કેટલાય હમ ઉમ્ર એવા સ્વછંદી જુવાનિયાઓ ની નજર હંમેશાં ભમરા ની માફક બિંદુ ઉપર મંડાયેલી રહેતી...
જોકે બિદુ હવે,એટલી નાની પણ નહોતી કે એને
આ બધી ખબર ન પડે...
અને એટલે જ ભલે જન્મે બ્રાહ્મણ હોવા છતા પણ દુર્ગા જેવી હતી...
મજાલ છે ગામ માં કોઈ ની કે, બિંદુ ની સામે ઊંચીઆંખ કરી ને જોઈ શકે...!!
અને આમેય પ્રભાશંકર ગોર ને ખેતી વાડી હોવા ને કારણે બિંદુ ,કાયમ વટ થી કેડ માં ધારિયું રાખી ને જ ગામ માં ફરતી...
ત્યારે બિંદુ ની માં એને કહેતી..
"અલી. બિંદુ ... તું તો છોકરી નો અવતાર છે .
"આમ કેડે ધારિયું રાખી ને ગામ માં ફરવું એ, છોકરી ની જાત ને શોભા ન દે "...
"અને એમાંય વળી આપણે તો બ્રાહ્મણ ની જાત"
અને ત્યારે પણ બિંદુ પોતાની માં ને હદય માં ઉતરી જાય એવો જવાબ આપતા કહેતી...
"કેમ, માં,
એવું કોણે કીધું કે બ્રાહ્મણ નો અવતાર હોય એટલે મારા થી ધારિયું રાખી ને ન ફરાય...!!!
"એમ તો, પરશુરામ પણ બ્રાહ્મણ હતા ,છતાંય એતો ફરસી લઈ ને જ ફરતા હતા ને...!!
"અને તને તો, ખબર છે ને, કેટલી વાર એમણે પૃથ્વી ને નક્ષત્રિય કરી હતી....!!
એતો સતયુગ હતો.... અને આ તો કળિયુગ છે....માં..
બિંદુ ની આવી સચોટ દલીલો સામે ગોરાણી પણ ચૂપ થઈ જતાં હતાં...
તમને બરાબર યાદ છે.કિશન કે,
હાઇસ્કુલ ના એ વેકેશન ના દિવસો માં પ્રભા શંકર માસ્તર ના કહેવાથી સવાર થી જ તમે એમના ખેતરે કામ અર્થે ગયેલા...
બપોર ના બાર થવા આવ્યા હતા, ત્યારે અચાનક જ ગોરાણી ને યાદ આવ્યું, કિશન કે,
તમે સવાર થી કઈ પણ ખાધા પીધા વિના અને ભાથું લીધા વિના જ ખેતરે ગયા હતા...
અને,માસ્તર પણ કોઈ કામ થી ગામ માં આંટો મારવા ગયા હતા...
એટલે ગોરાણી એ ફટાફટ તમારા માટે બિંદુ ને ભાથું લઈ ને તમને ખેતરે પહોંચાડી આપવા માટે કીધું હતું..
ગોરાણી એ બિંદુ ને હાથ માં ભાથું આપતા કહ્યું હતું...
"અલી, બિંદુ ડી...જા ,
"ઓલ્યા, છોકરા કિશને સવાર થી કઈ ખાધું નહિ હોય... ભૂખ્યો હશે બિચારો..!!!...
"ફટાફટ જઈ કિશન ને ભાથું આપી આવ.અને તરત જ ખેતરે થી પાછી વળજે.... હોં,
"જા બિંદુ..
અને એ દિવસે...કિશન,
બિંદુ તમારા માટે ભાથું લઈ ને ખેતરે આવેલી...
એ દિવસે તમને કકડી ને ભૂખ લાગી હતી. કિશન,
એટલે ભાથું ખોલતા ની સાથે જ તમે ખાવા પર અંકરતિય ની જેમ તુટી પડયા હતા ...
તમને આ રીતે ખાતા જોઈને, બીદુ તો ખડખડાટ હસવા લાગી હતી...અને તમારી મજાક કરતી હોય એ રીતે બોલી...
"અલ્યા..ડોબા,કિશનયા...તને આટલી બધી ભૂખ લાગી છે ..!!
"મને તો એમ લાગે છે કે, ક્યાંય જો ભાથું ઓછું પડશે તો રોટલાની હારોહાર તું ક્યાંય મને નો ખાઈ જતો..!!
અને તમે પણ કિશન,
હવે થોડું અનાજ પેટ માં પડ્યા પછી જાણે કે તમારો જઠરાગ્નિ શાંત થયો હોય એમ બિંદુ ની સામે જોઈ ને બોલી ઉઠ્યા...
"જા ને, બિંદડિ...હવે મને શાંતિ થી ખાઈ લેવા દે.. "બહુ બોલ બોલ કર માં, નહિતર સાચે સાચ તને પણ આ રોટલા ની હારો હાર કાચી ને કાચી ખાઈ જઈશ...એટલી બધી ભૂખ લાગી છે"..
આ સાંભળતા ની સાથે તો બિંદુ શરમ ની મારી રાતી ચોળ થઈ ગઈ હતી....
તમને યાદ છે ને કિશન...કે,
અને પછી તરત જ બિંદુ એ તમારો હાથ પોતાના હાથ માં લઇને બોલી.હતી..
". કિશન,
" આ રીતે રોજ જો, તારે મારા હાથ નું ભાથું ખાવું હોય ને તો, પછી મારી સાથે લગ્ન કરી લેવા પડે. અને તો જ હું રોજ તારા માટે આવી રીતે ખેતરે ભાથું લઈને આવી શકું સમજ્યો...!!
હજી તો લગ્ન નો પૂરો અર્થ સમજી શકે એવી એની ઉંમર ન હોવા છતાં બિંદુ એ કરેલી લગ્ન ની વાત સાંભળી ને...જાણે કે..
કિશન તમારા આખાય બદન માં વીજળીનો કરંટ દોડી ગયો હોય એવું લાગ્યું...
કદાચ, ઉનાળા માં ભર બપોરે ખેતર ના એકાંત માં લીમડા ના ઝાડ નીચે, બિંદુ નો તમારા પ્રત્યેનો પ્રેમ નો એ પહેલ વહેલો એકરાર હતો કિશન...
એ વાત સમજતા તમને વાર ન લાગી.
અને પછી તો કિશન, તમેય...બિંદુને ઠાવકા થઈ ને કહ્યું...
"બિંદુ, જો,આપણી જ્ઞાતિ ભલે એક રહી પણ આર્થિક રીતે તો હું તમારી તોલે ન આવી શકું..
"પણ હા એક વાર ભણી ગણી ને મોટો માણસ થઈ જઈશ ને,
પછી સામેથી માસ્તર સાહેબ પાસે તારો હાથ માંગી લઈશ"...
"એ વાત ચોક્કસ છે..ત્યાં સુધી રાહ જોઇશ તું મારી"...!!!
"બોલ...છે તારી તૈયારી..!!
"મારી બિંદડી..!!
કિશન તમારી આવી ડહાપણ ભરી વાત સાંભળતા ની સાથે જ બિંદુ શરમ ની મારી નીચી નજર રાખી ને અંગુઠા થી ભોંય ખોતરવા લાગી..
કદાચ તમારો એ પ્રસ્તાવ એને પણ મંજૂર રાખી લીધો હતો....કિશન
કાચી ઉમર માં તમારા અને બિંદુ વચ્ચે પાંગરેલા એ પ્રણય ના એકરાર નો એક માત્ર સાક્ષીરુપ ખેતર માં લહેરાતો ઊભો મોલ પણ હરખાઈ રહ્યો હતો .
અને એ સાથે જ કિશન તમે પણ...બિંદુ નો હાથ તમારા હાથ માં લેતા બોલ્યા હતા....
"બિંદુ તને ખબર છે . !!
"મે તને અત્યારે બિંદડી કહી ને કેમ બોલાવી...!!!
"એનો અર્થ શું થાય છે, ખબર છે તને...બિંદુ!!!
બિંદડી એટલે શું, જાણે છે .તું..!!!
અને ત્યારે કિશન તમે એને પૂછેલા એકસામટા આટલા સવાલો ની સામે,બિંદુ બિલકુલ ભોળા ભાવે એટલું જ બોલી હતી..કે,
"એમાં શું.. વળી બિંદડી એટલે હું.. બિંદુ ..
"જેમ , કોઈ વાર હું તને કિશનીયો કહી ને બોલાવું છું...એવી રીતે તે મને બિંદડી કીધું....
અને ત્યારે કિશન,
તમે ખડખડત હસતા બિંદુ ની સામે જોઈ ને બોલ્યા હતા...
"અરે, બિંદુ તું તો સાવ ભોળી છે ...
"તને ખબર છે કે, બિંદડી નો બીજો પણ એક અર્થ, "પોતાની વહુ" એવો પણ થાય છે...!!
અમારે એવું ભણવામાં પણ આવે છે....!!
હવે સમજણ પડી ."બિંદડી એટલે શું...???
અને કિશન...તમને યાદ છે..!!
આટલું સાંભળતા ની સાથે તો,
બિંદુ શરમાઈ ને ખેતર માંથી દોડી ગઈ...
બસ પછી તો શું,
તમે જ્યારે માસ્તર ને ત્યાં ભણવા માટે જતા ત્યારે અંદર નાં ઓરડા માંથી બિંદુ એકી ટશે તમને જોતી રહેતી..
આ સિલસિલો થોડો સમય ચાલ્યો કિશન...
પરંતુ કદાચ પ્રભા શંકર માસ્તર ને પણ થોડી ઘણી ગંધ આવી ગઈ હોય એ રીતે માસ્તરે તમને આડકતરી રીતે કહી દીધું કે...
"જો કિશન આ વર્ષે હવે તારે બારમા ધોરણ ની બોર્ડ ની પરિક્ષા છે...
"અને હું એમ ઇચ્છું કે હોશિયાર હોવાના કારણે તારે આખાય જિલ્લા માં આપણી હાઇસ્કુલ નું નામ ઉજળે એવું પરિણામ લાવવાનું છે...
"એટલે,આડી અવળી બીજી બાબતો પર ધ્યાન આપવાની જગ્યા એ ભણવા પર પૂરતું ધ્યાન આપજે કિશન....સમજ્યો ને...!!
કદાચ, એ સમયે પ્રભાશંકર માસ્તર નો એ આડકતરો ઇશારો સમજવા માટે તમે સમર્થ નહોતા કિશન...
એમાંય વળી,કિશન
એક નવી ઉપાધિ તમારા માથે આવી ને પડી હતી..અને એ ,
એ હતી કે, છેલ્લા બે ત્રણ મહિનાઓથી તમારા બાપુ ઘર બાર છોડી ને ક્યાંક ચાલ્યા ગયા હતા...
જોકે એ કારમાં આઘાત ને ઝીલી ને પણ પરિક્ષા ની તમે કરેલી સંપૂર્ણ તૈયારી ને અંતે કિશન તમારી મહેનત રંગ લાવી....
એ સમય પણ આવી ચુક્યો...કિશન
સમગ્ર જિલ્લા માં ગામ નો કિશન ત્રયંબક ભાઈ ત્રિવેદી બોર્ડ માં પ્રથમ ક્રમાંકે આવ્યો..
ગામ માં ચારેકોર વાહ વાહ થવા લાગી..માસ્તર પ્રભા શંકર પણ ખુશ હતા કારણ કે એમની શાળા ની વિદ્યાર્થી સમગ્ર જિલ્લા માં પ્રથમ આવ્યો છે....
અને કેમ ન હોય...!!
એક સાચા શિક્ષક માટે તો એના હાથ નીચે તૈયાર થયેલી વિદ્યાર્થી એનું નામ રોશન કરે.. એજ એમની સાચી ગુરુ દક્ષિણા ગણાય..
પ્રભાશંકર માસ્તર માટે તો આ સોનેરી અવસર હતો.
કિશન, તમે પણ આજે ઘણા ખુશ હતા..
અને તમારું ઝળહળતું પરિણામ લઈ ને માસ્તર સાહેબ ને અને બિંદું ને મળવા માટે ઉતાવળા હતા...
ગામ માં આવેલી એક માત્ર કંદોઈ ની દુકાને થી થોડા પેંડા લઈને તમે માસ્તરજી ને ઘેર પહોંચી ગયા..
માસ્તર સાહેબ ને પગે લાગી ને તમે એમને પેંડા તો આપ્યા...
પરંતુ તમારી નજર તો ક્યારની બિંદુ ને શોધી રહી હતી..
આજે બિંદુ ક્યાંય નજરે પડતી નહોતી...એટલે
કિશન,
તમે થોડા વ્યાકુળ થઈ ને ત્યાંથી નીકળી ગયા...
માસ્તર સાહેબ ની ખડકી માંથી નીકળી તમારા ઘર તરફ જવાના એ રસ્તા પર ના નિર્જન ખુણા પાસે બિંદુ તમારી રાહ જોતી હોય એ રીતે ઊભી હતી.
બિંદુ નેં એકલી ઉભેલી જોઈ ને તરત જ ખુશી નાં માર્યા તમે એની તરફ દોડી ગયા....કિશન
તમારા આ ઝળહળતા પરિણામ ને લઇ ને આખાય ગામ ના લોકોની ખુશી વચ્ચે એક માત્ર એવી વ્યક્તિ હતી જે તમારા પરિણામ થી ખુશ થવાને બદલે દુઃખી હતી......
અને એ હતી બિંદુ...
અને હોય જ ને....!!
કારણ કે બિંદુ ને ખબર પડી ગઈ હતી કે,
ગામ ની હાઇસ્કુલ માં ફક્ત ધોરણ બાર સુધી નાં અભ્યાસ ક્રમ હોવા ને કારણે સારા પરિણામ ને અંતે તમે ગોર માસ્તર ની સલાહ મુજબ અમદાવાદ ની એન્જિનિયરિંગ કોલેજ માં એડમિશન મળવાની વધુ શક્યતાઓ તથા અમદાવાદ માં તમારા દૂર નાં એક કાકા રહેતા હોવા ને કારણે અમદાવાદ ભણવા જાવ એવું શકતાઓ વધુ હતી...કિશન
જેવા તમે બિંદુ તરફ ગયા ..
તમને જોતા વેંત જ બિંદુ તમને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..
એ ખૂણા માં તમે બંને એકલા જ હતા..
તમે બિંદુ ની સામે જોઈ ને એને શાંત પાડતા કહ્યું ..
"અરે, બિંદડી...
"મને ખબર છે કે તું કેમ રડે છે....!!
"તું શા માટે ચિંતા કરે છે...!!
" આપણા ગામ માં ઉચ્ચ અભ્યાસ ની સગવડ નથી એટલા માટે જ તો , હું ભણવા માટે બહાર જવાનો છું"....
" અને વળી કઈ કાયમ માટે થોડો જવાનો છું".!!
"એતો તું પણ જાણે છે.. બિંદુ".
"એક વાર હું ભણી ને મોટો માણસ થઈ જઇશ ને, પછી તો તને મારી જોડે શહેર માં લઇ જઈશ"..
"પણ, ત્યાં સુધી મને ભૂલી ન જતી..
હો, ને...!!
કિશન, તમારી આ વાતો એ તો આખાય વાતાવરણ ને ગમગીન બનાવી દીધું હતું, એટલે,
થોડી વાર પછી તમે બિંદુ ને તમારી નજીક ખેંચી લેતા બોલ્યા..
"બિંદુ..આજે આ પરિણામ ની ખુશી નાં અવસર પર મે, બધા ને મીઠું મોઢુ કરાવ્યું છે...અને મારી બિંદડી બાકી રહી જાય એમ કેમ ચાલે...!!
એમ કહી ને આખે આખો પેંડો બિન્દુ ના મોઢા માં મૂકી દીધો.
તમારી આ વહાલભરી વાતો થી બિંદુ હવે થોડી સ્વસ્થ થઈ...કિશન
પરિણામ ની ખુશી માં તમારું વેકેશન તો ક્યાં નીકળી ગયું એની ખબર જ ન પડી..કિશન
આખુંય વેકેશન તમે અને બિંદુ એ એક બીજા ના સહવાસ દરમિયાન તમારી લાગણીઓ ને એક બીજા સાથે ભરપૂર રીતે વહેચી..
અને અંતે એ દિવસ આવી પહોંચ્યો...કિશન
આજે તમારે ગામ છોડી ને અમદાવાદ ભણવા માટે જવાનું હતું...
વહેલી સવાર થી તમારી આંખો બિંદુ ને શોધી રહી હતી..બિંદુ ની પણ આજ મુંજવણ હશે એવું તમને લાગતું હતું..
બપોર પહેલાં તો તમારે રવાના થઈ જવાનું હતું.
સવારના દસ થવા આવ્યા હતા..
હજી સુધી બિંદુ ક્યાંય દેખાતી નહોતી...
હવે જતા પહેલા,
છેલ્લી વાર તમારું મન બિંદુ ને જોવા માટે વ્યાકુળ થઈ ઉઠ્યું હતું.
પણ બિંદુ ક્યાંય દેખાઈ નહિ...
એટલે કિશન હવે,અચાનક જ તમને બિંદુ ક્યાં હશે..!! એવો ઝબકારો મન માં થયો...
એટલે, તરત જ તમે તમારી માં ને ,
"હું થોડી વાર માં આવું છું"
એમ કહી ને દોડતા પગે ગામ ના પાદરે આવેલા મહાદેવ ના મંદિરે દોડી ગયા..
તમારી અપેક્ષા મુજબ મંદિર નાં પાછળ ના ભાગ માં પીપળા માં ઝાડ ને ઓથે બિંદુ ઉભી હતી...
તમે તરત જ એની નજીક જઈ પહોંચ્યા કિશન
તમને જોતા જ બિંદુ ની નીરસ થઈ ચૂકેલી નજરો એકી ટશે તમને જોતી રહી...
બિંદુ ની આંખો સુજેલી લાગતી હતી...
હવે તમને એ સમજતા વાર ન લાગી, કિશન કે,
બિંદુ આખી રાત રડી હશે..
અને એની સૂજેલી આંખો એ વાત ની ગવાહી પૂરતી હતી...
બિંદુ ને જોઇને તમારી આંખો પણ ભીની થઇ ગઈ.
હવે તમારા થી ન રહેવાયું..
એટલે સ્થળ અને સમય નું ભાન ભૂલી ને તમે બિંદુ ને તમારી નજીક ખેંચી લીધી,અને એના કપાળે એક ચુંબન ચોડી દીધું..
બિંદુ પણ તમને વળગી પડી.
તેજસ્વી કારકિર્દી ઘડવા વધુ અભ્યાસ માટે ગામ મૂકીને અમદાવાદ જવાના તમારા નિર્ણય ને કારણે થોડા વરસ તમારા થી દુર રહેવાની વિરહની ચિંતા માં આખી રાત વહાવી દીધેલા આંસુઓ,
ફરી થી બિંદુ ની આંખો માં ઉમટી આવ્યા...
તમે બન્ને હવે ધીરે ધીરે લાગણી ના ધસ મસતા ઘોડાપુર માં તણાઈ રહ્યા હતા....કિશન
ગામ ના પાદર માં આવેલા મહાદેવ નાં મંદિર ના ગુંબજ પર સડસડાટ લહેરાઈ રહેલી ધજા, આ સમગ્ર ઘટના ની એક માત્ર સાક્ષી હતી...કિશન
અને,ગામ છોડતી વખતે તમે બિંદુ ને એક એવું વચન આપી બેઠા કે,
એ વચન ની પૂર્તિ ને લઈને ભવિષ્યઃ માં આવનારા પરિણામો થી તમે બિલકુલ અવગત નહોતા કિશન..
તમે જતા જતા બિંદુ ને કહ્યું કે ,ગમે તેવી પરિસ્થિતિ માં એ પરણશે તો ફક્ત બિંદુ ને જ..
બિંદુ સિવાય તમે, કોઈની સાથે લગ્ન નહિ કરો...
આ રીતે કિશન,
તમે તમારું ગામ અને તમારી બિંદુ ને મૂકી ને તમારી માં સાથે અમદાવાદ આવી ગયા..
અને સગા ને ત્યાં રહી ને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ માં અભ્યાસ ચાલુ કરી દીધો..
કિશન, હવે તમે તમારા લક્ષ્ય ને હવે સારી પેઠે જાણી લીધું હતું ,
એ વાત તમારા આઠેય સેમિસ્તર નાં પરિણામો ઉપરથી જ નક્કી થઈ ગયુ હતું...
યુનિવર્સિટી ની પરીક્ષાઓ માં મેળવેલા કેટલાય ગોલ્ડ મેડલ એ વાત ની ગવાહી પૂરવા માટે પૂરતા હતા...કિશન
એક બાપ ની છત્ર છાયા ગુમાવી બેઠેલા દીકરા માટે તો આ એક બહુ મોટી ઉપલબ્ધિ હતી...કિશન
જોકે એવું નથી કિશન, કે એ માટે તમારે મુશ્કેલીઓ નો સામનો નહોતો કરવો પડ્યો...કારણ કે,
આ કળિયુગ માં ફક્ત નામના જ રહી ગયેલા
સંબંધો માં, સગા ને ઘેર રહી ને જે લાચારી તમે અને તમારી મા એ ભોગવી હતી એ અહી શબ્દો માં વર્ણવી શકાય એમ નથી...કિશન
અને હા કિશન, એવું જરાય નથી કે તમે આ અરસા દરમિયાન તમારી બિંદુ ને જરા પણ ભૂલ્યા હોય..
કારણકે કિશન, તમે જ એને વચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગો માં તમે એનો સાથ ક્યારેય નહિ છોડો..
જોકે કિશન,
ગ્રેજયુએટ થાય પછી હવે તો તમારી ધીરજ પણ ખૂટવા લાગી હતી...
અને એ જમાના માં તો આજના યુગ જેવા સંપર્ક ના સાધનો પણ ક્યાં હતા..!! કે તમે બિંદુ નો સંપર્ક કરી શકો...
છતાંય તમારું મન હવે બિંદુ ને મળવા આતુર થયું હતું...
કારણકે છેલ્લા ચાર વર્ષ થી,
નથી તો તમે,એકપણ વાર તમારા ગામ ગયા કે,
નથી તમારો બિંદુ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો....
એ વાત સતત તમને,
મન માં ઘુમરાતી રહેતી કે બિંદુ અત્યારે શું કરતી હશે... !!
એ મજા માં તો હશે ને...!
જોકે કિશન,
આમેય તમારી મંઝિલ હજુ થોડી દૂર હતી..
કારણકે એ એન્જિનિયરિંગ ના અભ્યાસ ની સાથે સાથે તમારા દ્વારા કરાતી જીપીએસસી ની તૈયારી માટે ની પરિક્ષા હજુ બાકી હતી..
અને એક વાર એ પરિક્ષા પતે,
પછી તો નોકરી તો હાથ વેંત માં જ હતી..
એટલે તમે મન ને મક્કમ કરી ને પણ બિંદુ સાથે વિતાવેલી એ સોનેરી યાદો ની અસર તમારા જીપીએસસી ના પરિણામ પર ન પડે એ માટે સતર્ક હતા...કિશન
અને અંતે એ સુવર્ણ દિવસ પણ આવી પહોંચ્યો કિશન...
પ્રથમ પ્રયત્ન માં જ તમે જીપીએસ સી ની પરિક્ષા પાસ કરી દીધી..
અને એમાંય વળી તમારી ખુશી એટલા માટે બેવડાઈ કે ઇન્ટરવ્યૂ ને અંતે તુરત જ તમારી ઈચ્છા મુજબ તમારા ગામ થી બિલકુલ નજીક આવેલા ઇડર તાલુકા માં જ તમારી પોસ્તિંગ થઈ...
જ્યાંથી તમારું ગામ ફક્ત ત્રીસ કિલોમીટર જ દૂર હતું..
તમારી આ આખીય સંઘર્ષ યાત્રા કેવી કઠિન હતી એ વાત તો માત્ર તમે અને તમારી માં બે જણ જ જાણતા હતા..કિશન
સખત મહેનત ને અંતે તમારા જીવન માં સોના નો સૂરજ ઊગ્યો એવું આજે તમને લાગ્યું...કિશન
અને આજે નોકરી નો જોઈનિંગ લેટર હાથ માં આવતા ની સાથે તો તમે તમારા ગામ માં જઈને ફરી એક વાર તમારી બિંદુ ને મળવા અધીરા થયા હતા...
અને કેમ ન હોય,
પૂરા સાડા પાંચ વર્ષ થયાં હતાં તમને તમારું ગામ છોડ્યા ને...અને બિંદુ ને મળ્યા ને...!!
જો કે એવું નથી કે આ વર્ષો માં તમને તમારા ગામ જવાનું મન નહોતું થયું...કે બિંદુ ને મળવાની ઈચ્છા નહોતી થઈ..
પણ તમારા મગજ પર સવાર થયેલું કારકિર્દી બનાવી ને પછી જ બિંદુ સાથે લગ્ન કરવાનું એ ભૂત સવાર હતું...
અને હકીકત પણ છે કે,
તમે તમારા પ્રેમ ના પંથ પર ચાલતા હોય ત્યારે કારકિર્દી પણ એટલી જ મહત્વની છે...
અને આ વાત એટલા માટે કહુ.છું કે..
આજ ના યુગ માં આ પ્રેમીઓ, પ્રેમ માં આંધળા બની ને પોતાની કારકિર્દી નો ભોગ આપી દેતા જોવા મળે છે.
હકીકત તો એ છે કે, કાચી ઉંમર દરમિયાન પ્રેમ માં પડી ને પોતાનો વિદ્યાર્થી ધર્મ ભૂલી જનાર ક્યારેય પોતાની સફળ કારકિર્દી બનાવી શકતા નથી ...
એ આજના સાંપ્રત સમય ની બહુ વિટંબણા છે..
કારણ કે સફળ પ્રેમ એ સફળ કારકિર્દી ના સહારે જ ટકી શકે.... એ વાત નિર્વિવાદ છે..
પ્રેમ રૂપી નૈયા ને કિનારે પહોંચાડવા માટે કારકિર્દી ના પુરુષાર્થ રૂપી હલેસા ની જરૂર પડ્યા વિના રહેતી નથી...
એ વાત અહી સૌ કોઈએ નોંધી રાખવા જેવી છે..
ખેર,
કિશન જોકે તમે આ બાબત માં ઘણા જ ભાગ્યશાળી છો એવું હાલ તો તમને લાગે જ છે..
અને નોકરી જોઈન કરતા પહેલા આજે ફરી એક વાર તમે મીઠાઈ નું બોક્ષ લઈને માસ્તર સાહેબ ના આશીર્વાદ લેવા તમારે ગામ જવા તૈયાર થયા છો.
અને એ બહાને તમારી બિંદુ ને મળી ને એને કહેવા માંગો છો, કે હવે એને તમારી બિંદડી બનવા માટે વધારે રાહ જોવાની જરૂર નથી...
આજે,તમે એકલા ગામ જવા માટે બસ માં નીકળ્યા..છો
કોણ જાણે કેમ આજે તમને તમારું ગામ જોજનો દૂર હોય એવું લાગતું હતું...
કેમેય કરી ને આ રસ્તો કપાતો નહોતો.
અને અંતે તમારા માટે એ ક્ષણ આવી ...બસ માંથી ઉતરી ને તમે તમારા ગામ માં પગ મૂક્યો...કિશન
ભલે ને તમે પાચ છ વર્ષ પહેલાં જ ગામ છોડ્યું હોય પણ છતાંય ગામ માં પ્રવેશતા ની સાથે જ ગામ ની માટી ની સુગંધ તમને રોમાંચિત કરી મુક્યા કિશન
જાણે કે બધું જ તમારી નજર સામે તરતું હોય એવું લાગ્યું...
તમારી હાઇસ્કુલ, માસ્તર નું ખેતર, તમારું નળીયા વાળું ખોરડું, પાદર માં આવેલું મહાદેવ નું મંદિર..મંદિર પાછળ આવેલું એ પીપળા નું ઝાડ..
આ,બધું જ જાણે કે તમને યાદ કરતું હોય એ રીતે..
અને કેમ ન હોય, આ ગામ માં તમારું બાળપણ વીત્યું છે...
ગામ માં ઉતરતા ની સાથે જ હવે પ્રભાશંકર માસ્તર ના ઘર તરફ જવા માટે તમારા પગ ઉતાવળા થયા હતા.
માસ્તર પ્રભાશંકર ગોર ની ખડકી માં પ્રવેશતા ની સાથે જ તમારા દિલ ની ધડકનો તેજ થતી જતી હતી.કિશન
સામે ખાટલા પર માસ્તર ને બેઠા હતા..
"અરે, રે ,
આ..પ્રભા શંકર માસ્તર તો,બિલકુલ ઓળખાય એવા જ નહોતા રહ્યા..
તમારા મોઢા માંથી આ પ્રકાર ના શબ્દો સરી પડ્યા..કિશન
એમના ચેહરા પર ની કરચલી એ વાત ની ચાડી ખાતી હતી કે વિતેલા પાચ છ વરસો એ તો માસ્તર ને વૃદ્ધત્વ ની કગાર પર લાવી ને મૂકી દીધા હતા.
પરંતુ તમે તુરત જ માસ્તર જી ને ઓળખી લીધા હતા..એટલે સીધા એમની તરફ દોડી ગયા,
અને પગે લાગતા બોલ્યા...
"સાહેબ, મને ઓળખ્યો ...!!!
હું, ત્રયંબક ત્રિવેદી નો દીકરો.. કિશન..!!
તમારો જૂનો વિદ્યાર્થી..યાદ છે, તમને..!!
આટલું બોલતા તો તમારી આંખો પણ ભીની થઈ ગઈ કિશન...
હવે માસ્તરે પણ તમને ઓળખી લીધા અને હર્ષ પૂર્વક ભેટી પડ્યા..
સાથે લાવેલી મીઠાઈ ના બોક્ષ માંથી મીઠાઈ લઈને તમે માસ્તર ને પ્રેમ પૂર્વક ખવડાવી..
તમારી કારકિર્દી ની સંઘર્ષ કથા સાંભળી ને એમની પણ છાતી આજે ગજ ગજ ફૂલવા લાગી હતી..
કિશન..
એમણે રસોડા માં ઇશારો કરીને તમારા માટે ચા પાણી ની વ્યવસ્થા કરવાની સૂચના આપી..
કિશન તમારી નજર હવે રસોડા તરફ જ હતી..
તમને જાણે કે એવું હતું કે,
હમણાં રસોડા માંથી બિંદુ દોડી ને આવશે અને તમારી સામે પાણી નો પ્યાલો ધરશે...
પણ કિશન, તમારી ધારણા થી વિપરીત જ ગોરાણી રસોડા માંથી પાણી લઈ ને આવ્યા..
એમને જોતા વેંત જ તમે ગોરાણી ને પગે લાગી ને એમના પણ આશીર્વાદ લીધા...
પણ કિશન, હવે તમારાથી રહેવાયું નહિ એટલે તમે સીધે સીધું ગોરાણી ને પૂછી જ લીધું કે
"કાકી, બિંદુ કયા છે... !!
કિશન, તમારા આ સવાલ નો હવે પછી ગોરાણી એ આપેલો જવાબ તમારા પગ તળે થી જમીન સેરવી નાખવાનો હતો એની જાણ તમને જરાય નહોતી...
કારણ કે હજુય તમારી નજર તો ઘર માં બિંદુ ને જ શોધી રહી હતી...
ગોરાણી ના જવાબે તો તમારા હદય માં ઉથલપાથલ કરી મૂકી.....કિશન
ગોરાણી એ, તમને વિગતવાર જણાવતા કહ્યું કે ,
"અમે,બિંદુ ના લગ્ન કરી નાખ્યાં છે.અને એ વાત ને પણ આજે ચાર વર્ષ થવા આવ્યા છે."
"કિશન, બેટા બિંદુ એ, લગ્ન ની હા પાડતા પહેલાં તારા વિશે ની બધી જ વાત અમને કરી હતી..પણ
"તારા માસ્તરજી ની નાદુરસ્ત તબિયત ને કારણે અમે પરાણે બિંદુ ને લગ્ન કરવા માટે રાજી કરી હતી"...
"કારણ કે ગોર માસ્તર ને બીજા સ્ટેજ ના કેન્સર નું નિદાન થયું છે"...
"અને ડોકટર ના કહેવા મુજબ હવે માસ્તર થોડા વરસો ના જ મહેમાન છે"...તને ખ્યાલ તો આવી જ ગયો હશે...એમની અને આ ખોરડાં ની આ હાલત જોઈને...!!
"એક ની એક હોવા ને કારણે માસ્તર પણ પોતે દેહ છોડે એ પહેલાં એને પરણાવી દેવા માંગતા હતા બિચારી બિંદુ બાપુજી ની મરજી નો વિરોધ ન કરી શકી અને કમને પરણવા માટે તૈયાર થઈ હતી...
"કિશન બેટા, બિંદુ તો તારી સાથે જ લગ્ન કરવાની જીદ લઈ ને બેઠી હતી. અમે માંડ માંડ એને સમજાવી હતી.
"એટલે. આ બધા માં બિંદુ નો કોઈ વાંક નથી કિશન"...
ગોરાણી ના એ એકી સ્વાશે બોલાયેલા વાક્યો માં
તમને તમારા દરેક સવાલો નાં સ્પસ્ત જવાબ મળી આવ્યા હતા ....કિશન
થોડી વાર માટે તો આખાય વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ.
સાચું કહું તો,કિશન
ગોરાણી ની આ બધી જ વાતો એ તો તમારા સમગ્ર અસ્તિત્વ મે અંદર થી હચમચાવી નાખ્યું..કિશન
ફરી એક વાર તમે,
માસ્તર ના ખોરડાં ની હાલત અને માસ્તર સાહેબ ના ચેહરા સામે જોયું...ને આખીય પરિસ્થિતિ પામી ગયા...કિશન
તમારું હદય અંદરથી પોક મૂકી ને રડવા ની તૈયારી કરતું હતું...
આ વિતેલા વરસો માં જાણે કે તમારી દુનિયા જ લૂંટાઈ ગઈ હોય એવું તમને લાગ્યું..કિશન
પણ એથીય વધુ આંચકો તો તમને ત્યારે લાગ્યો કે જ્યારે ગોરાણી એ રડતી આંખે કહ્યું કે,
"બેટા
અમે તો,મોટું ખાનદાન જોઇને દીકરી ને પરણાવી હતી બિન્દુ ને,
પણ અમને શું ખબર કે કે છોકરો દારૂ ની લત વાળો હશે...!
ગોરાણી એ ઉમેર્યું, કે
"આમ તો સાસરે ગયા પછી તરત જ બિન્દુને આ વાત ની ખબર પડી ગઈ હતી.
તોય પોતાના બીમાર બાપ ને આંચકો ન લાગે એટલા માટે એ મુંગે મોઢે બધુંય સહન કરી ને રહેતી હતી,
"પણ હમણાં એક વર્ષ પહેલાં જ બિંદુ નો પતિ સ્વધામ સિધાવી ગયો અને બિન્દુ વિધવા થઈ ગઈ.
એને એક વર્ષ ની દીકરી પણ છે."
"એટલે હવે કાયમ માટે એ અહી જ આવી ગઈ છે..
ગોર માસ્તર ના દેહ નો હવે કોઈ ભરોસો નથી કિશન"...
"એકની એક દીકરી એના બાપ ની નજર સામે રહી શકે એટલા માટે બિંદુએ ગામની આંગણવાડી માં નોકરી પણ લઈ લીધી છે"
"અત્યારે એ આંગણવાડી માં જ હશે"....
"જો, કિશન, તું રોકવાનો હોય, તો બિંદુ ને મળી ને જ જજે.બેટા..!!
"કદાચ, તને મળી ને એ બિચારી નું પણ મન હળવું થશે".
"મારી બિંદુ નો તો, બિચારી નો આખો ભવ બગડી ગયો"
એટલું બોલીને ગોરાણી એ મણ નો નિસાસો નાખ્યો.
કિશન ...
ગોરાણી ના મોઢે થી, એમના પરિવાર અને બિંદુ ની આ આખી ય કહાની સાંભળીને,તમને હવે એવું લાગ્યું કે,
તમારું તો ફક્ત હદય જ તૂટ્યું છે...
પણ બિંદુ ને માથે તો મુસીબતો નો આખે અખો પહાડ તૂટ્યો છે એમ કહી શકાય...
અને એટલે તમે મર્યાદા નો વિચાર કર્યા વિના જ ગોરાણી ને કહી ને બિંદુ ને મળવા માટે ગામ ના પાદર માં આવેલી આંગણવાડી તરફ જવા નીકળી પડ્યા..
આંગણવાડી ના બાળકો થી ઘેરાયેલી અને પોતાની નાની બાળકી ને તેડી ને ઉભેલી બિન્દુ ને ઓળખી લેતા તમને વાર ન લાગી..કિશન
હજુય બિંદુ એવી ને એવી લાગતી હતી,
હા એ વાત હતી કે સમય અને સંજોગો ની થપાટે એને વધુ પરિપક્વ બનાવી દીધી હશે એવું તમને લાગ્યું.
તમે એની પીઠ તરફ ઊભા રહી ને હળવેથી બૂમ પાડતા કહ્યું....
"એય બીંદડી... જો,હું આવ્યો છું.. તારો કિશન
અને કિશન....
આ "બીંદડી" શબ્દ કાને પડતાં ની સાથે જ બિંદુ એ વીજળી વેગે પાછળ જોયું...
નજર સામે તમને ઉભેલા જોયા.....કિશન
બિંદુ ને જાણે કે પોતાની નિસ્તેજ થઈ ચૂકેલી આંખો ઉપર હજીય વિશ્વાસ ન આવતો હોય એ રીતે આંખ નું મટકું માર્યા વિના એ તમારી સામે જોઈ જ રહી હતી.
બિંદુ ને એની આંખો પર હજી પણ ભરોશો નહોતો કે એની સામે, તમે ઊભા છો...કિશન
અને છેવટે તમે બિંદુ ને તંદ્રા માંથી જગાડતા હોય એ રીતે એની સામે ચપટી વગાડતા કહ્યું....
"એય બીંદડી....ક્યાં ખોવાઈ ગઈ તું..
હું..કિશન..ભૂલી ગઈ કે શું મને...!!
અને આટલું સાંભળતાં ની સાથે તો, હાથ માં બાળકી ને તેડી ને ઉભેલી બિંદુ ચોધાર આંસુ એ રડવા લાગી...
પણ હવે તમે પણ આડી અવળી વાત કરવાને બદલે બિંદુ ને કહી દીધું...
"બિંદુ, હું તારા ઘેર જઈ ને આવ્યો છું અને તારી સાથે બનેલી તમામ બાબતો ની મને જાણ થઈ ગઈ છે'...
"માટે હવે તું રડવાનું બંધ કરી, તારી જાત ને દોષ દેવા ને બદલે મારી એક જ વાત નો જવાબ આપ.
"મે હજુ સુધી લગ્ન નથી કર્યા,
" શું તું મારી બીંદડી બનીશ....!!
"આજ થી આ દીકરી પણ આપણા બન્ને ની હશે,
"બોલ, તૈયાર છે તું મારી સાથે પરણવા માટે"..!!
"જો તારી હા હોય તો હું તને મારી બીંદડી બનાવવા માંગુ છું....
"જવાબ દે બિંદુ"...
અને કિશન,
તમારા આવા સાવ અનઅપેક્ષિત સવાલો ના જવાબ શું આપવા એ વિચારવા ને બદલે તમને આવી ને વળગી જ ગઈ...
આજુ બાજુ ઉભેલા,
આંગણ વાડી ના નાના ભૂલકાઓ તો આ બધું સમજવા માટે ક્યાં સમર્થ હતા...!!
પરંતુ, કિશન,
તમે હવે બહુ જ ખુશ હતા કારણ કે, તમને બિંદુ નો જવાબ મળી ગયો હતો...
એટલે હવે તમે એક ક્ષણ નોય વિલંબ કર્યા વિના
બિંદુ ના માતા પિતા ની સંમતિ લેવા માટે એનો હાથ પકડીને ફરી એક વાર સીધા પ્રભાશંકર ગોર ના ઘેર પહોંચી ગયા...
અને ખડકી માં પ્રવેશી ને કોઈ પણ જાત ના ખચકાટ વિના માસ્તર અને ગોરાણી ને પૂછી લીધું કે..
જો એ બન્ને તમને બિંદુ ને લાયક ગણાતા હોય અને પરવાનગી આપતા હોય તો, તમે બિંદુ ને દીકરી સાથે જ સ્વીકારી ને તમારી જીવન સાથી બનાવવા માટે ઉત્સુક છો...
આટલું સાંભળ્યા પછી માસ્તર પ્રભા શંકર ગોર અને ગોરાણી બન્ને ની આંખમાંથી વહેતા હર્ષ ના આંસુ એ વાત નો સંકેત આપતા હતા કે....
કેટલાય વર્ષો થી ગુમનામી ના અંધકાર માં ખોવાઈ ગયેલી પ્રભા શંકર ગોર ની ખડકી અને એમની નિસ્તેજ આંખો માં આજે ખુશીઓ પાછી ફરી છે..
અને એટલે જ......
આજ થી બિંદુ ,
સાચે જ તમારી.. "બીંદડી" છે....
(પૂર્ણ).
નરેશ ગજ્જર