આવાગમન
========
આવવું અને જવું એ કાળ પુરુષ ના સંદર્ભમાં છે. એમાં ત્રિગુણાત્મક પ્રકૃતિ મહત્વ નો ભાગ ભજવે છે.આ પ્રાકૃતિક સૃષ્ટિ પંચ તત્વ , પૃથ્વી અગ્નિ જલ વાયુ અને આકાશ ની બનેલી છે તેમાં જ ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે.
પ્રાકૃતિક ગુણોથી સમૃદ્ધ ચિત્ત સંવેદનો ઝીલે છે્ અને જીવ જે ગુણ ની પ્રધાનતા માં જીવતો હોય તે
પ્રમાણે પ્રકૃતિ માં કર્મ કરી જીવન નો નિર્વાહ કરે છે,
તથા જીવન અને મૃત્યુ નું પણ નિર્વહન કરે છે , અને
સાધના દ્વારા આવાગમન ને મિટાવી ચૈતન્યમય વિલાસમાં તદ્રૂપ થઈ આત્માનંદ માં મસ્ત રહે છે.
આવાગમન સહજ છે, પ્રાકૃતિક સૌંદર્ય છે એની સમજણ હોવી જોઈએ. આપણે જીવન જીવીએ છીએ, પરંતુ શું ખરેખર જીવીએ છીએ?આપણે મરી જઈએ છીએ,તો શું ખરેખર આપણે મરી જઈએ છીએ ?🤣🤣
જવાબ છે ના... આપણે જીવતા પણ નથી અને મરતા પણ નથી ,જે થાય છે તે પ્રકૃતિ માં થાય છે. શરીર પ્રાકૃતિક છે એટલે જીવ તેના દ્વારા આવાગમન કરે છે, પોતાની વાસના કે ઈચ્છા ઓની તૃપ્તિ માટે, પરંતુ દરેક જન્મમાં બધી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી , તેથી જીવન- મૃત્યુ ની ઘડમાળ ચાલ્યા કરે છે.
તો શું ખરેખર આપણે આમજ જીવન મૃત્યુ ના ચક્કર કાપવા ના છે? કે કોઈ બીજી પણ વ્યવસ્થા છે ,જે સત્યનું દર્શન કરાવે.
પૃથ્વી એ કર્મલોક છે , અહીં કર્મ કરવા નો પુર્ણ અધિકાર પ્રાપ્ત થાય છે, બ્રહ્માંડ નું આ મધ્યબિંદુ છે
તેની ઉપર સ્વર્ગ અને નીચે નરક છે , મતલબ કે
ઉર્ધ્વગમન અને અધોગમન છે. હવે તમારે જ તમારા કર્મો દ્વારા નક્કી કરવાનું કે ક્યાં જવું છે.બીજોએ તમારા વિશે નિર્ણય લઈ શકે નહીં.માટે
સાવધાની રાખવાની છે.કે હું મનુષ્ય છું હવે મારે દેવત્વ પામવું છે કે દાનવ બનવું છે.કે પછી ફક્ત મનુષ્ય જ રહેવુ છે. પરંતુ આ ત્રણેય અવસ્થામાં આવાગમન છે કારણકે જીવને કર્તા ભાવ છે ,તૈ ભોક્તા બની સારા નરસા ફળ લોકલોકાન્તર માં
ભોગવવા પડે છે.
તો શું ફક્ત કર્મફળ ભોગવવા અને નવા કર્મો પેદા કરવા જ મનુષ્ય દેહનો ઉદ્દેશ છે? શું આવાગમન ની
સાંકળ તોડી શકાય નહીં ??
વાસ્તવમાં, પ્રતિભાસિક માયિક સત્યમાં બધું અજ્ઞાનતા વશ સાચું લાગે છે, એવું તત્વદર્શન કરેલા મહાપુરુષો કહે છે. પરંતુ જેણે પ્રકૃતિ પર વિજય મેળવ્યો છે એવા ગુણાતીત વિરલ મહાપુરુષો કર્મના બંધન થી છુટકારો મેળવી લે છે. એજ તો ગીતા ના ઉપદેશમાં કર્મયોગ નું રહસ્ય છે. કે જે નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ કેળવી કર્મ કરે તેને કર્તાભાવ ના હોવાથી ભોક્તા ભાવ પણ રહેતો નથી, તેથી સહજ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી ધરા પર પડી જાય છે. એમ કર્મ ના બંધનથી જીવભાવ મુક્ત થઈ આત્મા સ્વરૂપ માં પ્રતિષ્ઠિત થાય છે. અને આવાગમન થી છુટકારો મેળવી શકાય છે.
મનુષ્ય દેહ પામવો દુર્લભ છે, અને તેમાં ય અધ્યાત્મ માં રુચિ થવી અઘરી છે, અને સાચું માર્ગદર્શન મળવું કઠીન છે અને પછી વાસ્તવિક રીતે ચાલી આચરણ માં લાવવું અતિ કઠીન લાગે છે. કારણકે
અનંત જન્મ ના આવાગમન ના સંસ્કરો ચિત્તમાં
સંગૃહિત છે, તેને દુર કરવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે.
પુરુષાર્થ વગર સિધ્ધિ મળતી નથી, ભૌતિક સિધ્ધિઓ મળી જાય સ્વભાવિક છે, પરંતુ અધ્યાત્મ ની ઊડાન અને ઊંડાઈ પામવું અઘરું છે
પરંતુ અશક્ય નથી. આ જન્મમાં આત્મા નો વિચાર સ્ફુર્યો એ જ મહત્વ નું છે, ઈશ્રર અભિમુખ મન હોય એ સત્કર્મ નું ફળ છે. સાધના વ્યક્તિગત બાબત છે. દરેક વ્યક્તિ એ પોતે જ પોતાનો ઉદ્ધારક બનવા નું છે , શાસ્ત્ર અને ગુરુ તથા દેવતાઓ ફક્ત સહાયક છે. સાચી યાત્રા તમારે જાતે કરવાની છે, અને આવાગમન. માંથી મુક્તિ મેળવી, ચૈતન્યમય બની આનંદ સ્વરૂપ ની અનુભૂતિ
અપરોક્ષ અનુભૂતિ કરવા ની છે
ૐ આનંદ ૐ 🤣 ૐ.
=={{{{