આગળ ના પ્રકરણ માં આપણે જોયુ કે વિક્રમ સાધુ મહારાજ પાસે જઇ ને બધી વાત કરે છે સાથે મોન્ટી અને પુજા ની હત્યા ની વાત કરે છે એટલે સાધુ મહારાજ વિક્રમ ને વિષાનંદ વિશે જણાવે છે જેણે એમના ગુરુ ગોરખનાથ પાસે થી બધી વિદ્યાઓ શીખી ,છળ કપટ થી એમના બીજા શિષ્યો ને વશ માં કરી ને એમને મારી નાખ્યા હતા પણ એમના ગુરુએ ચાલાકી થી એમને દુર મોકલી ને એમનો જીવ બચાવ્યો સાથે જ વિષાનંદ ને ખતમ કરવાનો ઉપાય પણ જણાવ્યો હતો સાધુ મહારાજે જણાવ્યુ કે આ એ જ વિષાનંદ છે.અને હવે એ અદિતિ ની બલિ ચડાવી ને પ્રેત દેવતા ને અદિતિ ની આત્મા આપવાનો છે જેથી બદલા માં એને અમરત્વ મળી જાય સાથે સાથે આખા વિશ્વ પર અંધકાર નુ સામ્રાજ્ય થઇ જાય.એ પછી વિક્રમ પંચધાતુ થી બનેલ ચમત્કારિક ત્રિશુલ લેવા મંદિર તરફ જાય છે જેના થી વિષાનંદ નો અંત કરી શકાય.
********************************************
હવે મને ખબર પડી હતી કે વિષાનંદ ને મારવા શું કરવાનું છે પણ એ માટે મારે સમયસર એ મંદિરે પહોંચીને એ ત્રિશુલ મેળવવું પડશે એ વિચારીને જીપ ની ગતિ વધારી પણ થોડા સમય પછી જીપ ડચકા લઇ ને બંધ પડી ગઇ.બે ત્રણ વાર સ્ટા્ર્ટ કરવા નો પ્રયત્ન કર્યો પણ જીપે મચક ના આપી.ફ્યુઅલ મીટર જોતા ખબર પડી કે જલ્દી જલ્દી માં જીપ માં વધારે ફ્યુઅલ નહોતુ એ તરફ ધ્યાન જ ન ગયુ .હવે તો કોઇ ની મદદ મળે તો જ સારુ.જીપ માંથી ઉતરી જઇ ને જોયુ કે કયાંય આજુબાજુમાંથી મદદ મળે એુ છે કે નહિ પણ જીપ એવા રસ્તે બંદ પડી હતી કે સમ ખાવા પુરતુ માણસ મને ના દેખાયુ.ગાડીઓ પસાર થઇ જતી પણ કોઇ મદદ માટે ઉભી ના રહી.આખરે બે કલાક પછી એક માણસ પસાર થતા જોયો.તો એને પુછતા એણે જણાવ્યુ કે ચાર કિમી દુર એક પેટ્રોલ પંપ છે .પણ હવે સવાલ એ હતો કે જીપ ને એટલા કિમી લઇ કેવી રીતે જવી .
આખરે એક ગાડી ની મદદ થી જીપ બંધાવી પેટ્રોલ પંપ સુધી લઇ જઇ પેટ્રોલ પુરાવ્યુ.પછી ચંદનગઢ તરફ આગળ વધ્યો.અંધારુ થઇ ગયુ હતુ.રસ્તો પણ બરાબર દેખાતો નહોતો.એટલે ચંદનગઢ ના રસ્તે જતા સાડા અગિયાર થઇ ગયા.થોડી વાર પછી લાગ્યુ કોઈ મારો પીછો કરે છે જોયુ તો ઇન્સ્પેક્ટર અમર ની જીપ હતી.મે જીપ ઉભી રાખી એટલે એમણે પણ જીપ થોભાવી મારી પાસે આવીને બોલ્યા ," આટલી રાત્રે ક્યાં જતા હતા તમે?"
"ક્યાંય જતો નથી જઇ ને પાછો આવ્યો છું?"
"પણ તમને કહ્યું નહોતુ મારી રજા વગર કોઈ એ ગામ છોડી ને જવું નહિ " એમણે કડકાઇ થી કહ્યું .
"મારે અગત્ય નું કામ હતું એટલે જવું પડ્યુ .જોકે દુર્ગા દેવી ની રજા લીધી હતી મે"
"તમને ખબર પણ છે શું બન્યુ છે એમને ત્યાં?એમની પુત્રી અદિતિ ગાયબ થઇ ગઇ છે ."
"શું? ક્યારે?"મને જોરદાર આંચકો લાગ્યો.
"હમણા થોડી વાર પહેલા જ મારી પાસે ફરિયાદ આવી છે .આમ તો ચોવીસ કલાક પહેલા ફરિયાદ ના લખાય .પણ થોડા દિવસ પહેલા એમની ફ્રેન્ડ પુજા સાથે જે બન્યુ એ પછી બેદરકાર રહેવુ જોખમકારક છે .એટલે એ બાબતે જ તપાસ કરવા નીકળ્યો છુ. એમની જ તપાસ ચાલુ છે હાલ માં."
" ઇન્સ્પેક્ટર ,મારે અત્યારે જ નીકળવું પડશે.અદિતિ ખતરા માં છે .એને બચાવવી જ પડશે .મારી પાસે બહુ જ ઓછો સમય છે "
"એક મિનિટ ,તમે ના જઇ શકો . પુજા ના મર્ડર કેસ સાથે જોડાયેલ દરેક શહેર ની બહાર ના જઇ શકે.અને તમે જવા ક્યાં માગો છો?"
"પણ ઇન્સ્પેક્ટર મોન્ટી તો કોઇ ને ય જાણ કર્યા વગર નીકળી જ ગયો છે ને .તમે પેલા એને જઇ ને કેમ નથી પકડતા ?"
"એની તપાસ પણ ચાલુ જ છે.અને તમે મને ના મારી ડ્યુટી ના સમજાવો .તમારે મારી સાથે પોલીસ સ્ટેશન જવું પડશે થોડી ઇન્વેસ્ટીગેશન કરવી છે."
"પ્લીઝ ,ઇન્સ્પેક્ટર મને જવા દો .મારે જવું અત્યંત જરુરી છે .હું તમને મારું કામ ખતમ કરી બધું સમજાવી દઇશ.પણ અત્યારે મારી પાસે સમજાવવાનો ટાઇમ નથી .""
" આઇ એમ સો સોરી .પણ હું ના જા દઇ શકુ."તમારે મારી સાથે અત્યારે જ ચાલવું પડશે.અને તમે નહિ માનો તો જબરદસ્તી કરવી પડશે."
વિક્રમે કંઇક વિચાર કર્યો અને પછી પોલીસ સ્ટેશન જવા તૈયાર થઇ ગયો.
*******************************************
અદિતિ ક્યાં ગાયબ થઇ ગઇ?શું વિક્રમ સમયસર મહાદેવ મંદિરે પહોંચી ત્રિશુલ મેળવી શકશે?શું એ પોતાનુ લક્ષ્ય પુર્ણ કરી શકશે કે પછી અઘોરી અદિતિ ની બલિ ચડાવી અમર થઇ જશે ?જાણવા વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ.