આગળ જોયું કે લવ અને રવિ કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યા જાનકી અને સ્નેહા આવે છે,અને જાનકી લવ ને જોઇને તેને સ્માઈલ આપે છે
હવે આગળ,
લવ મનમાં વિચારી રહ્યો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી જાનકી અત્યારે સ્માઈલ આપે છે ત્યારે,લવને વિચારોમાં ઘેરાયેલો જોઈ રવિ તેની મજાકીયા આદતમાં બોલ્યો "કેમ મજનુ હજી ઓલી કલાસરૂમવાળીની યાદોમાં ખોવાયેલો છ"
રવિ તરફ આટલું સાંભળતા લવ પણ તેની આદત પ્રમાણે હસતા બોલવા લાગ્યો "હા ટોપા એના જ વિશે વિચારતો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી અત્યારે તો તેની સામે સ્માઈલ આપે છે"
રવિ મોટો જ્ઞાની-પુરુષની જેમ કહે છે " હે વત્સ જ્યારે ભગવાન શિવ પણ ભગવાન વિષ્ણુના મોહિની રૂપને ઓળખી નહોતા શકયા તો આપણે કાળા માથાના માનવી કઇ રીતે તેને જાણી શકીએ"
આ બાજુ લવ ને ખબર હતી કે જાનકી હમણાં તેની પાસે આવે છે પણ રવિ તો પોતાની મોજમસ્તી માં આવી બોલવા લાગ્યો જે જાનકી અને સ્નેહા બંનેએ પાછળ ઊભા રહી સાંભળી રહી હતી.
જાનકી અને સ્નેહા બંને રવિની સામે આવે છે અને બંને રવિ અને લવ ને પોતે અહીં સાથે બેસી શકીએ,ત્યાં રવિનું મોઢું પાછુ ચાલુ થયું "હા બેસી શકો છો પણ તમે બંને અહીં અમારી સાથે જ કેમ બેસવા આવ્યા અહીં ઘણા ટેબલ ખાલી છે"
જાનકી ચુપચાપ બેસી રહી અને તરત જ સ્નેહા એ વળતો જવાબ આપ્યો "છોકરીઓ અમુક જ છોકરો સાથે સામેથી ફ્રેન્ડશીપ કરે અને તમને કંઈ પ્રોબ્લેમ હોય તો અમે જતી રહીએ"
સ્નેહાના આ જવાબથી રવિ થોડીકવાર સ્નેહા તરફ જ જોઈ રહેયો.
અને આ બાજુ લવ અને જાનકી રવિની આવી હાલત પર હસી રહ્યા હતા ત્યારે લવે પોતાનો પરિચય "હાય મારુ નામ લવ પટેલ અને આ મારો જીગરજાન દોસ્ત રવિ પટેલ"
"હા ખબર છે ક્લાસમાં ઇન્ટ્રો આપ્યો હતો અને બાય ધ વે મારૂ નામ જાનકી ત્રિવેદી અને આ મારી બેસ્ટી સ્નેહા શાહ"
રવિ પોતાની જાતને સ્વસ્થ કરી બોલ્યો "ઓકે હવે આજથી આપણે ચારેય મિત્રો અને એ ડોફા હવે નાસ્તો કરવાને"
ત્યાં રવિની ખેંચતા સ્નેહા બોલી "તને ફાવશે અમારી સાથે ફ્રેન્ડશીપ કરતા"
"ફાવશે નહી પણ ચલાવવું પડશે"રવિ અને લવ હસતા હસતા કહ્યું
"ઓકે તમારી ચોઈસ"
"હવે અમારી ચોઈસ છે તો થોડો નાસ્તો કરી લઈએ"રવિ વાતાવરણ હળવું કરવા બોલ્યો.
"હા પણ નાસ્તો તારે કરાવવાનો"સ્નેહા પાછી બોલી
"ઓકે મારી મા"રવિ બંને હાથ માથા પર રાખતા બોલ્યો
રવિ અને સ્નેહા ની વાતોને ધ્યાનમાં લીધા વગર લવ અને જાનકી વિચારોમાં ખોવાયેલા હતા.
ત્યાં રવિ લવ ને જોઇને તેને કહે "હાલને હવે અને આજે પેલો દિવસ છે અને લેક્ચર પણ નથી"
લવ રવિ ને કાંઈપણ રીસ્પોન્સ નથી આપતો આ બાજુ જાનકી પણ સ્નેહાને કંઇ રીસ્પોન્સ નથી આપતી.
રવિ લવ ને અને સ્નેહા જાનકી ને પોતાની જગ્યાએથી ઊભી થઈ હલાવી નાખે ત્યારે બંને ભાનમાં આવે અને જાનકી સ્નેહા સાથે કોલેજથી ઘરે જાવા નીકળી જાય છે કે કંઇપણ બન્યું ન હોય.
"ડોફા તારૂ ધ્યાન ક્યાં છે ક્યારનો કવ છુ હાલ ઘરે જાવા નીકળએ"રવિ લવને ખખડાવતા ગુસ્સામાં બોલ્યો
રવિની વાતને ઇગ્નોર કરી લવ કહે છે "હા હાલ નીકળએ મને બોવ કંટાળો આવે છે અત્યારે અહી"
રવિ પોતાનો ગુસ્સો સાઇડ માં રાખી કાલીઘેલી ભાષામાં બોલ્યો"અલલ હવે માલા લવને જાનકી વગલ ગમતું નથી હે"
રવિની આવી નોટંકી થી હસતા હસતા બંને ઘરે જાવા નીકળી જાય છે.
હજી બપોરના એક જ વાગ્યા હતા,લવ ઘરે પહોંચી હસતા હસતા ફ્રેશ થવા જાયછે ત્યા તેની મમ્મી જોવે છેઅને લવ ફ્રેશ થઇ જમવા બેસે છે.
"બેટા કેવો ગયો કોલેજનો પેલો દિવસ " લવની મમ્મી લવ ને આમ હસતા જોઈને બોલ્યા.
"મમ્મી બોવ જ સારો ગયો અને મે કોલેજ માં ખાલી બે જ છોકરીયું ને ફ્રેન્ડ બનાવી છે અને મારી ફ્રેન્ડલીસ્ટ માં તે બંને અને મારો જીગરજાન રવિ બસ ત્રણ જ છે"
લવ પોતાની મમ્મીને પોતાની બધીજ વાતો કહેતો.
લવના મોઢેથી આવું સાંભળીને લવના મમ્મીએ કહ્યુ "તેના નામ નઇ કે મને"
લવ આટલુ સાંભળતા હરખાય ને જાનકી નુ અને પછી સ્નેહાનું નામ બોલે છે.
લવની તરફ ધ્યાન થી જોઈને ક્ષમાબેન મનમાં વિચારી રહ્યા હતા કે "લવ ને જાનકી ગમે છે"
ત્યાં જ લવ બોલ્યો "મમ્મી હુ જાનકી તરફ આકર્ષિત થાવ છુ અને મે તેને પેલીવાર જોઈ ત્યારથી ગમવા લાગી છે."
લવના મોઢેથી જાનકી વિશે સાંભળતા ક્ષમાબેન લવના માથે હાથ ફેરવતા બોલે છે"લવ અત્યારે આ બધું થવુ નોર્મલ છે પણ સાથે એ પણ જો જે કે કાંઇક આ બધાની અસર તારા ભણતર પર ના પડે,હુ એમ નથી કહેતી કે તુ જાનકી ને ભુલી ભણતર માં જ ધ્યાન આપ,હુ હંમેશની માટે તને ખુશ જોવા માગું છું"
આવી વાતો સાંભળી લવ તેની મમ્મીને ખાલી "ઓકે" આટલું જ બોલી પોતાનું જમવાનું પુરૂં કરી પાણી પીઇ રહ્યો હતો એટલા માં રોહિત અને કાવ્યા ચોરીછૂપીથી લવની પાછળ આવી લવને બાથ ભરી લે છે.
રોહિત અને કાવ્યા ને તેની મમ્મી ખીજવવા જતી હતી ત્યાં લવે ઈશારો કરી શાંત રહેવા કહયું.
રોહિત અને કાવ્યા ના આવા વર્તનથી લવ બોલ્યો "આવી ગયા બંને નોટંકી "
આટલુ બોલી લવ તેને બંને ને રૂમમાં લઇ આરામ કરવા જાય છે.
રોહિત અને કાવ્યા બંને બેડ પર સુવા માટે જાય છે ત્યા લવ બોલ્યો "મને તમારી બંનેની વચ્ચે સુવા દેશો તો જ હુ અહી સુઇશ નકલ આ હાલ્યો હોલમાં "
બંને લવને વચ્ચે સુવા થાય છે.
રોહિત અને કાવ્યા સુઇ જાય છે પણ લવ હવે ફરીથી જાનકીની યાદોમાં ખોવાય જાય છે...
ક્રમાંશ...