Khuni koun ? - 4 in Gujarati Detective stories by hardik joshi books and stories PDF | ખૂની કોણ? - 4

Featured Books
Categories
Share

ખૂની કોણ? - 4

રાજકોટ શહેર ના જાણીતા બિઝનેસમેન નિખિલ ની પત્ની નિરાલી ની હત્યા થઈ હતી. પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત અને સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ ની તપાસ માં સોપારી કિલર અસલમ નું નામ બહાર આવે છે, હજુ કેસ આગળ વધે ત્યાં જ નિરાલી ના પપ્પા અને નિખિલ ના સસરા કેતન નું યે ખૂન થઈ જાય છે, હવે આગળ...
__________

નિખિલ ને મળી ને અમિતાભ તેના એક ખબરી બંટી ને મળવા ગયો હતો. તેણે બંટી ને નિખિલ વિશે માહિતી કઢાવવા નું કામ સોંપ્યું હતું. પોલીસ માટે ખબરી તંત્ર તેના ત્રીજા અદ્રશ્ય હાથ તરીકે કામ કરે છે. સીધી રીતે જ્યારે કોઈ માહિતી કે કામ ના કઢાવી શકાય ત્યારે આ ખબરી તંત્ર જ પોલીસ ને વાસ્તવ માં સહાય માં આવે છે. "શું સમાચાર છે બંટી?" શહેર ના પૂર્વ છેડે જ્યાંથી રાજકોટ અમદાવાદ હાઇવે શરૂ થાય છે ત્યાં એક ચા ની હોટેલ પર બેઠા બેઠા બંને વાતો કરી રહ્યા હતા. કોઈ ને જાજી શંકા ના જાય તે માટે અમિતાભ હંમેશા સાદા કપડાં માં જ ખબરીઓ ને મળવા નું યોગ્ય સમજતો હતો. બંટી એ બોલવા નું શરુ કર્યું, "નિખિલ નું કેરેક્ટર સાવ જ સીધું હોય એમ જણાય છે, સવારે ઉઠવું, કસરત કરવી, પોણા આઠ એ અચૂક ઓફિસ એ પહોંચી જવું, બપોર નું લંચ પણ ઓફિસે જ, અને પાંચ વાગ્યે ઘરે આવવું. આ તેનો નિત્ય ક્રમ છે. બીજા કોઈ આડા અવળા શોખ પણ નથી. કોઈ છોકરી સાથે લફરું હોય તેવા પણ કોઇ જ અણસાર જણાતા નથી."

અમિતાભ સાંભળતી વખતે મન માં ને મન માં ગુસ્સે ભરાઈ રહ્યો હતો, અહી પણ કોઈ કામ ની માહિતી મળતી ના હતી તો આ કેસ ને આગળ કેમ વધારવો. "પંડિત સર, પંડિત સર...." અમિતાભ ને ખોવાયેલો જોઈ બંટી એ અમિતાભ ને બોલાવ્યો. "તો ટૂંક માં તુ એમ કહેવા માગે છે ને બંટી કે તું કંઇ કામ ની માહિતી નથી લાવી શક્યો?" નિરાશ સુરે અમિતાભે પૂછ્યું. "અરે પંડિત સર, મે એમ ક્યાં કહ્યું, મારી પૂરી વાત તો સાંભળો. નિખિલ ના ભૂતકાળ માં તો કઈ મળે એમ લાગતું નથી પરંતુ તેના પિતા રમેશ દાસ અને તેની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, બની શકે કે તમે જે શોધો છો તે તમને ત્યાંથી મળી રહે." બંટી ની વાત સાંભળી અમિતાભ ની આંખો માં એક ચમક આવી અને તે વાત ને સાંભળવા અધીરો બની રહ્યો હતો, આખરે આવડો મોટો અધિકારી અને આટ આટલા કેસ ચપટી વગાડતા માં જ સોલ્વ કરી નાખનાર રાજકોટ નો એક જાંબાઝ પોલીસ કોપ અમિતાભ પંડિત આ કેસ માં રતી ભાર આગળ વધી શક્યો ના હતો. બંટી એ વાત ને આગળ વધારી, "રમેશ દાસ ની કંપની માં ૭૫% રોકાણ કોઈ એક ટ્રસ્ટ નું છે, અને તે ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ અન્ય કોઈ નહિ પરંતુ રમેશ અને કેતન પોતે જ છે." "શું?" અમિતાભ ચોંકી ઉઠ્યો. પોતાની જ કંપની માં એક ટ્રસ્ટ નું રોકાણ છે અને એ ટ્રસ્ટ નો માલિક કે ટ્રસ્ટી જે કહો એ રમેશ પોતે અને તેની જ કંપની નો મેનેજર કેતન છે? આ સાંભળી ને અમિતાભ નું મગજ વિચારો એ ચડી ગયું, અને બે વતા બે ચાર કરવામાં લાગી ગયું. બંટી પાસે થી બીજી કેટલીક વાતો જાણી ને અમિતાભ ઉઠ્યો. બપોર ના દોઢ જેટલો સમય થવા આવ્યો હતો, અમિતાભ નું ઘર તો અહી થી છેક શહેર ના બીજા છેડે હતું અને આમ પણ ઘર માં તે એકલો જ રહેતો હોવા થી બપોર નું લંચ તે સામાન્ય રીતે બહાર જ લેતો હતો. શહેર ના પ્રખ્યાત પટેલ વિહાર રેસ્ટોરન્ટ નાં પરોઠા અને ગુજરાતી થાળી એ અમિતાભ નું ફેવરિટ જમણ હતું. આથી તે તરત જ ત્યાં પહોંચી ગયો. ફૂલ ગુજરાતી થાળી ને ન્યાય આપી ઠંડી છાશ ના બે પ્યાલા ગટગટાવી ને ઓડકાર ખાતો અમિતાભ રેસ્ટોરાં ની બહાર આવ્યો અને ગાડી તેણે સીધા જ પોલીસ સ્ટેશન તરફ મારી મૂકી.
__________

ઘડિયાળ માં બપોર નાં સવા ત્રણ નો સમય બતાવતા હતા, રંગીલું રાજકોટ ને જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ સુષુપ્ત અવસ્થા માં પડેલું હતું. રાજકોટ ની આજ તો ખાસિયત હતી કે અહી લોકો સવારે ૫ વાગ્યા થી કસરત પણ કરે, બપોરે બે કલાક સુવા પણ જોઈએ અને રાત્રે બે વાગ્યા સુધી રીંગ રોડ પર રખડવા અને ફરવા પણ જોઈએ. આથી જ તો રાજકોટ શહેર ને રંગીલું રાજકોટ કહેવાયું છે. ઉનાળા નો સૂર્ય પોતાની ગરમી થી લોકો નાં અંગ દજાડી રહ્યો હતો, પોલીસ સ્ટેશન માં જૂનો પંખો હવા કરતા ગરમ લૂ વધુ ફેકી રહ્યો હતો. અભિમન્યુ નિખિલ ની ઓફીસ ની નીચે ના અને ચાર રસ્તા પર ના ફૂટેજ ચકાસી રહ્યો હતો. અમિતાભ તેની બાજુ માં જ બેઠો હતો. અમિતાભ ની ધારણા મુજબ જ પેલો હત્યારો નિખિલ નીં ઓફીસ ના નીચે ના સેલાર માં થી બાઈક લઈ ને નીકળ્યો પરંતુ તેનો ચેહરો હજુ પણ દેખાતો ના હતો. ચાર રસ્તા પર ના એક ફૂટેજ માં તેઓ ને સફળતા મળી તેમાં તે હત્યારો સ્પષ્ટ દેખાઈ આવ્યો. અભિમન્યુ બરાડી ઉઠ્યો, "સર, આ તો કુખ્યાત બુટલેગર અને બહુ જૂનો હિસ્ટ્રીસિટર સુંદર છે. પરંતુ તે સોપારી કિલર ક્યાર થી બની ગયો?" આ ગુન્હેગારો નું કઈ નક્કી નથી હોતું અભિમન્યુ. અમિતાભ આગળ બોલ્યો, "કેતન નું મર્ડર પણ એક સોપારી કિલર એ કર્યું છે આથી એક વાત તો હું સ્યોર કહી શકું કે નક્કી નિરાલી અને કેતન બંને બાપ દીકરી નો હત્યારો એક જ હોવો જોઈએ." "અભિમન્યુ, મારે ગમે એમ કરી ને આ બંને હત્યારાઓ અસલમ અને સુંદર જોઈએ. આપણી આખી ટીમ ને તે બંને ની પાછળ લગાવી દે."
__________

કેતન ની હત્યા ના બે દિવસ બાદ અમિતાભ ને એક ચોંકાવનારા સમાચાર મળ્યા કે કેતન નાં હત્યારા સુંદર નો મૃતદેહ શહેર ના રેલ્વે ટ્રેક પાસે થી મળી આવ્યો હતો. તેના મૃતદેહ ના પોસ્ટમોર્ટમ રીપોર્ટ માં તેને ઝેર પાઈ ને મારી નાખ્યાં નું સામે આવ્યું હતું. અમિતાભ ને કઈ સમજ માં નોતું આવતું કે શિકારી નો શિકાર જ કોણે કરી નાખ્યો હશે? સુંદર નો મૃતદેહ મળ્યા ના ચોથા દિવસે ફરી પાછો અમિતાભ ને એક જટકો આપતા સમાચાર મળ્યા કે અસલમ નો મૃતદેહ જૂનાગઢ પોલીસ ને ભેંસાણ રેલ્વે ટ્રેક પાસે થી મળી આવ્યો હતો. તેનું પણ ઝેર આપી ખૂન કરવામાં આવ્યું હતું. તપાસ માં સામે આવ્યું કે અસલમ મૂળ ભેંસાણ પાસે ના એક ગામડા નો વતની હતો.અમિતાભ એ તારણ પર આવ્યો કે મુખ્ય હત્યારા ને ખબર પડી ગઈ છે કે પોલીસ અસલમ અને સુંદર નીં પાછળ છે અને પોલીસ તેને પકડે તે પહેલાં જ તેણે તે બંન્ને ને રસ્તા માં થી હટાવી દીધા અને આમ પોતાની જાત ને બચાવી લીધી છે. આમ ફરી પાછો અમિતાભ આ હત્યા કાંડ ના કેસ માં જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ આવી ને ઉભો રહ્યો હતો,અને એ જ સવાલ હજુ ઉભો હતો કે આખરે ખૂની કોણ?
__________

આખરે ખૂની છે કોણ?
શું અસલમ અને સુંદર ને મારી ને મુખ્ય હત્યારો સાચે જ બચી ગયો છે?
આખરે આ તમામ હત્યાઓ પાછળ નું રહસ્ય શું છે?
તમામ સવાલો નાં જવાબ મેળવો "ખૂની કોણ?" ના આવનારા અંકો માં.

મિત્રો, આશા રાખું છું કે તમે વાર્તા ને એન્જોય કરી રહ્યા હશો. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.