આજે કોલેજ પૂરી થતાં પંથ પોતાનો સામાન લઈને બોયઝ હોસ્ટેલમાં શિફ્ટ થઈ જાય છે.
સમર્થ પણ આજે શિફ્ટ થવાનો જ હતો. પણ તેના પપ્પા સાથે ઘટના ઘટ્યા પછી તેને એક મહિના પછી જ શિફ્ટ થવાનું બરાબર લાગ્યું.
આજે સમર્થ નો કંપની મા પહેલો દિવસ હતો. ખૂબ મહેનતુ અને ઈન્ટેલીજન્ટ હોવા છતાં પણ તેને ચિંતા થતી હતી કે તે કંપનીને પોતાના પપ્પાની જેમ હેન્ડલ કરી શકશે કે નહીં.
તેને ઇન્વેસ્ટર્સ ને પણ મનાવવાના હતા તેના પપ્પા સાથે અકસ્માત થવાથી તેના બિઝનેસ પરની બધી અસરો થી તે વાકેફ હતો.
સતત ત્રણ દિવસ સુધી મિટિંગ્સ અને કોન્ફરન્સ કોલ કરીને બિઝનેસમાં જરા પણ ખોટ નહીં આવે અને વધારે પ્રોફિટ થાય તેનું તે પૂરું ધ્યાન રાખશે એવા કરાર કરીને શેર હોલ્ડર્સને પૂરી ખાતરી આપી.
આ બાજુ એનવીશા પણ સમર્થના વિચાર સાઈડમાં મુકીને પોતાની સ્ટડી પર વધારે ધ્યાન આપવા લાગી હતી. અને પોતાનો સમય લાઇબ્રેરીમાં વધારે પસાર કરવા લાગી હતી.
સૃષ્ટિને પણ તેના રૂમમાં નવા ફ્રેન્ડસ મળી ગયા હતા. તેથી તેને એનવીશા જો આખો દિવસ તેની સાથે ના રહે તો પણ એકલવાયું ના લાગતું હતું.
ધ રોયલ્સ પણ સમર્થ ના ન હોવાથી ઘણીવાર તેને મિસ કરતા હતા અને કોલેજમાં એકબીજા સાથે મસ્તી કરીને અને પોતાની પ્રેક્ટિસ કરીને સમય પસાર કરતા હતા.
સમર્થ ના પપ્પા ના બનાવ ને પંદર દિવસ વીતી ચુક્યા હતા બધા પોતપોતાની લાઇફમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયા હતા.
એકવાર કોઈ કામના બહાને આઈટી ડિપાર્ટમેન્ટ માં સ્ટડી કરતો મિત નામનો છોકરો એનવિશા સાથે લાઇબ્રેરીમાં બેઠો હતો.
તે કોઇપણ કારણોસર એનવીશાની નજીક આવવા માંગતો હતો. તે પોતાની અને એનવિશાની ચર્ચા થાય એવું કંઈક કરવા માંગતો હતો.
આ બધી વાતથી અજાણ એનવિશા મીતના સ્ટડી ઇસ્યુ સોલ્વ કરવામાં લાગી હતી.
મિતે તેના ફ્રેન્ડ ને પોતાના અને એનવીશાના ચોરી છુપે ફોટોઝ લેવા માટે કહેલું.
તે એનવીશાના ચહેરા સામે જોતો હતો અને એનવીશાની નજર નીચે ઝુકેલી હતી ફોટા મેં એવું લાગી રહ્યું હતું કે મિત્ત તેના ગાલ પર કિસ કરી રહયૉ હોય.
તેના ફ્રેન્ડે જેવો ઈશારો કર્યો એટલે તરત જ પોતાને હવે કોઈ ઇસ્યુ નથી બધું સોલ્વ થઈ ગયું એમ કહીને જતો રહ્યો.
પછી તેને અજાણ્યા નંબરમાંથી પોતાના ગ્રુપ માં પોતાનો અને એનવીશાના ફોટોઝ મૂક્યાં અને સીમકાર્ડ તોડી નાખ્યું.અને જાણે કંઈ થયું જ ન હોય એમ વર્તીને કેન્ટીનમાં ચાલ્યો ગયો.
થોડી જ વારમાં બધા એનવિશાના અને મીતના ફોટોઝ જોઈને કમેન્ટ કરવા માંડ્યા અને ટ્રોલ કરવા લાગ્યા.
પંથે અને મંથને પણ બધા ફોટોઝ જોયા અને બધી કોમેન્ટ્સ વાંચી. કોણે મૂક્યાં છે આ ગ્રુપમાં એ કોઈને ખબર ન હતી.
પંથે તેનું ip એડ્રેસ ગોતવાની ટ્રાય કરી પણ કોને મોકલ્યા એ કંઈ ખબર ના પડી.
સૃષ્ટિ ને પણ ફોટોઝ જોઇને એનીવિશાની ચિંતા થવા લાગી. એ પોતાની રૂમમેટ સાથે લાઇબ્રેરી તરફ જવા નીકળી.
આ બાજુ એનવીશાને કંઈપણ વાતની ખબર ન હતી અને તેનું પૂરું ધ્યાન પોતાની સ્ટડીમાં હતું.
મીત એક પૈસાદાર ઘરનો છોકરો હોવાથી બધા એનવીશા એ જ આ બધું તેને ફસાવવા માટે કર્યુ હશે એવી વાતો કરવા લાગ્યા.
પંથને કંઈ પણ માહિતી ન મળતાં તે સીધો મીત પાસે ગયો.
મીત આ બધી વસ્તુ થી અજાણ બનવાની કોશિશ કરતો હતો તેને કહ્યું કે ખબર નહીં કોણે કર્યું હશે આ બધુ....શું મળતું હશે લોકોને આવું કરીને એમ કહીને સામે નાટક કરવા લાગ્યો.
લાઇબ્રેરીમાં થોડીવાર થતાં એનવીશાની નજર આજુબાજુ થતી ચર્ચા પર પડી. બધા તેની સામે જોઈને કંઈક ને કંઈક બોલી રહ્યા હતા અને હસી રહ્યા હતા.
તેને કંઈ પણ ખબર ન પડી કે શું ચાલી રહ્યું છે.
એટલામાં એનવિશાના રૂમમેટ અને સૃષ્ટિ પણ ત્યાં આવી પહોંચ્યા અને એનવીશા ને ફોટોઝ બતાવ્યા.
થોડીવાર થતાં ફોટોઝ તેની પૂરી કોલેજના ગ્રુપમાં વાયરલ થઈ ગયા.
આ બધું જોઇને એનવિશાના આંખમાં પાણી આવી ગયું સૃષ્ટિ તેને ત્યાંથી હોસ્ટેલના રૂમમાં લઈ ગઈ.
સૃષ્ટિ તેના રૂમમેટ સિવાય કોઈને કોલેજમાં વધારે સારી રીતે નથી ઓળખતી આ બાજુ એનવીશા પણ પોતાના વિશે આવી કોમેન્ટ સાંભળીને ખૂબ રડતી હતી આ સમયે સૃષ્ટિને પંથને જ કોલ કરવાનું બરોબર લાગ્યું. તેને ફોન ઉપાડીને પંથ ને કોલ કર્યો.
પંથ : હેલો, કોણ !
સૃષ્ટિ : સોરી ફોર ડિસ્ટર્બ. હુ સૃષ્ટિ.
પંથ : અરે નહીં નહીં સારું થયું કોલ કર્યો એનવીશા પર શું અસર થઈ છે આ બધાની મારે જાણવું હતું.
સૃષ્ટિ : હા એટલે જ તને ફોન કર્યો એનવીશા ખૂબ રડે છે ક્યારના મનાવીએ છીએ તો પણ શાંત નથી થતી અને મને કંઈ ખબર પડતી નથી હું શું કરું.
પંથ : ઓકે ઓકે તુ એનવીશાને સંભાળ બધી મેટર હું સાંભળું છું એની ચિંતા ના કર.
આ બાજુ સમર્થ એ પોતાની મીટીંગ પૂરી થયા પછી ફ્રી થઈને ફોન ઓન કર્યો. ફોન ખોલતા જ તેને ગ્રુપના બધા મેસેજ વાંચ્યા. વાયરલ થયેલા એનવીશાના ફોટોઝ પર નજર ગઈ.
શું થયું કેમ થયું એ કંઈ પણ સમર્થને ખબર ન હતી તેને ઝડપથી પંથને કોલ કર્યો.
પંથ : મને લાગે છે કે તને પણ બધી ખબર પડી જ ગઈ છે.
સમર્થ : હા, આ બધું શું છે? કોણે કર્યું?
આટલું બોલતા જ તેને ગુસ્સો આવી ગયો.
પંથ : ખબર નહીં એ જ જાણવાની કોશિશ કરું છું.
સમર્થ : એનવીશા.....એનવિશા ની હાલત.
પંથ : સૃષ્ટિ નો કોલ આવ્યો હતો ખુબ રડે છે શાંત નથી થતી.
એક મિનિટ રાહ જો સૃષ્ટિનો પાછો કોલ આવે છે.
સમર્થ : ઓકે વાત કરીને મને બધું જણાવ.
પંથ : સમર્થ નો કોલ હોલ્ડ મા રાખીને સૃષ્ટિનો કોલ ઉપાડે છે.
સૃષ્ટિ : હેલો પંથ. ( રડતા રડતા)
પંથ : શું થયું તું પણ કેમ રડવા લાગી, એનવીશાને શાંત કરવાનું કહ્યું હતું.
સૃષ્ટિ : એનવીશા ખૂબ રડતી હતી શાંત પણ નહોતી થતી. આજે સવાર નુ કંઈ જમ્યુ પણ ન હતું. અત્યારે સ્ટ્રેસને લીધે એ બેભાન થઈ ગઈ છે પ્લીઝ તું ઝડપથી આવ.
પંથ : વોટ ! સાંભળ સાંભળ તું શાંત થા હું બસ હમણાં જ ગર્લ્સ હોસ્ટેલ પહોંચું છું.
સૃષ્ટિનો કોલ કટ કરીને સમર્થ ને પંથ બધી વાત જણાવે છે અને ગર્લ્સ હોસ્ટેલ પહોંચે છે તે હોસ્ટેલથી એનવીશાને લઈને સૃષ્ટિ સાથે હોસ્પિટલે જવા નીકળે છે.
આ બાજુ સમર્થ પણ પોતાની ગાડી લઈને નીકળે છે રસ્તામાં તેને એનવીશાની ચિંતા થાય છે.
તેને આદિત્યની ધમકી પણ યાદ આવે છે તેને પોતાની બેદરકારી પર ગુસ્સો આવે છે કે તે આ બધા વચ્ચે એનવીશા પર ધ્યાન રાખવાનું કેમ ભૂલી ગયો.
તેઓ હોસ્પિટલ પહોંચે છે પંથ ગેઈટ પાસે રાહ જોતો હોય છે બંને પહેલા લેપટોપમાં કોલેજ અને ડિપાર્ટમેન્ટના પેજને હેક કરીને બ્લોક કરી નાખે છે. જેથી આગળ કોઈ પણ તેમાં મેસેજ ના કરી શકે .
સમર્થ ડોક્ટરને એનવિશા ની તબિયત વિશે પૂછે છે.
ડોક્ટર : હવે ચિંતા કરવાની જરૂર નથી. બસ એટલું ધ્યાન રાખજો કે તે બહુ સ્ટ્રેસ ના લ્યે અને સરખુ જમવાનું રાખે. તેનું શરીર ખૂબ નબળું પડી ગયું લાગે છે.
સમર્થ : ઓકે ડોક્ટર થેન્ક્યુ.
સમર્થ : પંથ તું અને સૃષ્ટિ એનવીશા પાસે રહો આ બધું કેમ થયું અને કોણે કર્યું એ જાણકારી મેળવવા જાઉં છું.
સૃષ્ટિ તરફ જોઈને બોલે છે એનવીશા હોશમાં આવશે ત્યાર સુધીમાં બધું ઠીક કરી દઈશ. એમ કહીને ત્યાંથી જતો રહે છે.
ક્રમશ :