વિજય ધીમેથી હાથ ઉપાડીને કેસરી ના કુમળા હાથ ઉપર મૂકે છે કેસરી પણ વિજય ના હાથને જોરથી પકડી પાડે છે, એટલી જ વારમાં મનજીત બૂમ પાડે છે.
વિજય જાગે છે કે ઊંઘી ગયો?
"વિજય નીશબ્દ બની જાય છે અને કંઈ બોલી શકતો નથી તેના મુખમાંથી અવાજ કાઢવા જાય છે પણ બોલી શકતો નથી એટલી વારમાં કેસરી હુંકરો કરે છે."
હા બોલ મનજીત અમે અંદર છીએ અને જાગીએ છીએ, તારે પણ આરામ કરવો હોય તો તું પણ ઉપર આવી જા. વિજય ટ્રેન હંકાર છે.
"ના...... ના..... એવું નથી હું ટ્રેન ચલાવું છું આમ બોલીને મનજીત ટ્રેન ચલાવવાની ચાલુ રાખે છે."
પાછું કેસરી અને વિજય નું શરીર સુખ ફરીથી ચાલુ થાય છે. કેસરી વિજય ને મુખ ઉપર હાથ ફેરવે છે......
વિજય ના શરીરમાં તો જંજનાતી આવી જાય છે.વિજય ને પર સ્ત્રીના સ્પર્શનો આજ સુધી કોઈ અનુભવ ન હતો.
"જ્યારે કેસરી તેના શરીર ને અડી ત્યારે વિજયનું શરીર ધ્રુજી રહ્યું હતું અને એક અદભૂત આનંદ મળી રહ્યો હોય તેવો અનુભવ વિજય કરી રહ્યો હતો."
"તારું નામ વિજય કોણે પાડ્યું છે આવું કેસરી એ પૂછ્યું."
થોડી ક્ષણો માટે તો વિજય કશું બોલી શક્યો નહીં અને કેસરીના મુખ સામે એકીટશે જોઈ રહ્યો પછી બોલ્યો તું મને કંઈ પૂછ્યું .
હા.
વિજય તારું નામ કોણે પાડ્યું છે.?
મારું નામ તો મારી માએ પાડ્યું છે કારણકે મારો જન્મ વિજયાદશમીના દિવસે થયો હતો તેથી મારી માએ મારું નામ અમસ્તું જ વિજય રાખી દીધી છે.
શું તને આ મારું નામ ગમતું નથી.
ના ......ના...... એમ નથી તારું નામ ખૂબ જ સુંદર છે એટલે.... તને પૂછ્યું.
બંને વચ્ચે પ્રેમ આલાપ શરૂ થાય છે વિજય પ્રશ્ન પૂછે અને કેસરી જવાબ આપે......
પાછો કેસરી પ્રશ્ન પૂછે અને વિજય જવાબ આપે આ તો બે જણે પ્રેમીયુગલ ના બની ગયા હોય એ રીતે બંને જણા વર્તતા હતા.
કેસરીએ કહ્યું તને હું એ પ્રશ્ન પૂછીશ તો તેનો જવાબ તો આપીશ ને જાનુ
તારે જે પૂછવું હોય તે પૂછ તારા માટે વિજય હાજર છે.
તમે રેલવે માં નોકરી ક્યારથી શરૂ કરી છે, તમારો ફેમિલી વિશે મને પૂરે પૂરો પરિચય આપશો.
"કેમ નહી આપુ ચોક્કસથી તને મારી દરેક વાત વિગતવાર માહિતી જણાવી."
"તો સાંભળ એમ વિજય બોલે છે."
મારું ગામ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર જેવા નાનકડા ગામમાં મારો જન્મ થયો હતો. મારું નામ પટેલ વિજય કુમાર અમૃતભાઈ છે આમ તો અમારો પરિવાર વ્યવસાય ખેતીમાં જોડાયેલો અને મારી માતા થોડું-ઘણું પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે. હું મારા પિતાજીને ખેતી કામમાં થોડી મદદ કરું અને બાકીના સમયે સ્કૂલે ભણવા જાવ ભણવામાં તો હું હોશિયાર પણ હું સરકારની યોજના પ્રમાણે ધોરણ-૧૨ સુધી મફત અભ્યાસ કરી શક્યો આગળ ભણવાના અમારી જોડે પૈસા ન હતા તેથી મારા પિતાજીએ મને કહી દીધું ભણવાનું રહેવા દે. ખેતીકામમાં જોતરાઇ જા એટલે હું ભણવાનું મૂકી ને ખેતી કામમાં જોડાઈ ગયો.
મારું મન તો ભણીને એક સારો એવો સરકારી અધિકારી બનવા નું સપનું હતું પણ આ સપનું થોડા સમય માટે તો વિસરાઈ ગયું.
"સવાર પડે એટલે હું પિતાજી સાથે ખેતી કરવા ખેતરમાં જાવ અને બપોરે મારી મા ભાથુ લઈને ખેતરે આવીને મને અને પિતાજી બંનેની લીમડાના વૃક્ષ નીચે આરામથી અમને જમાડે."
"પછી અમે બે કલાક આરામ કરી પાછા ખેતરનું કામ કરવા માટે તૈયાર થઈ જઈએ."
થોડો સમય વીતતો ગયો.અને હું તક ની રાહ કાગડોળે જોઇ રહ્યો.
વધુ આવતા અંકે.........