darek kshetrama safadta - 3 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 3

Featured Books
Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 3

2) વિનમ્ર એટીટ્યુડ વિકસાવો

માની લ્યો કે કોઇ વ્યક્તી મેડિકલ રીપ્રેઝેન્ટેટીવ છે કે સેલ્સમેન છે અને તે પોતાની પ્રોડક્ટ વેચવા નિકળ્યા હોય એવામા કોઇ ગ્રાહક પાસે જઇને તે કોઇ મોટા સાહેબ હોય એ રીતે એકદમ સ્ટાઇલમા ખીસામા હાથ નખીને ઉભા રહે, પોતે કોઇ મોટી હસ્તી હોય એ રીતે વાત કરે, સામેની વ્યક્તીને નીચા પાળવાનો પ્રયત્ન કરે કે અભીમાનથી તે પોતાનુ ઉત્પદન વેચવાનો પ્રયત્ન કરે તો શું સામેની વ્યક્તી તેનુ આવુ વર્તન જોઇ તેની પાસેથી ખરીદી કરવાનુ મન બનાવી શકશે? શું તમને લાગે છે કે આ રીતે તમે ગ્રાહકો સાથે આત્મીયતા બાંધી તેઓની સાથે મજબુત વ્યાપારી સંબંધો વિકસાવી શકો છો ? નહી એવુ ક્યારેય નહી થાય કારણકે જ્યારે વ્યક્તી એવુ દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય છે કે પોતે કંઇક છે અથવાતો તે ક્યારેય કોઇની સામે જુકશે નહી ત્યારે એક પ્રકારનુ નેગેટીવ, ઉત્સાહ ઘટાળનારુ અને એક બીજાના અહમને ટકરાવનારુ વાતાવરણ સર્જાતુ હોય છે જેમા સામેની વ્યક્તી કે ગ્રાહક અસહકાર આપવાનુ, નુક્શાન પહોચાળવાનુ કે લાભ ન આપવાનુ નિર્ધારીત કરવા પ્રેરાતા હોય છે. તો આ રીતે ગ્રાહકો આવો એટીટ્યુડ ધરાવતી વ્યક્તી પાસેથી વસ્તુઓ ખરીદવાનુ ટાળતા હોય છે અને તેજ વસ્તુ એવી વ્યક્તી પાસેથી ખરીદવાનો પ્રયત્ન કરતા હોય છે કે જેઓ તેમની સાથે વિનમ્રતાથી વર્તન કરતા હોય. આમ વ્યક્તીનો એટીટ્યુડ તેની સફળતા કે નિષ્ફળતા પાછળ ઘણો મહત્વનો ભાગ ભજવતો હોય છે. સારો એટીટ્યુડ ધરાવતો વ્યકતી ઓછી અડચણે સફળ થઈ જતો હોય છે જ્યારે ખરાબ અને નેગેટીવ એટીટ્યુડ ધરાવતા વ્યક્તીએ ખુબ અડચણો અને અસ્વીક્રૃતીઓનો સામનો કરવો પડતો હોય છે. આ વાત માત્ર સેલ્સમેનનેજ નહી પરંતુ એવી દરેક વ્યક્તીને લાગુ પડતી હોય છે કે જેણે કશુક પ્રાપ્ત કરવુ છે. વ્યક્તીનો એટીટ્યુડ તેના સમગ્ર જીવનને અસર કરતો હોય છે પછી તે પોતાના જીવનમા ટિચર, ડોક્ટર, સેલ્સમેન, વિદ્યાર્થી, માતા પીતા, કર્મચારી કે નોકરી આપનાર એમ ગમે તે રોલ ભજવતો હોય, પ્રોપર એટીટ્યુડ વગર તે રોલ ક્યારેય સફળ થઇ શકે નહી.

વ્યક્તી જ્યારે પોતાના સ્વભાવ, વાતચીત અને જીવન પદ્ધતીમા વિનમ્રતા કે વિનમ્ર એટિટ્યુડ લાવતો હોય છે ત્યારે તે અનેક લોકોના દિલ જીતી લેતો હોય છે, અનેક વ્યક્તીઓને તે સાચુ માર્ગદર્શન કે પ્રોત્સાહન પુરુ પાડતો હોય છે. આ રીતે તેઓ વ્યક્તીના દિલમા પોતાનુ એક મહત્વનુ સ્થાન બનાવી લેતા હોય છે. પછી તો તે દરેક વ્યક્તીના દિલમા સ્થાન ધરાવતો હોવાથી તેની વિરુધમા પ્રયત્નો કરવાનુ કે તેના કાર્યોનો નાશ કરવાનો, તેને ના પાળવાનો, અસ્વીકાર કરવાનો કે તેને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન લોકો કરતા હોતા નથી જેથી આવા વ્યક્તીઓના માર્ગમા માનવ નિર્મીત કાંટાઓ કે અવરોધો ઘટી જતા હોય છે અને તેઓનો માર્ગ પ્રમાણમા સરળ બની જતો હોય છે.

આમ એટિટ્યુડમા જો વિનમ્રતા ભળે તો સોનામા સુગંધ ભળી તેમ કહેવાય. બીજા બધા ગુણ ભલે આપણામા ઓછા હોય પણ એક વિનમ્રતા નામનો ગુણ હોય તો આસાનીથી જીવન સુધારી શકાતુ હોય છે કારણકે વિનમ્રતા એ ગુણોનો રાજા છે, બીજા બધા ગુણ વિકસાવતા પહેલા આ ગુણ ખાસ વિકસાવવો જોઇએ, તેમ કરવાથી બાકીના બધા ગુણો આપો આપ સરળતાથી વિકસી જતા હોય છે.

અર્થ :
એટિટ્યુડનો અર્થ થાય છે વલણ, દ્રષ્ટીકોણ અથવાતો મનોવૃતી. તમે કોઇ પરીસ્થિતિને કેવા દ્રષ્ટીકોણથી જોશો, તેમા કેવુ વલણ અખ્તીયાર કરશો, કેવી મનોવૃત્તી કે પ્રવૃત્તી દાખવશો તે દર્શાવતુ તમારુ વર્તન એટલે તમારો એટીટ્યુડ. જો તમારો એટીટ્યુડ પોઝિટીવ હોય તો તમે નેગેટીવ બાબતોને પણ હકારાત્મકતાથી લઇ સારુ કામ આપી શકતા હોવ છો પણ જો તમારો એટીટ્યુડ નેગેટીવ હોય તો તમને સારી બાબતોમાથી પણ મુશ્કેલીઓ, ખામીઓ, નિરાશાઓ અને નિષ્ફળતાઓજ દેખાશે જેથી તમારુ વર્તન પણ તેવુજ બની જશે. આમ કેવી પરીસ્થિતિમા તમે કેવુ વર્તન કરશો તેનો આધાર તમારા આ એટિટ્યુડ પર ખાસ રહેલો હોય છે. વ્યક્તીનો એટીટ્યુડ તેના વેલ્યુસને આધારે કાંતો નક્કી થતો હોય છે અથવાતો વ્યક્તીના એટીટ્યુડમા તેના મુલ્યો પ્રદર્શીત થતા હોય છે. એટલેકે વ્યક્તી કેટલો સંસ્કારી છે, કેટલો કેરફુલ છે, કેટલો વેલ બિહેવ્ડ છે અથવાતો કેવી રીતે કામ કરવા ટેવાયેલો છે તેનો ક્યાસ તેના આવા એટિટ્યુડ પરથી કા‌ઢી શકાતો હોય છે.
જો હજુ પણ વધારે સ્પષ્ટતાથી તમારે સમજવુ હોય તો એમ કહી શકાય કે નાણા, સ્વાસ્થ્ય, શરીર, વિચાર, ભણતર, શીસ્ત, હાર્ડ વર્ક, અગવડતા, પડકાર, નિષ્ફળતા, અસહમતી કે મતભેદના સમયમા તમે કેવા વિચારો ધરાવો છો અથવાતો જેવુ વર્તન દાખવો છો તે દર્શાવતુ તમારુ વર્તન એટલે તમારો એટીટ્યુડ. જો તમે આ બધીજ બાબતોથી ભાગેડુ વૃત્તી ધરાવતા હોવ તો તેના પરથી એમ કહી શકાય કે તમારો એટીટ્યુડ નેગેટીવ કે ભાગેળુવૃત્તી વાળો છે પરંતુ જ્યારે તમે આ બધીજ ઘટનાઓનો સ્વીકાર કરીને આગળ વધવામા કે પોતાની જવાબદારી સ્વીકારવામા માનતા હોવ છો તો ત્યારે તમારો એટીટ્યુડ પોઝિટીવ કે જવાબદારી ભર્યો છે તેમ કહી શકાય. આમ એટીટ્યુડ એ કોઇ પરીસ્થિતિના અનુસંધાનમા તમારૂ વર્તન, વલણ, માન્યતા કે કાર્ય પદ્ધતીજ છે જે આખરે તમારુ સાચુ વ્યક્તીત્વ પ્રદર્શીત કરતો હોય છે. જો આ એટીટ્યુડ પોઝિટીવ હોય તો તમે સફળતાને જમીનમાથી સોનાની જેમ બહાર કાઢી શકતા હોવ છો પણ જો તે નેગેટીવ હોય તો સોના માટેનુ ખોદકામ કરતા પહેલાજ તમે હાર માની લેવા સહમત થઈ જતા હોવ છો.
વિનમ્ર અને પોઝિટીવ એટીટ્યુડ ધરાવતી વ્યક્તીઓ દરેકને ગમતી હોય છે કારણ કે તેઓનુ વર્તન ખુબજ જવાબદારી ભર્યુ હોય છે. આવા કારણોને લીધેજ દરેક જોબ આપનાર વ્યક્તી આવા વ્યક્તીઓની પસંદગી સૌથી પહેલા કરતા હોય છે. તેઓ હંમેશા એવુજ ઇચ્છતા હોય છે કે પોતને ત્યાં એવાજ કર્મચારીઓ હોય કે જેઓ જવાબદારી ભર્યુ વર્તન કરી એક બીજા કર્મચારીઓ સાથે માન મર્યાદા, સહકાર, વિનમ્રતા અને વિવેકથી વર્તન દાખવતા હોય. ઝઘડાળુ, અભીમાની અને અસહકારી વ્યક્તીને રાખી જોખમ લેવા કોઇ તૈયાર હોતુ નથી. આવા લોકો એકમ માટે બોજારુપ બની જતા હોય છે એટલા માટેજ ૮૦ થી ૮૫ % એવા લોકોજ જોબ મેળવવામા સફળ થતા હોય છે કે જેઓ જ્ઞાન સાથે વિવેક અને વિનમ્ર એટીટ્યુડ પણ ધરાવતા હોય.

આપણી પાસે ભલે જ્ઞાન ઓછુ હોય પણ આપણુ વર્તન વિવેકી હશે કે લોકો સાથેનો વ્યવહાર શ્રેષ્ઠ હશે તો નોકરી આપનાર, જજ કે પસંદગીકારને આપણી કિંમત થશેજ અને તે એક વખત એવુ વિચારવા પ્રેરાશે કે ભલે આ વ્યક્તીમા જ્ઞાન ઓછુ હોય પણ એ જ્ઞાનમા વધારો કરવો શક્ય છેજ. જો તે જ્ઞાન કે આવળતમા પુરતી તાલીમ આપીને વધારો કરી દેવામા આવે તો એવા વ્યક્તીનુ નિર્માણ કરી શકાતુ હોય છે કે જે મહાન સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ હોય. તો આ રીતે આવી વ્યક્તીઓની પસંદગી તરતજ થઇ જતી હોય છે અને તે પોતના ક્ષેત્રમા થોડી વધારે મહેનત કરે તો ઉંચી સફળતા પણ પ્રાપ્ત કરી લેતા હોય છે, જ્યારે એવા વ્યક્તીઓની પસંદગી થતાજ અટકી જતી હોય છે કે જેઓનો એટીટ્યુડ તે સંસ્થા કે એકમ માટે ખતરારૂપ હોય. તમે જાતેજ વિચાર કરો જોઇએ કે શું તમે એવી કોઇ વ્યક્તી સાથે રહેવાનુ પસંદ કરશો કે જેઓ તમારી સામે ખુબ અભીમાન દર્શાવતા હોય, ઇગોથી વાત કરતા હોય અથવાતો જેઓ હમેશા નેગેટીવ વાતોજ કરતા હોય? જો તમને આવુ વર્તન ન ગમતુ હોય તો તમે આવુ વર્તન અન્યો સાથે કરો તો તેઓને પણ ક્યાથી ગમે ? જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમને સીલેક્ટ કરે, પસંદ કરે તો તમારે પણ એવુજ વર્તન કરવુ જોઇએ કે જે લોકોને તમારુ સિલેક્શન કરવા પ્રોત્સાહન આપનારુ હોય.