sikret jindgi - 19 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સિક્રેટ જિંદગી - (ભાગ-૧૯)

Featured Books
Categories
Share

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૯)

અલિશા તું શું કરે છો?તું જાણે છે તારા પેટમાં આઠ મહીનાનુ બાળક છે!!!!!તુ આવુ કદીના કરી શકે.
પણ" માં" હું શું કરું ?ઈશ્વર મને જીવનમાં ખુશી આપી જ નથી,તે કહેલું કે તું ઈશ્વર માટે કામ કર ઈશ્વર તને ખુશ રાખશે,હા" મેં કહેલું અલિશા,પણ ,જીવનમાં સુ;ખ અને દુ;ખ તો આવવાના જ,તેનાથી તું હારી ન જા!!!તેની સામે લડ!! હું તને એક વ્યક્તિની વાત કરુ સાંભળ અલિશા તું.

એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી,એક દિવસ તે હોડી લઇ સમુદ્રમાં નીકળ્યો ,હજી સમુદ્ર વચ્ચે પહોંચ્યો હતો ત્યાં જ સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું.તે વ્યક્તિની હોડી તુટી ગઇ,તે લાઇફ જેકેટની મદદથી સમુદ્રમાં કુદી ગયૉ તેનો જીવ બચી ગયો ,
તોફાન શાંત થયું ,તે તરતા તરતા એક ટાપુ પર આવ્યો.પણ ' તે ટાપુ પર ચારેય બાજુ કોઇ હતું નહી.તે આદમી એ વિચારું મે મારી જિંદગીમા ક્યારેય કોઇની સાથે ખોટું નથી કરું.તો ઈશ્વર મારી સાથે આવુ શા માટે કરું ,પણ તે વ્યક્તિએ વિચારું ઈશ્વર મને મોત થી બચાવો છે,તો આગળ રસ્તો પણ તે જ બતાવશે.તે ધીમે ધીમે ટાપુ પર ઝાડ પર રહેલા પાન ખાયને તેની જિંદગી ગુજારવા લાગ્યો ,ધીરે ધીરે તેની શ્રધ્ધા તુટતી જતી હતી.ઈશ્વર પરથી ભરૉસૉ ઊઠી ગયો હતો.તેને લાગ્યું કે આ દુનિયામાં ઈશ્વર છે જ નહી,


તેને લાગ્યું હવે મારે મારી જિંદગી ટાપુ પર જ વિતાવવાની છે,તો હુ એક ઝૃંપડી બનાવી અને તેમા રહેવા લાગુ .તેણે ઝાડની ડાળી પાંદડાથી એક ઝુપડી બનાવી.તેણે મનોમન નક્કિ કયુઁ આજથી બહાર હવે મારે સૃવું નહી પડે.મને ઝૃંપડામા સૂવા મળશે.રાત હજી થઇ નોહતી સમુદ્રમાં ફરી તોફાન શરુ થયું .

તે જ વખતે તે ઝૂંપડી પર વિજળી પડી.થોડી વારમાં તે ઝૂંપડી બળીને રાખ થય ગઇ
યે જોયને યે આદમી તુટી પડ્યો .તું ઈશ્વર નથી રાક્ષસ છે રાક્ષસ!!!તારામાં દયા જેવું કંઇ નથી.

તે વ્યક્તિ માથે હાથ મૂકી ને રોઇ રહ્યો હતો.થોડી જ વારમાં એક હોડી તે ટાપુ પર આવી .
અમે તને બચાવવા માટે આવ્યાં છીએ.દૂરથી ટાપુ પર સળગતું ઝૂંપડુ જોયને અમને લાગ્યું કે ટાપુ પર કોય મુશ્કેલીમાં છે.તે તારી ઝૂંપડીને આગ ન લગાવી હોત તો અમનેનો ખબર પડેત કે કોય ટાપુ પર છે.તે આદમીની આંખોમાં આંસૂ આવી ગયા.તેણે ઈશ્વર પાસે માફી માંગી.

મને ખબર નોહતી ઈશ્વર કે તે મને બચાવવા માટે ઝૂંપડીને આગ લગાવી હતી.અલિશા દિવસ સુ;ખનો હોય કે દુ;ખનો ઈશ્વર હંમેશા મનુષ્યની સાથે જ હોય છે.


ડેનીનનું મુત્યુ એ તારા માટે ઘણી દુ:ખદ ઘટના છે,ડેનીનનુ આયુષ્ય ઈશ્વર એટલું જ નક્કિ કરું હશે,
અલિશા જે જન્મે છે એ મુત્યુ પામે છે.તેને કોઇ રોકી શકવાનું નથી.


મા" તું જાણે છે કે ડેનીનના લીધી હુ મારા જીવનમાં કેટલી ખુશ હતી,ઈશ્વર મારી સાથે શા માટે આવુ કયૃઁ ?

જીવનમાં જે થવાનું હોય તે સારા માટે જ થાય છે,ડેનીનનું આયુષ્ય એટલું જ હશે.તારે એ વિચાર કરવો જોઇએ ડેનીન જેવા સારા માણસ સાથે તે સુ;ખના ઘણા દિવસો પસાર કરયા,તુ એ વિચાર તારા પેટમાં ડેનીનનુ બાળક જન્મી રહ્યું છે,ડેનીન મુત્યુ નથી પામ્યો ,જેમ તું ડેનીન સાથે ખુશ હતી તે જ રીતે તને તારુ આવનાર બાળક તને ખુશ રાખશે.તારે ઈશ્વરનો આભાર માનવો જોઇયે કે
ઈશ્વર તારા પેટમાં રહેલ બાળકને કઈ પણ થવા ન દીધુ.

હા" માં પણ હવે હું શું કરુ મારી પાસે કઇ નથી.પૈસાને પણ આવેશમાં આવીને આગ લગાવી દીધી.
અલિશા તું ચિંતા ન કર?ફરી વાર તું ઉભી થા ગરીબો માટે કામ કર.ફરી વાર તારી પાસે પૈસા આવશે, તુ હિંમત ન હાર!! tu એક ઈશ્વરની પુત્રી છો અને આવનાર બાળકને તું તારી જેવું જ બનાવ,એ પણ કહે હું એક ઈશ્વરનુ સંતાન છું.

હા" મા હું ફરી મહેનત કરીશ.હું જે કરું તે ઈશ્વર માટે કરીશ.

ઈશ્વર સત્ય છે!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)