phelo prem bhag 1 in Gujarati Love Stories by aghro lekhak books and stories PDF | પહેલો પ્રેમ ભાગ 1

Featured Books
Categories
Share

પહેલો પ્રેમ ભાગ 1

માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો કોઈ માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી જગ્યા એ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો પોતાની આંખો માં સમાવવા જ ઉઠતા હોય તે કહેવું ખોટું નથી. જેવી સૂર્ય ની કિરણ માઉન્ટ આબુ પર પડી તેવો જ માઉન્ટ આબુ સોના ની જેમ ચમકી ઉઠ્યો અને બધા પોત-પાતાના કામ માં અને ભાગ દોડ માં લાગી ગયા. પર્યટકો ની ભીડ માઉન્ટ આબુ માં રોજ જોવા મળે છે ખાસ કરીને જયારે વરસાદ ની મૌસમ પુરી થઇ હોય ને ત્યારે માઉન્ટ આબુ ખુબસુરતી જોઈ ને કોઈ પણ ચોંકી જાય. હવે તો તડકો પણ સરખો આવી ચુક્યો છે બધા ના ઘર માં દિનચર્યા પ્રમાણે કામ થવા માંડ્યા છે ત્યાંના જ એક ઘર માં.
વંશ હવે ઉઠી જા, કોલેજ જવા માં મોડું થઇ જશે...વંશ ની મમ્મી સૌમ્યા એ રાડ પાડી ને કહ્યું. આટલી જ રાડ થી જો વંશ ઉઠી જાય તો નરેન્દ્ર મોદી ની જગ્યા એ વંશ હોય એ પાકું છે બીજી વાર પણ રાડ પડવાથી વંશ નથી ઉઠવાનો એ વંશ ના મમ્મી જાણતા હતા એટલા માટે વંશ પપ્પા ને આવા દેવા નું જ ઠીક સમજ્યું જે અત્યારે જોગિંગ પર ગયા હતા એનું નામ અનુરાગ ત્રિપાઠી. દર રોજ જોગિંગ પર જાય છે એને ફિટ રહેવું પસંદ છે. ત્યાંજ અનુરાગ અંદર આવ્યા. સૌથી પહેલા સૌમ્યા ને ગુડ મોર્નિંગ કહી ને નહાવા ચાલ્યા ગયા. વંશ હજી સુધી સૂતો હતો જ્યાં સુધી કોઈ એને ઉઠાવે નહીં ત્યાં સુધી તે ઉઠે નહીં. અનુરાગ ફ્રેશ થઇ ને નાસ્તો કરવા ટેબલ પાર બેસી ગયા.
અનુરાગ : અરે મેડમ નાસ્તો તૈયાર છે કે નહીં
સૌમ્યા : તૈયાર જ છે તમને ફિટનેસ માંથી ફુરસત મળી ગયી હોય તો નાસ્તો તૈયાર જ છે
અનુરાગ (મશ્કરી કરતા) : એમ પણ આજે બાજુ વાળા પાડોસી મને જ જોતા હતા
સૌમ્યા : હા તો ત્યાંજ નાસ્તો કરતુ અવાય ને આયા કેમ આવ્યા એને પણ તમને જોવા નું મન હતું તો તે પણ પેટ ભરી ને જોઈ લેત
અનુરાગ : અરે તમને તો ખોટું લાગી ગયું જેના ઘર માં આટલી સુંદર પત્ની હોય તે થોડો બીજા ના ઘરે નાસ્તો કરવા જાય
સૌમ્યા : મને ખબર છે તમે મસ્તી કરો છો એટલે મેં પણ મસ્તી કરી લીધી એમ પણ તમારી હવે ઉમર થઇ ગયી છે
અનુરાગ (હસતા હસતા) : જો અત્યારે હું સંબંધ ગોતવા જવું ને તો છોકરીઓ ની લાઈન લાગી જાય હજી તો હું જવાન છું પણ શું કરે આ જવાન હૃદય ફક્ત તમારી સામે જ નમે છે
સૌમ્યા (હસતા હસતા) : એમાં એવું છે કે હું છું જ એવી અને મને પસંદ કરવા વારા પણ
અનુરાગ : હા..એ છે તારીફ કરું ક્યાં ઉસકી જિસને તુમ્હે બનાયા
સૌમ્યા : ગીત તો સારું હતું પણ તમારું મારામાં થી ધ્યાન હટ્યું હોય તો તમારા દીકરા ઉપર પણ ધ્યાન આપો તે હજી સુધી સૂતો છે તમે એને જગાડી દેશો તો તમારી મહેરબાની.
અનુરાગ : એની આ મોડે શુધી સુવા ની આદત ક્યારે જશે ખબર નથી પડતી
એટલું બોલી ને અનુરાગ ઉપર ગયા અને વંશ ના રૂમ નો દરવાજો ખોલી ને અંદર જોયું તો વંશ સૂતો હતો જ્યાં માથું હોવું જોઈએ ત્યાં પગ હતા જ્યાં પગ હોવા જોઈએ ત્યાં માથું હતું ઓશિકા પર પગ રાખેલ હતા વંશ ઊંધો સુતો હતો આ જોઈ ને અનુરાગ હસવા માંડ્યા. વંશ ને હલાવતા અનુરાગ બોલ્યા
અનુરાગ : વંશ જાગી જા તને કોલેજ જવાનું મોડું થશે
વંશ મોઢા પાર ચાદર ઓઢીને બોલ્યો
વંશ : પપ્પા થોડી વાર હમણાં ઉઠી જઈશ
અનુરાગ : નહીં તારી થોડી વાર કેટલી હોય મને ખબર છે ઉઠી જા
વંશે કઈ જવાબ ના આપ્યો તો અનુરાગ જવા લાગ્યા અનુરાગ જતા જતા બોલ્યા
અનુરાગ : તારે ઉઠવું હોય તો ઉઠ મને શું કોલેજ ચાલી ને જજે
વંશ ફટાફટ ઉઠી ગયો
વંશ : નહીં પપ્પા હું આવું છું ફ્રેશ થઇ ને
અનુરાગ : આ થઇ ને વાત આવ જલ્દી
અનુરાગ નીચે ચાલ્યા ગયા. વંશ ની મોડે ઉઠવાની આદત ને લીધે અનુરાગે એને કહ્યું હતું કે જયારે તું મોડો ઉઠીશ ત્યારે તને બીકે ની ચાવી નહીં મળે. વંશ ફટાફટ ફ્રેશ થઇ ને કબાટ માંથી બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પેહરી. વાળ ને સ્ટાઇલ થી સેટ કર્યા અને છેલ્લી વાર અરીશા માં જોયું કે બધું ઠીક છે ને ભૂરી આંખો, ગોરો ચેહરો, મેન્ટેન કરેલી બોડી કોઈ પણ હીરો થી ઓછો નથી વંશ કોઈ પણ છોકરી એક વાર જોવે તો તેની નજર વંશ પાર થી હટાવી મુશ્કેલ થઇ જાય. તૈયાર થઇ ને વંશ નીચે આવ્યો ને નાસ્તો કરવા બેસી ગયો વંશે મમ્મી પપ્પા ને ગુડ મોર્નિંગ વિષ કર્યું નાસ્તો કરવા લાગ્યો
અનુરાગ : મારી દીકરી ક્યાં છે
સૌમ્યા : હજી સૂતી છે
વંશ : હજી સુધી સૂતી છે
સૌમ્યા : હા કાલે એ મોડી સૂતી હતી એટલે
અનુરાગ : કેમ મોડી શુતી ?
સૌમ્યા : કાલે શાહિદ કપૂર ની મુવી આવી રહી હતી ઓલી નવી નથી આવી હમણાં ખડક સિંહ કે ...
વંશ (હસતા હસતા) : કબીર સિંહ મમ્મી
સૌમ્યા : હા એ જે ભી હોય એ અને એનો શાહિદ કપૂર...ખબર નહીં ક્યારે સુધરશે
વંશ : હવે તો શાહિદ ની દીકરી બોલવા પણ લાગી છે..ચાલો હું એને ઉઠાડતો આવું છું
અનુરાગ અને સૌમ્યા એક સાથે બોલી ઉઠ્યા : કઈ જરૂર નથી એવી
વંશ હસતા હસતા : ઠીક છે નથી જતો એમ પણ મને મોડું થાય છે પણ કાલે જો એ જલ્દી ના ઉઠી તો હું જરૂર ઉઠાડીસ એને
અનુરાગ : ચાલો મારો નાસ્તો થઇ ગયો હું જવું છું, વંશ તારી બાઈક ની ચાવી ટેબલ પર છે
વંશ : ઓકે ડેડ
વંશ પણ નાસ્તો કરી લે છે
વંશ : મમ્મી હું પણ કોલેજ જવું છું
સૌમ્યા : ઠીક છે બાય
વંશ સૌમ્યા ને ગલે મળીને બહાર ચાલ્યો જાય છે હેલ્મેટ પહેરી ને બાઇક કાઢી ને કોલેજ તરફ ચાલ્યો જાય છે. રસ્તા માં ટ્રાફિક લાઈટ લાલ હતી થોડા પોલિશ વારા કોક ભાઈ સાથે વાતો કરી રહ્યા હતા વંશ ની બાજુ માં બે ભાઈ સ્પ્લેન્ડર લઈને ઉભા હતા તે વાતો કરી રહ્યા હતા સારું થયું યાર હેલ્મેટ નું આપડે ત્યાં ફરજીયાત નથી રાખ્યું વંશે તેની સામે જોયું ને તેને ઈગ્નોર કર્યા ને સામે જોવા લાગ્યો ત્યાંજ ગ્રીન લાઈટ થયી અને વંશે હજી થોડો આગળ આવ્યો ત્યાંજ ડાબી બાજુ થી કોઈ સ્કુટી આવી ને વંશ ની સાવ બાજુ માંથી જમણી બાજુ વળી ગયી. વંશે અચાનક જો બ્રેક ના મારો હોત તો ગાડી ચોક્કસ સ્કુટી સાથે અથડાય જાત વંશ પડતા પડતા બચ્યો વંશ ની જગ્યા એ કોઈ બીજું હોત તો અત્યારે પડી જાત. વંશે બાઇકે સરખી કરી અને ગુસ્સે થી જે બાજુ સ્કુટી જતી હતી તે બાજુ જોઈ ને રાડ પડી
વંશ : અરે આંધળા છો કે શું દેખાતું નથી, કે ગાડી ચાલવતા જ નથી આવડતી
સ્કુટી આગળ જઈ ને ઉભી રહી તે કોઈ છોકરી હતી જેને હેલ્મેટ પહેર્યું હતું. એને પાછળ જોયું વંશે બાઈક એની પાસે ઉભી રાખી છોકરી કઈ ના બોલી તો વંશ બોલ્યો
વંશ : આંધળા ની સાથે બહેરા પણ છો કે શું ?
હવે છોકરી એ સ્કુટી બંધ કરી અને ગુસ્સે થી હેલમેટ કાઢ્યું તેના વાળ હવા માં લહેરાવા લાગ્યા લહેરાતા વાળ સાથે એ વંશ ને જોવા લાગી ત્યાં થોડી ભીડ પણ જમા થઇ ગયી હતી. બધા છોકરી સામે જ જોઈ રહ્યા હતા મોટી કાળી સુંદર થોડું કાજળ કરેલી આંખો, કાળા કમર સુધી વાળ, લાલ હોઠ અને ગુસ્સે થી ભરેલો ચેહરો એને જોઈ ને બધા ના મુખ ખુલ્લા ના ખુલ્લા જ રહી ગયા.

ક્રમશ: