Kumari chakli in Gujarati Children Stories by yesha books and stories PDF | કુમારી ચકલી

The Author
Featured Books
Categories
Share

કુમારી ચકલી

એક પરી હતી.તેને પંખીઓ સાથે ખુબ લગાવ હતો.તેની પાસે તેના મહેલમા ઘણાબધા જાતજાતના-ભાતભાતનાંપંખીઓ હતા.દેશ-પરદેશના પંખીઓ હતા.તેમાથી એક ચકલી પરી ની ખુબ જ ગમતી હતી.એ ચકલીને હજી હમણા હમણા જ મહેલ માં લાવવામા આવી હતી.પરીએ ચકલીનુ નામ પણ પાડયુ હતુ "કુમારી".
પરીનુ જયારે મન થાય ત્યારે તેની પાસે રહેલી મેના,કાબર,બીજી ચકલીઓનો શણગાર કરતી.તેવી જ રીતે "કુમારી ચકલી"ને તો પરી હંમેશા શણગાર કરતી.તેના માટે પરીએ ગળામા પહેરવાની માળા પોતાના હાથે બનાવી હતી.
ખુબ જ ઓછા સમયમા પરીને કુમારી ચકલી સાથે લગાવ થઇ ગયો.પરી જયા પણ જાય કમારી ચકલીને લઇને જ જાય.
એક દિવસ પરી ચકલીને લઇને બાગમા ગઇ.પરીએ ચકલીને બાગના બીજા પંખીઓ સાથે રમવા મુકી.કુમારી ચકલીને સ્વતંત્ર રમતી જોઇને પરીને ખુબજ આનંદ થયો.પણ અચાનક રમતા રમતા કુમારી ચકલી ઊડી ગઇ.પરીએ પકડવાની કોશીશ કરી પણ તે પકડી ન શકી.
ચકલીને ઊડતા જોઇ પરી ખુબ જ દુઃખી થઇ ગઇ.અને પરીએ જીદ પકડી કે જયા સુધી મારી કુમારી ન મળે ત્યા સુધી આ બાગમા જ રહેશે.
થોડીવાર પછી એ જ બાગમા એક રાજકુમાર ઘોડા પર સવાર થઇને આવે છે.અને પરીને ઉદાસ જોઇને તેની નજીક જઇને પુછે છે પરી શું થયુ તમને?કેમ ઉદાસ છો?

પરીએ કહ્યુ:હુ મારી ખુબ જ ખાસ ચકલી લઇને બાગમા ફરવા આવી હતી.પણ હવે તે કયાક ઊડી ગઇ .મને મળતી નથી.મે એનુ આમ પણ રાખ્યુ છે "કુમારી ચકલી".
રાજકુમારે પરી ને સમજાવતા કહ્યુ:તમે મહેલમા જાઓ કુમારી આવી જશે.
પરીએ કહ્યુ:ના,જયા સુધી મારી કુમારી મારી પાસે નઇ આવે ત્યા સુધી હુ અહિં જ રહિશ.એટલુ કહીને પરી રડવા લાગી.
રાજકુમારે પરીને શાંત રાખતા આશ્વાસન આપ્યુ કે હુ તમારી કુમારી ચકલીને શોધી લાવીશ.
એમ કહીને રાજકુમાર ઘોડા પર સવાર થઇને જંગલ તરફ નીકળી ગયા.જંગલમા થોડેક સુધી ગયા પછી રાજકુમારે જોરજોરથી બુમ પાડવા લાગ્યા "કુમારી","કુમારી".....પાછા થોડે આગળ ગયા,ફરીથી બુમો પાડી. "કુમારી"......."કુમારી"......
એવામા એક સુંદર માળા પહેરેલી,માથે નાનો મુગટ પહેરેલો અને રંગબેરંગી પાંખોવાળી એક ચકલી રાજકુમાર નજીક ઉડવા લાગી.
રાજકુમારને થયુ કદાચ આ જ પરીની કુમારી છે.
રાજકુમારે ફરીથી એકવાર બુમ પાડી "કુમારી"....
એટલે ચકલી રાજકુમારની વધુ નજીક આવી તેથી રાજકુમારને વિશ્વાસ થયો કે આ જ કુમારી છે.
પણ,રાજકુમારે જોયુ કે એ ચકલી તો એક માળામાં બેઠી હતી જેમા બીજી એક ચકલી અને સાથે નાના નાના બચ્ચા પણ હતા.એ જોઈને રાજકુમાર ને સમજાયુ કે કુમારી જંગલમા પોતાના બચ્ચા ને મળવા આવી હતી.
થોડીવારમાં રાજકુમાર જંગલમાંથી કુમારીને લઈને બાગમા પરી પાસે આવે છે.પરીને ઉદાસ બેસેલી જોઇનેએકદમ સાચવીને એની બાજુમાં "કુમારી ચકલી"ને મુકી ને પરીને એ તરફ જોવાનુ કહે છે.પરી ચકલીને જોઇને ખુબ જ ખુશ અને ભાવુક થઇ જાય છે.એને હાથમા લઇને ખુબ વ્હાલ કરે છે.પછી રાજકુમારનો ધન્યવાદ કરતા પુછે છે કે કયાં હતી કુમારી?
ત્યારે રાજકુમાર પરીને હકીકત જણાવે છે કે કુમારી ચકલી તેના નાના બચ્ચા ઓને મળવા ગઇ હતી.
રાજકુમાર પરી ને સમજાવે છે કે આપણને પંખીઓ,પશુઓ માટે વહાલ હોય પણ એમને કયારેય કેદ ન કરવા.આ વાત પરીને સમજાય ગઇ હતી.તેને પોતાની ભુલનો અહેસાસ થયો કે પોતાની ખુશી માટે મુંગા પક્ષીઓને કેદ ન કરવા.અને ત્યારે જ પરી એક નિણઁય કરે છે કે મહેલમા જઇને પહેલા કેદ કરેલા પક્ષીઓને મુક્ત કરશે.
એ જ રીતે પરી રાજકુમાર સાથે મહેલમા આવીને પોતે કેદ કરેલા બધા જ પંખીઓને એકસાથે મહેલના ચોગાનમાંથી મુક્ત કરે છે.અને આ પંખીઓને ઊડતા જોઇને પરી અને રાજકુમાર ને પણ ખુબ આનંદ થાય છે.