મેં મોનીકા ને એના મેસેજ નો રીપ્લાય આપ્યો , “હા, બોલો શું વાત કરવી છે?”
મોનીકા એ કહ્યું કે “હું તને કોલ કરી ને કહું?”
મેં કીધું “હા, કઈ જ વાંધો નહિ.”
થોડી વાર માં મોનીકા નો મારા પર કોલ આવ્યો. મેં કહ્યું, “હા બોલ શું વાત કરવી છે?”
તો એણે એની વાત ચાલુ કરી.
વાત હકીકત માં એવી હતી કે, મોનીકા ને અમારા ક્લાસમાં આવતો એક છોકરો ગમતો હતો. પરંતુ એ છોકરો જે ગ્રુપ માં હતો એ ગ્રુપ સાથે કોઈ જ છોકરી વાત કરતી ન હતી. જેના લીધે એ છોકરીઓમાં કોઈ ને પણ વાત કરી શકે એમ ન હતી. હવે આને તમે મોનીકા નું સદનસીબ કહો કે મારુ બદનસીબ, હું એ ગ્રુપવાળા છોકરાઓ સાથે બોલતો હતો, મતલબ કે હું જ એ હતો જે મોનીકા ને હેલ્પ કરી શકે એમ હતું. એટલા માટે જ એણે અમારા ગુપમાં આવવાનું નક્કી કર્યું અને એ મને વાત કરી શકે. મને તો મનમાં પેલેથી જ કંઈક આવું લાગી રહ્યું હતું કે કંઈક તો કારણ હશે જ, જેના લીધે મોનીકા અમારા ગ્રુપ માં જોડાવા માટે તૈયાર થઈ. મેં મોનીકા ને કહ્યું કે “ઠીક છે, હું વાત કરીશ”.
બીજા દિવસે ટ્યુશનમાં હું છૂટીને નીચે ઉભો રહ્યો. મે ભરતની રાહ જોઈ. ભરત એટલે બીજું કોઈ જ નહીં પણ મોનીકા ને જે છોકરો ગમતો હતો એ. ભરત, અજય અને અંકુશ ની સાથે નીચે ઉતર્યો એટલે મેં ભરત ને બોલાવીને કહ્યું, “ભરત, મારે તારી સાથે એક વાત કરવી છે”
ભરત: “હા, બોલ”
અજય: “શું વાત છે? આજે તને અમારી સાથે વાત કરવી છે?”
મેં કહ્યું, “હા, કેમ ના કરાય?”
અજય: “અરે કરાય જ ને, આપડે તો બધા દોસ્તારો છીએ”
મેં કહ્યું, “એટલે જ વાત કરવી છે”
ભરત: “આની વાતને છોડ ભાઈ, બોલ શું કે’તો હતો તું”
મેં કહ્યું, “મને કાલે મોનીકા કહેતી હતી તું એને ગમે છે.”
અજય: “તારો તો મેળ પડી ગયો હો, ભાઈ”
ભરત: “ઓ ભાઈ, તું ઘડીક તારી લવરી બન્ધ કર અને આને પેલા વાત તો પુરી કરવા દે”
મેં કહ્યું, “એમાં વાત માં બીજું શું હોવાનું? એણે મેને જે કીધું એ મેં તને કહી દીધું. હવે તારે શું જવાબ આપવાનો છે એ તું મને કહે એટલે હું એને કહી દઈશ”
ભરત: “જો ભાઈ, આ જ વાત એણે મને સામે આવી ને કહી હોત તો હજુ કંઈક વિચારત. એણે તને વાત કરી અને તું મને વાત કરે, પછી હું તને કંઈક એને કહેવાનું કહું અને તું એને જઈને વાત કરે. આવું ખોટું લાબું ના કરાય. એક કામ કર, તું એને કહી દે કે એ સામેથી આવી ને જ વાત કરે.”
મેં મોનીકા નો પક્ષ ખેંચતા કહ્યું કે, “જો ભાઈ, ભરત એવું ના હોય. એનામાં કદાચ એટલી હિમ્મત નઈ હોય કે એ તને સામે આવી ને કહી શકે. એ પેલા તારા વિષે એ જાણવા માંગતી હોય કે તું એના વિષે શું વિચારે છે એ? જો તને એના વિષે કઈ લાગણીઓ જેવું હોય જ નહિ તો તારો કરેલો ઇન્કાર કદાચ એને એટલા બધા ટેન્શનમાં ના મૂકે, પણ જો મારી જગ્યા પર એ જ તને વાત કરવા આવે અને તું એને ઇન્કાર કરે તો કદાચ એની લાગણીઓ ને વધારે ઠેસ પહોંચે.”
ભરત: “હું તારી વાત સમજુ છું ભાઈ, પણ જો આજ વાત એ મને આવી ને કરશે તો મને વધારે સારું લાગશે”
મેં કહ્યું, “તારી વાત પણ સાચી છે. ઠીક છે ભાઈ, તું જેમ કહે એમ. હું એં તારી વાત પહોંચાડી દઈશ.”
અમારી વાતો ચાલતી હતી એટલા જ બધી છોકરીઓ નીચે ઉતરી. મોનીકા, આકૃતિ, સ્વરા અને સાક્ષી, અમારી તરફ આવી રહ્યા હતા. આ જોઈ ને ભરત, અજય અને અંકુશ ની સાથે નીકળી ગયો. મોનીકા એ મારી પાસે પહોંચી ને તરત જ પૂછ્યું કે “તે વાત કરી ભરત ને?”
મેં કહ્યું, “હા”
આકુતિ: “તો શું કહ્યું હે એણે?”
મેં આકૃતિ ને કહ્યું, “તને બોવ ઉતાવળ છે એનો જવાબ સાંભળવાની? મોનીકા કરતા તો તું વધારે ઉતાવળી થાય છે”
આકૃતિ: “તું નહિ સમજે અમારી છોક્રીયુંની વાત”
મેં કહ્યું, “હા, ઠીક છે જે હોય તે.”
મેં મોનીકા ને સમજાવતા કહ્યું કે, “જો મોનીકા, તે મારા વતી પુછાવ્યું એના બદલે તું ખુદ જ એને વાત કરે તો વધારે સારું લાગે.”
આકૃતિ: “હે.., એણે એવું કીધું એમ? એને એટલી ખબર નઈ પડતી હોય કે છોકરીઓ એમ સામેથી ના પૂછે. અમને શરમ આવે લે.”
મેં કહ્યું, “તું વચ્ચે વચ્ચે ડપ ડપ ના કર ઘડીક, મોનીકા ને તો કંઈક બોલવા દે”
આકૃતિ: “હા ઠીક છે, ઓયે મોનીકા તું તો કંઈક બોલ”
મોનીકા: “હું શું બોલું આમાં…”
મેં કહ્યું, “મોનીકા, મેં તારી વાત તો એના કાન સુધી પહોંચાડી દીધી. હવે આ વાત ને આગળ વધારવાનું કામ તારું છે. તું કેહતી હોય તો હું તને એના નંબર આપી દઉં જો તારે વાત કરવી હોય તો”
મોનીકા: “હા, ઠીક છે. તું મને નંબર મોકલી દેને”
મેં કહ્યું, “સારું, હું ઘરે જઈને મોકલી દઈશ.”
હું, આકૃતિ અને મોનીકા વાતો કરતા હતા ત્યારે અમારી સાથે બીજા 3 લોકો પણ જોડાયેલા હતા. જેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળયો ન હતો. અમે ત્રણેય વિચારમાં પડી ગયા કે આટલી બધી વાત માં આ બીજા ત્રણેય માંથી કોઈ કેમ કઈ જ ના બોલ્યું.?
મેં અને આકૃતિએ ત્રણેય સામે નજર ફેરવી ત્યારે ખબર પડી કે ત્રણેય કંઈક ને કંઈક વિચારોમાં ખોવાયેલા હતા. એ ત્રણેય એવી રીતે ખોવાયેલા હતા કે અમારી વાત પુરી કરીને અમે એમની સામે જોઈ રહ્યા હતા તો પણ એમને ખબર ના રહી. હું આકૃતિ સામે જોઈ ને ઈશારો કરી રહ્યો હતો, એટલા માં જ સ્વરા નું ધ્યાન ખોરવાયું અને સાથે સાથે રાહુલ અને સાક્ષી પણ વિચારોમાંથી બહાર નીકળ્યા.
જયારે એ ત્રણેય ને પૂછ્યું કે “ક્યાં ખોવાયેલા હતા તમે?”. ત્રણેય તો એક જ સરખો જવાબ હતો કે “ક્યાંય નહિ, બસ એમજ”. મને મનમાં એટલું તો થયું જ કે મોનીકા નું ભલે જે થવું હોય તે થાય, પણ અહીં તો કંઈક અલગ જ થઈ રહ્યું છે.