Laher - 12 in Gujarati Women Focused by Rashmi Rathod books and stories PDF | લહેર - 12

Featured Books
Categories
Share

લહેર - 12

(ગતાંકથી શરુ)
લહેરને ખુબ દુખ થયુ કે તે આટલા દિવસ કામ નહી કરી શકે... ત્યા જ નીતીનભાઇ નો ફોન આવ્યો... હેલ્લો લહેર બેટા આજે કેમ તુ આજે ઓફીસ નથી આવી ફધુ ઠીક તો છે ને એટલે લહેરે માંડીને બધી વાત કરી... આ સાંભળતા જ નીતીનભાઇ એ કહયુ હુ હમણા જ દવાખાને આવુ છુ તુ જરાય ગભરાઈશ નહી... લહેરે કહયુ એટલુ બધુ ગંભીર નથી હુ ઘરે જ જઉ છુ મને ડોકટરે ઘરે આરામ કરવાનુ કહયુ છે... તે અને મિતા પછી ઘરે પહોંચ્યા ત્યાં તો તેમની પહેલા નીતીનભાઇ તેના ઘરે પહોંચી ગયા હતા તેણે લહેરને ઘરે જ આરામ કરવા કહયુ અને પોતે અન્ય એમ્પ્લોયર ની મદદથી કંપની સંભાળી લેશે તેવી સાંત્વના આપી જરાય ચિંતા નહી કરવા જણાવ્યુ... અને કંઇ જરુર હોય તો બેજીજક કહેવા જણાવ્યું અને થોડીવાર પછી એ પણ ત્યાથી ગયા અને મિતા પણ થોડીવારમા જ આવીશ તેવુ કહી ઘરે ગઈ... લહેરના અકસ્માતના સમાચાર આખી કંપનીમા પહોંચી ગયા અને આમ સમીરને પણ જાણ થઈ.. તેને તો ખુબ ખરાબ લાગ્યુ કેમ કે તેને તો હજી લહેર માટે પ્રેમ હતો જ ને! તેને એક સેકન્ડ માટે તો થયુ કે અત્યારે જ તેની પાસે દોડી જાવ.. પણ પછી તેણે મનને મનાવ્યુ કે તે તેને ખુબ દુખ આપ્યુ છે હવે તે તને પસંદ નથી કરતી.. પછી તે કામ કરવા લાગ્યો પણ મનમા તો લહેરના જ વિચારો હતા.. આખરે આજે દિવસ પતવા આવ્યો તેનુ કામમા આજે ધ્યાન હતુ જ નહી તેને લહેરના વિચારો જ આવતા હતા...
લહેર પણ ઘરે રહીને એક દિવસ માં જ કંટાળી ગઈ... પણ તેને આરામ કરવાનો હતો છતા તે બેઠા બેઠા લેપટોપ પર કામ કરી નીતીનભાઇને મદદ કરતી હતી... ત્યા જ તેની મોબાઈલ ની રીંગ રણકી... હેલો... કોણ... સામેથી અવાજ આવ્યો.. હુ સમીર બોલુ છુ... તને શુ થયુ છે... મે સાંભળ્યું કે તને વાગ્યુ છે... તુ કેમ આજે ઓફીસે ન આવી... બહુ વાગ્યુ છે... આમ અચાનક આટલા બધા સવાલો સાંભળી લહેરને થોડુ અજીબ લાગ્યુ અને એ પણ તે વ્યક્તિ તરફથી જેને તે પસંદ નથી કરતી... છતા લહેરે જવાબ આપ્યો... મને બહુ નથી વાગ્યુ... થોડી લપસી ગઈ હતી તેથી સહેજ વાગ્યુ છે હુ ઠીક થઇશ એટલે હુ ઓફીસે આવી જઈશ... સામેથી જવાબ આવ્યો... ધ્યાન રાખજે તારુ... તુ કયારથી મારી ચીંતા કરવા લાગ્યો... તુ તારી જાતને પુછ હક છે તને મારી ચીંતા કરવાનો... મારુ ધ્યાન રાખવાવાળા ઘણા મારા શુભચિંતકો છે માટે તુ ચીંતા નહી કરતો ઠીક છે... આટલુ કહી લહેરે ફોન કટ કર્યો... લહેરને ખુબ ગુસ્સો આવ્યો.. પણ થોડીવાર પછી મગજ શાંત થયુ ત્યારે તેને વિચાર આવ્યો કે સમીર કેમ આમ અચાનક મારી સાથે વાત કરવા લાગ્યો... અત્યાર સુધી તો કયારેય એક ફોન પણ ન આવ્યો... અને તેનો બોલવાનો ટોન બધુ બદલાઈ ચુકયુ છે... અને મે કદાચ આજે તેની સાથે થોડી સખતાઇથી વાત કરી... આવુ નહોતુ કરવુ જોઇતુ મારે... છતા એ સામે કંઇ ન બોલ્યો... લહેરને પોતાના સમીર સાથેના વર્તન પર પસ્તાવો થતો હતો કેમ કે અગાઉ તેમે કયારેય આવી રીયે કોઇ સાથે વાત નહોતી કરી...
હવે આમ ને આમ એક અઠવાડીયુ વીતી ગયુ... સમીરને લહેર વગર ગમતુ નહોતુ... તે લહેરને જોવા તરસી ગયો હતો... લહેર હવે આવતીકાલથી ઓફીસે આવવાની હતી... કેમ કે હવે તે સાજી થઈ ગઈ હતી....
(આગળ વાંચો ભાગ 13 મા)