premjal - 5 in Gujarati Fiction Stories by Parimal Parmar books and stories PDF | પ્રેમજાળ - 5

Featured Books
Categories
Share

પ્રેમજાળ - 5


રીના હવે લગભગ સુરજ વિશે લગભગ બધી માહિતી એકઠી કરી ચુકી હતી. પોતાની લાઇફ અને સુરજની લાઇફમા કાંઇ વધારે ફરક નહોંતો. રીનાએ જેટલુ સુરજ વિશે જાણ્યુ હતુ એ બધી ઇન્ફોર્મેશન મિસ્ટર રાઠોડને મેઇલ કરે છે જેમા લગભગ સુરજની મોટાભાગની જીંદગી વિશેની વાતોનો ઉલ્લેખ થયેલો હતો.

સિક્રેટ એજન્સીમાં જરુર પણ એવા જ લોકોની હોય છે જે દુનિયા સામે ઉદાહરણ બની શકે. સુરજ પાસે એક મોકો હતો પોતાના પપ્પાના નામ પર લાગેલા ધબ્બા સાફ કરવાનો પરંતુ સુરજ હજુ આ બધી વાતોથી અજાણ હતો. સુરજ રીનાને ફક્ત કોલેજમા અભ્યાસ કરતી છોકરીઓ પૈકીની એક સમજતો

***
રીના તુમને જો ઇન્ફોર્મેશન મુજે સેન્ડ કી હે ઉસસે મે બહોત પ્રભાવિત હુઆ હું સુરજ સહી મે અચ્છા લડકા હે ઉસકે આઇ. ટી. વાલે સર સે ભી મેને ઉસકી બહોત તારીફ સુની હે થોડે હિ દીનોમે સુરજકો યહા લાને કે લીયે પરમીશન મિલ જાયેગી.

તુમને અચ્છે સે સારી ઇન્ફોર્મેશન નીકલવાયી

ગુડ જોબ રીના

***

બે મહિના જેટલો સમય વિતી ચુક્યો હતો. રીના પાસે હવે ફકત એક મહિનો જેટલો સમય બાકી હતો જેમા રીનાએ પોત‍ાની લાઇફને સારી રીતે ઇન્જોય કરવાની હતી ને પછી ફરીથી ડ્યુટી પર લાગવાનુ હતુ એટલે રીના મન મુકીને આ દિવસો માણી લેવા ઇચ્છતી અને આમ પણ સમયને સરી જતા કેટલી વાર લાગે બે મહિનાનો સમય કેટલો જલ્દી નીકળી ગયો ને ફક્ત એક મહિનો જ રહ્યો એવુ રીના વારંવાર વિચારતી. કયારેક સુરજની ચિંતા થતી હજુ તો સુરજના પહેલા પ્રેમ ની શરુઆત હતી ને મહિનામાં તો સુરજ પોતાના પ્રિય પાત્ર જોડે વાત પણ નહી કરી શકે કારણકે ટ્રેનિંગ દરમિયાન કોઇપણ જાતના ઇલેક્ટ્રોનિક ગેજેટસ વાપરવાની પરમીશન નહી આપવામા આવે એ જાણીને થોડુ દુખ થતુ. હા એક વાત નક્કી હતી કે સુરજ કોઇપણ ભોગે આ જોબ તો કરશે જ પોતાના મનમા રહેલી અંતરઆગ શાંત કરવાનો આના સિવાય બીજો કશોય રસ્તો નહોતો પરંતુ હજુ એ રીના સિક્રેટ એજન્સી ની ઓફિસર છે એ વાતથી અજાણ હતો

***

Hii ! સુરજ (સંધ્યા)

Hii ! (સુરજ)

સુરજ તારા માટે એક સરપ્રાઇઝ છે (સંધ્યા)

ઓહહો.....શુ સરપ્રાઇઝ છે (સુરજ)

મારી પોલીસ ભરતી માટેની લેખિત એકઝામની ડેટ આવી ગઇ (સંધ્યા)

તો આમા શુ સરપ્રાઇઝ હતુ ? (સુરજ)

પહેલા પુરી વાત તો સાંભળ પાગલ મારી એક્ઝામના કોલ લેટરમાં સુરેન્દ્રનગરનુ સેન્ટર છે મતલબ કે જ્યાં તુ કોલેજ કરી રહ્યો છે ત્યાં (સંધ્યા)

ઓહહ તો હવે આપણે મળી શકીશુ. આઇ એમ સો એક્સાઇટેડ સંધ્યા. ક્યારે છે એક્ઝામ ? સુરજ ખુશીનો માર્યો ઉછળીને મેસેજ ટાઇપ કરવા લાગ્યો

(સુરજ અને સંધ્યા નુ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ હવે પુરુ થવાની તૈયારીમા હતુ સુરજ અને સંધ્યા જે બે મહિનાઓથી ચેટ પર અને કોલ પર વાત કરતા કદાચ હવે એ એકબીજાના ફેસ ટુ ફેસ વાત કરી શકશે પરંતુ હજુય બંને એકબીજાના ચહેરાથી અજાણ હતા અને પ્રેમમા તો લાગણીઓ ભરપૂર હોવી જોઇએ ચહેરા કે જિસ્મ નુ શુ કામ ? બંને તરફથી લાગણીઓનો મેળાવડો જામેલો હતો સંધ્યાને પણ સુરજને મળવાની તથા જોવાની તાલાવેલી લાગેલી અા તરફ સુરજને પણ સંધ્યા કેવી હશે હુ એની જોડે વાત કરી શકીશ ?? એવુ બીજુ ઘણુબધુ મનમા થતુ)

હજુ એક્ઝામ રવિવારે છે પાગલ. એટલો બધો ઉત્સાહીત ન થા પછી મારા વગર રહેવુ મુશ્કેલ પડશે તને (સંધ્યા)

હા ય‍ાર, તને જોવી છે મારે તારા જોડે બેસીને વાત કરવી છે બધા પ્રેમીઓની જેમ મારે પણ તારો હાથ પકડીને ચાલવુ છે તારા જોડે ઘણુબધુ ફરવુ છે યાર. (સુરજ)

ઓ મિસ્ટર તમારી ફિલોસોફી તમારી પાસે જ રાખો. હજુ રવિવાર સુધી રાહ જુઓ અને હુ એક્ઝામ માટે આવી રહી છુ સમજ્યા. (સંધ્યા)


હા ઓકેે. તો નહી મળીયે કોઇ પ્રોબ્લમ નહી (સુરજ)

અરે ના ના મજાક કરુ છુ યાર. તુ બધી વાતો કેમ સિરિયસલી લે છે પાગલ જેટલી પરીક્ષા મારા માટે મહત્વની છે એટલો જ તુ પણ છે સુરજ. હકીકતમાં તો તને જોવાની ને મળવાની તાલાવેલી મને તારી તરફ ખેંચી રહી છે યાર આઇ લવ યુ પાગલ. (સંધ્યા)


***

એક તરફ રીના સુરજ વિશે બધી વાતો જાણતી હતી જયારે સુરજ રીના વિશે મોટાભાગની બાબતો થી અજાણ હતો સુરજને જ્યારે ખબર પડશે કે હું ફક્ત રીના નથી પરંતુ સિક્રેટ એજન્સી ઓફિસર રીના છુ ત્યારે સુરજ શુ રીએક્ટ કરશે શુ એ આ વાત સાચી માની શકશે ?? સુરજ ફરી પાછો કયારેય મારા પર ભરોસો મુકી શકશે ? શુ હુ સુરજ સાથે દગો નથી કરી રહી ??

આવા અઢળક સવાલો રીનાના મનમાં દરરોજ થયા કરતા એકબાજુ રીના લાગણીવશ થઇને સુરજને સત્ય હકીકત જણાવવા ઇચ્છતી તો બીજી તરફ સિક્રેટ એજન્સીના નિયમો તેને આવુ કરતા રોકતા.

લાગણીવશ થઇને માણસ કોઇપણની વાતોનો વિશ્વાસ કરી લે એ બાબત રીના સારી રીતે જાણતી પરંતુ સુરજ પર રીનાને હવે પુરો ભરોસો હતો કે સુરજ ક્યારેય દગો ન કરી શકે. ઘણાબધા સવાલો રીનાને અંદરથી મુંઝવતા જેનો ઇલાઝ ફકત સિગારેટ હતી જે બધી ચિંતાઓ હવામા ધુમાડારુપે ફુંકી નાખતી


***

સુરજ રવિવાર ની રાહ તાકીને બેઠો હતો ક્યારે રવિવાર આવે ને ક્યારે પોતે સંધ્યાને જોઇ શકશે, ક્યારે સંધ્યા જોડે બેસીને પોતાના દિલમા છુપાયેલી લાગણીઓ સંધ્યા સામે વ્યક્ત કરી શકશે. આમ પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમા એકબીજાને જોવાની તલબ શરાબના એક ઘુંટ પછી બીજા ઘુંટની રાહ જોવાય એમ જોવાતી હોય છે. સુરજ માટે એક એક દિવસ એક મહિના જેવો લાગી રહ્યો હતો હવે તો એ સંધ્યા જોડે વાત પણ નહોતો કરી શકતો લગભગ છેલ્લા ત્રણ દિવસથી સંધ્યા જોડે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ સિવાય બીજી કશીય વાતો નહોતી થતી. સુરજ સંધ્યાને ડિસ્ટર્બ કરવા પણ નહોતો ઇચ્છતો. સંધ્યાની પરીક્ષા માટેની તૈયારીમા સુરજ ખલેલ નહોતો બનવા માંગતો હંમેશા સંધ્યાને પોતાની વાતોથી હંમેશા મોટીવેટ કરતો રહેતો પણ છેલ્લા ત્રણ દિવસથી સાવ સુનમુન હતો. કદાચ સંધ્યા ની પરીક્ષા સુરજ માટે પણ સંધ્યા જેટલી જ મહત્વની હતી.

આ તરફ સંધ્ય‍ા પણ પોતાની તૈયારીમા કોઇ કચાસ ન રહી જાય એના માટે જી જાન લગાડીને દિવસ રાત મહેનત કરી રહેલી. આખોય દિવસ સંધ્યા બેડરુમની ચાર દિવાલો વચ્ચે બેસી રહેતી જેના કારણે ભાભી જોડે અવાર નવાર માથાકુટ થતી. સંધ્યાની ભાભી તરફથી નણંદ કશુય કામ નથી કરતી એવી પારાવાર દલીલો થતી પરંતુ સંધ્યા હંમેશા બધુ ઇગ્નોર કરતી કારણકે પરીક્ષા મહત્વની હતી ભાભીને કદાચ પછી પણ કન્વીન્સ કરી લેવાશે. સંધ્યાની મમ્મી પણ પોતાની દિકરીના ભાગનુ કામ કરતી છતાય ભાભી સાથે વારંવાર ઝઘડા થયા કરતા છતાય પણ સંધ્યા મક્કમ મને પોતાની પરીક્ષાની તૈયારી શરુ રાખતી એક દિકરી પપ્પાનુ સપનુ પુરુ કરવા શુ શુ કરી શકે એનુ ઉદાહરણ સંધ્યા ખુદ હતી.

***

જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા હતા એમ સુરજની સંધ્યા તરફની લાગણીઓ વધી રહી હતી. સંધ્યાને મળવાની તાલાવેલી સાતમા આસમાને પહોચી વળી હતી ને બીજી તરફ સંધ્યાને પરીક્ષાની ચિંતા સતાવવા લાગી હતી પરીક્ષાનો ડર દરેક વિધ્યાર્થીને સતાવે ને એમાય આ તો પોલીસ ભરતી જેની તેૈયારી ગુજરાતના મોટાભાગના વિધ્યાર્થીઓ કરી રહ્યા હોય અમુક તો ધોરણ બાર પાસ કરીને ડાયરેક્ટ ગવર્નમેન્ટ જોબની તૈયારી કરવા લાગે છે તો અમુક વિધ્યાર્થી ક્લાસીસ જોઇન કરીને તૈયારી કરતા પરંતુ સંધ્યા એમાની નહોતી. સંધ્યા ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી એટલે વધારે ટેન્શન હતું. વાંચેલુ પરીક્ષા પુછાશે કે કેમ એ ચિંતા મનને મુંઝવણમા મુકી દેતી છતાય મક્કમ મન રાખીને પોતાની તૈયાર પર પોતાને પુરો ભરોસો છે એમ મનને પોઝીટીવીટી તરફ વાળતી.

***

Hii ! (સુરજ)

બોલો સાહેબ (સંધ્યા)

તુ એક કામ કરને એક્ઝામના આગળના દિવસે જ અહીં આવીજા. કારણકે એક્ઝામના દિવસે ટ્રેઇનમા ખુબજ ગીડદી હશે એના કરતા એક દિવસ અગાવી આવીજા. (સુરજ)

આટલો બધો પ્રેમ ઉભરાય છે કે પછી મારી ચિંતા છે તમને સંધ્યાએ મજાક કરતા પુછ્યુ.

તુ જે સમજ એ પણ એક દિવસ અગાઉ આવીજા ને યાર. ખોટુ ટ્રેનની ગીદડીમા ઉભા રહીને અહીયા પહોંચવુ એના કરતા અેક દિવસ અગાઉ આવી જવુ શુ ખોટુ ? અને આમ પણ ટ્રેન નો શો ભરોસો કયારે પહોચાડે નક્કી નહીં ને ? સુરજે પોતાની મેચ્યોરીટી દર્શાવી.

અચ્છા બાબા પણ હું રાત્રે તો તારી જોડે ના રહી શકુ ને યાર. ને મમ્મીને શુ કહીશ એક દિવસ અગાઉ આવવા માટેે પાગલ. સંધ્યાએ પોતાની મુંઝવણ સાફ કરી

તારી જોડે રહેવા પણ કોણ માંગે છે ? સુરજે ફરી મજાક કરી.

ઓય મજાક કરવાનો ટાઇમ નહી મારી જોડે હજુય કરેન્ટ અફેર્સ તૈયાર કરવાના બાકી છે મારે.

હુ એમ કહુ છુ કે તુ આગળના દિવસે અહીંયા આવી જા. હું રીના જોડેથી કોલ કરાવીશ તારા મમ્મીને પછી તો એ માની જાશે તને આગળના દિવસે અહી મોકલવા. ને રાત્રે તારા રહેવાની વ્યવસ્થા રીનાની રુમ પર કરી રાખીશુ ને મારા જોડે રહેવુ હોય તો મને પર્સનલી કોઇ પ્રોબ્લેમ નહીં સુરજે પોતાની વાત મજાકીયા સ્વભાવમાં રજુ કરી

હજુય ફલર્ટીંગ ચાલુ જ છે તમારુ. કઇ રીતે મમ્મી જોડે વાત કરશો એ પ્લાન બંને મળીને બનાવી રાખો હજુય બે દિવસ છે તમારી પાસે.

ઓહકે. હવે તુ વાંચવા માંડ પ્લાન બનાવવાની જવાબદારી મારી અહીંયા અગાઉ આવી જવાની જવાબદારી તારી. બાય પાગલ લવ યુ. (સુરજ)

*****


સુરજ સંધ્યાની સુરેન્દ્રનગર આવવાની વાત જાણીને ખુબ જ હરખાઇ ગયેલો હતો. છેલ્લા બે દિવસ જાણે બે વર્ષ જેવા લાગી રહ્યા હતા ઘડીયાળનો કાંટો જાણે સુરજને ચુભી રહ્યો હોય એવુ લાગતુ.

સુરજે રીનાનેે પણ કોલ કરીને સંધ્યાની સુરેન્દ્રનગર આવવાની જાણકારી દીધી. રીના બહારથી તો ખુબ ખુશ હતી કે ચલો બે પ્રેમીઓનુ મિલન થશે બંને એકબીજાને જોઇ શકશે. મીઠી વાતો કરી શકશે એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ જતાવી શકશે પરંતુ કેટલો સમય ??? એ વિચારીને મનમાં થોડી વેદના પણ ઉભરાતી

હવે મહિનાનો સમય પણ નથી રહ્યો કે જ્યારે સુરજને રીના વિશે જાણ થશે કે જેની સાથે બે મહિનાથી બધી વાતો શેયર કરી રહ્યો છે એ સિક્રેટ એજન્સી ઓફીસર છે જેને પોતાના જ આઇ. ટી વિભાગના હેડ દ્વારા ભલામણ કરીને અહીં મોકલવામા આવી છે. જેથી પોતાને જોબ મળી રહે તથા સર પણ પોતાનુ જોબ અપાવવાનો વાયદો નિભાવશે. પોતાની ઇચ્છા હોય કે ના હોય પરંતુ રીના જોડે જવુ પડશે કારણ કે આઇ. ટી વિભાગના હેડે સુરજની ભલામણ સિક્રેટ એજન્સીમાં કરેલી એટલે જોબ તો સ્વીકારવી રહી. પોતાના મનમાં નાનપણમા ચંપાયેલી અંતરઆગ બુઝાવવા માટેની સારામા સારી તક સિક્રેટ એજન્સી મા જોડાઇને દેશમાટે કામ કરવાની હતી. દેશસેવા કરવાનો આવો સુનહરો અવસર બધાના નસીબમા નથી હોતો અમુક ભાગ્યશાળી જ હોય છે કે પોતાની જાનની બાજી લગાવીને દેશસેવા કરે છે.


***

એ સમય દરમિયાન ગુજરાતને આંતકવાદી પ્રવૃત્તિઓનુ હબ ગણવામા આવતુ ગુજરાત કોઇના કોઇ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં લીન્કઅપ થયેલુ જોવા મળતુ જેનુ જવાબદાર કારણ ગુજરાતનો ૧૬૦૦ કીલોમીટર પથરાયેલો લાંબો દરીયો હતો એમાય ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરીયાકીનારો.

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ હેરોઇન ગાંજો ચરસ અને હથિયારોની તસ્કરીઓનુ એપી સેન્ટર ગણાવી શકાય એમ છે જયારે પણ દેશમા આતંકવાદી હુમલાઓ અથવા ચરસ ગાંજાની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારોનો મહત્વનો ભાગ હોય છે જે દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે ભારતના હથિયાર અને ડ્રગ્સની સપ્લાય કરવા માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટ ઓફ ગુજરાતના નામે જાણીતો થયેલો છે જે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર માટે માથાના દુખાવા સમાન બાબત છે

અમુકવાર પોલીસ દ્વારા અમુક લોકલ માણસોની ધરપકડ કરવામા આવતી જે પોતાની રોજીરોટી માટે આ કામ કરતા પરંતુ જ્યારે કેસ સેન્સિટીવ હોય ત્યારે સિક્રેટ એજન્સી ને સોંપવામા આવતો જે જવાબદારીપુર્વક પોતાનુ કામ કરતા અને ડ્રગ્સ સ્મગલીંગ અને હથિયારો ની સ્પલાયમા જોડાયેલા અને દેશને અંદરથી ખોખલો બનાવી રહેલા દેશદ્રોહી પરિબળોની ધરપકડ કરતા અને તેમની યોગ્ય જગ્યાએ પહોચાડતા.

બસ સુરજને પણ આજ કામમા જોડાવવાનુ હતુ અને દેશને અંદરથી ખોખલો બનાવી રહેલા લોકોની ધરપકડ કરવાની હતી પોતાના પિતાના નામ પર લાગેલા ધબ્બા સાફ કરવા માટે સારામા સારી તક હતી. આ એવી જોબ હતી કે જ્યા સેલેરી મળે ના મળે એ નક્કી ના હોય તમારી નામના થાય ન થાય એ પણ નક્કી નહી, ને જો કોઇ દુર્ઘટના ઘટે તો તમારો હાથ પકડવા વાળુ પણ કોઇ ના હોય આ જોબ એવા જ લોકો કરી શકે જે પોતાના દેશ પ્રત્યે કશુ કરવા ઇચ્છતા હોય જેની રગોમા દેશદાઝ હિલોળા લેતી હોય.

***

બે દિવસનો સમય ચપટી વગાડતા નીકળી ગયો સુરજે રીનાને પણ સંધ્યાના આવવા વિશે જાણ કરી બંનેએ ભેગા મળીને રીનાના રુમની સજાવટ કરી આ બધુ સુરજ સંધ્યાને આકર્ષિત કરવા કરી રહ્યો હતો. પ્લાન મુજબ સંધ્યાના ઘરે રીના દ્વારા કોલ કરવામા આવ્યો ને પોતે સંધ્યાની બેસ્ટફ્રેન્ડ છે એવુ કહેવામા આવ્યુ રીનાની સમજાવટ ભરેલી વાતો અને આકર્ષિત કરનારી અદાઓથી સંધ્યાના મમ્મીએ એક દિવસ અગાઉ સુરેન્દ્રનગર જવાની પરમિશન આપી દીધી. હા સંધ્યાનો ભાઇ હજુય આનાકાની કરી રહ્યો હતો પરંતુ મમ્મીના નિર્ણય આગળ કશુય ચાલવાનુ નહોતુ.


સંધ્યા ખુબ જ ખુશ હતી છેલ્લા બે મહિનાથી જે સુરજ સાથે પોતે વાત કરી રહી હતી એ સુરજ આજે આંખો સામે નિહાળવા મળશે વાતોથી તો સ્માર્ટ છે શુ હકીકતમા એવો હશે ? બેગ પેક કરતા કરતા જ સંધ્યા સુરજ વિશે અવનવા અનુમાન લગાવી રહી હતી. એક બાજુ ડર પણ હતો કે કાંઇ ફ્રોડ નહી થાયને પોતાની સાથે ? કારણકે ઓનલાઇન ફ્રેન્ડશીપમા થતા નાટકના કિસ્સાથી સંધ્યા અજાણ નહોતી પરંતુ પોતાને સુરજ પર પુરો ભરોસો છે એવુ વિચારીને પોતાનુ મન વાળી લેતી.

***

સુરજ પણ બીજી તરફ ખુબજ ઉત્સાહિત હતો કારણકે જે છોકરી જોડે પોતે છેલ્લા બે મહિનાથી વાતો કરી રહ્યો હતો પોતાના દીલની વાતો કરી રહ્યો હતો જેના જોડે પોતાના બધા સિક્રેટ શેયર કર્યા હતા એ હકીકતમાં આજે સામે આવવાની હતી હજુય સુરજે સંધ્યાને જોઇ ન હતી કે ન તો સંધ્યાએ સુરજને જોયો હતો એકબીજાને મળવાની તલબ બંનેને હતી

સંધ્યા સવારે નવ વાગ્યે ભાવનગર ટર્મિનસ પર મમ્મી જોડે આવી પહોંચે છે સંધ્યાની મમ્મી હંમેશા સંધ્યાને મુસાફરી સમયે બસસ્ટેશન કે રેલ્વે સ્ટેશન મુકવા જતી. પોતાની દિકરીની ચિંતા કઇ માંને ન હોય ! સંધ્યાની માં પણ સંધ્યાને લઇને ચિંતિત હતી. મુસાફરી લાંબી હતી ને અજાણ્યા રસ્તા પર આગળ વધવાનુ હતુ ભાવનગર બાજુની મુસાફરી હોય તો વાંધો ન આવેત પણ અા અજાણ્યો રસ્તો હતો ને એમાય દિકરી એકલી જઇ રહી હતી એટલે ચિંતા વધારે થતી. અાજકાલ થઇ રહેલા દુષ્કર્મ, બળાત્કાર જેવી ઘટનાઓની જાણ સંધ્યાની મમ્મી ને પણ હતી છતાય મને કમને પોતાની દિકરીના સારા ભવિષ્ય માટે મોકલવા રાજી થઇ હતી.

સાડા નવ થતાની સાથે જ ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી. સંધ્યાએ જનરલ ડબ્બામાં વિન્ડો સીટ લીધી મમ્મીએ બિસલેરીની બોટલ સંધ્યાના હાથમાં બારીમાથી જ આપી.

બેટા સાચવીને જાજે.......થેલા નુ ધ્યાન રાખજે કોઇ કઇપણ ખાવાનુ આપે તો ન ખાતી......ને સારુ પેપર આપજે મારી દિકરી......

સંધ્યાની મમ્મી ના શબ્દો ખુટી રહ્યા હતા અવાજ પણ રડમસ થઇ રહ્યો હતો. ચિંતા સાફ અવાજમા ઝળકાતી છતાય ‍અાંખોમાથી આંસુ બહાર ન આવવા દીધા.

ટ્રેઇનની વ્હીસલ વાગી, ગાડીએ ધીમા અવાજ સાથે ગતિ પકડી સંધ્યા બારીમાથી મમ્મી સામે બાય બાય કરવા હાથ લંબાવતી રહી ને પછી પોતાની સીટ પર સ્થાન લીધુ. ડબ્બામા વધારે પેસેન્જર નહોતા એટલે શાંતિ છવાયેલી હતી છતાય સંધ્યાએ દુપટ્ટો ચહેરા પર બાંધી લીધો કદાચ સંધ્યા આગળ અાવનારા સ્ટેશનથી પરિચિત હતી સંધ્યા પોતાનો અેન્ડ્રોઇડ ફોન હાથમા લે છે કાનમાં હેડસફ્રી ચડાવે છે...


***

Hii..... (સંધ્યા)

હા બોલ ને દીકા...... (સુરજ)

હુ અહીંથી ટ્રેઇનમા બેસી ગયી છુ સંધ્યાએ ઉત્સાહિત થઇને સુરજને કહ્યુ.

અરે વાહ....પાગલ. હું તને સ્ટેશન પર લેવા આવી હો સુરજે સામા છેડે હરખાતા જવાબ આપ્યો.

હા ઓહકે પણ હું તને તથા તુ મને ઓળખીશ ઇ રીતે ? સંધ્યાએ પોતાનો સવાલ મુક્યો.

મે તારુ ફેવરીટ બ્લેક ટીશર્ટ ને બલ્યુ જીન્સ પહેર્યુ છે તુ ઓળખી જજે મને સુરજે વળતો જવાબ આપ્યો.


ઓકે હુ ટ્રાય કરીશ નહીં તો તને કોલ કરીશ. સંધ્યાએ મજાક કરતા કહ્યુ.

હા ઓકે ગાડી વઢવાણસીટી સ્ટેશન પર પહોંચે એટલે મને કોલ કરી દે જે. હું સુરેન્દ્રનગર ગેટ રેલ્વેસ્ટેશન પર લેવા આવી જાઇસ બેબી

હા ઓકે પાગલ.

આઇ લવ યુ સંધ્યા.

આઇ લવ યુ ટુ પાગલ.


***

સંધ્યા સુરજ જોડે મેસેજમાં વાત કરીને ફરી પાછળની તરફ માથુ ઢાળીને સ્થિર થાય છે ટ્રેન હવે થોડી વધારે ગતિમાન થઇ ચુકી હતી સંધ્યા પોતાના વિચારોમા ખોવાઇ જાય છે...

કેવી રીતે આપણે બંને ફેસબુકમા મળ્યા યાર મારી એક કોમેન્ટ થી બંને વચ્ચે વાતચીત નો દોર શરુ થયો કયારેક મિઠા ઝઘડા તો કયારેક ગંભીર વાતો થવા લાગી એકબીજાની લાગણીઓને સમજવા લાગ્યા થોડા દિવસોમા જ આપણે સારા એવા મિત્રો બની ગયા ને છેવટે એ મિત્રતા પ્રેમમાં પરીણમી સુરજ આઇ લવ યુ યાર મને તારા જેવા કોઇની જ તલાશ હતી જે મને સારી રીતે સમજી શકે હુ તને કયારેય ખોવા નહી ઇચ્છતી અચાનક ટેનમા આંચકો લાગ્યો સંધ્યા પોતાના વિચારોમાથી બહાર આવી બહાર જોયુ તો આગળનુ સ્ટેશન આવી ચુક્યુ હતુ...

(ક્રમશ:)

આપના પ્રતિભાવ ની રાહ રહેશે 😊😊😊

લી.
પરિમલ પરમાર

whatsapp:- 9558216815

Instagram :- parimal_sathvara