pele paar - 2 in Gujarati Moral Stories by Shital books and stories PDF | પેલે પાર - 2

The Author
Featured Books
Categories
Share

પેલે પાર - 2

(આપે વાંચ્યું કે U.S. સ્થાયી થવાની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ દુઃખી થયેલો એકલો-અટૂલો મિશિગન લેક નાં કિનારે ઉભો પોતાના ભૂતકાળ માં સરી પડે છે. માતા-પિતા ની અનિચ્છા છતાં તેનો U.S. જવાનો મોહ છૂટતો નથી. તે પોતાના પરિવારજનો મિત્રો ને યાદ કરી વિહ્વળ બની જાય છે. અને ત્યારે જ તેને MBA માં પોતાની સાથે અભ્યાસ કરતી મીરા યાદ આવે છે. મીરા ની યાદે તેનું મન ગ્લાનિ થી ભરાઇ જાય છે. કોણ હતી મીરા…..)
આગળ જોઈએ……..
IIM માં MBA નાં પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિ ની નજર મીરા પર પડી. મીરા દેખાવ થી થોડી ભીને વાન, લાંબા વાળ, જિન્સ પેન્ટ અને કુર્તા માં સજ્જ હતી. કદાચ IIM જેવા ઈન્સ્ટીટ્યુટ માં પહેલી જ જોઈ હશે.
બીજી છોકરીઓ ફેશન માં લેટેસ્ટ લુક માં જોવા મળતી મેક-અપ, મેચીંગ પસૅ, હીલ્સ, શોટૅ્સ કે જિન્સ-ટી -શર્ટ માં પોતાની જાત ને શોભાવતી પણ મીરા આ બધા થી અલગ લાગતી પણ તેને આ લુક શોભતો પણ હતો.
અભિ ને પહેલા તો મીરા તેનાં દેખાવ થી અલગ લાગતી એટલે તેને રોજ જોતો, ક્યારેક મૂછ માં હસી પણ લેતો. ઘણી વાર વિચારતો આ ગાંધીયન ગર્લ આ સદી માં કેવી રીતે આવી ગઈ.પણ જયારે મીરા ની સ્માટૅનેસ, તેની બોલવા-ચાલવા ની છટા જોતો તો તેના થી પ્રભાવિત થયા વિના ન રહી શક્યો.
સાથે અભ્યાસ કરતા અભિ અને મીરા ધીમે-ધીમે એક ગ્રુપ નાં સાથી બની ગયા. આમ તો અભિ નું મિત્રવતૅુળ મોટું હતું પણ IIM માં આવ્યા પછી તેનાં જુના મિત્રો માંથી મોટા ભાગ નાં મિત્રો રવિવાર ની ક્રિકેટ મેચ કે સાંજે કોફી શોપ પૂરતા રહી ગયા. બધા પોત-પોતાની પસંદગી નાં ક્ષેત્રોમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. કોઈ CA તો કોઈ MCA તો કોઈ M.Com તો વળી કોઈ IPS ની તૈયારી માં લાગ્યું પણ બધા ની મિત્રતા એકબંધ હતી.
ખાલી ગૌરવ અને સૌમ્યા જ એવા મિત્રો હતા જે અભિ સાથે IIM માં હતા એટલે શરૂઆત થી અભિ ને નવું વાતાવરણ પણ અનુકૂળ બની ગયું.
આ મિત્રો માં ધીમે-ધીમે વધારો થવા લાગ્યો. અભિ, ગૌરવ, સૌમ્યા, દીપ, રવિ, આકાંક્ષા અને મીરા.અભ્યાસ સાથે મિત્રો રૂપી સ્વાદ મળે તો અભ્યાસ રૂપી વાનગી લાજવાબ જ હોય. એવું જ અભિ સાથે થયું. મિત્રો સાથે ગપસપ, ગ્રુપ ડિસકશન, પ્રોજેક્ટ વકૅ અને કેન્ટીન ની મસ્તી માં સમય પસાર થવા લાગ્યો.
અભિ અભ્યાસ માં હોશિયાર તો હતો જ અને મનગમતું અભ્યાસક્ષેત્ર અને IIM જેવું ઈન્સ્ટીટ્યુટ મળવાથી તેની આવડન માં વધારો થવા લાગ્યો.
મનહર લાલ ને દીકરા માં બદલાવ જોવા મળતો હતો. તેની સાથે નાણાંકિય બાબતો માં કે અથૅશાસ્ત્રીય બાબતો માં ચચૉ દરમિયાન અભિ નું જે એડવાંસ નોલેજ જોઈ મનહર લાલ ખુબ ખુશ થતા અને પત્ની સુરેખા બહેન ને કહેતા, “સુરેખા આ તો કિંમતી હીરા જેવો છે.” આ સાંભળતા જ સુરેખા બહેન ખુબ પોરસાઈ જતા.
અભ્યાસ માં ઘણી વાર ચચૉ દરમિયાન મીરા ની આવડત જોઈ અભિ ઈમ્પ્રેસ થઇ જતો. તેને થતું કે સામાન્ય લાગતી આ છોકરી માં આવડત ભારો ભાર ભરેલી છે.
મીરા અને અભિ એક વાર કેન્ટીન માં બેઠા હતા. અભિ એ બંને માટે ચા અને સમોસા મંગાવ્યા. “મારા સમોસા ન મંગાવીશ મને ઈચ્છા નથી.” મીરા એ કહ્યું, “ કેમ?” અભિ એ પૂછ્યું.
“ કેમકે કેન્ટીન નાં સમોસા મને એફોડૅ નહિ થાય.” મીરા એ કહ્યું.
કંઈક અચરજ પામતા અભિ એ મીરા સામે જોયું અને કહ્યું, “ પણ હું સાથે છું તો તારે પૈસા આપવાની વાત જ ક્યાં આવી?”
“ ના. હું કોઈનું આથિૅક ત્રપુણ રાખવા નહિ ઇચ્છુ, મિત્ર નું પણ નહિ.” મીરા એ જવાબ આપ્યો.
“ અભિ ક્ષણભર ચુપ રહી ગયો. તેને જોઈ મીરા બોલી, “ તું ખરાબ ન લગાડીશ પણ હું મારાં સિદ્ધાંતો ની સાથે સમાધાન નહિ કરી શકું.”
અભિ તેનાં આ સ્વાભિમાન થી પ્રભાવિત થયો………
(ક્રમશઃ)