Clean cheet - 5 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ક્લિનચીટ - 5

પ્રકરણ - પાંચમું

‘આલોક, આ પરિસ્થતિનો સમય મારાં માટે આપણી દોસ્તીના પરિમાણની પરીક્ષાના પરિણામનો સમય છે. હું છેલ્લાં ઘણાં સમયથી નિરીક્ષણ કરી રહ્યો છું કે, તું વાત કરતાં કરતાં તારી વાતના મુખ્ય મુદ્દાથી આડો ફંટાઈ જાય છે. તારા શબ્દો અને તારી વર્તણુક વચ્ચે સંતુલન નથી રહેતું. તારી આંખો તરત જ તેની ચાડી ખાઈ જાય છે. તારી વ્થાકથામાં કોઈ સ્ત્રીપાત્રનું હોવું સહજ એટલાં માટે છે, કારણ કે જ્યાં સુધી મને તારી જાણકારી છે ત્યાં સુધી તને કોઈ ફાઈનાન્સિયલ કે સોશીયલ અથવા હેલ્થ જેવાં કોઈ સામાન્ય ઇસ્યુના લીધે તું આ હદે માનસિક અસ્વસ્થ થઇ જાય એવું હું નથી માનતો. અને એક બીજી ખાસ વાત ઈમોશનલ સિચ્યુએશનમાં જે તારા હ્રદયની ખુબ જ કરીબ છે તેનું સ્મરણ તરતજ તારી આંખોમાં તરી આવે છે. આલોક તું સાવ એક ઉઘાડી કિતાબ જેવો છે. અને આ તારો પ્લસ પોઈન્ટ પણ છે અને માઈનસ પોઈન્ટ પણ સમજ્યો.’

શેખરના આ શબ્દો સાંભળીને આલોકના દિમાગમાં અદિતી સાથેના સંવાદના પડઘા પડઘાવા લાગ્યા.

બન્ને એ કોલ્ડ ડ્રીંક્સ પીતાં પીતાં વાત આગળ શરુ કરી.

શેખરે વાત આગળ વાત વધારતા કહ્યું કે,

‘તે દિવસે જયારે હું તારી ઓફીસમાં ગયો હતો ત્યારે પહેલી વાર એવું બન્યું હશે કે તું ઓફીસમાં નહતો, તે દિવસે સ્ટાફના કેટલાક મિત્રોને પણ મેં તારા વિશે પૂછ્યું, પછી ગોપાલ કૃષ્ણન સાથે પણ ચર્ચા થઇ, ત્યારે મને એવું લાગ્યું કે તું કૈક એવી મૂંઝવણ પાળીને બેઠો છે જેનાથી હજુ હું જાણ બહાર છું.’

થોડીવાર ચુપ રહીને શેખર બોલ્યો,

‘આલોક મને એક વાત કહે તો, કોણ છે, આ અદિતી ?’

આલોક લીટરલી શોક્ડ થઇ ગયો. આલોક હજુ આશ્ચર્યજનક મુદ્રામાં કશું બોલવા જાય એ પહેલાં જ શેખર એ વાત આગળ વધારતાં કહ્યું,

‘સાહેબ, આમાં આટલું મોટું મોઢું ફાડીને આશ્ચર્યચકિત થવાની કોઈ જ જરૂર નથી. મારાં ભાઈ તે દિવસે ઓફીસમાં તમે જે ઉટપટાંગ હરકતો કરીને, તેના પરથી આ બધા અનુમાન લગાવવા ખુબ જ આસાન છે સમજ્યો.’

‘પણ યાર શેખર પણ મેં તો ફક્ત...’
આલોકની વાત અધવચ્ચેથી કાપતા શેખર બોલ્યો,

‘મારી એક બાત તું ધ્યાનથી સાંભળ, તારી આ બધી હરકતોથી હું એટલું તો સમજી જ શકું છે કે, આ અદિતી જે કોઈપણ છે પણ, તારા પર તો ભારે જ છે દોસ્ત એ વાત તો નક્કી છે. અને હવે જે કંઈ સમસ્યા છે એ મને સપષ્ટ શબ્દોમાં કહી દે એ પછી તે મુદ્દા પર આપણે ગંભીરતાથી ચર્ચા કરીએ.’

થોડીવાર સુધી આલોક ચુપ રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને આપવીતીની શરૂઆત કરી. ૨૯ એપ્રિલની સવાર.. કોલેજના કેમ્પસથી લઈને છેક...અદિતીથી વિખૂટા પડ્યાની આખરી ક્ષણ સુધીની તમામ વાતોનું શબ્દશઃ વર્ણન કરતાં કરતાં છેવટે આલોક ગળગળો થઇને સાવ જ ચુપ થઇ ગયો.
શેખર પણ થોડો સમય કશું જ ન બોલ્યો. બન્ને ચુપ.,

થોડો સ્વસ્થ થઈને આલોક બોલ્યો,
‘શેખર છેલ્લાં એક મહીનાથી નિયમત આ ઘટના એ પડછાયાની માફક મારો પીછો કર્યો છે. તું પૂછી રહ્યો હતો ને કે ગઈકાલે રાત્રે જન્મદિનની પાર્ટી દરમિયાન હું અધવચ્ચેથી અચાનક કેમ જતો રહ્યો ? એ સમયે હું સતત અદિતીના વિચારોથી ઘેરાયેલો હતો મને મારાં બર્થડે પર મને સૌથી વધુ તેનો ખાલીપો ખૂંચતો હતો અને...ત્યાં જ કોઈ કે મને રેડ બૂલ સર્વ કર્યું અને પછી હું મારી વિચારશક્તિ અને અસ્તિત્વ પર કાબુ ન રાખી શક્યો. એ સમયે મારાં ભીતરની ગુંગણામણ ભરી ઘુટનથી હું જે બેચેની અનુભવી રહ્યો હતો એ ત્યારે એ સમયે હું તને કેમ કરીને સમજાવું ? એટલે હું ત્યાંથી જતો રહ્યો. પણ પછી એ મને પણ યોગ્ય ન લાગ્યું. અને આજે તે ઘરે આવીને જયારે ડોરબેલ વગાડી ત્યારે ટી.વી. પર એ જ ગીત ચાલતું હતું, “આગે ભી જાને ના તુ...”’

શેખર બોલ્યો, ‘આલોક મને એક વાત ખુબ સ્પષ્ટ રીતે કહે તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે ? આ વાતને લઈને. તું કેટલો ગંભીર અને તટસ્થ છે ? તારા વિચારો અને વાસ્તવિકતામાં કેટલું સામ્ય છે ? જે કંઈપણ કન્ફયુઝન હોય એ ક્લીઅર કરી દે.’

આલોકે જવાબ આપ્યો, ‘શેખર કોઈ અન્ય માટે કદાચ આ કોઈ એક ઘટના માત્ર હોઈ શકે પણ, મારા માટે એક આ એક એવી નક્કર વાસ્તવિકતા છે કે જેમ કે હું અત્યારે શ્વાસ લઇ રહ્યો છું. હું અદિતી માટે સપૂર્ણ પણે ગંભીર છું.પરિસ્થિતિ મારા પર એટલા માટે હાવી થઇ જાય છે કારણકે હું દિશાહીન છું. પણ જ્યાં સુધી અદિતી માટેના સંપર્ક સેતુની કોઈ ખૂટતી કડી ન મળે ત્યાં સુધી જ કન્ફયુઝન છે બસ.
આ સિલસિલો ત્યારથી શરુ થયો જ્યારથી અમે બંને એકબીજાની આંખોમાં અંતિમ વખત જોઈ રહ્યા હતા. અને શેખર તું સાચું બોલે છે કે સૌ કોઈ મારી આંખો આસાનીથી વાંચી લે છે. કારણ કે મારી આંખોમાં કાયમ અદિતીનું જ મંજર હોય છે, તો જે હોય એ જ નજર આવે ને ?’
આટલું બોલતાં બોલતાં આલોકની આંખોની કોર ભીની થઇ ગઈ.

શેખર એ આલોકને આટલો ભાવુક અને નિ:સહાય હાલતમાં પહેલી વાર જોયો. થોડીવાર માટે શેખરને પણ કઈ ન સુજ્યું. પછી આલોકની હથેળી હાથમાં લઈને બોલ્યો..
‘અરે મારાં વ્હાલાં, તું આમ આટલો ઢીલો પડી જઈશ તો કેમ કરીને ચાલશે ?
કેમ આટલો દુઃખી થાય છે ? આટલી હદે મનમાં ન લે .
હું તારો જીગરી યાર છું નથી ? અરે દુનિયાના કોઈ પણ છેડેથી શોધી કાઢીશું તારી અદિતી ને. તમારાં બંનેની બધી જ વાતો મારી સમજમાં આવી ગઈ પણ એક વાત મારા દિમાગમાં ફીટ નથી થતી કે અદિતી એ તને તેને શોધવા માટે એક પણ સુરાગ કેમ ન આપ્યું ? અને ચાલો માની પણ લઇએ કે કોઈ કારણોવસ ન પણ આપ્યું હોય પણ અદિતી તો તને આસાનીથી શોધી શકે એમ છે. એક મહીના પછી પણ તેણે આજ સુધી તારો કોન્ટેક્ટ કેમ નહી કર્યો હોય ?’

આલોક એ જવાબ આપતાં કહ્યું,

‘બસ યાર આ એક જ વાતનો ઉકેલ મને નથી મળતો. હું પણ આ જ ચક્રવ્યૂહમાં ફસાયો છું. મને કોઈ જ અણસાર નથી મળતો કે કેમ આવું થઇ રહ્યું છે ? પણ, શેખર કઈપણ થાય પણ મારો વિશ્વાસ પત્થરની લકીર જેવો છે. કદાચ હશે તેની કોઈ મજબૂરી અથવા કોઈ સંજોગોનો શિકાર થઇ હોય એવું પણ બન્યું હોય. પણ મારાં ભરપુર આત્મવિશ્વાસથી ભરેલાં ભરોસાને હું કોઈપણ સંજોગોમાં તુટવા નહી દઉં’

‘આલોક આ વાત તે મને અત્યાર સુધી કેમ ન કરી એ કહીશ ?’

‘વાત ન કહેવાનું એક કારણ એ હતું શેખર કે મને ડર હતો. '

‘ડર ? મારાંથી ડર તને ? કઈ વાતનો ડર આલોક ? શેખર એ આશ્ચર્ય સાથે પૂછ્યું,

‘હા, આલોક ડર એટલો જ હતો કે જો કદાચ તું મારી લાગણી ને અવગણીશ તો ? મારી વાતને વાર્તા સમજીને સમજવામાં નાકામ રહ્યો તો ? અથવા મારાં જીવનની આ સૌથી કઠીન અને પારાવાર પીડાજનક પરિસ્થિતિને મજાકમાં ઉડાવી દીધી તો ? તો.. તો.. હું સાવ તૂટી જાઉં. પણ હવે મને લાગે છે શેખર કે...મારાં ભીતરનો એ ડર તદ્દન પાયાવિહોણો અને ભ્રામક હતો. એ ડરના કારણે હું અવારનવાર આ વાતનો છેદ ઉડાવતો રહ્યો.’

‘ખોટું ન લગાડતો આલોક પણ, મને લાગણી અને લાગણીવેડા વચ્ચેનો ભેદ પારખતાં આવડે છે. હું લાઈફમાં એકદમ પ્રેક્ટીકલ છું. એટલે સંઘર્ષના કોઈ પણ તબ્બકે હું વાસ્તવિકતા અને મારી મર્યાદાને ક્યારેય અંડરએસ્ટીમેન્ટ ન જ કરું. અને એવું ન બને કે તું તારા જ ઓવર કોન્ફિડેન્સના બોજ તળે દટાઈ જાય. હું અનુમાન કરી રહ્યો છું ત્યાં સુધી વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચે સંતુલન કરવામાં તું નિષ્ફળ જઈ રહ્યો છે તેનું જ આ પરિણામ છે. અને છેલ્લે કદાચ એવું પણ બની શકે કે......કદાચ અદિતી એ તારી લાગણી સાથે મજાક પણ કરી હોય ?’

‘ચાલ શેખર, કદાચ એક પળ માટે તારી આ વાત હું માની પણ લઉં. તો ગઈકાલે પાર્ટીમાં કોઈ મને જ કેમ રેડ બૂલ સર્વ કરે ? પછી સુમસામ રસ્તા પર અડધી રાત્રે ફરી કોઈ એક એવો અજનબી અનાયાસે મને જ ભટકાઈ જાય છે કે જેના વિશે મને એ પણ ખબર નથી એ પુરુષ છે કે સ્ત્રી. જે એક અવતારી બનીને મને છોડી ને જતુ રહે છે કોઈ ચમત્કારની માફક. અને પછી ફરી અચાનક ઓફીસમાં કોઈક આવવાનું છે અદિતી મજુમદારનું નામ લઈને એવી ખબર આવે છે. અને થોડીવાર પછી માત્ર ખબર જ આવે છે. શેખર, મને એક વાત સમજાવ આ ઘટના મારી સાથે જ કેમ ઘટે છે ? શું આ માત્ર કોઈ એક ઘટનાક્રમ જ છે ? પણ કેમ ? કૈક તો છે જે મને વારંવાર કશુક યાદ અપાવવાની કોશિષ કરી રહ્યું છે. અને ક્યારેક અતિશય શૂળની માફક ભોંકાતી પીડાની પરાકાષ્ઠા એ મને એવો ભાસ થાય કે અદિતીનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે મારી પ્રતિક્ષામાં. શેખર મને લાગે છે કે ધીમે ધીમે આ વિકરાળ વિષમ અસમંજસના અજગરનો ભરડો મારાં અસ્તિત્વને ભીંસી નાખશે.’
આલોક પોતાના સંવાદને પૂર્ણવિરામ આપે ત્યાં સુધીમાં લાવા જેવા ઉભરાની સાથે સાથે આંખોથી નીતરેલા ઊના અશ્રુધારાથી તેના બન્ને ગાલ ભીનાં થઇ ચુક્યા હતા.
કારના એ.સી.ની શીતળતા કરતાં ભીતરના અગન બળતરના માત્રાની તીવ્રતા વધુ હતી.
હવે શેખરને આલોકની માનસિક અવસ્થાની ગંભીરતા સમજાવા લાગી.
શેખરને લાગ્યું કે આલોકનું હળવું થવું યોગ્ય છે.
થોડીવાર પછી મંદ સ્માઈલ સાથે આલોક બોલ્યો, ‘શેખર હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ રડ્યો છું અને એ પણ કોઈ અન્ય માટે.’
વાર્તાલાપને તેની મુખ્યધારા પર આગળ લઇ જવા માટે શેખર એ પૂછ્યું
‘અદિતીને શોધવા માટે તે શું કર્યું ?’
આલોક બોલ્યો, ‘અરે શેખર એ પૂછ કે શું નથી કર્યું ? મારાં જેટલાં પણ કોન્ટેક્ટસ હતાં તે બધા જ મેં અજમાવી લીધાં. પણ કોઈ વાત ન બની. ૨૯ એપ્રિલની અમદાવાદથી મુંબઈ ગયેલી બધી ફ્લાઈટના પેસેન્જર લીસ્ટ પણ મેં ચેક કરવી લીધા. બધા જ સોશીયલ મીડિયા વીખી માર્યા પણ અદિતીનું એક પણ સુરાગ ન મળ્યું.
ન કોઈ એડ્રેસ, ફોન નંબર, ફોટોગ્રાફ કઈ જ નહી.’

શેખર વિચારવા લાગ્યો. પાંચ મિનીટ્સ પછી બોલ્યો ‘આલોક, એક ઉપાય છે
જે હોટેલમાં તમે બન્ને ડીનર માટે ગયા હતાં તે હોટેલના સી.સી.ટી.વી. ફૂટેજ પરથી કૈક મળી શકે.’

આલોક બોલ્યો, ‘શેખર એ પણ કરી ચુક્યો છું દોસ્ત.’
શેખરે પૂછ્યું, ‘કેમ ત્યાં શું થયું ?’
આલોક એ જવાબ આપતાં કહ્યું, ‘ આ વિચાર મને પણ આવ્યો હતો અહીં આવ્યા તેના ત્રીજા જ દિવસે જ. પણ મારું નસીબ અહીં પણ બે નહી ચાર ડગલાં પાછળ રહ્યું. રેસ્ટોરેન્ટના મેનેજમેન્ટ સાથે ફોન પર મારી વાત થઇ તો તેમણે કહ્યું કે સર, થોડા દિવસ પહેલાં અચાનક એક રાત્રે કંટ્રોલ રૂમમાં શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગથી પુરો કંટ્રોલ રૂમ બળી ખાખ થઇ ગયો અને ઓનલાઈન બેક અપ લેવાનું અમારી જાણ બહાર રહી ગયું.’

શેખર નિસાશો નાખતાં બોલ્યો, ‘તારી અને અદિતીની વાત બીજું કોણ જાણે છે ?’
આલોકે કહ્યું, ‘મારા તરફથી એક માત્ર તારા સિવાય કોઈ નહી. પણ આજે મન થોડું હળવાશ ફીલ કરે છે. અને થોડી હિમ્મત પણ આવી છે. વિચારું છે કે આવતીકાલે ઓફીસ માંથી રજા લઇ લઉં.’
શેખરે પૂછ્યું, ‘કેમ, કોઈ ખાસ કારણ છે ?’
આલોકે કહ્યું, ‘કઈ નહી બસ એમ જ.’
શેખરે કહ્યું, ‘સાંભળ, હવે વ્યર્થ વિચારો કરવાનું બંધ કરી દે. બન્ને મળીને કોઈ રસ્તો કાઢીએ છીએ. આવતીકાલે સોમવાર છે તો હું થોડો વ્યસ્ત રહીશ. પરમદિવસે ફરી મળીએ આરામથી. ઠીક છે.’
વાતમાં ને વાતમાં સમય થઇ ગયો ૧૨:૩૫ આલોકે કહ્યું, ‘ચાલો શેખર ઘણો સમય વીતી ગયો હવે આપણે નીકળવું જોઈએ.’

‘આલોક છેલ્લી એક વાત કહી દઉં. એક તરફ તારા મમ્મી, પપ્પા, તું, તારી પ્રતિષ્ઠા, કારકિર્દી, ખુબસુરત જિંદગી, તારી ફરજ. અને બીજી તરફ એક સરનામાં વગરનું નામ છે અદિતી. ખુબ શાંત દિમાગથી વિચારીને નિર્ણય લેજે. કોઈપણ પરિસ્થિતિમાં હું તારી જોડે છું.’
આવું બોલીને અદિતીરૂપી ડહોળાતાં ચંચળ મનવમળના કેન્દ્રબિંદુ પર સચોટ પ્રહાર કરીને આલોકની મનોસ્થિતિને સ્થિર કરવાં તુક્કો અજમાવ્યો.
શેખરે ઘરે કોલ કરીને જાણ કરી કે થોડા સમયમાં પહોચું છું.
આલોકને ફ્લેટ પર ડ્રોપ કરીને શેખર ઘરે આવ્યો ત્યારે ૧:૨૫ થઇ.

અંતે શેખરે એક નાનો અમથો કાંકરીચાળો કરીને આલોકની અધકચરી સમજણ અને અપરિપક્વ લાગણીની ધરી પર ફરતાં ફરતાં ફંટાઈને લગભગ સંપૂર્ણ પણે એક તરફ ઢળવા જઈ રહેલા વિચારવલોણા વિષે ગંભીરતાથી વિચારતો કરી દીધો. પણ નિંદ્રામાં સરતાં સુધીમાં તો છેવટે અદિતીનું પલડું જ ભારે રહ્યું.

સોમવાર, ૬ જુન, વહેલી સવારે ૬:૧૫ ઉઠીને આલોક જીમ જવા રવાના થયો.
ગઈકાલે નક્કી કર્યા મુજબ આલોક એ આજે ઓફિસે જવાનું માંડી વાળ્યું હતું. રાત્રે જ ગોપાલ કૃષ્ણનને પર્સનલ મેસેજ કરીને જાણ કરી દીધી હતી અને એક ઓફિસીયલી મેઈલ પણ કરી નાખ્યો.

સવારે બધાજ નિત્યક્રમ પતાવ્યા ત્યાં સુધીમાં ૧૧:૩૦ નો સમય થયો. બ્રેકફાસ્ટ કરતાં કરતાં મમ્મી, પપ્પા જોડે વાતો પણ કરતો રહ્યો. શહેરનો એક ચક્કર લગાવ્યા પછી થોડું શોપિંગ કરવાનું પ્લાનિંગ હતું એટલે બાઈક લઈને નીકળી પડ્યો.

શહેરના મધ્ય વિસ્તારના મેગા મોલ તરફ જવાનું હતું, સોમવાર હતો એટલે ચારે તરફ ભીડ હતી. અને થોડી ગરમી પણ. એક ટ્રાફિક સિગ્નલ પર બાઈક સ્ટોપ કરી. કોઈ કારણસર ધીમે ધીમે ટ્રાફિક જામ થતો રહ્યો. ઘડિયાળમાં જોયું સમય ૧૨:૪૦.
રોડની જમણી તરફનું સિગ્નલ જેવું ગ્રીન થયું ત્યાં તો જાણે સૌ કોઈ મેરોથન રેસમાં જોડાયા હોય એમ એક બીજાની સાઈડ કાપવાની હરીફાઈ કરવા લાગ્યા.

અને....
તે ટ્રાફિકની વચ્ચે અચાનક આલોક એ અદિતીને એક કારમાં જતાં જોઇ. જોતાં વ્હેત જ આલોકના ગળામાંથી એક તીવ્ર ચીસ નીકળી ગઈ. ‘અદિતીતીતીતીતીતીતીતીતીતીતી............’ ‘અદિતીતીતીતીતીતીતીતીતીતીતી.........’ ‘અદિતીતીતીતીતીતીતીતીતીતીતી.......’ આલોક એ જે રીતે ચીસ પાડી તે સાંભળીને આજુબાજુના સૌ લોકો તેની તરફ જોઈને દંગ રહી ગયા. સખ્ત ટ્રાફિક, ચારે બાજુ હોર્નની ચીચયારીઓ અને આલોકની ચીસ વચ્ચેથી અદિતીને લઈને જતી કાર આગળ નીકળી ગઈ. બેબાકળા બની ગયેલાં આલોક માટે ભરચ્ચક ભીડમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ હતું. સિગ્નલ ગ્રીન થતાં જ આકુળ વ્યાકુળ થઈને શક્ય એટલી સ્પીડથી અદિતીને લઇ જતી કારની દિશામાં આલોક એ ક્યાય દુર સુધી બાઈક દોડાવીને પીછો કર્યો પણ... નિષ્ફળ.

રઘવાયો થઈને ચારે તરફ બાઈક દોડાવી. અદિતીને જોવામાં ને જોવામાં તે કારના નંબર નોંધ કરવાનું પણ ભૂલી ગયો. છેવટે સાવ નિરાશ થઈને શેખરને કોલ જોડ્યો.
‘શેખર.... શેખર..’ હાંફતા હાંફતા બોલ્યો,
‘હા, આલોક બોલ કેમ આટલો હાંફે છે ? શું થયું ?
‘શેખર હમણાં... હમણાં મેં અદિતીને જોઈ ?’
‘અદિતીને જોઈ ? પણ ક્યાં ?’
‘એક કારમાં બેસીને જતાં પણ હું ટ્રાફિકમાં ફસાયેલો હતો. છતાં મેં પીછો તો કર્યો પણ ત્યાં સુધીમાં તો તેની કાર ઘણી દુર નીકળી ગઈ.’
‘કારનો નંબર નોટ કર્યો ? કઈ કાર હતી ? ક્યા કલરની ? અત્યારે તું ક્યાં લોકેશન પરથી વાત કરી રહ્યો છે ?’ શેખર એ પણ એકસાઈટમેન્ટમાં એકી શ્વાસે સાથે બધું જ પૂછી લીધું.
‘શેખર બધું એટલું જલ્દીમાં બની ગયું કે મને વિચારવાની કોઈ તક જ ન મળી.’
‘અચ્છા આલોક તું મને લોકેશન સેન્ડ કર હું આવું છું ત્યાં. એન્ડ પ્લીઝ રીલેક્સ.’
આલોકે કહ્યું, ‘એક કામ કર તું ક્યાં છે ? હું જ ત્યાં આવી જાઉં છું.’
અચ્છા ઠીક છે, ‘હું મારી ટ્રાન્સપોર્ટની ઓફીસ પર જ છું, તું આવ હું રાહ જોઉં છું.’

આલોકને સ્થળ કે સમયનો કશો જ ખ્યાલ ન રહ્યો. વિચારશૂન્ય અવસ્થામાં ફૂટપાથ પર જ બેસી ગયો. તીવ્ર તરસથી ગળું સુકાતું હતું. થોડીવાર આંખો મીચીને બન્ને ગોઠણ પર માથું ટેકવીને મગજ અને ધબકારા શાંત ન પડે ત્યાં સુધી બેસી રહેવું તેણે મુનાસીબ લાગ્યું.

૧૫ થી ૨૦ મિનીટ્સ પછી મન થોડું શાંત થતાં શેખરની ઓફીસ તરફ બાઈક હંકારી.

સમય ૨:૨૫ આલોક શેખરની ઓફિસે પહોચ્યો.
બન્ને શેખરની ચેમ્બરમાં બેઠા. શેખર આલોકના ચહેરા પર માત્ર નિરાશા જોઈ રહ્યો હતો.
શેખર એ પૂછ્યું આલોક, ‘આર યુ શ્યોર કે એ અદિતી જ હતી ?’
આલોક એ જવાબ આપ્યો, ‘શેખર હું મારી જાતને ભૂલી શકુ પણ અદિતીને તો હરગીઝ નહી.’
શેખરને લાગ્યું કે ગતરાત્રીની વાતને લઈને હજુ આલોક કોઈ ગંભીર નિર્ણય પર પહોંચ્યો નથી અને ત્યાં આજે ફરી અચાનક આ અર્ધસત્ય જેવું અદિતીનું અપ્રત્યક્ષ રૂપ આલોકની નજર સામે આવતાં માંડ માંડ સ્થિર થવાં જઈ રહેલાં વિચારો ફરી ઘોડાપુરનું સ્વરૂપ લઇ લીધું.
શેખર બોલ્યો, ‘ઠીક છે, વિચારીએ છીએ કૈક. અત્યારે લંચ ટાઇમ છે, તો ચલ પહેલાં આપણે થોડી પેટ પૂજા કરીએ.’
આલોક બોલ્યો, ‘હું ૧૧:૩૦ એ ઘરેથી હેવી નાસ્તો કરીને નીકળ્યો હતો માટે મને અત્યારે સ્હેજ પણ ઈચ્છા નથી.’ આલોક એ એમ વિચાર્યું કે આટલી ગંભીર બીના બની ગઈ અને શેખરને જમવાની પડી છે. ?
‘અલ્યા યાર કયારેક તો મારું પણ વિચાર મારાં ભાઈ, સૂકા ભેગું લીલું બાળવાનું ?’
હસતાં હસતાં બોલીને શેખર એ આલોકને જમાડવાંની સાથે સાથે વાતાવરણ પણ હળવું કરવાની ટ્રાય કરી.

‘એવું નહી યાર પણ.. ઠીક છે ચલ’ આલોક બોલ્યો.
જમતાં જમતાં આલોક એ તેની વાતનો દૌર ચોંટી ગયેલી પીનથી ફરી શરુ કરતાં બોલ્યો,
‘શેખર, મારા દિમાગમાં એક વાત આવે છે કે તે દિવસે ઓફીસમાં બોસના જે ગેસ્ટ આવવાના હતા એ કદાચ અદિતી જ હશે એવું હવે હું દ્રઢ પણે માનું છું, ગોપાલ કૃષ્ણન સાથે તારા ક્લોઝ રીલેશન છે, તો તું એને કઈ પૂછી ન શકે ?’
શાંતિથી જવાબ આપતાં શેખર બોલ્યો, ‘જો આલોક મારી વાત ધ્યાનથી સાંભળ તને શોધવો એ અદિતી માટે ડાબા હાથનો ખેલ છે, કેમ કે તારી બધી જ જાણકારી તેની પાસે છે. તેને એ પણ ખ્યાલ છે કે તું અહી બેન્ગ્લુરુમાં કોઈ જર્મની કંપનીમાં જોબ કરે છે. અને આ બધું તો એ ચપટી વગાડતાં ગુગલબાબાની મહેરબાની દ્વારા સાવ આસાનીથી શોધી કાઢે શકે એમ છે. તેના માટે તેને અહીં બેન્ગ્લુરુ તારી ઓફીસ સુધી લાંબા થવાની શી જરૂર છે ?’

હવે આલોક થોડો અકળાઈને બોલ્યો, ‘અરે યાર ચલ થોડીવાર માટે માની લઉં કે તારી બધી જ વાતો સાચી પણ તો પછી તે બેન્ગ્લુરુ આવીને પણ મારો કોન્ટેક્ટ કેમ નથી કરતી, એ મને સમજાવ ચાલ.’
એકતરફ શેખરને મનોમન હસવું પણ આવતું હતું.
થોડીવાર અલોકના બિહેવિયરને લઈને તેની સામે જોયા કર્યું પછી મનોમન વિચારતાં શેખરને થયું કે આ મજનુંના ઊંધા ચશ્માં ઉતરાવા થોડું આકરું તો પડશે પણ અત્યારે તેની ભાષામાં વાત કર્યા વગર છુટકો પણ નથી એટલે થોડું વિચારીને બોલ્યો,

‘હવે યાર તારા આ લાખ રૂપિયાના સવાલનો જવાબ તો માત્ર તારી અદિતી જ આપી શકે એમ.છે. અને ગોપાલ આ સમયે ઓફીસમાં હશે તો અત્યારે આવી વાત કરવાનો યોગ્ય સમય નથી. હું વિચારું છે છું કે સાંજે તેને રૂબરૂ મળીને વાત કરીએ.’
શેખરના સંતોષકારક જવાબથી આલોકને થોડી ટાઢક વળી.
શેખર એ ગોપાલ કૃષ્ણનને કોલ કરીને મળવાનો સમય અને સ્થળ નક્કી કરી લીધા
આલોકને અત્યંત નિરાશ જોઇને શેખર બોલ્યો.. ‘જો આલોક તારી હાલત અને તકલીફ હું સારી રીતે સમજી શકું છું. પણ તું આટલો ઈમોશનલ થઈને મેન્ટલી અનબેલેન્સ થઇ જઈશ તો કેમ કરીને ચાલશે ? હજુ ગઈકાલે તો તે મને બધી વાત કરી, અને આજે આપણ ને ખબર પડી કે અદિતી અહીં બેન્ગ્લુરુમાં જ છે તો તેમાં જરૂર ઈશ્વરનું કોઈ ઇન્ડીકેશન હશે એમ સમજ ને. તું આ વાતને પોઝીટીવલી કેમ નથી લેતો ? આટલી નાની અમથી વાતમાં તું આટલો બેબાકળો કેમ થઇ જાય છે ?’

‘પણ શેખર વારંવાર કેમ આવું થાય છે ? કાયમ થોડા થોડા સમયાન્તરે મારી નજર સમક્ષ અચાનક જ આવા કાલ્પનિક લાગે તેવી ઘટનાના ચિત્રો ઉપસી આવે છે.અને દર વખતે હું એક પુતળાની માફક જોયા કરું છું, કેમ ? અને આજે તો જે કઈપણ બન્યું એ મારી નજરે જોયેલું એવું સનાતન સત્ય છે કે તેમાં રતિભાર પણ કોઈ શંકાને અવકાશ નથી. શેખર જો આવું ને આવું જ ચાલ્યા કર્યું તો હવે આવનારા દિવસોનો સામનો કરવા માટે હું અસમર્થ થઇ જઈશ. અદિતીને મળવાની વાત તો દૂરની ક્યાંક હું ખુદને ખોઈ બેસીશ. શેખર, જયારે હું ખુબ જ ખુશ હોઉં છું ત્યારે જ બસ અચાનક એક જ પળમાં કોઈ એવું દ્રશ્ય મારી નજર સમક્ષ આવીને આંખે અંધારા લાવી દે છે.’

હવે શેખરને અંદાજો આવી ગયો કે.. અદિતી, આલોકના માનસ પર એક હદથી વધારે સવાર થઇ રહી છે. પરિસ્થિતિ વધુ વણસે એ પહેલા ચીવટથી કામ લેવું ખુબ જ જરૂરી છે. આ સંજોગોમાં હવે આલોકની કોઈ પણ વાત કે વિચારનો વિરોધ કરવો ઉચિત નથી. શેખરને લાગ્યું કે હવે ટોપીક ચેન્જ કરીને માહોલમાં થોડી હળવાશ લાવવી પડશે. શેખરને લાગ્યું કે અત્યારે ડાહપણ અને લાગણી વચ્ચે સંતુલન કરવું ખુબ જરૂરી છે.

શેખર એ કોફીનો ઓર્ડર આપ્યા પછી, આલોકને રીલેક્સ કરીને લાઈટ મૂડમાં લાવવા માટે શેખર બોલ્યો,
‘અચ્છા આલોક મને એક વાત કહે. માની લે કે અદિતી તને મળી જાય પછી તું મને ભૂલી તો નહી જાય ને ?’ બોલીને શેખર હસ્યો...
આલોકના ફેસ પર સ્માઈલ જોઇને શેખર ખુબ થતાં મનોમન બોલ્યો, લગા તીર નિશાને પે. એટલે આગળ બોલતા પૂછ્યું,

‘આલોક એ તો કહે ? કેવી છે અદિતી ?’

આલોકના ચહેરા અને આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. પહેલી વાર એ અદિતીની મહેસૂસ કરેલી મહામુલી કીમતી જણસ જેવી સંઘરેલી ઉર્મીઓનો ઉમળકો એક એવી વ્યક્તિ પાસે વ્યક્ત કરવા જઈ રહ્યો હતો કે જે આલોકની તાસીરથી ખુબ જ વાકેફ છે અને આલોકને ખાતરી હતી કે આ એક જ વ્યક્તિ પાસે તેની વ્યથાની કથાના એક એક શબ્દને ન્યાય મળશે.
નાના બાળકને જેમ કઈ મનગમતું મળી જાય પછી બીજી જ ક્ષ્રણે જાણે કે શું બન્યું જ નથી એમ ભૂલી જાય એવાં આલોકના ફેશ પર એક્સપ્રેશન જોઇને શેખર બોલ્યો,

‘અલ્યા, યાર... તારો ગલગોટા જેવો ગુલાબી ચહેરો જોઇને તો મને પેલું બચ્ચનનું સોંગ યાદ આવી ગયું.
‘સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હૂં મેં......

વધુ આવતીકાલે........

© વિજય રાવલ
વધુ આવતીકાલે....

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.