Beinthaa - 7 in Gujarati Fiction Stories by A K books and stories PDF | બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 7

The Author
Featured Books
Categories
Share

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 7

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 7

(આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા અનાથ આશ્રમમાં મળે છે અને બંને વચ્ચે થોડો ઝઘડો થઈ જાય છે પણ રુદ્ર અને ત્રિશા બંને ને શાંત કરે છે, આ તરફ કોઈ કાયરા પર નજર નાંખી રહ્યું હોય છે, તે કાયરા ને ચિઠ્ઠીઓ મોકલે છે અને કાયરા કયાં જાય છે, કોને મળે છે એ બધી માહિતી એકઠી કરી રહ્યું હોય છે, કાયરા ને મોટાભાગના પ્રોડક્શન હાઉસ માંથી તેની બુક પાછળ અઢળક ખર્ચો કરવા માટે ના પાડવામાં આવે છે, કાયરા રુદ્ર પાસે જાય છે પણ ત્યાં રુદ્ર ની જગ્યા એ આરવા હોય છે અને તે કાયરા ને પૈસા આપવા તૈયાર થાય છે પણ એના બદલામાં તે કાયરા સાથે એક રાત સૂવાની વાત કરે છે, આ ઓફર કાયરા સ્વીકારે છે કે નહીં આવો તે જાણીએ)

કાયરા પોતાની ખુરશી પરથી ઉભી થઈ અને આરવ તરફ આગળ વધી, આરવે પણ દિવાલ પર ટેકવેલો પગ નીચો લીધો અને તે કાયરા તરફ થોડો આગળ વધ્યો, કાયરા એકદમ આરવની નજીક આવી અને તેણે આરવની છાતી પર હાથ મૂકયો, તેણે તેની આંગળીઓ તેની છાતી પર ફેરવી, આરવ નાં ચહેરા પર સ્માઈલ આવી, તે મનમાં વિચારવા લાગ્યો આખરે આ પણ તેનાં હાથમાં આવી ગઈ અને એ તો રંગીન સ્વપ્ન જોવા લાગ્યો, પણ અચાનક જ એક જોરદાર તમાચો આરવનાં ગાલ પર પડયો એ તમાચો કાયરાએ માર્યો હતો, આ તમાચાને કારણે આરવનો કાન સૂનન થઈ ગયો અને તે બીજું કંઈ વિચારે એ પહેલાં કાયરા એ બીજો એક જોરદાર તમાચો ફરી માર્યા, આખાં કેબીનમાં એ તમાચાનો અવાજ ગુંજી ઉઠ્યો, આરવે પોતાના ગાલ પર હાથ મૂંકી દીધો, પહેલીવાર કોઈએ આરવને તમાચો માર્યો હતો, આજ સુધી એવી કોઈ પણ વ્યક્તિ ન હતી કે જેણે આરવને હાથ પણ લગાવ્યો હોય અને કાયરા એ તેને તમાચા મારી દીધા.

કાયરા બે ડગલાં પાછળ ગઈ અને કહ્યું,

“મિસ્ટર આરવ મહેતા, આજ સુધી તે બહુ બધી છોકરીઓ ને પોતાના પૈસા અને પાવરના જોર પર રાતો વિતાવવા મજબૂર કરી હશે પણ હવે હું એ નહીં થવા દઉં, કોઈપણ છોકરીઓની મજબૂરી નો ફાયદો ઉઠાવીને તું એની સાથે પોતાની રાતો રંગીન કરે છે, એ કોઈ વસ્તુ કે રમકડું નથી કે જયારે તારી મરજી થાય તું એની સાથે રમતો રહે, તારા અંદર આટલો લસ્ટ આટલી હવસ ભરી છે કે તું એમની મજબૂરી નો ફાયદો ઉઠાવી એમના જીસ્મ સાથે રમતો રમી ને તારી હવસને સંતોષે છે, આ તારા એક નો પ્રોબ્લેમ નથી આજે બધાને લવ નથી થતો બસ લસ્ટ હોય છે એમની અંદર ખાલીખોટાં લવના બહાના કરીને વિશ્વાસ જીતીને પોતાની હવસ ને સંતોષે છે અને જયારે એકવાર એ છોકરીનાં જીસ્મથી પોતાની હવસ સંતોષ્યા જાય એેટલે તમારો લવ પણ પૂરો થઈ જાય છે, હવસ એક એવો શૈતાન છે કે જેનાં પર કોઈ કાબૂ નથી કરી શકતા, તમે લોકો જ કહો છો કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરે છે એટલે તમને ઉતેજના થાય છે અને તમે એમની સાથે આ બધું કરો છો, પણ તમારી અંદર આટલી હવસ ભરી છે કે તમને ખાલી અમારાં શરીરમાં એજ ભાગો દેખાય છે જયાં તમને ઉતેજના મળે છે, તારા જેવા લોકો તો પૈસા અને પાવરનાં જોર પર છોકરીઓ ને મજબુર કરીને એની સાથે સેકસ કરી લો છો પણ મોટાભાગના લોકો આવું નથી કરી શકતા અને એજ કારણે તે લોકો પોતાની હવસ ની આગ શાંત કરવા બળાત્કાર કરે છે, સેકસનાં વીડિયો જોઈને પોતાની અંદર હવસની આગ ને એ હદ સુધી પહોંચાડે છે કે પોતાની આ હવસ ની આગ બૂઝાવવા તમને પાંચ વર્ષની બાળકી અને પચાસ વર્ષની મહિલામાં પણ કોઈ અંતર નથી દેખાતું, અરે સંબંધોમાં પણ કોઈ ફર્ક નથી દેખાતો અને જ્યારે એ હવસની આગ શાંત થાય છે ને ત્યારે તમને ખબર પડે છે કે તમે કેટલી મોટી ભૂલ કરી દીધી પણ પછી અફસોસ કરવાનો કોઈ મતલબ જ નથી, આજે જે બળાત્કાર થાય છે એનું કારણ જ આ હવસ છે જેને પૂરી કરવા તમે બધી મર્યાદા ભૂલી જાવ છો, મને નથી ખબર કે આ વાતોથી તને કોઈ ફર્ક પડશે કે નહીં પણ આટલું જરૂર યાદ રાખજે તારી આ મોજશોખ તારાં પતનનું કારણ બની શકે છે ”

કાયરા એ આટલું કહ્યું અને તે કેબીનમાંથી બહાર નીકળી ગઈ, આરવ હજી પણ ગાલ પર હાથ રાખીને ઉભો હતો, તે સોફા પર જઈને બેઠો, કાયરા એ કહેલી વાતો તેનાં મગજમાં ઘૂમી રહી હતી.

કાયરા પોતાના ઘરે આવી, તેને સમજાય ન હતું રહ્યું તેણે જે કર્યું એ ઠીક હતું કે પછી તેણે પોતાના પગ પર જ કુહાડી મારી, કારણ કે હવે તેની બુક પ્બલીશ થવાનાં લગભગ બધા દરવાજા બંધ થઈ ચુકયા હતા, હવે તેને કંઈ સમજાય ન હતું રહ્યું એટલે હવે તેણે ત્રિશા ને ફોન કર્યો અને તેને ઘરે બોલાવી, આમ પણ આવા સમયમાં આપણે કોઈક એવાં વ્યક્તિનાં ખભાની જરૂર પડે જે આપણી મુશ્કેલી ને આેછી કરવામાં આપણી મદદ કરે.

અડધી કલાકમાં ત્રિશા કાયરાનાં ઘરે પહોંચી અને કાયરાએ તેને બધી વાત કહી.

“What????, તે આરવ મહેતાને થપ્પડ માર્યા ” ત્રિશાએ હેરાન થતાં કહ્યું

“પણ યાર એ સમયે મને બીજું કંઈ સમજાયું નહીં અને મે.... ” કાયરાએ ચિંતીત થતાં કહ્યું

“એ બિઝનેસ ટાયકુન છે અને એ ધારે તો તારી બૂક જ પ્બલીશ નહીં થવા દે” ત્રિશાએ કહ્યું

“જાણું છું પણ મને એ સમયે જે ઠીક લાગ્યું મેં એ કર્યું અને મે એને ખાલી થપ્પડ જ નથી માર્યા ” કાયરાએ અચકાતાં કહ્યું

“તો બીજું શું કરીને આવી છે??? ” ત્રિશાએ કહ્યું

“મેં ત્યાં બહુ મોટો લેકચર આપ્યો તેને.... ” કાયરા એ માથું નીચે કરતાં કહ્યું

“યાર હવે શું કરશું??? ” ત્રિશાએ કહ્યું

“એ માટે જ તને બોલાવી છે ” કાયરાએ કહ્યું

“ઓકે, મારું માન તો હવે જે પ્બલીશર તારી બૂક પ્બલીશ કરવા તૈયાર થાય અને જેની ઓફર સારી હોય તેને હા કહી દે” ત્રિશાએ કહ્યું

“તારી વાત સાચી છે, હવે મારે બહુ સમય બગડાવો ન જોઇએ, હું બધાની લીસ્ટ બનાવીને હજી એકવાર વાત કરી અને જે સારું હશે તેની સાથે કામ કરી” કાયરાએ કહ્યું

ત્યારબાદ કાયરા અને ત્રિશા બનેં કામ પર લાગી ગઈ. રાત પડવા આવી ગયા અને ફરી એજ અંધકારમય ઓરડામાં સન્નાટો હતો, ફરી તે વ્યક્તિ રૂમમાં આવ્યો, આ વખતે તે વ્યક્તિ બોર્ડ તરફ ના ગયો પણ ઓરડામાં એક કબાટ હતો તે તેનાં તરફ આગળ વધ્યો અને ત્યાં પહોંચીને તેણે કબાટ ખોલ્યો, તેમાં એક બ્લેક કલરનું કપડાં જેવું હતું તેણે એ મોં પર બાંધ્યું, હવે તેની આંખો જ દેખાતી હતી. તેણે અંદરથી એક બ્લેક કલરનું જેકેટ કાઢયું અને તે પહેર્યું, જેકેટ સાથે જોડાયેલી હૂડી (ટોપી) તેણે માથા પર ઢાંકી અને કબાટમાંથી એક ગન કાઢીને પોતાની પાછળનાં ભાગમાં મૂકી.

રાતનાં બાર વાગ્યા હતાં અને આ અંધારી રાતમાં એક વ્યક્તિ ભાગી રહ્યો હતો, તે દોડતો દોડતો એક બિલ્ડીંગ પાસે પહોંચ્યો, હજી તે બિલ્ડીંગ નું બાંધકામ ચાલુ હતું, તે એ બિલ્ડીંગ માં ઘૂસ્યો અને ઉપર ની તરફ ભાગ્યો, તે છેલ્લે સાવ ઉપર સુધી પહોંચી ગયો, હજી ત્યાં ફલોર બની રહ્યો હતો, અંધારામાં તે બહુ ધ્યાન રાખીને આગળ જઈ રહ્યો હતો કારણ કે નીચે સળીયા અને કેટલાંક ઓજારો હતાં, તે આખરે એક ખૂણા પાસે આવીને ઉભો અને જોયું તો એ એકદમ કિનારા પાસે પહોંચી ગયો હતો અને તેણે પાછળ જોયું ત્યાં જ કોઈક એ તેને ધક્કો માર્યો અને તે નીચે પડયો પણ તેણે ત્યાં લટકતો સળિયો પકડી લીધો અને ઉપર ઉભેલાં વ્યક્તિ ને કહેવાં લાગ્યો, “પ્લીઝ મને બચાવી લે”, એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પહેલો ગુમનામ વ્યક્તિ જ હતો.

“તે આજ સુધી કેટલી છોકરીઓ ની જીંદગી બરબાદ કરી ” એ વ્યક્તિ એ કહ્યું

પેલો વિચારવા લાગ્યો, ત્યાં જ પહેલાં વ્યક્તિ એ કહ્યું, “રહેવા દે, તે ઘણા બધાને પોતાની હવસનાં શિકાર બનાવ્યાં છે એેટલે તને કંઈ યાદ નહીં આવે”

“પ્લીઝ, મને માફ કરી દે હું કયારેય હવે આવું નહીં કરું” એ વ્યક્તિ એ કહ્યું

“તે તારા પોલિટિકલ સપોર્ટ અને પૈસાથી ન જાણે કેટલાય ની જીંદગી બરબાદ કરી, પણ હવે તારી એ એકપણ વસ્તુ તને બચાવી નહીં શકે” પેલાં ગુમનામ વ્યક્તિ એ કહ્યું

“હું તને બહુ બધા પૈસા આપી બસ મને માફ કરી દે” એ વ્યક્તિ એ કહ્યું

“માફી મળવી તો મુશ્કેલ છે પણ મોત મળવી બહુ સરળ છે પણ હા જતાં જતાં તું મારું નામ જાણીને જઈ, જેથી તારી આત્માને શાંતિ મળશે કે આખરે તને મારનાર કોણ છે ” પેલાં ગુમનામ વ્યક્તિ એ કહ્યું

“કોણ છે તું????? ” પેલાં વ્યક્તિ એ રડમસ અવાજ સાથે કહ્યું

“અંધકારનો આશિક,

નફરત નો બાદશાહ,

ગુમનામ ગલીનો ગાયક,

બેંઈતહા મહોબ્બત નો માલિક “આર્ય ” ” આર્ય એ કહ્યું

“આર્ય ” પેલો વ્યક્તિ આટલું બોલ્યો ત્યાં આર્ય એ તેનાં હાથ પર પોતાનો પગ મૂક્યો અને પેલાં વ્યક્તિ નો હાથ છૂટયો અને તે નીચે પટકાયો અને ત્યાં જ મરી ગયો.

આખરે કોણ છે આર્ય??, આ સ્ટોરીનો વિલન??, શું કરવા માંગે છે એ અને તેનું લક્ષ્ય શું છે, આ તરફ પ્રીતિ એ પણ આરવ સાથે ન કરવાનું કરી લીધું, શું આરવ તેની સાથે બદલો લેશે??, કાયરા પોતાની બૂક પ્બલીશ કરશે???, આર્ય કોણ છે અને કાયરા સાથે શું દુશ્મની છે??? આરવ શું કાયરા સાથે દુશ્મની કરશે કે પછી આ વ્યક્તિ થી તેને બચાવશે?? હવે શરૂ થશે રહસ્યો ની એક એવી હારમાળા જેમાં હું ધીમે ધીમે રહસ્યોનાં મોતી ઉમેરતો જઈ અને અંતે એક જોરદાર રહસ્ય જાણવા મળશે, તો બસ તૈયાર રહો નવા નવા રહસ્યો જાણવા, જો તમને ખબર પડે કે આર્ય કોણ છે તો મને જરૂર જાણવજો અને ના પડે તો આપણે આગળનાં ભાગમાં જોઈએ શું થાય છે તો બસ જાણવા માટે વાંચતાં રહ્યો, “બેંઈતહા - લવ, લસ્ટ એન્ડ યારી”

મારા વહાલા વાંચક મિત્રો આ ભાગમાં કાયરા એ જે લસ્ટ ઉપર વાત કહી તે કેટલાં અંશે સાચી છે અને આ વાત પર તમારું શું મંતવ્ય છે એ તમે મને અવશ્ય જણાવજો, તમે આ વાત મને 9586442793 પર મેસેજ કરીને જણાવી શકો છો અને આ સ્ટોરીમાં અમુક શબ્દો એવા પણ આવે છે જે સામાન્ય રીતે આપણે જાહેરમાં નથી બોલતાં પણ આ ભાગમાં કહેલી વાત પર આપનો પ્રતિભાવ અવશ્ય આપજો અને મારી વાતથી કોઈની ભાવનાઓ અને લાગણીઓ ને ઠેસ પહોંચી હોય તો પણ મને માફ કરજો અને મને માર્ગદર્શન આપજો કે કંઈ વાતો હું ના લખું. બસ હવે રહસ્યો ઉમેરાશે અને તેનાં પર રહેલાં પડદાઓ ઉઠશે તો બસ વાંચતાં રહ્યો, “બેંઈતહા - લવ, લસ્ટ એન્ડ યારી”