સવારનાં પહોરમાં વિચિત્ર ઇ મેલ આવ્યો સુકેતુનો . તે લખતો હતો” શ્વેતા અને હું બસ થોડા સમયનાં મહેમાન છે તો તમે જલ્દી મારા ઘરે આવી જજો…શ્વેતા મને ગોળી મારી ને બહાર નીકળી છે અને બહાર તેણે તેને પણ ગોળી મારી છે..૯૧૧ ને પણ મેં જણાવ્યુ છે તેઓ પણ આવતા હશેજ…_
વિશ્વાસ તો ધ્રુજી ગયો
તેણે ઇ મેલ ફરી થી વાંચ્યો કંઇ ગેરસમજ તો નથીને?
ત્યાં અભયનો ફોન આવ્યો. તેને પણ સુકેતુનો પણ ઈ મેલ મળ્યો હતો.
જેમને ઇ મેલ મળ્યા હતા તે મિત્રો સુકેતુનાં ઘરે પહોંચ્યા તો પોલિસ આવી ગઈ હતી અને ન્યુઝ પેપરનાં પ્રતિનિધિ પણ હાજર હતા. નાની છોકરી કેતા હીબકા ભરતી હતી તેને કશી જ ખબર નહોંતી. તે ગભરાયેલી હતી અને પોલિસ ને જણાવતી હતી તે તો તેના રુમમાં સુઇ ગઈ હતી. ઉંઘની દવા લીધેલી હતી ને ઘસ ઘસાટ ઉંઘતી હતી. પોલિસે બારણું ખોલીને જગાડી ત્યારે હેબતાયેલી કેતા રડતી હતી. વિશ્વાસ અને રેવતી તો ડઘાઇ જ ગયા હતા.સુકેતુ અને શ્વેતાનો દિકરો શિવમ ઓસ્ટીનથી નીકળી ગયો હતો. તેને પણ ઇંમેલ મળી ગયો હતો.
શ્વેતા ૪૬ની અને સુકેતુ ૫૧ નો. કોઇ મતભેદ નહીં અને શાંતિથી જીવન જીવતા જોડા માં શું બન્ય તે ખબર નથી પણ હથિયાર મળ્યુ નહોં તુ એટલે આત્મ હત્યા કે ખુન શું હતુ તે સમજાયું નહોંતું.
પોલિસે મિત્રોની જબાની લીધી. કોઇને આ વિખવાદ કે તક્લીફ જો હોય તો તે જાણ નહોંતી.
શિવમ આવ્યા બાદ પોલિસ પંચનામું કરીને બંને લાશ લઇ ગઈ. અને પ્રશ્ન તરતો રહ્યો રિવોલ્વર ક્યાં?
જેમને ઇ મેલ મલ્યા હતા તેમાં થી એક આવ્યો નહોતો અને તે પ્રકાશ.
પ્રકાશતો સુકેતુનો નાનોભાઇ હતો. તે તો આર્મી માં હતો. અફઘાનીસ્તાન ડ્યુટી પરથી રીલીવ થઈને હમણા જ આવ્યો હતો.તેને શોધતી પોલિસ ફ્રેંડ્ઝ્વુડ ગઈ. તેનું કોંપ્યુટર બગડેલ હતુ તેથી તેણે ઈ મેલ જોયો નહોંતો. તેની રિવોલ્વર આર્મી માં તેણે જમા કરાવેલ હતી.
પોલિસ નક્કર પુરાવો શોધતી હતી . કેતા, શિવમ અને પ્રકાશ શકનાં ઘેરામાં હતા.કોંપ્યુટર ખુલ્લુ હતું અને છેલ્લો ઇ મેલ તે હતો. પણ તે ઇ મેલ કોણે કર્યો ત્યાં થી શંકા શરુ કરતા પોલિસ ઇંસ્પેક્ટર ડેવીડે વાત ઉપાડી. પ્રસંગ ઘટ્યો તે વખતે એકલી કેતા ઘરમાં હતી અને તે પણ દ્વાથી ઘેનમાં તેથી તેને શક્નો લાભ આપી શકાય.કારણ કે તેને પોલિસે બારણા ખખડાવી ખખડાવીને ઉઠાડી હતી.
શીવમ તો ઘટના સ્થળે હાજર નહોતો અને તેને જાણ કરી પછી ઑસ્ટીન થી તે આવ્યો. તેના રુમ પાર્ટનર ની ગવાહી હતી તે રાત્રે તે ઑસ્ટીન હતો.
પ્રકાશ પણ આ ઘટના બની ત્યારે ફ્રેંડઝ્વુડ હતો અને તેની રીવોલ્વર પણ મિલિટ્રીમાં જમા હતી
ખુટતું એક માત્ર કારણ હતું. અને તે ઘાતક શસ્ત્ર રિવોલ્વર ક્યાં?
ડોગ સ્ક્વોડ આવી અને તરત નિરાકરણ આવી ગયું.
રિવોલ્વર નજીકનાં ખાડામાંથી ડોગે શોધી નાખી.
ફોરેંસીક ડીપાર્ટ્મેંટે રિવોલ્વર કોની હતી ફાયર કેટલા વાગે થયેલી અને ફીંગર્પ્રીંટ પરથી શોધી નાખ્યુ કે ખૂની શ્વેતા હતી.તે બે વચ્ચે તકરારનું કારણ શોધવામાં પોલિસને રસ પણ નહોંતો.
વિમા એજંટ વિનાયકે સુકેતુની વિમાની રકમ બંને છોકરાઓ ને એક એક લાખ અપાવી પણ શ્વેતા નો ગુનો આપઘાતનો હતો તેથી તેનો વિમો ના મળ્યો.
બંને વચ્ચે શું ઝઘડો હતો તે આખી ઘટના કોઇને ખબર ના પડી.
કોઇક કહે નાણાકીય બાબત હતી. કોઇ કહે કોઇક સ્ત્રી પ્રકરણ હતું.રિવોલ્વર શ્વેતાએજ આગલે દિવસે ખરીદી હતી અને ઇ મેલ સુકેતુનાં મૃત્યુ પહેલા સુકેતુએ જ મોકલ્યો હતો ઘાયલ અવસ્થામાં.