પપ્પા ...આ વ્યક્તિ દરેક દિકરી માટે એક સૂપરમેન થી કમ નથી હોતો....ને મારી જીંદગી માં પણ મારાં પપ્પા નો રોલ એક બેસ્ટ એક્ટર તરીકે નો જ રહ્યો છે...બસ હું ક્યારેય આ વાત એમને સમજાવી નથી શકી એ વાત નો મને અફસોસ છે... કેમ કે મારો ઉછેર મામા નાં ઘરે થયો છે...ને મારો અભ્યાસ અને મારુ કરિયર પણ મામા ને ત્યાં જ શરૂ થયેલુ છે... એવું નહોતું કે મને એમની યાદ નહોતી આવતી બહુ આવતી હતી પણ ત્યાં ની રહેણીકરણી અને અહીં ની રહેણીકરણી ખૂબ જ જુદી હતી તેમ જ ત્યાં ની વિચારશરણી પણ અલગ હતી આથી હું પોતાને ત્યાં એકજેસટ કરી શકતી નહોતી ને મારી આ કમજોરી ને લીધે મારો પરિવાર મને ગલત સમજતો હતો એમના મતે મુજબ હું સ્વાર્થી હતી ...પણ એમની ચિંતા હંમેશા મને રહેતી ને આજે પણ થતી હતી સવાર થી આજે મન માં ગભરામણ જેવું થતું હતું ...ને જેમ તેમ કરી મન બીજે લગાવી હું ઓફિસ જવા નીકળી ... ઓફિસ પહોંચી રૂટિન મુજબ કામ પતાવ્યું જ હતુ ને મોબાઈલ ની રીંગ વાગી મમ્મી નો કોલ હતો ...મેં રીસીવ કયૉ સામે એનો રડમસ અવાજ સાંભળી મારૂં હદય જોરથી ધબકવા લાગ્યું ... પપ્પા ની તબિયત પહેલા કરતા વધારે બગડી ગય હતી ...તેઓ લાંબા સમયથી શ્વાસ ની બીમારીથી પીડાતા હતા ...ને હવે એમની હાલત પહેલા કરતા વધારે બગડી હતી આથી ઓફિસ પર રજા મૂકી સાંજ ની બસ માં જ હું પપ્પા પાસે જવા નીકળી ગય ....ને બસ ની સફર એમની યાદ અપાવતી હતી તેઓ મને પ્રેમ થી કાબરૂ બોલાવતા હતા ...તેમજ મારી આવાની ખુશીમાં મીઠાઈ લાવીને મૂકી દેતા રોજ મારી ભાવતી રસોઈ બનતી ....તેઓ બેસુમાર લાડ લડાવતા બસ હું જ ક્યારે મારો હેત જતાવી ના સકી ....અમારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી હું સારી શિક્ષા મેળવી સારી નોકરી કરી પપ્પા નું નામ સમાજ માં ઉંચુ કરવા માંગતી હતી પરંતુ એમને મારું વધારે ભણવું નોકરી આ બધું ઓછું ગમતું હતું પણ એમને ક્યારેય મને દબાણ નહોતું કર્યું કે ના એમને એમની અનીરછા જતાવી હતી હું ખુશ હતી તેમજ હું કોઈ નું કઈજ માનતી ન હોવાથી મને કઈ કહેતા નહોતા આમનેઆમ વિચારો માંજ મારી સફર પૂરી થઈ હું ઘરે આવી પપ્પા ખાટલા માં સુતા હતા મેં એમના માથા પર હાથ મૂક્યો એટલે જાગ્યા એમની હાલત જોઈને મારી આંખ માં આંસુ આવી ગયાં પરંતુ કોઈ જોવે એ પેલા જ ઘર માંથી બહાર આવી મમ્મી પાસે ચાલી ગઈ ...એ રડતી હતી એટલે હિંમત આપી શાંત કરી ને બીજા દિવસે હું પપ્પા નો જે ડૉક્ટર પાસે ઈલાજ ચાલુ હતો ત્યાં મમ્મી સાથે જઈ ડૉક્ટર સાથે વાત કરી એમના કેવા મુજબ પપ્પા ના ઈલાજ માટે અમે બધા એટલે કે બે ભાઈઓ ,મામા , મમ્મી અને હું એમને રાજકોટ લઇ ગયા બધા રીપોર્ટસ બાદ ડૉક્ટરે જણાવ્યું તેમની હાલત માં સુધારો થવામાં બહુ ટાઈમ લાગસે ને એમની હાલત બહુ ક્રિટીકલ છે એમને ઑક્સિજન માસ્ક વગર રાખી શકાય નહિ માટે તમે એમને જેતપુર ના દવાખાને સારવાર અપાવો જેથી તમને લોકોને અપડાઉન કરવાની તકલીફ ના પડે અમે એમ્બ્યુલન્સ મા રાજકોટ થી પપ્પા ને રાત્રે નવ વાગ્યા ની આસપાસ કોટડીયા ડોક્ટર સાહેબ ને પપ્પા ની અનીરછા એ ત્યાં દાખલ કર્યા ... પપ્પા ને તો ઘરે જવું હતું પરંતુ ઘરે લઈ જય શકાય એવી એમની હાલત નહોતી ... દવાખાને તેમની તબિયત મા પહેલા કરતા સુધાર હતો. એટલે ગામડે જય ને ભાઈઓ, પપ્પા અને મામા નું જમવા બનાવી ટીફીન દવાખાને પહોંચાડી દેતા ને સાથે પપ્પા ની ખબર પણ પૂછી લેતા ... થોડા દિવસ એમને સારું રહ્યું પછી એક દિવસ સાંજે આઠ વાગ્યા થી પપ્પા ની તબિયત વઘારે બગડી તેમને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થતી હતી તેમજ તેમને ખુબ જ ગરમી સાથે તેમનું ગળુ તરસ થી વારંવાર સુકાતું હતું તેમને હાથ માં દવા ની બોટલો ચડાવી હાથ ની નશો માં સોજા આવી ગયાં હોવાથી પગ ની નશો માં બોટલો ચડાવી હતી ...અમે ચિંતા ના કરીયે એટલે ભાઇઓએ કે મામા અમને જાણ ના કરી ને પપ્પા ની તબિયત રાત્રે એક વાગ્યા ના સમયે વધારે બગડી હોવાથી અમને જાણ કરી ....ને હું ને મમ્મી પાડોશી માં રહેતા એક ભાઈ ની બાઈક પર દવાખાને પહોંચ્યા .... પપ્પા ની હાલત ખૂબ જ નાજુક હતી ...ભાઈ ના મોબાઈલ માં મહામૃત્યુંજય નો જાપ પપ્પા ના કહેવાથી ચાલુ હતો તેમને પોતાના પર ગરમી ના લીધે પાણી ઢોળ્યું હતું ને જોરજોરથી બૂમો પાડતા હતા એ સાહેબ...... મારાથી નથી રહેવાતું એ સાહેબ .....આખો રૂમ એમના અવાજ થી ગુંજતો હતો આજુબાજુ રૂમ ના દર્દી ઓ પણ પપ્પા ના રૂમમાં ડોકયા કરતા હતા ખૂબ જ ભયાનક એ રાત હતી પપ્પા ની એ પીડા એ ચીસો આજે પણ મારાં રૂંવાટા ઊભા કરી દે છે... સવાર સુધી માં થોડોક એમને આરામ થયો હતો પણ મમ્મી થી ના રેવાતા રડવા લાગી એટલે પપ્પા એ કહ્યું જીવવાનું હશે તો કોઈ છીનવી નહિ શકે ને મોત હશે તો કોઈ રોકી નહીં શકે ... આટલું કહી પપ્પા એ બીડી,સીગરેટ ની એક સટ લીધી ...ચા પીધી પછી તેઓ પથારી માં સુતા એટલે એમને ડિસ્ટર્બ ના થાય એટલે અમે બધા રૂમ ની બહાર ઉભા રહ્યા ને થોડી વારે રહી હું પપ્પા ને જોવા અંદર ગય ને પપ્પા છેલ્લો શ્વાસ લેતાં હતાં મેં જોરથી ડોક્ટર ને બોલાવો એમ બૂમ મારી ને ડોક્ટર સાહેબે ચેક કરી ભાઈ ને કેબીન માં બોલાવી જણાવી દીધું કે તમારા પપ્પા પાસે ફક્ત પાંચ મિનિટ નો સમય છે ને પાંચ મિનિટ બાદ પપ્પા મને ને અમારા પરિવાર ને આમ જ મૂકી ચાલ્યા ગયા હૂં કોઈ ની સામે વધારે નહોતી રડી કેમ કે હું એ દિવસે મમ્મી ને ભાઈઓ ની હિંમત બની હતી પરંતુ એકલતા માં હું ખૂબ જ રડી હતી... અફસોસ એટલો જ રહી ગયો પપ્પા હું તમને કેટલો પ્રેમ કરું છું એ ક્યારેય જતાવી શકી નહીં બહુ જ યાદ કરું છું પપ્પા તમને. ...miss you papa