ભાગ -21
રહસ્યમય પુરાણી દેરી - 21
(આગળનાં ભાગમાં જોયું કે કરશન ભગત વાલજીની પત્નીનો મજબૂરીમાં લાભ ઉઠાવતા પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો. હવે આગળ...)
મુખીજી હજુ શાંત જ હતાં. ત્યાં પ્રવીણભાઈએ ઉતાવળમાં ફરીથી પુછ્યું, "પછી શુ થયુ, કરશન ભગતે કાળું કામ કર્યું કે વાલજીની પત્ની એ બચી ગઇ."
મુખીજી નીચું મોઢું રાખી બોલ્યા કે " પ્રવીણ, એક વાર તેને પોતાની વાત મારા સમક્ષ રજુ કરી હોત, ગામમાંથી ગમે એમ કરીને એનાં ઘરનું ખાવા પીવાનું કરાવી આપેત."
પ્રવીણભાઈ એ ઉદારતા બતાવતા કહ્યુ કે " હવે જેનાં જેવા ભાગ્ય મુખીજી. એમા આપણે શુ કરી શકી."
આંખમાં ફરી સરતા આંસુ સાથે મુખી બોલ્યા કે ,"ના પ્રવીણ, ભુલ તો મારી પણ છે. કે ગામમાં કોઈ આટલું પરેશાન છે તોય મને ખબર નો પડી. હુ આ ગામનો મુખી છું. મારે ધ્યાન રાખવું જોઈએ કે કોણ કેટલું દુઃખી છે."
પ્રવીણભાઈ મુખીને સહારો આપતાં કહ્યુ કે "પરંતુ લોકો આપણને બધી વાતું કરે ત્યારે ખબર પડે ને કે કોણ દુઃખી છે. બસ હવે તો જમાનો જ ખોટુ હસવાનો છે."
મુખીએ કહ્યુ કે "પરંતુ આવુ એક અઠવાડિયું નહી, કેટલાય અઠવાડિયા કરશન ભગત હેવાન ભેડ઼િયાની જેમ તુટી પડતો. અને બિચારી વાલજીની પત્નીને લાચારીમાં ચૂસી લીધી."
"પરંતુ મુખીજી, કરશન દોડતો દોડતો ઘનાભાઈ પાસે કેમ આવ્યો હતો.?" યાદ આવતાં જ પ્રવીણભાઈએ કહ્યુ.
મુખીજીએ ગળે એક ઘૂટડો ઉતાર્યો અને કહ્યુ " જાણે કેટલાય અઠવાડિયા હેવાન બની એક કોમળ શરીરને ચુંથતો રહ્યો, પરંતુ હવસ એટલી વધી હતી કે પોતાના પંજામાં આવેલો શિકારને હોવી મુખથી નહીં પરંતુ પંજાથી જ દબોચી મારવા માંગતો હોય એમ તેને અઠવાડિયા પછી દરરોજની માંગ કરી."
પ્રવીણભાઈ એ પોતાનો હાથને ખાટલાનાં પાયા સાથે ભીંસતા બોલાય ગયું કે "કરશનીયા, તને તો મારી નાખું."
મુખીએ પ્રવીણભાઈને શાંત કરતા કહ્યુ કે " જો તને આવો ગુસ્સો આવે છે, તો વિચાર કે વાલજીની પત્ની ઉપર શુ વીતી હશે. આપણે જેનાં સ્પર્શથી અભળાય જાય એવું માનતા હતાં તેની સાથે કરશન કૃત્ય કરતો હતો."
પ્રવીણભાઈ પોતાને શાંત કરતા બોલ્યા " આપણે મણીબહેનને ખરાબ કહેતાં હતાં કે મુખી સાથે બધાંને ઘર અંદર પ્રવેશી અભળાયા હતાં. પરંતુ વાલજી અને તેની પત્ની નીચી જાતીનાં નહીં કરશન જ...આ કરશનીયાએ તો મહાપાપ કર્યું કહેવાય."
મુખીએ આગળ વાત વધારતા કહ્યુ કે " એક દિવસ વાલજીની પત્ની કરશનભગતના ઘરે હતી અને હેવાનીયતમાં કરશન દરવાજાને આગણીયું મારતા ભૂલી ગયો. અને સમયે જ પોતાનો કાળ હાથમાં લઇ મણીનો પતી કરશન ભગતની ઘરે પહોંચ્યો.
દરવાજો ખોલ્યો કે કરશનનું કાળું કૃત્ય કરતા જોઇ ગયો ત્યાં જ વાલજીની પત્ની પોતાની જાતને સંભાળતા પોતાના ઘર તરફ ભાગી ગઇ. અને કરશન કાંઇ બોલી જ શક્યો નહીં. અને મણીનાં પતીએ કરશનને કહ્યુ કે તારી તો આજે સાંજે પંચાયતમાં વાત...
"હું હોત તો પંચાયતની રાહ નો જેવેત, સારુ કર્યું મણીબહેને એ માથું વાઢી નાખ્યું નહિતર આજ મારા હાથે બલી ચડી જાત."
મુખીજીએ કહ્યુ કે " આ વાતથી ગભરાયને તે સીધો જ ઘના પાસે આવ્યો, અને ઘનાને બધી વાત કરી."
ઘનાએ બધી વાત સંભાળી કહ્યુ કે " મારો ભાઈ મુખી છે, તુ ચાલ મારી સાથે આપણે બધો વાંક વાલજીની પત્નીનો આપી દેશું."
કરશનભગતે ડરતા કહ્યુ કે " અરે ઘનાભાઈ એની સાથે મણીનો પતી છે, તમારી શુ તમારા ભાઈની વાત પણ કોઈ નહીં માને. તમે જલ્દી કંઇક કરો, મારો તો હવે જીવ ગળા લગી આવી ગયો છે. કહેતાં હોઇ તો ગમે એટલાં રૂપિયા આપી દવ. તમે જે માંગો એ આપી દવ પણ આ મણીનાં પતીથી બચાવો."
થોડુ મગીયૂ હાસ્ય કરતા ઘનાભાઈ બોલ્યા કે " તમે તો છુપા રુસ્તમ નીકળ્યા હાલો ને, તમને તે પહેલેથી જ નડે છે તો આજે જળમૂળથી કાંટો કાઢી નાખી."
કરશન વિચારતો રહી ગયો અને બોલ્યો કે " એટ્લે તમારુ કહેવુંનો મતલબ શું છે.?"
ઘનાભાઈ એ પોતાના હાથના કાંડા સહેલાવતા કહ્યુ કે " ખાલી એક શર્ત છે?"
"આ શર્ત બર્ત ને અત્યારે બાજુમાં રાખો અને મને કહો કે તમારે મારી મદદ કઇ રીતે કરશો." ઉતાવળમાં કરશન ભગત બોલી ગયા.
ઘનાભાઈએ ફરીથી એજ વાતનું રટણ કર્યું કે "પહેલા મારી શર્ત..."
"તમારી બધી શર્ત મને મંજુર છે, બસ તમે મારી આબરૂ બચાવી લ્યો, તમે મને બચાવી લ્યો." કરશન ભગતને પોતાની જાન સિવાય કાંઈ જ મહત્વનું નહતું.
મુખીની વાતમાં ડૂસકું પુરતા પ્રવીણભાઈ બોલે છે કે "માણસ ક્યારેક પોતે જાનવર જ છે ને તે સાબીત કરી આપે છે. પોતે ભગવાનને પણ સજા કરે એવું કામ કરે છે. જ્યારે વાલજીની પત્ની ભીખ માગતી હતી ત્યારે આબરૂ યાદ નહતી આવી. અને આજે આબરૂ આવી ગઇ."
મુખીજી એ ફરીથી વાત ચાલુ કરી.
ઘનાભાઈ એ કહ્યુ કે " તો તમે બોલી આપો કે, હુ મણીનાં પતિને મારી નાખું પછી વાલજીની પત્ની એક દિવસ મને આપશો."
કરશને તો પોતાની જાગીર જ હોઇ એમ કહી દીધું કે " હાં, એકવાર તમને મોકો આપીશ, હું બોલી આપુ છું. પરંતું તમે સાચે જ મણીનાં પતીને મારશો ને."
ઘનાભાઈ એ પોતાનો મૂંછને તાવ આપતાં કહ્યુ કે " જાન આપી દવ પણ બોલીનો બદલું, આ મુખીયાનાં પેઢીનું ખૂન છે ખબર."
"તો ચાલો હવે શું કરશો તે જલ્દીથી બોલો" કરશને ઉતાવળ જીવથી કહ્યુ.
ઘનાભાઈ એ હાથમાં પનીયું લીધુ અને આગળ ચાલવા લાગ્યા. કરશન ભગત પણ ડરના માર્યે તેની પાછળ ચાલવા લાગ્યા. બને મિત્રોએ એક રસ્તો પર જ ચાલી રહ્યાં હતાં બસ બનેનાં કામ અલગ અલગ હતાં.
કરશનનું ઘર આવતાં જ કરશન ભગત પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘનાભાઈ એ તેને રોકતા કહ્યુ " ક્યાં જાઇ છે કરશન, આમ હાલ મારી સાથે સાનુમુનો, હુ કાઈ મારા માટે નથી કરતો બધુ."
કરશન ભગતે કહ્યુ " અરે ઘનાભાઈ, આમાં આપણી હિમ્મત નહીં ચાલે, આ કામ તમે એકલા જ કરી નાખો ને."
"કાઈ વાંધો નહીં દિકરા મારા, હુ તો ચાલ્યો ઘરે, મારે નથી જોઈતી વાલજીની પત્ની મારા પણ હમણા જ લગ્ન થવાના છે, જો તને જ તારી જાન પ્યારી નો હોઇ તો મને કોઈ શોખ નથી." ગુસ્સામાં ઘનાભાઈ એ કહ્યુ.
ઘનાભાઈની આગળ ચાલી કરશન બોલ્યો " હાલો હુ આવુ, પણ હુ કાઈ કરી નહીં શકુ, મારો જીવ નહીં ચાલે."
ઘનાભાઈ એ ટોન મારતા કહ્યુ કે " તો વાલજીની પત્ની ઉપર કેમ ચાલે છે, આગળ જ ચાલો. કાંઇ નહીં તો ખાલી ઉભા રહેજો. બાકી બધુ હુ સંભાળી લઈશ."
કરશન બીતા બીતા કહ્યુ " ઘનાભાઈ ,બીજો કાઈ ઉપાય નથી."
ઘનાભાઈ એ કહ્યુ કે " બીજુ કાઈ હોઇ તો તમે બોલો બાકી આગળ હાલો"
બન્ને જણા મણીનાં ઘર પાસે પહોંચ્યા. ત્યાં તો કરશનનાં ટાંટિયા ઢીલા થઈ ગયા અને બોલ્યો "થોડુ ધ્યાન રાખજો હો."
કરશન સામે જોતાં લાલ ઘૂમ આંખ સાથે ઘનો બોલ્યો " આ કાઈ થોડુ છોકરાંને ભણાવા જાવું છું કે ધ્યાન રાખું, તમને તમારો હવે જીવ પ્યારો હોઇ તો શાંતિથી ચૂપચાપ ચાલો, નહિતર મણીનાં પતી પેલા અહિયાં જ તમારુ ધામ ધરી દઈશ."
કરશનનાં કહેવા મુજબ ઘનાભાઈ મણીનાં ઘર અંદર ગયો અને મણીનાં પતીને બાહર ખેતર તરફ બોલાવાંનું નક્કી કર્યું.
ઘનાભાઈએ ઘરનો ઉંબરો ટપ્યો અને કરશન ત્યાં જ બાજુમાં છુપાઈ ગયો. ઘનાભાઈ ઘર અંદર પ્રવેશીને રાડ નાખી કે " મણીબહેન..ઓ..મણી બહેન..."
ત્યાં સામેથી મણીનો પતી આવ્યો અને ભાવ ભર્યા અવાજથી બોલ્યા " આવો આવો ઘનાભાઈ, શું કામ હતુ કાંઇ? બેસો બેસો અહિયાં."
ઘનાભાઈએ પોતાનુ પન્યુ ખંભે સરખું કરતા કહ્યુ "મણી બહેનનું કામ હતું, નથી લાગતા ઘરે?"
મણીના પતીએ ખાટલામાં બેસતાં કહ્યુ કે " મણી, કોળીવાસમાં સામાનાં છોકરાંને વીંછીએ ડંખ માર્યો તો તે ત્યાં ગઇ છે. હમણાં આવશે જ હવે."
"તો હુ પછી આવીશ, હુ ખેતર બાજુ એક ચક્કર લગાવા જાવું છું, તમારે સાથે આવુ હોઇ તો ચાલો." ઘનાભાઈએ ખાટલામાંથી ઉભા થતા કહ્યુ.
"આજે થોડુ સારુ નથી, મણીને પણ નાં જ પડતો હતો કે આજે ક્યાંય નો જાતી, કંઇક જીવ ગભરાય છે અંદર" મણીનાં પતીએ પોતાનો હાથ માથા પર ફેરવતા કહ્યુ.
અચાનક જ ઘનાભાઈ એ પોતાનુ પન્યુ હાથમાં લઈ કહ્યુ કે "તો ચાલો અત્યારે જ કામ પતાવી નાખું."
મણીનો પતી કાંઇ સમજે તે પહેલા તો ઘનાભાઈ પોતાનુ પન્યુ મણીના પતીના ગળે વીંટી નાંખે છે. અને બાહર કરશન રાહ જોઈને બેઠો હોઇ છે.
પરંતુ આ શું. કરશનનાં ટાંટિયા ધ્રુજવા લાગે છે. સામે થી મણીબહેન આવતી હોઇ છે. એક પળ પણ વિચાર્યા વગર ઘર અંદર ઘનાભાઈને કહેવા જાય છે.
કરશન તુરંત દોડતો આવ્યો અને જોયું તો બને આંખો પહોળી જ રહી ગઇ હતી. મણીના પતીના ગળે પન્યુ વીંટી ઘનો બને હાથથી જોર લગાવી રહ્યો હતો અને મણીનો પતી અડધો ખાટલા પર અને અડધો નીચે તરફડિયા મારી રહ્યો હતો.
શરીરમાંથી જીવ જ નીકળી ગયો હોઇ તેમ કરશન બોલ્યો કે " બ...બાહર... મ...મણી આવે છે..., કંઇક કરો ઘનાભાઈ"
સાંભળતા જ ઘનાભાઈના પસીનો છૂટી જાય છે અને કહે છે "શું કેશ તું..., મ...મણી... બહેન આવે છે..?"
ક્રમશ...
ઘનાભાઈ અને કરશન ભગત કેવી રીતે બચશે મણી બહેનથી?
જોવા માટે આગળ બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.