તૃપ્તિ તેના પરિવાર સાથે નવા શહેરમાં એટલે કે પોરબંદર માં પોચી જાય છે , મમી સાથે મળી ઘર ને ફરીથી શણગારે છે આખો દિવસ કામ કરીયા પછી તૃપ્તિ થાકી ને સાંજે જલ્દી ઊંઘી જાય છે . અને કેટલાય દિવસો પછી એવું બન્યું કે તૃપ્તિની ઉંઘ સીધી સવારે ઊડી હોય , ઉઠતા ની સાથે જ તૃપ્તિ રાજી થઈ જાય છે , તૃપ્તિ સમજી ગય કે પેલી પડછાય એ એનો પીછો નથી કર્યો અને ત્યાં ની ત્યાં જ રહી ગય . તૃપ્તિ સવારનો નાસ્તો પતાવી અને પપ્પા જોડે પોરબંદર ની શેર કરવા નીકડે છે તેના પપ્પા તૃપ્તિને સુદામ મંદીર , કીર્તિ મંદિર , હરિ મંદિર , ભારત મંદિર , તારા મંદિર આ બધી જગ્યાઓ બતાવી અને છેલ્લે સાંજે પોરબંદર હ્રદય એટલે કે ચોપાટી લઈ જાય છે તૃપ્તિ દરિયાની હવા અને ચોપાટી ની સુંદરતા થી મન મૂગ્ધ થઈ જાય છે અને પછી રાતે એના પાપા એને અસ્માવતી રિવર ફ્રંટ લઈ જાય છે અહીંની રોનક માં તૃપ્તિ અંજાય જાય છે અને આખો દિવસ રખડી સાંજે થાકી ને ઊંઘી જાય છે .
તૃપ્તિ નું જીવન ફરી ખુશીઓ થી ભરાય જાય છે હવે તૃપ્તિ ને કોઈ હેરાન નથી કરતું , તૃપ્તિ દરરોજ સાંજે ચોપાટી એ ટહેલવા જાય છે . એક દિવસ દરરોજ ની જેમ સાંજે તૃપ્તિ ચોપાટી ઉપર જાય છે , ઠંડી , તાજી હવા નો આનંદ માણતી તૃપ્તિ ની નજર એક છોકરી ઉપર જાય છે અને તૃપ્તિ થી એ ઘણી દૂર હતી પણ તૃપ્તિ એને ઓડખી ગઈ એ દોડી ને તે છોકરી પાસે ગય અને સીધી પોતાના ગળે લગાવી લીધી ,
આ બધું કેવી રીતે થયું ?
તું સાજી ક્યારે થઈ ?
અહીંયા કઈ રીતે આવી ?
તૃપ્તિ ને એવું કે તે પાર્થવી છે પણ ઊંધું થયું પેલી છોકરી એ તૃપ્તિ ને ઓળખવાની ના પાડી દીધી , તૃપ્તિ ને એમ કે તેની યાદદાસ જતી રહી છે , એટલે તૃપ્તિ એ ઘણી બધી વાતો કીધી પણ પેલી છોકરીને કઈ યાદ નથી આવતું અને તે તૃપ્તિ ને ગાંડી સમજી જતી રહે છે . અને તૃપ્તિ વિચારતી વિચારતી ઘરે આવે છે અને હકીકત માં શુ થયુ એ જાણવા ના પ્રયાસો માં લાગી જાય છે . બીજા દિવસે તૃપ્તિ પાછી એ જ સમયે ચોપાટી એ આવી જાય છે અને પેલી છોકરી ને ગોતવા માંડે છે અડધો કલાક પછી તે છોકરી આવે છે , તૃપ્તિ તેની પાસે જાય છે અને તેની જોડે વાત કરવાની ચેસ્ટા બતાવે છે પેલી છોકરી માની જાય છે અને મને એક જગ્યા એ બેસી સંવાદ કરે છે .
તૃપ્તિ : શું નામ છે તારું ?
પેલી છોકરી : મીરાલી , તમારું
તૃપ્તિ : તૃપ્તિ
પેલી છોકરી : તમે શું કામ મારી પાછડ પડ્યા છવ?
તૃપ્તિ : પછી બધી કહાની જણાવે છે , પોતાની મિત્ર પાર્થવી ની અને તારી શકલ એક છે એવું જણાવે છે .
પેલી છોકરી હસવા માંડે છે અને તારી જોડે મજા આવશે અત્યારે મારે કામ છે એવું કહી કહી જતી રહે છે .
આખી રાત તૃપ્તિ વિચારે છે કે ત્રણ જણા ની શકલ કઈ રીતે સરખી હોય ? અને બીજે દિવસે મીરાલી ને મળવા ની ઉતાવળ થવા માંડે છે ,એક આખા દિવસ ની વાટ પછી બીજા દિવસે તૃપ્તિ પાછી મીરાલી ને મળે છે , મીરાલી જણાવે છે કે કે તેઓ છેલ્લા ઘણા વર્ષો થી પોરબંદર માં રહે છે , મીરાલી પોતાના પરિવાર વિશે પણ જણાવે છે અને આ બધી વાતો થી તૃપ્તિને વિશ્વાસ આવી જાય છે કે આ પાર્થવી નથી . મીરાલી નો સ્વભાવ મજાકિયો હતો બંને સાથે મળી ને ખૂબ જ ગપ્પા મારે છે અને છેવટે બંને કાલ મળશુ એટલું કહી છૂટા પડે છે .પણ
છૂટા પડતાં તૃપ્તિ મીરાલી સાથે હાથ મળાવે છે અને તૃપ્તિને કઈ જાણ્યું જાણ્યું અહેસાસ થાય છે પણ એ એને ગનાર તી નથી અને જતી રહે છે . પોરબંદર આવ્યા એના ઘણા દિવસ થઈ ગયા હતા તૃપ્તિ દરરોજ શાંતિ થી ઊંઘતી હતી પણ આજે રાતે બે વાગ્યા અને ............................................. _____......................