આ રૂપવાન છોકરી ને જોઈને બંને ની આંખો સામે જળજલિયા આવી ગયા અને બંન્ને એકીટશે જોઈ રહે છે.
વિજય તો આ બધું જોઈને સ્તબ્ધ રહી જાય છે તે પોતાનો ભૂતકાળ વિશે બધું ભૂલી જાય છે.
વિજય તું ક્યાં ખોવાઈ ગયો?
કયોય નહિ.
ભાઈ બોલ ને શું કામ છે, સાચું કે તું આ છોકરી વિશે જાણે છે?
ના ....ભાઈ ના..... વિજય.
બોલ વિજય તને કેમ એવું લાગે છે કે હું કેસરી વિશે જાણું છું.
એટલા માટે કઈ મને એવું લાગ્યું કારણ કે તું અને નામ લઇ ને બોલાવી રહ્યો છે એટલે.....
હા તો બરોબર હું તને જાણું છું.
બોલ તારે શું કામ છે.
કઈ નહિ તો અમસ્તું પૂછ્યું તને.
ભાઈ આ મારી એક મિત્ર છે. ફરીથી મનજીત જૂઠું બોલે છે. પણ મારે શું લેવા દેવા.
ભાઈ મારી મિત્ર એટલે તારી પણ મિત્ર બરોબર ને.
આવો અહંકાર કરીને વિજય મનજીત ને કહે છે કે તું એને તો પૂછી જો પેલા મારી મિત્ર બનવા માગે છે કે નહીં. એની ના હોય તો તું કઈ રીતે મિત્ર બનાવી શકીશ.
" તું ચિંતા કર મા"
હું કહ્યું એટલે તારી મિત્ર કેસરી સો ટકા છે જ સાચું.
મારી મિત્ર બનશે શું ગપ્પા મારે છે યાર
તુજ પૂછી લે ને કેસરીને એ તારી મિત્ર બનવા તૈયાર છે કે નહીં.
"ના ભાઈ હું બહુ ગભરાઉં માણસ છું કારણકે મને શરમ આવે છે."
એટલી વારમાં કેસરી બોલી તમે બંને જણા વાતો કરશો કે શું, મને પણ થોડું બોલવાનો ચાન્સ તો આપોને
વિજય બોલ્યો કેમ નહીં કેમ નહીં આટલું બોલીને વિજય થંભી જાય છે.
વિજય આવો અવાજ કોઈ છોકરી ના મોઢે સાંભળ્યું ન હતો. અવાજમાં જાણે કોયલનો કંઠ ના હોય એવો સુંદર અવાજ હતો.
કેસરી નું વર્ણન કરીએ તો મોરના પીંછા જેવું રંગીન શરીર અને તેનો અવાજ તો કોયલ જેવો...
કેસરી જેવું બોલી કે તરત જ વિજયના શરીરમાં એક કાલ્પનિક વીજળી પડી ગઈ હોય તેવો તેના દરેક અંગ માં એક ઝટકો આવી ગયો.
"કેસરી બોલી હું વિજય અને મનજીત બંનેની મિત્ર બનવા તૈયાર છું, પણ તમારે મારી એક મદદ કરવી પડશે."
બોલ ને શું મદદ કરવી પડશે આવું વિજય ઉતાવળથી બોલી ગયો.
મદદ તો કંઈ નહીં પણ આગળના સ્ટેશન વિજયનગર મારે ઉતરવાનું છે તો મને તમારી ટ્રેનમાં લઈ જશો ને.......
મનજીત તો આ કેસરી ની દરેક બાબત થી પરિચિત હતો. વિજયની કશી ખબર ન હતી.
(ત્રણે જણા જાણે પ્રેમ કરી ના રહ્યા હોય એ રીતે વર્તતા હતા. આપણે જોયું છે કે ઘણી ફિલ્મોમાં એક છોકરી અને છોકરા વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે પણ અહીંયા તો એક છોકરી એટલે કેસરી અને બે જીગર જાન દોસ્ત વિજય અને મનજીત આ ત્રણેય વચ્ચે પ્રેમનું પ્રકરણ ચાલુ થાય છે.)
આ સુમસામ જગ્યા પર ફક્ત વિજય,મનજી અને કેસરી ત્રણે જણા ટ્રેન તરફ રવાના થાય છે.
આ સ્ત્રીને જોઈને વિજય ને આનંદનો કોઈ પાર નથી.
મનમાં ને મનમાં તે મિત્રતાને પ્રણયમાં ફેરવી નાખી છે
( ત્રણે જણા ડ્રાઇવરના કેબિનમાં ગોઠવાઈ જાય છે.)
મનજીત ટ્રેન ચાલુ કરે છે ત્યારે ટ્રેન ચાલુ થતી નથી ટ્રેન ચાલુ કરવા ઘણા પ્રયત્નો કરે છે પણ ટ્રેન ચાલુ થતી નથી એટલી જ વારમાં કેસરી બોલી લાવો હું ટ્રાય કરું ક્યાંક ચાલુ થઈ જાય.
" કેસરી જેવી બોલે છે ને તરત જ ટ્રેન ચાલુ થઈ જાય છે."
મનજીત ટ્રેન હંકારવાનું ચાલુ કરે છે અને વિજય કેસરી બંને જણા આરામ ની કેબીનમાં બેસી જાય છે. બંને મિત્રો જ્યારે આરામ કરતા હોય છે ત્યારે વિજયના મનમાં એક શરીર મિલન પ્રત્યેનો કીડો સળવળતો હોય છે.
વધુ આવતા અંકે.........